દિવાળીનું બોનસ
******************
પપ્પા આંખ બંધ કરી સાંભળતા હતા અને હું છાપું વાંચવાનો દેખાવ માત્ર કરતો હતો. ખરેખર અમારા બન્નેનું ધ્યાન અને કાન તો રસોડામાં મમ્મીના અને રાધા વચ્ચે ચાલી રહેલ ઉગ્ર સંવાદ તરફ હતું.
દિવાળીનું બોનસ
બોન બોણી તો આપવી જોઈએને અમારે દિવાળીની ખરીદી કરવાની ન હોય..રાધા બોલી
મમ્મી સામે જવાબ આપતી હતી આખું વર્ષ મફત થોડી કામ કરે છે માંગ્યો પગાર તો અમે તને ચૂકવીએ છીએ. 501થી વધારે બોણી ન મળે. ફાવે તો કામ કરવાનું.
રાધા બોલી બુન 501 માં શું થાય ? બાળકોના નવા કપડાં મારા નવા કપડાં અને ઘરે મીઠાઈ અને ફટાકડા પણ લાવવાના કે નહીં ?
પણ તને તો દરેક ઘરેથી બોણી મળવાનીને. ...મમ્મીએ વળતો પ્રહાર કર્યો.
બોન ચાર ઘરના કામ કરૂં છું.બધા 500 રૂપિયા આપે તો શું થાય ? બુન રહેવા દયો..હું વ્યવસ્થા જાતે કરી લઈશ આટલું બોલી રાધા ઘરમાં કચરા પોતા કરવા લાગી .
મારો અને પપ્પાનો આ બાબતે સખત વિરોધ હતો..અમે કદી ઘરે આવતા પસ્તીવાળા, ફેરિયા સાથે કે ફૂટપાથ ઉપર છૂટક શાક ભાજી વેચનાર સાથે કદી ભાવ કરાવતા નહિ.
દર વર્ષે ઈશ્વર કૃપાથી મારે જોતું હોય તેટલું ઇન્ક્રીમેન્ટ અને તગડું દિવાળી બોનસ પણ મળતું હતું. મારી થેલી કદી ખાલી ન રહે એટલું મને ઈશ્વર આપતા રહેતા હતા, તેનો મને સંતોષ અને આનંદ પણ હતો. આનાથી વધારે પરચો શું હોય મારા ઇષ્ટદેવનો ?
કોઈ પાસે હાથ લાંબો કર્યા વગર જ્યારે તમારા કામ પુરા થતા હોય ત્યારે સમજી લેજો કોઈ અદ્રશ્ય શક્તિ તમારૂં રક્ષણ કરી રહી છે અથવા તેની કૃપા તમારા ઉપર વરસી રહી છે.
રાધા કામ પૂરું કરી ઘરની બહાર નીકળી પણ આજે તે દુઃખી મને ઘરની બહાર નીકળી જે મને જરા પણ ન ગમ્યું.
મારી આંખ ભીની થઇ. મમ્મી સાથે આ બાબતે ચર્ચા કરવાનો કોઈ અર્થ ન હતો..કારણકે એ મને ઘણી વખત કડક શબ્દોમાં કહેતી તારે અમારી વાતોમાં વચ્ચે ન પડવું.
પપ્પાનો સ્વભાવ પણ મારા જેવો હતો. પપ્પા પણ સરકારમાં કલાસ વન ઓફિસર હતા. અને હું મલ્ટીનેશનલ કંપનીમાં વર્ક મેનજર તરીકે ફરજ બજાવું છું. ઘરમાં આવકની કોઈ તકલીફ ન હતી. છતાં પણ મમ્મી કેમ આમ કરતી હશે ?
એ દિવસે સાંજે અમે ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠા ત્યારે મેં મમ્મી પપ્પાને વાત કરી કે આ દિવાળી ઉપર અમારી કંપની કર્મચારીને બોનસ નહિ આપે ફક્ત સ્વીટ બોક્ષ જ આપશે તેવો ઇમેઇલ HR માંથી આવ્યો હતો.
મમ્મી ગંભીર થઈ બોલી..એવું થોડું ચાલે આખું વર્ષ કામ કર્યું હોય તો બોનસ તો આપવું જ જોઈએ ને? સ્વીટ બોક્ષને શું કરવાનું ?
મેં કહ્યું, મમ્મી કંપનીના કર્મચારીઓ ભેગા થઈ કહેવા ગયા તો કંપનીના માલિક કહ્યું કે દર મહિને પગાર તો આપીએ છીયે કંપની નફો કરશે તો જ બોનસ મળશે. જેને નોકરી કરવી હોય તે કરે નહિતર નવી ગોતી લે.
મમ્મી કહે આ તો દાદાગીરી કહેવાય...આ વખતે કેટલું બોનસ તને મળવાનું હતું ?
મેં કહ્યું, પચાસ હજાર.. મમ્મી નિરાશ થઈ જમવા લાગી.
હું હસતો હસતો ઉભો થયો પપ્પા મમ્મી ને પગે લાગ્યો...પપ્પા મમ્મી એ પૂછ્યું, કેમ અચાનક?
મેં કહ્યું, હું ખોટું બોલતો હતો. કંપનીએ ગયા વર્ષ કરતા નફો ડબલ કર્યો એટલે દરેક કર્મચારીને બેઝીક પગારના 1.5 પગાર બોનસ જાહેર કર્યું એટલે 75000 રૂપિયા બોનસ આવશે, મમ્મી પપ્પા ખુશ થયા...
મેં મમ્મી ને કહ્યું, મમ્મી ખરાબ ન લગાડતી...પણ તારા દીકરાને બોનસ મળે તો ખુશી થાય. તો આપણા ઘરે કામ કરતી રાધાને બોનસ મળે તો એ અને તેનો પરિવાર ખુશ ન થાય ?
