વમળના ઊંડાણ (Vamal Na Unddan)

વમળના ઊંડાણ .."
++++++++++++++++ – ચંદ્રકાન્ત જે. સોની (મોડાસા)

"દાદા મારા બૂટને પૉલીસ કરી આપો ને.."

"સ્કુલ યુનિફોર્મને ઈસ્ત્રી પણ'

દાદાને પૌત્રના આવા હળવા કામનો આનંદ હતો..જિંદગીમાં કદી પોતાના કપડાને ઈસ્ત્રી કે બૂટને પૉલીસ ન કરનાર દાદા , પોતાને આવડે એવી ઈસ્ત્રી કે પૉલીસ કરી પણ નાખે..હસતાં હસતાં... મજાથી..સંતોષથી..

આવકાર વેબસાઇટ
વમળના ઊંડાણ

પણ એક દિવસ આ નાનકડા બૂટને પૉલીસ કરી રહેલા દાદા પાસે પુત્રવધુ સુલોચનાએ બે ચાર જોડ પગરખાંનો ખડકલો કરી દીધો, પૉલીસ કરવા માટે તે તેમને કઠ્યુ....બોલ્યા વિના પૉલીસ તો કરી પણ ...અનિચ્છાએ....

પછી તો આ, આખી જિંદગી, સ્વમાનભેર જીવેલા ,ઑફિસ સુપ્રિટેન્ડ જનકરાય જોગાણીની નિવૃત્તિની હળવાશ આવા કામોની કડવાસમાં ધીરેધીરે જોતરાતી ચાલી....

"પપ્પા.. પેલી નળની ચકલી બંધ કરતા આવજોથી માંડીને વૉશિંગમશીનનુ પાણી છોડવુ,..છાપુ વાળીને મૂકવુ....બજારમાંથી શાકભાજી લાવવા ,ધોબીના ત્યાંથી કપડાં લાવવા.... આમ ધીરે ધીરે કદી નકરેલી પ્રવૃત્તિઓની હારમાળા વધતી ચાલી....તે ... વધતી રહી..

રાત્રે પથારીમાં સૂતા સૂતા જનકરાયનુ મન વિચારે ચડી જતુ...એમને મૃત પત્નીની બધી વાતો યાદ આવતાં એમની આંખ ભરાઈ આવતી....

કલ્યાણી બેનના મીઠા ઠપકા યાદ કરતાં કરતાં એમનાથી ડૂસકું ભરાઈ જતું..."તમે પૉલીસ કરશો?,તમે ઈસ્ત્રી કરશો? તમને શાક લાવવામાં શી ખબર પડે? તમ તમારે બેસો, ઑફીસમાં કેટલુ કામ રહેતુ હશે.?..ઘેર તો આરામ કરો..."

અને આમ આખી જિંદગી ,ઘરના કોઈ કામમાં એમનો કોઈ ફાળો નહીં... બસ..એ ભલા..એમની ઑફીસ ભલી અને...ઘેર આરામ જ આરામ..

"કલ્ચાણી,તે મને આળસુ બનાવી ના દિધો હોત તો આજે મને આવા નાનાનાના કામ કરવામાં નાનમ ન લાગત....પણ ક્યાં તેં મને એકેય કામ કરવા દિધુ,? આજે તુ હોત તો ,તારાથી ના થઈ શકતુ હોત, તો પણ તારી જાત ખેંચી ખેંચીને તેં કામ કર્યું હોત....મને ક્યાં ય હાથ અડકારવા ના દિધો હોત...! .ગાંડી, તેં મારી ખાતર આખી જાત ઘસી નાખી હોત....!"અને પથારીમાં પડ્યા પડ્યા આવેલું ડૂસકું દબાવી દેતા.....

ઑફીસ સુપ્રિટેન્ડન્ટ જનકરાયના નિવૃત્ત થવાના બે વર્ષ પહેલાં કલ્યાણીબેન ટૂકી માંદગીમાં તેમનો સાથ છોડી ગયા, ત્યારે જેટલુ બધુ નહોતુ લાગી આવ્યુ, એટલુ આજે તેમની ઘેર હાજરીમાં તેમને લાગી આવતુ...હતું..

