છાંયડો - Chhaydo

Related

# છાંયડો"
એક નવપરિણીત યુગલની પડોશ માં એક વરિષ્ઠ યુગલ રહેતા હતા .......પતિની ઉંમર લગભગ ૭૦ વર્ષ અને એમના પત્ની લગભગ‌ એમનાંથી પાંચેક વર્ષ નાના હશે.


AVAKARNEWS
"છાંયડો"

નવપરિણીત યુગલ ને ખાસ આ વરિષ્ઠ યુગલ સાથે એક સરસ લગાવ હતો આને એમને દાદા દાદી જેવું સન્માન પણ આપતા હતા. એટલે દર રવિવારે એમના ત્યાં ખબર અંતર પૂછવા જતા અને કોફી પી ને આવતા.

નવપરિણીત યુગલે માર્ક કર્યું કે દાદી જ્યારે કોફી બનાવવા રસોડા માં જતા તો કોફી ની શીશી નું ઢાંકણ દાદા જોડે ખોલાવવા રસોડામાંથી પાછા આવતા.

આ વાત ને ધ્યાન માં રાખી યુવાન યુગલ એક ઓપનર લાવી ને દાદી ને ભેટ માં આપ્યું કે કોફી નું ઢાંકણ ખોલવામાં સુવિધા રહે.

યુવા યુગલે આ ભેટ સાવધાની થી દાદી ને આપી કે દાદા ને ખબર ન‌ પડે અને દાદી ને ઓપનર નો ઉપયોગ કેવી રીતે કરવો એ સમજાવી દીધું. .."

આગલા રવિવારે જ્યારે યુવા યુગલ ફરી દાદા દાદી ને ત્યાં ગયા તો આશ્ચર્ય થયું દાદી ફરીથી ઢાંકણું ખોલાવવા દાદા પાસે જ આવ્યા..!!

યુવા યુગલ વિચારવા લાગ્યા કે ઓપનર નો ઉપયોગ કરતા દાદી ને નહીં ફાવ્યું હોય કાં ઓપનર કામ નહીં કરતું હોય.!!

બસ રસોડા માં જઈ દાદી ને ધીમેથી પુછ્યું કેમ દાદી ઓપનર નથી ફાવતું..!?

દાદી નો જવાબ સાંભળી યુવા યુગલ કાંઇ બોલી જ ન શક્યા..!!! દાદી એ કહ્યું: ઓહ! શીશી નું ઢાંકણ તો હું પણ જાતે ઓપનર વગર આસાનીથી ખોલી જ શકું છું પણ હું કોફી ની શીશી નું ઢાંકણ એમની જોડે એટલા માટે ખોલાવડાવુ છુ કે એમને અહેસાસ થાય કે એ આજે પણ મારા કરતાં મજબૂત છે અને હું એમના પર આશ્રિત છુ એટલા માટે કે એ ઘરના પુરુષ છે.

એ વાત નો મને એ લાભ મળે છે કે મને પણ મનથી એમ થાય છે કે હું એમના પર નિર્ભર છુ અને આ વાત પર સ્નેહ નો સંબંધ વધુ શક્તિશાળી બને છે.

વૃક્ષ ગમે એટલું જુનું હોય ભલે ફળ ન આપતું હોય પણ "છાંયડો" તો જરુર આપે છે. – અજ્ઞાત" (આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)

______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

2 Comments

Thank you so much for your feedback 😊

  1. ખુબ સરસ આવી વાર્તાઓ જીવતા શીખવે છે.

    ReplyDelete
Previous Post Next Post