Ads

Whatsapp Group ➙ ➙ JOIN NOW

Khedut Sahay પેકેજ Full Details List 2022 Download


ખેડૂત સહાય પેકેજ/ ગુજરાત સરકારે ખેડૂતો માટે 630 કરોડના નુકશાની સહાય પેકેજની જાહેરાત કરી જાણો ગામોનું સંપૂર્ણ લીસ્ટ Full Detail List Download | Khedut Sahay પેકેજ Full Details List 2022 Download

Khedut Sahay પેકેજ 2022

ખેડૂત સહાય પેકેજ: ગુજરાત સરકારે ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરી છે. આ સહાય પેકેજ અંદર 8 લાખ ખેડૂતોને સહાય મળશે. ગુજરાત સરકારે ખેડૂતોને 630 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે. ખેડૂતોને 9.12 લાખ હેક્ટરમાં થયેલા નુકસાન સામે ગુજરાત સરકાર સહાય (વળતર) આપશે. સાથે જે જિલ્લાઓને લાભ મળવાનો છે તે ૧૪ જિલ્લાઓનુ લીસ્ટ પણ ડીકલેર કરેલ છે. નુકશાની સહાય તાલુકા લીસ્ટ પણ જાહેર કરેલ છે. ખેડૂત નુકશાની સહાય ગામનુ લીસ્ટ પણ જાહેર કરેલ છે.

રાજ્ય સરકારે રાજ્યના ૮ લાખથી વધુ ખેડૂત ખાતેદારોના વ્યાપક હિતમાં કિસાન હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરીને રૂ. ૬૩૦.૩૪ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે. (Krishi Sahay Package 2022) ખેડૂત સહાય પેકેજ રાજ્યમાં ર૦રરની ખરીફ રૂતુમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાનમાં સહાયરૂપ થવાના આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ભારે વરસાદને કારણે ૧૪ જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી પાકોને વ્યાપક નુકશાન થયું હતું. અમદાવાદ: રાજ્ય સરકારે રાજ્યના ૮ લાખથી વધુ ખેડૂત ખાતેદારોના વ્યાપક હિતમાં કિસાન હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરીને રૂ. ૬૩૦.૩૪ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે. રાજ્યમાં ર૦રરની ખરીફ રૂતુમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાનમાં સહાયરૂપ થવાના આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ભારે વરસાદને કારણે ૧૪ જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી પાકોને વ્યાપક નુકશાન થયું હતું.

Read Also: ઈ નગર પોર્ટલ /52 થી વધુ નગરપાલિકાની સેવા ઘરે બેઠા ફોનમા, જાણો સંપૂર્ણ માહિતી


ભારે વરસાદ ને કારણે નુકશાની સહાય પેકેજ નો લાભ નીચેના જિલ્લાઓને મળશે.

  • ખેડૂત સહાય પેકેજ 2022 છોટાઉદેપૂર 
  • ખેડૂત સહાય પેકેજ 2022 નર્મદા
  • ખેડૂત સહાય પેકેજ 2022 પંચમહાલ 
  • ખેડૂત સહાય પેકેજ 2022 નવસારી
  • ખેડૂત સહાય પેકેજ 2022 વલસાડ
  • ખેડૂત સહાય પેકેજ 2022 ડાંગ
  • ખેડૂત સહાય પેકેજ 2022 તાપી
  • ખેડૂત સહાય પેકેજ 2022 સુરત
  • ખેડૂત સહાય પેકેજ 2022 કચ્છ
  • ખેડૂત સહાય પેકેજ 2022 જૂનાગઢ
  • ખેડૂત સહાય પેકેજ 2022 મોરબી
  • ખેડૂત સહાય પેકેજ 2022 પોરબંદર
  • ખેડૂત સહાય પેકેજ 2022 આણંદ
  • ખેડૂત સહાય પેકેજ 2022 ખેડા

ખેડૂત સહાય પેકેજ રકમ ― કોને કેટલી સહાય ચુકવવામાં આવશે?

નુકશાની સહાય પેકેજ અંગે બહાર પાડવામા આવેલા વિગતવાર ઠરાવમા કોને કેટેલી રકમની સહાય મળવાપાત્ર છે તે અંગે વિગતો આપવામા આવી છે. આ ઉદારત્તમ સહાય પેકેજ અંતર્ગત એવું નિર્ધારીત કરવામાં આવ્યું છે કે, ૩૩ ટકા અને તેનાથી વધુ પાક નુકશાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને ખેતી પાકો માટે (કેળ સિવાયના) હેક્ટર દિઠ રૂ. ૬૮૦૦ સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં SDRF તેમજ સ્ટેટ બજેટમાંથી આપવામાં આવશે. જયારે કેળ પાકને થયેલા નુકશાન માટે કુલ રૂ. ૩૦,૦૦૦ની હેક્ટર દિઠ સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં (SDRF બજેટ માંથી રૂ.૧૩૫૦૦ પ્રતિ હેકટર ઉપરાંત રાજય બજેટ માંથી વધારાની સહાય તરીકે રૂ.૧૬૫૦૦ પ્રતિ હેકટર) આપવાની જોગવાઇ આ પેકેજમાં કરવામાં આવેલી છે.

Read Also: ઘરગથ્થુ ઉપચાર pdf ડાઉનલોડ| દેશી ઉપચાર | ઘરેલુ નુસખા


ખેડૂત સહાય પેકેજ 2022 ગામનુ લીસ્ટ

રાજય સરકાર તરફથી જાહેર કરવામા આવેલ ખેડૂત સહાય પેકેજ ઠરાવમાં કયા કયા ગામના ખેડૂતોને લાભ મળવાપાત્ર છે તેનુ લીસ્ટ જાહેર કરવામા આવેલ છે. ખેડૂત સહાય પેકેજ તાલુકાનુ લીસ્ટ પણ ડીક્લેર કરવામા આવેલ છે.

ખેડૂત સહાય પેકેજ ― ખેડૂત નુકશાની સહાય પેકેજ ઓનલાઇન અરજી

નુકશાની વળતર સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨, આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો ના – વાંધા અંગેનો સંમતિ પત્ર વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને નિયત નમૂનામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ફી ચૂકવણી કે ખર્ચ કરવાનો રહેશે નહીં તે માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે તેમ પણ કૃષિ મંત્રીએ આ સહાય પેકેજની વિગતો આપતાં જણાવ્યું હતું. વેબસાઈટ: https://ikhedut.gujarat.gov.in/

📝 ખેડૂત સહાય પેકેજ ઠરાવ pdf Download

📝 ખેડૂત સહાય પેકેજ ગામનુ લીસ્ટ pdf Download



Conclusion:
You’re reading avakarnews — experts who break news about Google and its surrounding ecosystem, day after day. Be sure to check out our homepage for all the latest news. As well as exclusive offers on best recharge, popular mobiles. With the latest tech news and reviews from all over the world.

Thanks for visit this Khedut Sahay 2022 Post, Stay connected with us for Upcoming Latest Jobs, Technology Tips, Health Tips, General Information Updates, and more Posts.

Avakar News

AvaKar News

AvaKar News

AvaKar News