દીકરી (Daughter)

Related

# દીકરી." 
અમદાવાદ સ્થિત ગુજરાતના પ્રસિદ્ધ લોકકલાકારના જીવનમાં બનેલી ઘટના છે. તેમને ત્યાં એક દીકરી ઘરકામ કરતી હતી.


#આવકાર
દીકરી

થોડા દિવસ પહેલા એ દીકરીએ વાત કરી કે સાહેબ મારે એક વાત કરવી છે તમને, કલાકારે કહયું બોલને બેટા.!! શું કામ છે? ....દીકરીએ કહ્યું સાહેબ આપ ધોરાજી કાર્યક્રમ આપવા જવાના છો. તો એક વિનંતી છે, મારું એક કામ કરશો??

કલાકારે કહ્યું, હા બેટા શું કામ છે.!! તેણીએ એમ જણાવ્યું કે મારા બાપુજી ધોરાજીમાં રહે છે. બાપનું મોઢું જોયુંને દસ વર્ષના વહાણા વાઈ ગયા છે. મારો ગરીબડો બાપ મારા સાસરાને ઘેર મારા બાપનું જરા માન નથી. પણ મારા બાપ ની આબરૂ અને સલાહ ખાતર હું પણ જીવું છું સાહેબ!!

તમે ધોરાજી જવાના હોય તો મારું એક કામ કરશો. મારા બાપની માટે કઈંક મોકલવું છે. તમે લઇ જશો. સજ્જન કલાકારે એવો જવાબ આપ્યો કે હા બેટા લઇ જઈશ. કામ કરતી દીકરીએ એમ જણાવ્યું હતું કે સાહેબ મને રૂ200/- ઉછીના આપશો. જે મારા પગારમાંથી તમે કાપશો નહી ને.? તમને થોડા થોડા કરીને સગવડતાએ ચૂકવી આપીશ. સાહેબ મારા પગારમાંથી કાપશો તો સાસરાવાળાને ખબર પડી જશે. 

તે કલાકારે કહ્યું કે ભલે બેટા રૂ.200/- દીકરીને હાથમાં આપ્યા. જવાના આગલા દિવસે એ દીકરી આવી ને ભરત ભરેલી થેલીમાં એક શાલ બતાવીને રડતા રડતા એમ જણાવ્યું કે મારા બાપુને આપી દેજો. 

લોક કલાકારે થોડા અચરજમાં આવીને એવો સવાલ પૂછ્યો કે ધોરાજી મોટું નગર હોવાથી તારા બાપુને કઈ રીતે ઓળખું. કોઈ સરનામું ..!!! દીકરી હોશમાં આવીને કહ્યું કે કઈ નહિ સાહેબ, તમે એક કામ કરજો કે રેલવે સ્ટેશન પર જઈને ગમે એને પુછજો કે નારણભાઈ કીટલીવાળા જે ચ્હા બનાવતા હતા એ ક્યાં મળશે??? મારા બાપુને એ બધા ઓળખી જશે. 

હું ધોરાજી ગયો આયોજક માહેના એક ભાઈને જણાવ્યું કે અહિયાં સ્ટેશન પર નારણભાઈ કીટલીવાળા ચ્હા બનાવતા એને મળવું છે....!!! એની દીકરીનું કંઈક વસ્તુ લઈને આવ્યો છુ. મારે એને પહોચાડવું છે, જો કે એ દીકરીના અવાજ મારા કાનમાં ગુંજતા હતા. કોઈનેય કહેજો એટલે મારા બાપ સુધી લઇ જશે. અને દીકરીએ મને શાલ આપીને દીકરી કહેતી હતી કે સાહેબ મારા બાપુ પૂછે કે દીકરી કેમ છે. તો મારા બાપુને એમ કહેશો નહિ કે તમારી દીકરી મારા ઘરે કામ કરે છે. નહીતર મારા બાપને દુઃખ લાગશે.."

જો કે ધોરાજીમાં એ ભાઈ તપાસ કરતા એ ભાઈ આવતા નથી. એમનું શરીર બરાબર રહેતું નથી.બિમાર પડી ગયા છે. તે હવે બંગલામાં વોચમેનનું કામ કરે છે. એ માણસે ત્યાં જઈને તપાસ કરી જો કે નારણભાઈ બેઠેલા હતા.

કલાકાર પણ પહોંચ્યા... પૂછ્યું નારણભાઈ તમારી કોઈ દીકરી અમદાવાદ રહે છે. નારણભાઈ અચાનક જવાબ આપ્યો કે હા.!! એ ભાઈ એ જવાબ આપ્યો કે અમારા સાહેબ તમારી દીકરીના સમાચાર લઈને આવ્યા છે. દસ દસ વર્ષથી દીકરીના કોઈ સમાચાર ન હતા.!

