# સ્ત્રી સશક્તિકરણ ક્યારે થશે?
********* લેખક પરિચય–ફાલ્ગુની વસાવડા
મેઘના પોતાનાં રુમમાં આવી અને રાઈટિંગ ટેબલ પર બેસીને, ડાયરીમાં કંઈક લખી રહી હતી. પાછળથી એના પતિ મંથન એ આવીને કહ્યું, મેઘના શું લખે છે?
એટલે મેઘના એ સહજતાથી કહ્યું જિંદગી એ રડતાં શીખવી દીધું, એનો એક કિસ્સો લખું છું. મંથન એ આશ્ચર્યથી એની સામે જોયું અને કહ્યું કે તારી જિંદગીમાં તો ક્યાંય ગમ નથી, તો એવું તે શું બન્યું? કે તને જીંદગી એ રડતા શીખવી દીધું એવી વાત કરે છે.
સ્ત્રી સશક્તિકરણ ક્યારે થશે?
મેઘનાએ ઘોડિયામાં સૂતેલી પોતાની નાની એવી દીકરી ગુંજ તરફ આંગળી ચીંધી કહ્યું કે આ આપણી રાજકુમારી માટે.
હમણાં થોડીવાર પહેલા જ સંતોક ઘરનું કામ કરવા આવી હતી અને એકદમ ઉદાસ હતી, એટલે મેં પુછ્યું કે શું થયું? તો કહેતી હતી કે બેનબા છોડીની જાત જ એવી છે કે, તેના નસીબમાં સુખ ભાગ્યે જ હોય. મેં કહ્યું કેમ એમ બોલે છે? એણે કહ્યું કે ગયા વર્ષે માંડ માંડ ઓછા કરિયાવર સાથે લગ્ન કરવાં એક બીજવર રાજી થયો, અને મંદા ને પરણાવી.
હમણાં થોડીવાર પહેલા જ સંતોક ઘરનું કામ કરવા આવી હતી અને એકદમ ઉદાસ હતી, એટલે મેં પુછ્યું કે શું થયું? તો કહેતી હતી કે બેનબા છોડીની જાત જ એવી છે કે, તેના નસીબમાં સુખ ભાગ્યે જ હોય. મેં કહ્યું કેમ એમ બોલે છે? એણે કહ્યું કે ગયા વર્ષે માંડ માંડ ઓછા કરિયાવર સાથે લગ્ન કરવાં એક બીજવર રાજી થયો, અને મંદા ને પરણાવી.
આ વર્ષે સારા દિવસ જતા હતાં, અને મંદા એ પણ પોતાના થી દસ વર્ષ અને ત્રણ દીકરી ના બાપ સાથે જ જીવન વિતવાનું છે, એમ સમાધાન કરી લીધું હતું, બાકી તમે તો મંદા ને જોઈ છે ને! કેવી રુપાળી છે. મા એ ભાગીને લગ્ન કર્યા, અને બાપ નમાલો નીકળ્યો! એટલે કે પરિવારની જવાબદારી સિવાય, બૈરી છોકરાંવ ને મારવા હોય તો શૂરોપૂરો! એટલે ઉષાએ ગલીને નાકે રહેતા મહેશને ના કહી દીધી.
બધું સમું સૂતરુ ચાલતું હતું, ત્યાં ઓચિંતાની એની સાસુની ચડામણીથી જમાઈ ગર્ભ પરીક્ષણની જીદ લઈને બેઠાં, કે દીકરો હોય તો જ રાખવાનું છે. કારણ દીકરી તો આગલા ઘરની ત્રણ છે, અને એનાં માંડ માંડ લગ્ન થાય એટલી કમાણી છે, ત્યાં એક વધુ આવે તો ઉપાધિ થાય. કુદરત પણ પાછી કેવી કસોટી કરતી હોય છે, ત્યાં માંડ માંડ કેટલાં રુપિયા ખવરાવી એક ડોકટર તૈયાર થયો, અને નીકળી દીકરી! અને હા,કે ના! માં મંદા ભાગવા જતી હતી તે પડી ગઈ,અને ગર્ભપાત થઈ ગયો! ઉપરથી કોથળી ને નુકશાન થયું એટલે હવે મા નહીં બની શકે, અને જમાઈને દીકરો જુવે છે, એટલે છુટું કરવાની વાત કરે છે. બોલો હવે નાતમાં ચર્ચા થાય એટલે કોઈ હાથ ઝાલે નહીં, અને મારી છોડી આંખી જીંદગી એનાં પતિનાં કર્યાની સજા ભોગવશે, અને એ પાછી ત્રીજી લાવી એશ કરશે!!
સંતોક એક શ્વાસે આ બોલતી હતી, અને ત્યારે જ ગુંજ કજીયે ચડી, એટલે બોલી બેનબા તમને પણ ખબર પડશે આ ગુડીયા મોટી થશે, એને વળાવશો, અને કંઈ ઊંચનીચ થશે તો!
સંતોક તો મને વિચારતી કરીને ચાલી ગઈ,અને મને સાચે જ એ બધું દેખાવા લાગ્યું. હું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, મને રડતી જોઈ ગુંજ પણ રડવા લાગી, આમ આ કિસ્સો સાંભળીને મને સાચે એક સેકન્ડ એવું થયું કે શું હજી આજે પણ આવું થવું શકય છે? અને મને જીંદગીએ રડતાં શીખવ્યું એ શીર્ષક હેઠળ એક વાર્તા લખી મે એ વાત ને ભૂલવાની કોશિશ કરી પણ હજી મનમાં જોઈએ એવી શાંતિ થઈ નથી.
મંથન એ કહ્યું શું મેઘના તું પણ! આપણા જેવા ઊંચા વરણમાં આવું કોઈ વિચારે નહીં. ગુંજ સાથે એવી કોઈ ઘટના ઘટે એવું વિચારીને, દુઃખી થવું કે રડવું એ અત્યંત ભૂલ ભરેલું છે. મારી રાજકુમારી તો જીંદગીભર જ્યાં જશે ત્યાં રાજ કરશે રાજ!!
મેઘનાએ કહ્યું મંથન સાચી વાત છે તમારી! મેં પણ મારા હૃદયને એ વાતે દિલાસો આપવાની કોશિશ કરી, કે આપણાં માં આવું ન થાય! પરંતુ ફરી એક કિસ્સો યાદ આવતા હું ગમગીન થઇ ગઇ અને પછી જ હું ખૂબ રડી.
યાદ કરો ગયા મહિને તમારી કઝિન સિસ્ટર ખેવના આપણાં ઘરે આવી હતી, અને શું વાત કરી હતી એ યાદ છે? એને પણ આવું જ કંઈક થયું હતું, કે એના પતિ નિમિત્તને આગળ જતાં જવાબદારી હેન્ડલ કરી શકાય એટલે એક જ ચાઈલ્ડ જોઈતું હતું, એટલે એના મધર એને સન માટે ફોર્સ કરતાં હતાં. એક તો પાંચ વર્ષ સુધી બાળક નહીં, હરવું ફરવું અને મોજમજા, તેમજ એકબીજાને સમજવાનો સમય પણ જોઈએ, એવી એમની જીદ હતી.
પાંચ વર્ષ પછી પ્રયત્ન કરતા સાત વર્ષે જ્યારે ખેવનાને સારાં દિવસ રહ્યા, ત્યારે એમણે ધરાર ગર્ભ પરીક્ષણનો આગ્રહ રાખ્યો હતો, અને ખેવના એ એબોશર્નની ના પાડતા બંને ડીવોર્સ લેવાની જીદ પર અડયા છે,એ ખબર છે ને? બોલો એમાં ખેવનાનો શું દોષ છે? જો ડિવોર્સ થશે તો ગઈ કાલ સુધીનું એક હસતું રમતું ઘર બરબાદ થઇ જશે, અને ઉપરથી નિમિત્તને તો ફરી કોઈ લગ્ન પણ કરશે! પણ બિચારી ખેવનાનું શું ? એક દીકરી સાથે એને કોણ અપનાવે? અને અપનાવે તો પણ એની દીકરી સાથે કોઈ ભેદભાવ ન કરે કે નિયત બગાડે નહીં એવું કોઈ મળવું બહુ મુશ્કેલ છે, અને હું જેમ જેમ આ બધું વિચારતી ગઈ એમ મને ગુંજનાં ભવિષ્યની બહું જ ચિંતા થાય છે.
આમ પણ કહેવાય છે કે, ભલભલા પત્થર દિલ માનવી પણ પોતાની દીકરીની વિદાય વખતે મીણબત્તીની જેમ પીગળી જાય છે, અને એની આંખો શ્રાવણ ભાદરવા જેમ વરસવા લાગે છે. મોટેભાગે દરેક માતાપિતા પોતાની લાડલી ને આવતીકાલથી આ ઘરમાં જોવા નહીં મળે, એ ઉપરાંત ત્યાં સાસરામાં આમ જ બધાં લાડ તો કરશે ને! એની પસંદગીનો ખ્યાલ તો રાખશે ને! તેને મદદ કરાવશે ને! આવું બધું વિચારીને રડતાં હોય છે,
આમ કરીને મેઘના એ પોતાની વાત પૂરી કરતાં કહ્યું મંથન જરાક વિચારો કે બંન્ને કિસ્સામાં એક સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બની!; જો પુરુષ હોય તો સુધારાની શકયતા છે, પણ જે સ્ત્રી એ આ બધું જ સહન કર્યું, એણે તો એની ઢાલ બનવું જોઈએ ને! છતાં એણે જ પોતાના દીકરાના હસતાં રમતાં ઘર પર કાતર ચલાવી, બોલો દુનિયા સ્ત્રી સશક્તિકરણની વાત કરે છે, પણ એ આમાં ક્યાંથી સંભવ બને, મને લાગે છે મોટી ઉંમરે સ્ત્રી મનોરોગનો શિકાર બને છે, અને હું જે ભોગવી ન શકી એ એને શું કામ ભોગવવા મળે? એવું વિચારીને આ બધું કરતી હશે! પણ એ જે હોય તે! દીકરી કે પુત્રવધૂનો તો એમાં મરો જ થાય ને!
અને સાચું કહું મેઘનાના મંતવ્ય એ તો મંથનને પણ વિચારતો કરી મુકયો, કે દીકરી તો છે વ્હાલનો દરિયો! એ ઉક્તિ તો સાંચી છે, પણ એનાં ભવિષ્યનુ વિચારીને જીંદગી ભલભલા ને રડતાં શીખવી જાય છે, અને એ સત્ય કડવું છે, પણ છે અકાટ્ય!:
મિત્રો હેરાન છો ને કે આ શું ? પણ એકવીસમી સદીમાં પહોંચ્યા પછી પણ આ જ છે સમાજની સાચી વાસ્તવિકતા ! આમાં જરાય અતિશયોક્તિ નથી. હા કદાચ બધાં એવાં ન હોય એ સ્વાભાવિક છે,પણ સાવ નથી એવું પણ નથી, અને એવું પણ નથી કે અશિક્ષિત સમાજમાં જ આવું થાય છે, સુધરેલા સમાજમાં પણ આવું થાય છે,એ હકીકત ઝૂટલાવી ન શકાય એવી છે.
લેખક પરિચય–ફાલ્ગુની વસાવડા (ભાવનગર) સદગુરુ કૃપા હી કેવલમ.
મિત્રો હેરાન છો ને કે આ શું ? પણ એકવીસમી સદીમાં પહોંચ્યા પછી પણ આ જ છે સમાજની સાચી વાસ્તવિકતા ! આમાં જરાય અતિશયોક્તિ નથી. હા કદાચ બધાં એવાં ન હોય એ સ્વાભાવિક છે,પણ સાવ નથી એવું પણ નથી, અને એવું પણ નથી કે અશિક્ષિત સમાજમાં જ આવું થાય છે, સુધરેલા સમાજમાં પણ આવું થાય છે,એ હકીકત ઝૂટલાવી ન શકાય એવી છે.
લેખક પરિચય–ફાલ્ગુની વસાવડા (ભાવનગર) સદગુરુ કૃપા હી કેવલમ.
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories