નવરાત્રિ: આધ્યાત્મિક મહિમા
હિંદુ ધર્મમાં શક્તિની ઉપાસનાનું સૌથી મોટું અને પવિત્ર પર્વ એટલે નવરાત્રિ. આપણે સામાન્ય રીતે વર્ષમાં આવતી બે નવરાત્રિ વિશે જ વધુ જાણીએ છીએ અને તેને ઉત્સાહથી ઉજવીએ છીએ.નવરાત્રિ મહિમા
પરંતુ આપણું હિંદુ પંચાંગ અને આપણી પ્રાચીન ધાર્મિક માન્યતાઓ પ્રમાણે કહીએ તો શાસ્ત્રો અનુસાર એક વર્ષમાં કુલ ચાર નવરાત્રિ આવે છે. આ ચાર નવરાત્રિમાંથી બે નવરાત્રિને પ્રગટ નવરાત્રિ કહેવાય છે, જ્યારે બાકીની બે નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ તરીકે ઓળખાય છે.
પ્રગટ નવરાત્રિ ચૈત્ર અને આસો મહિનામાં આવે છે. આ બંને નવરાત્રિ સાર્વજનિક હોય છે, પરંતુ બંનેની ઉજવણીની રીત અલગ છે.
આસો મહિનાની શારદીય નવરાત્રિમાં આપણે સૌ ખૂબ જ ઉત્સાહથી ગરબા અને રાસ રમીને ભક્તિ-ઉલ્લાસ સાથે ઉત્સવ મનાવીએ છીએ. જ્યારે ચૈત્રી નવરાત્રિમાં સાત્વિક ભક્તિ, ઉપવાસ અને જપ અનુષ્ઠાનનું વિશેષ પ્રાધાન્ય હોય છે.
પ્રાચીન કાળમાં મુખ્યત્વે ચૈત્ર મહિનાની નવરાત્રિનું જ વધુ મહત્વ હતું અને દેવીની પૂજા વસંત ઋતુમાં જ થતી હતી. પરંતુ આસો મહિનાની શારદીય નવરાત્રિની શરૂઆત પાછળ ભગવાન શ્રી રામની એક અત્યંત પ્રચલિત કથા જોડાયેલી છે.
જ્યારે શ્રી રામે રાવણ પર ચડાઈ કરી, ત્યારે રાવણ પર વિજય મેળવવો ઘણો કઠિન હતો કારણ કે તેને દેવીના આશીર્વાદ પ્રાપ્ત હતા.
ત્યારે બ્રહ્માજીના સૂચનથી શ્રી રામે આસો મહિનામાં અસમયે દેવીનું આહ્વાન કર્યું અને સમુદ્ર કિનારે નવ દિવસ સુધી કઠોર ઉપાસના કરી. શાસ્ત્રોમાં દેવીના આ અકાળ આહ્વાનને 'અકાલ બોધન' કહેવાય છે.
કથા અનુસાર રામે એકસો આઠ નીલકમળથી પૂજા શરૂ કરી, પરંતુ દેવીએ તેમની પરીક્ષા લેવા એક કમળ અદ્રશ્ય કરી દીધું.
અનુષ્ઠાન તૂટતું બચાવવા માટે જ્યારે રામે પોતાની આંખ કાઢીને અર્પણ કરવાની તૈયારી કરી, ત્યારે દેવી દુર્ગા અત્યંત પ્રસન્ન થઈને પ્રગટ થયા અને રામને વિજયી ભવના આશીર્વાદ આપ્યા. દેવીના આ આશીર્વાદથી જ રામે દસમા દિવસે રાવણનો વધ કર્યો.
ભગવાન રામે આસો મહિનામાં આ પૂજા કરી હોવાથી તે શારદીય નવરાત્રિ કહેવાઈ અને ત્યારથી જ આ નવરાત્રિ આખા ભારતવર્ષ ઉપરાંત વિશ્વમાં પણ સૌથી મોટા ઉત્સવ તરીકે ઉજવાવા લાગી.
આ સિવાય બીજી બે નવરાત્રિ મહા અને અષાઢ મહિનાના શુક્લ પક્ષમાં આવે છે, જેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે.
હિંદુ કેલેન્ડરમાં અષાઢ અને મહા માસે શુક્લ પક્ષના શરૂઆતના નવ દિવસને ગુપ્ત નવરાત્રિ કે નોરતા કહેવાય છે.
ગુપ્ત નવરાત્રિમાં નવ દિવસ દરમિયાન ઉપવાસ કરવાનો વિશેષ સંકલ્પ લેવામાં આવે છે અને પ્રથમ દિવસે પૂરા ભક્તિભાવથી ઘટ(કળશ) સ્થાપન કરવામાં આવે છે. દેવીના પરમ ભક્તો અને સાધકો માટે આ પર્વ અત્યંત વિશેષ અને ફળદાયી માનવામાં આવે છે.
આ નવરાત્રિનું નામ સૂચવે છે તેમ જ, આ સમયગાળામાં દેવીની સાધના એકદમ ગુપ્ત રીતે, અત્યંત શાંતિથી અને એકાંત વાતાવરણમાં કરવામાં આવે છે.
મહા અને અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિનો મુખ્ય હેતુ કંઈક અલગ જ હોય છે. આ નવરાત્રિ આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ, મોક્ષ અને દુર્લભ તાંત્રિક સિદ્ધિઓ મેળવવા માટે હોય છે. આ સમયગાળો ખાસ કરીને ગુપ્ત સિદ્ધિઓ મેળવવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ દિવસોમાં શિવ અને શક્તિની એકસાથે ગુપ્ત રૂપથી ઉપાસના કરવામાં આવે છે.
આ ઉપરાંત વિશેષ રૂપે માતા કાલીની પૂજા કરવાનું અને દેવીની દસ મહાવિદ્યાઓની સાધના કરવાનું વિધાન શાસ્ત્રોમાં વર્ણવેલું છે.
સામાન્ય પ્રગટ નવરાત્રિની સરખામણીમાં ગુપ્ત નવરાત્રિમાં કરેલી સાધના અનેકગણી કઠિન હોય છે, પરંતુ આ કઠિન સાધનાનું ફળ પણ એટલું જ અધિક અને શીઘ્ર ફળદાયી હોય છે. એવું દ્રઢપણે માનવામાં આવે છે કે ગુપ્ત નવરાત્રિમાં થતી સાધનાને જેટલી ગુપ્ત રાખવામાં આવે, તેનું ફળ એટલું જ વધુ ચમત્કારિક અને પ્રભાવશાળી મળે છે.
આ સાધનાઓ અત્યંત શાંત અને એકાંત વાતાવરણમાં ગુપ્ત રીતે થતી હોવાથી તેના નિયમો પણ ખૂબ જ કડક હોય છે. ગુપ્ત નવરાત્રિમાં વિશેષ રૂપથી તંત્ર અને મંત્ર સાથે જોડાયેલી ગહન ઉપાસના થતી હોવાથી, તેમાં સંપૂર્ણ વિધિ વિધાનનું પાલન કરવું અતિ આવશ્યક બની જાય છે.
આ મહાવિદ્યાઓની પૂજા જો સંપૂર્ણ વિધિ વિધાનથી ન થાય અથવા તો સાધનામાં કોઈ ભૂલ રહી જાય તો તે નિષ્ફળ જઈ શકે છે. ક્યારેક તેની વિપરીત તથા નકારાત્મક અસર પણ સાધક પર થઈ શકે છે.
આ જ કારણસર આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવાયું છે કે ગુપ્ત નવરાત્રિની કોઈ પણ સાધના, પૂજા કે અર્ચના હંમેશા કોઈ યોગ્ય, અનુભવી અને જ્ઞાની બ્રાહ્મણ કે ગુરુના સચોટ માર્ગદર્શન હેઠળ જ કરવી જોઈએ.
જો સાચી વિધિ અને પવિત્ર ભાવનાથી આ નવ દિવસ ગુપ્ત આરાધના કરવામાં આવે, તો આ સાધનાનું અનેકગણું અને અદભુત સકારાત્મક ફળ પ્રાપ્ત કરી શકાય છે.
જય મા અંબે - સબકા મંગલ હો!

■ હરેકૃષ્ણ જાની
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.