મમ્મી તને નથી લાગતું ઈશ્વર આંખ બંધ કરી આપણને આપી રહ્યો છે. મમ્મી રાધાને નારાજ ન કરતી નહિતર મારો કાનો નારાજ થઈ જશે..
મમ્મી અને પપ્પાની આંખો ભીની થઇ .મમ્મી બોલી બેટા તારી વાત 100% સાચી છે..આપણા આનંદ શાંતિ પાછળ ઈશ્વર કૃપા તો ખરી પણ કોઈની દુવા પણ છુપાયેલ હોય છે..જે દેખાતી નથી તેનો અનુભવ થાય છે. મને મારી ભૂલ સમજાઈ છે.
પપ્પા બોલ્યા બેટા મને ગર્વ છે તારા પર. મંદિરોમાં દાન દક્ષિણા આપવા કરતા આપણી નજર સામે 365 દિવસ આપણું કામ કરતા લોકોને સાચવી લેશું તો ઈશ્વર તેમાં પણ ખુશ રહેશે.
ઈશ્વર તો કોઈની ઉપર કૃપા વર્ષાવવા માધ્યમ ગોતતો હોય છે..અને એ માધ્યમ તરીકે જો આપણને પસંદ કરે તો સમજી લેવું આપણો માનવ જન્મ સફળ થયો.
મમ્મી
એક ભગવાન જ છે જે ગણ્યા વગર આપે છે,
અને એક આપણે છીએ જે એનું નામ પણ ગણી ગણીને લઇએ છીએ...!!!
કોઈ વ્યક્તિની હેસિયત માપવાનું કામ આપણું નથી. આપણને જે મળ્યું છે એ માત્ર બુદ્ધિ કે મહેનતનું પરિણામ નથી હોતું.. ગત જન્મના કર્મો અને ઘણા લોકોની દુઆઓનું સંયુક્ત પરિણામ પણ હોય છે.
સંસારમાં આપણને દેખાતા દરેક જીવો ઈશ્વરના બાળકો છે તેને તેના કર્મ પ્રમાણે સજા કરવાનો અધિકાર માત્ર ઈશ્વર પાસે છે.આપણને ટીકા કરવાનો અધિકાર જ નથી
ઇશ્ર્વરને આપણે હજારો વખત છેતરીએ છીએ, પણ એ આપણને વારંવાર સજા નથી કરતો. પણ જે દિવસે એ સજા કરવાના મૂડ માં બેઠો ત્યારે ....છોતરા પણ કાઢી નાખશે અને પથારી પણ ફેરવી નાખશે.
કોઈને મદદ થતી હોય તો કરો પણ અપમાનિત કરી અપશબ્દોના પ્રયોગ કરી મદદ કદી ન કરતા. કારણ કે ગરીબ,લાચાર,,વૃદ્ધ, બાળક જ્યારે નિ:સહાય હાલતમાં આકાશ તરફ જુએ છે ત્યારે ઈશ્વર તેની કોર્ટમાં આવી વ્યક્તિનો કેસ પ્રથમ ફાઇલ કરે છે.
પપ્પા બોલ્યા વાહ બેટા વાહ ફક્ત મમ્મી નહિ હું પણ ઘણું તારી પાસેથી શીખ્યો.
બીજા દિવસે રાધા ઘરે કામ કરવા આવી પણ રોજની જેમ મમ્મીને જયશ્રી ક્રિષ્ન ન કહ્યુ.
મમ્મી ઉભી થઇ રાધાના માથે હાથ ફેરવી બોલી, બેન રાધા આજે જય શ્રી ક્રિષ્ન મને નહિ કહે.. રાધાની આંખ ભીની હતી.
મમ્મી બોલી બેન રાધા તને ખરાબ લાગ્યું હોય તો માફ કરજે. મને મારી ભૂલ સમજાણી છે લે આ કવર તેમાં દસ હજાર રૂપિયા છે .5000 અમારા તરફથી અને 5000 મારા પુત્ર સ્વીટુ તરફથી..
અરે બુન આટલા બધા ન હોય, રાધા બોલી...
મમ્મી બોલી કાલે રવિવાર છે હું ઘરનું કામ જાતે કરી લઈશ. તને કાલે દિવાળીની ખરીદી કરવા માટે રજા.
મેં જોયું તો રાધાની આંખ પણ ભીની હતી અને મમ્મીની પણ..
આજે મને અમારા ઘર માં સાચી દિવાળીની ઉજવણી ચાલુ થઈ હોય એવું લાગ્યું. વગર દિવે ઘરમાં માનવતાના દિવા પ્રગટ્યા તેવો આભાસ મને થયો
રાધા ગઈ પછી મમ્મી પપ્પા સામે બોલી આ વખતે દિવાળી માં 56 ભોગ માં તમે જે રૂપિયા લખાવો છે એ રૂપિય મેં રાધા ને આપી દીધા... ઘરે થી રાધા દુઃખી હૃદયે જાય તો મારો લાલો 56 ભોગ સામે પણ ન જુએ.
અમે મમ્મીના બદલાયેલા સ્વભાવ સામે ભીની આંખે જોતા રહ્યા.
મિત્રો
मौत की गाड़ी में जिस दिन सोना होगा,
ना कोई तकिया ना कोई बिछौना होगा,
होगा तो बस केवल कर्मो का हिसाब होगा,
જ્યોત સે જ્યોત જલે, તમારી નાની મદદ કોઈના ઘરના દિવાળીના દિવા પ્રગટાવશે.
THINK TWICE ACT WISE
©પાર્થિવ નાણાવટી
ઇમેઇલ: parthivnanavati081266@gmail.com
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories