ખાલી જગ્યા (Khali Jagya)

Related

# ખાલી જગ્યા .."
***************** જયંતીલાલ ચૌહાણ
આજે સવારથી ભારે ઉકળાટ હતો.. લાંબા ચાલેલા ઉનાળાની ગરમીથી કંટાળેલા સૌને લાગતું હતું , કે આજે વરસાદ આવશે..

બપોરના બે વાગ્યા હતા.. સૂર્ય આડે થોડા વાદળ આવ્યા.. ડમરી ચડી.. ઠંડી લેરખી આવી.. ને ચોમાસાનો પહેલો વરસાદ તડાતડ ચાલુ થયો..


AVAKARNEWS
ખાલી જગ્યા

કનકબેન અને ભદ્રા.. સાસુ વહુએ ઉતાવળે ફળિયામાં સુકાતાં કપડાં એકઠા કરી ઘરમાં લીધાં.. ત્યાં તો વરસાદની ઝડપ વધી ગઈ..

બન્ને પરસાળમાં ઉભા..

વરસાદની સુગંધ આવતી હતી , તે પુરી થઈ ગઈ..

થોડીવારમાં નાના છોકરા છોકરીઓ દેકારો કરતાં કરતાં શેરીમાં નહાવા નિકળી પડ્યા.. મોટી છોકરીઓ પણ આવી.. તો છોકરાં સાંચવવાને બહાને પલળવાનો આનંદ લેવા સ્ત્રીઓ પણ નિકળી..

વરસાદ ચાલુ હતો.. નિરખવાના આનંદમાં સાસુ વહુ બેયના મોં મલકતાં હતાં.. પલળતા , નાચતા બાળકો , છોકરીઓ અને હસતી સ્ત્રીઓને જોઈ રહ્યા હતા..

કનકબેને ભદ્રાને કહ્યું.. " અહીં ઉભી છો શું.. તું ય જાને..”

વિલંબ કર્યા વગર.. ભદ્રા એ ટોળીમાં ભળી ગઈ..

કનકબેનને ઘરે ત્રણ માસ પહેલાં દિકરા દિકરીના લગ્ન હતા.. દિકરી ઋત્વિ ગઈ.. ને વહુ ભદ્રા આવી હતી..

કનકબેન પલળતી ટોળીને જોઈ રહ્યા.. બીજી સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ કરતાં ભદ્રા એને કંઈક વિશિષ્ઠ દેખાતી હતી.. ભીના થયેલા કપડાં શરીરને ચીટકી ગયા હતા.. એનો આકર્ષક બાંધો બીજાથી અનોખો હતો..

આંખોમાં જરાક પુરુષત્વ અંજાઈ ગયું હોય તેમ.. કનકબેને પુત્રવધૂના નાકથી માંડી પગની પાની સુધી લાલિત્યનું મૂલ્યાંકન કર્યું.. #આવકાર™

ટોળીનું પલળવાનું ચાલુ હતું.. એક બાળકીને એની મમ્મી.. " હવે બસ , પછી શરદી થઈ જશે..” એમ કહીને ઘરમાં ઢસડી જતી હતી.. છોકરી રોતાં રોતાં દાદીને ફરિયાદ કરતી હતી..

" બા , મારી મમ્મીને ખીજાવને.. મને નહાવા નથી દેતી..”

કનકબેન વિચારમાં સરકી પડ્યા.. ભદ્રા જેવી સુંદર.. એક નાની પૌત્રી પોતાને ફરિયાદ કરતી હોય.. એમ લાગ્યું..

ટોળી હજી પલળતી હતી.. હવે ગરમી દુર થઈ ગઈ હતી.. ઠંડો પવન સુસવાટા કરતો હતો.. કોઈ કોઈ તો ધ્રુજવા લાગ્યું હતું..

કનકબેન ઘરમાં ગયા.. ટુવાલ લાવ્યા.. ભદ્રા સાંભળે એમ જોરથી બોલ્યા..

" બસ લે.. હવે ટાઢોડું થઈ ગયું.. આવતી રહે.. પછી માંદી પડીશ..”

ભદ્રા આવતી રહી.. ચીટકેલાં કપડાં પરસાળમાં ઉભીને એમને એમ નિચોવ્યાં.. ટુવાલથી હાથ , મોં , વાળ લુછ્યા.. અને ટપકતા પાણી સાથે અંદર જતી રહી..

શરીર બરાબર લુછી બીજા કપડાં પહેરી એ બહાર આવી.. બોલી..

" મમ્મી.. અઢી તો વાગી ગયા.. ચા બનાવી નાખું ને..?”

બેઠકમાં બેસીને ચા પીતાં પીતાં પણ કનકબેન ભદ્રાનો ચહેરો જોઈ રહ્યા હતા..

ભદ્રાએ પુછ્યું.. " તમે મને આજ ટીકીટીકીને કેમ જુઓ છો..?”

જવાબ આપ્યા વગર કનકબેને સામે પુછ્યું.. " પલળવાની મજા આવી ને..? તારે જવું જ હતું.. તો મારા કહેવાની રાહ કેમ જોઈ..?”

ભદ્રા હસી.. " બહુ મજા આવી.. ત્યાં તો મમ્મી ના પાડે તોય માનતી નહીં.. તરત જ દોડી જતી.. પણ અહીં તો..”

' સાસરું કહેવાય..’ એ શબ્દો ભદ્રા ગળી ગઈ છે.. એવું સાસુને લાગ્યું.. એ બોલ્યા..

" અહીં હતી ત્યારે.. ઋત્વિ પણ એવું જ કરતી..

સાસરે જઈને છોકરીઓએ.. શું શું મોટાને પુછીને કરાય.. શું શું પુછ્યા વગર કરાય.. શું શું ના પાડે તો ના કરાય.. શું શું ના પાડે તો પણ કરાય.. એવું બધું સમજી લેવું જોઈએ..”

થોડીવાર અટકીને એ બોલ્યા.." ઘરમાં ઋત્વિની ખાલી જગ્યા રહે.. એ મને નથી ગમતું..”

સાસુના કહેવાનો અર્થ સમજી ગયેલી ભદ્રાએ કહ્યું..

" મમ્મી.. આવા ટાઢોડામાં ડુંગળીના ભજીયાં ખવાય.. મને તો બહુ ભાવે.. સાંજે બનાવીશ.. તમે આજે ખીચડી વગર ચલાવી લેજો..”

કનકબેનને લાગ્યું કે.. ઋત્વિની "ખાલી જગ્યા" પુરાઈ રહી છે..
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

1 Comments

Thank you so much for your feedback 😊

  1. Very Very Good and interesting Stories, we liked very much

    ReplyDelete
Previous Post Next Post