
જો કે એ સંભાવના ખૂબ જ ઓછી છે, પરંતુ બનવાજોગ છે કે કોઈ લેખક / કવિ / સંકલનકાર/ અથવા પ્રકાશકને તેમના દ્વારા લખાયેલી / પ્રકાશિત કોઈ રચના આવકારમાં મૂકવા સામે વાંધો હોય. આ સંબંધમાં કેટલીક સ્પષ્ટતાઓ અત્રે કરવી ઉચિત સમજીએ છીએ.
આવકાર વેબસાઇટ ગુજરાતી સાહિત્યને પુસ્તકોના અને સામયિકોના સીમાડાઓમાંથી બહાર લાવી વિશ્વના વિશાળ ફલક પર વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો એક નાનકડો પ્રયત્ન છે. આવકારનો આ એકમાત્ર ઉદ્દેશ છે જેના દ્વારા ઈન્ટરનેટના માધ્યમથી ગુજરાતી ભાષાના અસ્તિત્વને સાચવવાનો આ પ્રયાસ છે અને આની પાછળ કોઈ પણ આર્થિક હીત સંકળાયેલું નથી. ભાષા પ્રત્યેનો સ્નેહ અને તેને વધુ ને વધુ વંચાતી કરવાની અભિલાષા એ જ આવકારના પાયાનો વિચાર છે.
અહીં પ્રકાશિત દરેક રચના સાથે તેમના સર્જકનું નામ અચૂક મૂકવામાં આવે છે. આથી રચનાકારને ઉચિત શ્રેય મળે છે. ઉપરાંત જાણ હોય ત્યાં સુધી દરેક કૃતિના અંતે રચનાકારના નામ સાથેની એક કડી પણ અપાય છે, જેથી આવકાર પર લેવાયેલી તેમની રચનાઓની સૂચી મળી રહે છે.
ઈન્ટરનેટ આજના સમયનું સૌથી સશક્ત, હાથવગું અને સર્વસામાન્ય વડે વપરાતું ખૂબ વિશાળ માધ્યમ છે. ગુજરાતી ભાષાના વિકાસ અને ભવિષ્ય વિશે આજે જ્યારે તજજ્ઞો અને વિચારકો ચિંતિત છે ત્યારે તેના ફેલાવા માટે ઈન્ટરનેટથી સશક્ત અને અફાટ માધ્યમ બીજું કોઈ નથી. તો સામે પક્ષે આપણે ત્યાં પ્રકાશિત થતાં પુસ્તકો અને સામયિકોની સંખ્યા અને વાંચકવર્ગ પણ નાનાસૂના નથી. આવકાર પર પ્રકાશિત થતી નવોદીતોની રચનાઓ અને પ્રસ્થાપિત સર્જકોના વિશેષ આવકાર માટેના સર્જન સિવાય પુસ્તકો અને સામયિકોમાંથી લેખો લેવામાં આવે છે. જે તે રચનાને અંતે તે જે સામયિક કે પુસ્તકમાંથી લેવામાં આવી છે તેની વિગતો અચૂક અપાય છે, આ વિગતોનો ઉપયોગ કરી વાંચક જો ઈચ્છે તો પોતાની પસંદગીનું પુસ્તક કે સામયિક ખરીદી શકે છે. સામાન્ય રીતે જોવાયું છે કે પ્રિન્ટ માધ્યમના અને ઈન્ટરનેટના વાંચકો અલગ અલગ હોય છે, આથી સર્જકોના વાચક સમૂહમાં વૃધ્ધિ થાય છે, ઈન્ટરનેટના માધ્યમથી આવકાર તેમની રચનાઓને એવી જગ્યાઓ સુધી પણ પહોંચાડે છે જ્યાં તેની પ્રિન્ટ નથી પહોંચી શક્તી.
જો કે સર્જકોને અથવા પ્રકાશકોને ત્યારે જ વાંધો હોય જો તેમની કૃતિઓનો ઉપયોગ કરીને કોઈ પણ આર્થિક લાભ મેળવવામાં આવે. પરંતુ આવકારની આ સંપૂર્ણ અવ્યાવસાયિક પ્રવૃત્તિને ઘણાં પ્રસ્થાપિત સર્જકો અને પ્રકાશકોએ વખાણી છે અને પ્રોત્સાહન આપ્યું છે. મહત્તમ તો અહીં લેવામાં આવેલી રચનાઓના સર્જકોએ તેમની પ્રસન્નતા જ વ્યક્ત કરી છે. અહીં કોઈ લાભ તો મેળવવામાં આવતો જ નથી, ઉલટું વેબસાઈટ ચલાવવા માટે ગુગલ જાહેરાતોથી થતી આવક ઉપરાંત અંગત નાણાંનો પણ ઉપયોગ કરાય છે.
પુસ્તકોમાં પ્રકાશિત કૃતિઓ એક વાંચકવર્ગ સુધી સીમીત રહે છે, તો એ રચનાઓ પરના પ્રતિભાવો વિલંબે મળે છે, જ્યારે આવકાર પર મૂકાતી રચનાઓનું વાંચન ફલક વિશાળ છે, પ્રતિભાવો તરતજ મળતા થઈ જાય છે. ઘણાં વાંચકમિત્રો ને ઈન્ટરનેટ પર આમ મફત મૂકાતી સામગ્રીની સામે ખરીદીને વંચાતા સામયિકો અથવા પુસ્તકો વધુ પસંદ પડે છે, જો કે પુસ્તકોમાં પ્રકાશિત થતી કૃતિઓની ગુણવત્તા સારી અને ઈન્ટરનેટ પર મૂકાતી રચનાઓ કે સર્જનોની ગુણવત્તા નબળી એવો પૂર્વગ્રહ અસ્થાને છે. ઉલટું પુસ્તકોનું અથવા સામયિકોનું વેચાણ વધારવા માટે આજકાલ ઈન્ટરનેટના માધ્યમનો બહોળો ઉપયોગ સામાન્ય બાબત છે.
ટૂંકમાં આવકાર સર્જક, પ્રકાશક અને પાઠક, દરેકને માટે લાભપ્રદ છે અને એથી જ આવકાર વેબસાઇટ એ ગુજરાતી સાહિત્ય સમૃધ્ધિને વિશ્વભરમાંથી આવતા વાચકો માટે હૃદયથી અપાતો ઉષ્માભર્યો "આવકાર" છે.
છતાં જો કોઈ સર્જક / પ્રકાશક / કોપીરાઈટ ધારકને આવકાર પર તેમની રચના સંબંધે કોઈ પણ આપત્તિ હોય તો તેમને વિનંતિ છે કે ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર અને વિકાસના ધ્યેય સાથે થતી આ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને, આવકારના સંપાદકો દ્વારા થયેલી ભૂલને ક્ષમા કરે. જો તેમને કોઈ આપત્તિ હોય તો મહેરબાની કરી સપર્ક વિભાગમાં સૂચવેલા માધ્યમોમાંથી કોઈ પણ દ્વારા અમને સૂચિત કરે. જે રચનાઓના અહીં હોવા પર તેમના સર્જકો / પ્રકાશકો અથવા કોપીરાઈટ ધારકોને આપત્તિ હશે, એ રચનાઓને આવકાર પરથી સાદર હટાવી લેવાશે.""