દીકરીને જોવા માટે જે બાપ ઝંખતો હતો.એ દીકરીના સમાચાર આવતા બેબાકળો બનીને હરખ માતો ન હતો. મને લઇ જાવ ક્યાં છે મારી દીકરી .!!

હાથ જોડીને એ વૃદ્ધ બાપ, કલાકાર સામે ઉભો હતો મારી દીકરીના સમાચાર તમે લાવ્યા છો? મારી દીકરી કેમ છે.!! આ વાત કરતા આંખ ભીની નહીં અનરાધાર વરસી ગઈ!!

દીકરી એ મોકલાવેલી શાલ બાપ નારણભાઈના હાથમાં આપી કહ્યું, તમારી દીકરીએ મોકલાવી છે. એ શાલ બાપે પોતાની છાતી સરસી વળગાડી લીધી. મેલો ઘેલો દીકરીનો બાપ વા તેમને પૂછતો હતો કે મારી દીકરી કેમ છે?? સારી છે ને.! સુખી તો છે ને!! 

દીકરીને આપેલ વચનને કારણે હિમત કરીને ખોટું બોલ્યો કે નારણભાઈ તમારી દીકરી ખુબ સુખી છે એમ કહીને મોઢું ફેરવી દીધું .!! દુઃખયારો બાપ દીકરીના સમાચાર મળતા રાજી થયો હતો.

બાપે પોતાની દીકરીના સમાચાર મળ્યા બાદ પોતાની બંડીના ખિસ્સામાં હાથ નાખ્યો એક ખિસ્સામાં દસની નોટ જયારે બીજા ખિસ્સામાં પાંચની નોટ અને પરચુરણ મળીને રૂ. 21/- ભેગા કરીને સજ્જન કલાકારના હાથમાં મુક્યા. સાહેબ મારી વ્હાલી દીકરી મળે તો કહેજો કે તારા બાપુએ મોકલ્યા છે.."

જો કે બાપ ગરીબ હોય કે અમીર પણ દીકરીને દઈને રાજી થાય છે. જો કે ગરીબડા બાપે તેમને એમ જણાવ્યું કે સાહેબ એક પ્રાર્થના કરું, મારી દીકરી પૂછશે કે મારા બાપુ કેમ છે .!! મારી દીકરીને એમ નહિ કહેશો કે હું વોચમેનની નોકરી કરું છું. આ ઉમરે પેટીયું રળવાને માટે વોચમેનની નોકરી કરું છું એ વાત જાણશે તો દીકરી દુઃખી થશે. 

સમગ્ર ઘટનમાં વિચાર કરો કે એક બાજુ દીકરીના સુખની વાત કરી અને બીજી બાજુ બાપે પણ વોચમેનની વાત ન કહેવાનું જણાવી દીધું.!!

આજના જમાનામાં જ નહીં, યુગ યુગાંતરથી...બધી દીકરીએ બાપનું આરોગ્ય છે જેની દીકરી સુખી એનો બાપ સુખી, કોઈ બાપે દીકરી દુઃખી થાય એવી સલાહ આપી ન જ હોય.... કીધું જ હોય "

બેટા તારું ઘર સાચવીને રેજે અને તારા બાપની અને બાપના ખોરડાની આબરૂ સાથે તારી સાસરીની આબરૂ વધારજે" કારણ દીકરી દુઃખી તેનો બાપ પણ દુઃખી જ હોય છે!!!!

કલાકાર જીવ હજુ પણ મૂંઝાય છે....મારો શામળિયો કોઈને આવા કામ ના સોંપે...જે કરતાં આપણા હાથ અને હોઠ બેય કંપે.–@આવકાર™

જેની દીકરી સુખી એનો બાપ સુખી, જેની દીકરી દુઃખી તેનો બાપ પણ દુઃખી હોય છે.!!!! બાપની પળ પળ ચિંતા કરે એવું નામ એટલે "દીકરી" 🌺 – અજ્ઞાત" (આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)

______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

2 Comments

Thank you so much for your feedback 😊

  1. ખરેખર એક પછી એક પ્રસંગો હચમચાવી નાખે છે... આંખો ભરાઈ આવે છે... શું લખવું તે જ સમજાતું નથી અને શબ્દો પણ મલતા નથી....

    ReplyDelete
  2. દીકરી એ આપેલા રૂપિયા આપવાના buli ગયા કે બાપુજીએ મોકલેલ 21રૂપિયા ને લીધે આપી n શક્યા કલાકાર?

    ReplyDelete
Previous Post Next Post