PAPA : જે પિતાની યાચક તરીકે કલ્પના કરી હતી એ તો ભગવાન બનીને આવ્યા હતા.!!

# પિતા"
કામ પરથી થાકીને ઘરે પહોંચી ઘરનો દરવાજો ખોલતાની સાથે જ વાઇફે વિલાયેલા મોઢે કહ્યું... ગામડેથી તમારા બાપુજી આવ્યા છે. એના ચહેરા પરથી એ કંઇક તકલીફમાં હોય એમ લાગે છે..!

AVAKARNEWS
PAPA 

સાંભળતાની સાથે જ પતિના હોશ-કોશ ઉડી ગયા. મંદીને કારણે નાનો ધંધો બંધ કરીને નોકરી ચાલુ કરી દેવી પડી હતી. અને માંડ માંડ ઘરનું ગુજરાન ચાલતું હતું. એવા માં ગામડેથી બાપુજી આવ્યા છે. તો ચોક્કસ કોઇક મદદ માંગવા માટેજ આવ્યા હશે..!!😮

આ વિચાર માત્રથી દિકરો ધ્રુજી ગયો..! ઘરમાં પ્રવેશીને મુરઝાયેલા ચહેરે પિતાને પ્રણામ કર્યા.

સાંજનું ભોજન પતાવીને પિતાએ પુત્રને કહ્યું, " બેટા, તારી સાથે થોડી વાતો કરવી છે"

પિતાની વાત સંભળતા જ દિકરાના હૈયામાં ફાળ પડી "નક્કી હવે બાપુજી પૈસાની માંગણી મૂકશે.

મારી કેવી સ્થિતી છે એનો બાપુજી ને જરા પણ વિચાર નહી આવતો હોય ?

મને ફોન કર્યા વગર સીધા જ, અહિયાં પહોંચી ગયા આવતા પહેલા ફોન કર્યો હોત, તો હું ફોન પર પણ તેમને મારી મુશ્કેલી જણાવી શકત".

વિચારોના વાવઝોડામાં સપડાયેલા દિકરાના ખભા પર પિતાનો હાથ મૂકાયો, ત્યારે દિકરાને ખબર પડી કે, પિતાજી એમની બાજુમાં આવીને બેસી ગયા છે.

પિતાએ દિકરાને કહ્યું, " બેટા, તું મહિને એકાદ વખત ગામડે અમને ફોન કરીને વાત કરી લેતો તો. પણ છેલ્લા ચાર મહિનાથી તારો કોઈ જ ફોન નથી આવ્યો.

એટલે તને કંઇક તકલીફ હશે એવું, મને અને તારી મમ્મીને લાગ્યું.

હું તને બીજી તો શું મદદ કરી શકું પણ અમારી પાસે થોડા ઘરેણા પડેલા હતા. એ વેંચીને આ 50,000 રૂપિયા ભેગા થયા છે. ....એ તારા માટે લાવ્યો છું. હું તો કાલે સવારે ગામડે ચાલ્યો જઈશ પણ બસ ફોન કરતો રહેજે !!

તારી મમ્મી બહુ જ ચિંતા કરતી હોય છે. અને કંઇ મુશ્કેલી હોય તો બેધડક કહેજે. તારા માટે જમીન વેંચવી પડે તો એ પણ વેંચી નાંખીશું"

આટલી વાત કરીને પિતાએ, દિકરાના હાથમાં નોટોનું બંડલ મૂકી દીધું. દિકરાને ગળે ડૂમો આવી ગયો અને કંઈજ ન બોલી શક્યો માત્ર ભીની આંખે બાપના ચહેરાને જોઈ રહ્યો હતો...!! કે.... જે પિતાની યાચક તરીકે કલ્પના કરી હતી એ તો ભગવાન બનીને આવ્યા હતા.!!

આપણી મુશ્કેલીના સમયે પોતાનુ સર્વસ્વ આપીને આપણને મદદ કરનાર પિતા કોઈ મુશ્કેલીમાં તો નથીને એ જોવાની ફરજ માત્ર ભગવાનની નહી, આપણી જ છે..!🌺🌺

- લેખન ક્રેડિટ: ઈશ્વર પટેલ,પાટણ__🖊️©સંપાદન: આવકાર™

વાંચ્યા પછી... 
આપના પ્રતિભાવ નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અથવા અમને વોટ્સએપ No - 7878222218 પર પણ મોકલી શકો છો..!!🌺🌹 _____🖊️©આવકાર™

Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ની મુલાકાત કરો, આ ઉપયોગી પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આરોગ્ય અને પ્રકૃતિ વિશેની માહિતી, સરકારી યોજના, હળવી મનોરંજન પોસ્ટ જેવી લોકોપયોગી પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Post a Comment

Previous Post Next Post