જનકરાયની દિકરી વૃંદા , કૉલેજ ના છેલ્લા વર્ષમાં હતી અને કલ્યાણીબેન ...જતા રહ્યાં

મોટો દિકરો પુનરવા, તેની પત્ની સુલોચના સાથે બેન્ગલોર સેટ થઈ ગયો

વૃંદા ના લગ્ન પછી, નિવૃત જનકરાય સાવ એકલા પડી ગયા..અને જીવનના શેષ વર્ષો દિકરા સાથે વિતાવવાના ઈરાદે ,બેન્ગલોર આવ્યા, ત્યારે જીવનના સાચા ચઢાવ ઉતારનો તેમને અનુભવ થયો....ઑફિસ સુપ્રિટેન્ડન્ટની માન મરતબા વાળી જીંદગી જીવનાર જનકરાય પર ધીરે ધીરે વધતી ઉંમર સાથે, કદી પણ ન કરેલા કામનો બોજ લદાતો ગયો ત્યારે તેમને કલ્યાણીબેનની ખોટનો અહેસાસ થયો...

પણ હવે, એકના એક દિકરા સાથે, કોઈ પણ દાદ ફરિયાદ વગર શુષ્ક જીવનના વધેલા ઘટેલા દિવસો પસાર કર્યા વિના છુટકો ન હતો..કારણ કે હવે તેમની મૂડી, કલ્યાણીબેનની યાદો...અને એકની એક દિકરી વૃન્દાના જીવનમાં સુખ સિવાય શેષ કશુ ન હતુ..

પણ એક કારમો ઘા તેમની રહી સહી જીંદગીને વમળના ઉંડાણમાં લઈ જઈ, તેમને ડૂબાડીને જ જંપ્યો...અને તે ઘા હતો..... વૃન્દાના વૈધવ્યનો!

વૃન્દાના લગ્નના એક જ વર્ષમાં તેના પતિ નિકુંજનુ રોડ અકસ્માતમાં મૃત્યુ....થયું...

યુવાન વિધવા દિકરી પર ખડકાયેલા દુઃખના ડુંગર પરથી ,તેને જનકરાય પોતાના ઘેર લઈ આવ્યા તો ખરા..!પણ..દિકરા પુનરવા અને પુત્રવધુ સુલોચનાની મરજી વિરૂધ્ધ....

પોતાની ઉંમરની ઢળતી સાંજ....અને યુવાન વિધવા દિકરીના જીવનની કાળમીંઢ રાત વચ્ચે... પુનરવા અને સુલોચનાનુ મોં ફેરવી લેવાનુ વલણ આ દુઃખના વમળોનુ ઉંડાણ વધારતુ રહ્યું

એક રાત્રે આ વમળના ઉંડાણમાં ઉંડેને ઉંડે ઉતરી રહેલા જનકરાયનો જીવન દીપ.. બુઝાઈ ગયો ત્યારે વૃન્દાનુ આક્રંદ કરતુ રૂદન દરેકની આંખને ભીની કરી રહ્મુ...

"એ...પપ્પા... રોજ ઑફીસ જતાં ..મને તમે "જય શ્રી કૃષ્ણ કહેતા..એમ.....આજે મને બોલ્યા વિના ચુપચાપ કેમ જાઓ છો?..મને છેલ્લી વખતનુ "જય શ્રીકૃષ્ણ તો કહો..? એ.....પપ્પા ઉભા રહો, મને જય શ્રીકૃષ્ણ કહીને જાવ, પપ્પા.. ઓ..પપ્પા.." .અંતિમ ક્રિયા માટે આવેલા તમામથી ડુસકા ભરાઈ ગયા..... પપ્પા વગરના પોતાના અંધકારમય જીવનનો વિચાર કરવામાં ને કરવામાં ..આ અનાથ જેવી બની ગયેલી વૃદા,પાગલ થઈ ગઈ.....ભાઈ ભાભીને..ન સાચવવાનુ બહાનુ મળી જતાં થોડા દિવસમાં કોઇ સેવાભાવી પાગલખાનામાં તેમણે તેને દાખલ પણ કરી દીધી...

આ પાગલખાનાની મુલાકાતે આવેલા ડૉ.ભટ્ટાચાર્ય અને ડૉ.સુકેતુ શર્મા જ્યારે આ વૃન્દાના વૉર્ડ આગળથી પસાર થઈ રહ્યા હતા, ત્યાં જ વૃન્દાનુ આક્રંદ ભર્યું રૂદન સાભળી ડૉ.ભટ્ટાચાર્યના પગ થંભી ગયા. ....."એ પપ્પા...મને જય શ્રીકૃષ્ણ તો કહીને જાવ....એ પપ્પા મને જય શ્રીકૃષ્ણ તો કહો...બોલતી જાય અને દર્દભર્યુ આક્રંદ કરતી જાય,,બે ઘડી તો પાષણ પણ પિગળી જાય એવુ એનુ આક્રંદ...હતું

ડૉ.ભટ્ટાચાર્ય માનસિક રોગોના નિષ્ણાત ડૉકટર..... વૃન્દાને તે તાકી રહ્યા...તેના આક્રંદે તો તેમને પણ હચમચાવી નાખ્યા..

ડૉ ભટ્ટાચાર્યની આંખમાં આવેલા આંસુ જોઈને ડૉ. શર્માને આશ્ર્ચર્ય થયુ...એમની પાસે તો આવા ઘણા કેસ આવતા હશે..! .આનાથી પણ દયામણા...

"આ...વૃન્દા.....ને..?"તૂટક તૂટક શબ્દોમાં. ધ્રુજતા સ્વરે ડૉ ભટ્ટાચાર્યએ પૂછ્યુ

"હા...ત્રણ વર્ષથી અહીં છે...તેના પિતાજીના મૃત્યુ પછી.."

"તેનો ભાઈ પુનરવા?'

"ડૉકટર તેને તમે ઓળખો છો?" ડૉ.શર્માએ તેમને પૂછ્યુ..

"હા, ખૂબ અંગત રીતે..સુપ્રિટેન્ડન્ટ જનકરાયને પણ...અને વૃન્દાને પણ....."બોલતા બોલતા ડૉ.ભટ્ટાચાર્ય તેમનુ ડૂસકું ન રોકી શક્યા..

"હુ અને વૃન્દા...સ્કૂલમાં ન કેવળ ક્લાસમેટ હતા..પણ....વળી પાછી એમની આંખો ભરાઈ આવી...

"વૃન્દાને હું મારી હોસ્પિટલમાં લઈ જઈને .....ગમે તે ભોગે સાજી કરીશ ડૉકટર..... જરૂર પડે પરદેશ લઈ જઈને પણ..."અને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા...

ડૉ.શર્મા.. વિસ્મયતાથી તેમને તાકી રહ્યા...

ડૉ.ભટ્ટાચાર્યની સારવાર ખૂબ સફળ રહી....વૃન્દા હવે પહેલા જેવી નૉર્મલ થઈ ગઈ..હતી

ડૉ.શર્મા.. જ્યારે ડૉ.ભટ્ટાચાર્યને મળવા એમની હૉસ્પિટલમાં આવ્યા ,ત્યારે પિન્ક સાડીમાં સજ્જ વૃન્દા ,ચાની ટ્રે લઈ આવી..હૂબહૂ પરી જેવી રૂપાળી..આકર્ષક...નમણી...નયન ઠરે એવી.....ડૉ. શર્મા તો તાકી જ રહ્યા .....વૃન્દાને......જોઈને આશ્ચર્યથી

"કેમ, ડૉક્ટર, ઓળખી...?આ..વૃન્દા....ન કેવળ મારી ક્લાસમેટ... મિત્ર......પણ એથી ય ઘણું બધું... મારા માટે....."

ડૉ.શર્માના ચહેરા પર ઉભરાતા હર્ષોલ્લાસના ભાવ કળી જતાં ડૉ ભટ્ટાચાર્યએ ચોખવટ કરી તેમને વધારે મુંજવણમાં મૂકી દિધા...

"મારી લાડકી..બેન...."

"અને..."કહેતા તે થોડાંક અટક્યા..

"અને જો હા, પાડો તો....તમારી....આર્ધાંગિની.."

અને ડૉ ભટ્ટાચાર્ય એ ધામધૂમથી પોતાને વર્ગખંડમાં રાખડી બાંધનાર આ વૃન્દાના લગ્ન ડૉ.શર્મા સાથે કરાવી ભાતૃઋણ આદાકર્યાનો સંતોષ વ્યક્ત કરતુ પોતે લખેલુ પુસ્તક "વમળના ઉંડાણ" ......."વૃન્દાને અર્પણ" કર્યું....ત્યારે હાજર તમામની આંખો અહોભાવથી છલકાઈ રહી....!
______________________

"Conclusion:
આ પોસ્ટની મુલાકાત બદલ આભાર, નવીનતમ અપડેટ માટે #આવકારનું homepage ચેક કરશો, ...પ્રેરણાદાયી વાંચન, પ્રકૃતિને અનુરૂપ જીવન વગેરે લોકોપયોગી આર્ટિકલ અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺  ____"આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!!

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post