Jay Adhya Shakti - Ambe maa Ni Aarti Download

Related

Jay Adhya Shakti Aarti


Navratri Aarti - Durga Maa Stuti, Aarti and Songs: Jay Adhya Shakti Aarti Download Mp3 | Navratri Jay Aadyashakti Aarti

જય આદ્યા શક્‍તિ આરતી — નવરાત્રી આરતી: Best Navratri Aarti, Navratri Garaba, Durga mantra, Maa Ambe stuti Download

#આવકાર
Jay Adhya Shakti Aarti

Best Navratri Garba and Ambe maa Ni Aarti Collection

  • Durga Maa is the mother of the universe and believed to be the power behind the work of creation, preservation, and destruction of the world.
  • Chanting of Durga Mata aarti removes all obstacles in our path to increased wisdom and spiritual growth and development.

જય અધ્યાશક્તિ આરતી:
આરતી – PDF Download: Click Here | આરતી Video Format- 1: Click Here | Video Format- 2: Click Here

માતાજીના પ્રાચીન ગરબા- PDF Download | નવરાત્રી ગરબાવલી PDF Download

૫૧ શક્તિપીઠના
નામ સાથે દર્શનની PDF Download: Click Here

Navratri Garba Festival 2024:– The Festival Is Celebrated Over A Period Of Nine Nights And 10 Days. Navratri Festival Is Celebrated In The Month Of October/November. Navratri Is Celebrated Four Times A Year In India- Sharada Navratri, Vasanta Navratri, Magha Navratri And Ashada Navratri. 

Sharada Navaratri Is Most Famous Across India In North-Eastern And Eastern States, Navratri Is Referred To As Durga Puja. As Per The Holy Scriptures, The Demon King Mahishasura Ardently Worshipped Lord Siva And Attained Immense Powers.







Jay Adhya Shakti Aarti Download: 9 Days Navratri Devi Arti Song Stuti Pooja Mantra Mata Garba Audio Bhajan The word navaratri means 'nine nights' in sanskrit, nava meaning nine and ratri meaning nights, Navratri aarti bhajans is a festival dedicated to the worship of the hindu deity durga. navaratri songs on the auspicious occasion of navaratri to invoke divine blessings of goddess nava durga mantra.


📳 દેશ ખાતર બધી આવક દાન કરનાર એક ભુલાઈ ગયેલો ઇન્ટરનેશનલ ગુજરાતી કલાકાર અભરામ ભગત ― એમના વિશે VIDEO જોવા: અહીં ક્લિક કરો.

આ પ્રાચીન આરતી અભરામ ભગતના સ્વરમાં આરતી સાંભળવા: અહીં ક્લિક કરો.

 

જય આદ્યા શક્‍તિ આરતી

જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ,
અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2) પડવે પ્રગટ થયાં,
જ્‍યો જ્‍યો મા જગદંબે......

દ્વિતિયા બેય સ્‍વરૂપ શિવ શક્‍તિ જાણું મા શિવ (2)
બ્રહ્મા ગણપતિ ગાયે (2) હર ગાયે હર માં, જયો જયો..............

તૃતીયા ત્રણ સ્‍વરૂપ ત્રિભુવનમાં બેઠા માં,ત્રિભુવન (2)
દયા થકી તરવેણી (2) તમે તરવેણી મા જયો જયો.......

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્‍યાપ્‍યાં, માં (2)
ચાર ભુજા ચૌદિશા, (2) પ્રગટયાં દક્ષિણમાં જયોજયો,

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, માં પંચમી (2)
પંચ તત્‍વ ત્‍યાં સોહિયે (2) પંચે તત્‍વોમાં જયો જયો

ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો માં મહિસાસુર (2)
નર નારી ના રૂપે (2) વ્‍યાપ્‍યાં સર્વેમા જયો જયો...........

સપ્તમી સપ્ત પાતાળ સંધ્‍યા સાવિત્રી માં સંધ્‍યા (2)
ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા માં જયો જયો...........

અષ્ટમી અષ્ટભુજા આઈ આનંદા મા (2)
સુનીવર મુનીવર જનમ્‍યા (2) દેવ દૈત્‍યો માં જયો જયો..........

નવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા માં સેવે (2)
નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન,
કીધાં હર બ્રહ્મા માં જયો જયો................

દશમી દશ અવતાર જય વિજયા દશમી, માં જય (2)
રામે રામ રમાડયા, (2) રાવણ રોળ્યો માં જયો જયો

એકાદશી અગિયારસ કાત્‍યાયની કામા માં કાત્‍યાયની (2)
કામ દુર્ગા કાળીકા (2) શ્‍યામા ને રામા, જ્‍યો જ્‍યો ....

બારસે બાળારૂપ બહુચરી અંબા માં બહુચરી (2)
બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ
ત્‍હારા છે તુજ મા, જ્‍યો જ્‍યો....

તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા, માં તમે (2)
બ્રહમાવિષ્‍ણુ સદાશિવ (2) ગુણ તારા ગાતા જ્‍યો જ્‍યો...............

ચૌદશે ચૌદા સ્‍વરૂપ, ચંડી ચામુંડા માં ચંડી (2)
ભાવ ભક્‍તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો,
સિંહ વાહિની માતા, જ્‍યો જ્‍યો.................

પુનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા માં સાંભળજો (2)
વસિષ્ઠ દેવે વખાણ્‍યાં માર્કુન્‍ડ દેવે વખાણ્‍યાં,
ગાઈ શુભ કવિતા જ્‍યો જ્‍યો..............

સવંત સોળ સત્તાવન સોળસે બાવીસ મા (2)
સવંતસોળમાં પ્રગટયાં (2) રેવાને તીરે, મૈયા ગંગાને તીરે,
મૈયા જમુના ને તીરે (2) જ્‍યો જ્‍યો માં જગદંબે..................

ત્રાંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ (2) ક્ષમા કરો ગૌરી,
માં દયા કરો ગૌરી, જ્‍યો જ્‍યો માં જગદંબે..........

શિવ શક્‍તિની આરતી જે કોઈ ગાશે માં જે કોઈ ગાશે (2)
ભણે શિવાનંદ સ્‍વામી (2) સુખ સંપત્તિ થાશે.
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે જ્‍યો જ્‍યો..........

_____બોલો શ્રી અંબે માત કી ... જય 🙏

===================================

@ હે જગ જનની હે જગદંબા..
આ સ્તુતિ વરસો જૂની છે, ઘણાએ ગાઈ અને સાંભળી હશે, આનો નિત્યપાઠ અત્યંત પ્રભાવી છે, — અને જીવન આચરણમાં પણ લેવા જેવી આ સ્તુતિ છે.

હે જગ જનની હે જગદંબા, માત ભવાની શરણે લેજે; આદ્યશક્તિ આદિ અનાદિ, અરજી અંબા તું ઉરમાં ધરજે... હે જગ જનની હે જગદંબા..

હોય ભલે દુ:ખ મેરુ સરીખું મા, રંજ એનો ન થવા દેજે; રજ સરીખું દુઃખ જોઉં બીજાનું તો, મને રોવાને બે આંસુ દેજે....હે જગ જનની હે જગદંબા..

આત્મા કોઈનો આનંદ પામે મા, ભલે સંતાપી લે મુજ આતમને; આનંદ એનો અખંડ રહેજો, કંટક દે મને પુષ્પો તેને .....હે જગ જનની હે જગદંબા..

ધૂપ બનું હું સુગંધ તું લેજે મા, મને રાખ બની ઊડી જાવા દેજે; બળું ભલે પણ બાળું નહીં કોઈ ને, આ જીવન મારું સુગંધિત કરજે ....હે જગ જનની હે જગદંબા..

કોઈનાં તીરનું નિશાન બનીને મા, દિલ મારું વીંધાવા દેજે; ઘા સહી લઉં, ઘા કરું ન કોઈને, મને ઘાયલ થઈ પડી રહેવા દેજે ....હે જગ જનની હે જગદંબા..

દેજે તું શક્તિ મને દેજે ભક્તિ મા, આ દુનિયા નાં દુઃખ સહેવા દેજે; "શાંતિ" દુર્લભ તારા ચરણે, હે મા તું મને ખોળે લેજે .....હે જગ જનની હે જગદંબા..માત ભવાની શરણે લેજે..

માં ભગવતી ના શરણોમાં વંદન ...🙏
ઘણાં કલાકારોએ આ સ્તુતિને નવા નવા સવરમાં રજૂ કરેલ છે પણ પરમ પૂજ્ય નારાયણ સ્વામીએ આ સ્તુતિને અદ્ભુત સ્વરમાં રજૂ કરેલ છે, જે યુટ્યુબ પર સર્ચ કરશો તો મળી જશે.🙏

नवरात्रि के नवदिन ― नव देविओं के नाम:

☀ 1st.Day Sailaputri - शैलपुत्री,

☀ 2nd. Day Brahmachariṇi - व्रह्मचारणी,

☀ 3rd. Day Candraghaṇṭa - चन्द्रघन्टा,

☀ 4th. Day Kusamaṇḍa - कुशमन्दा,

☀ 5th. Day Skandamata - स्कन्दमाता,

☀ 6th. Day Katyayani - कात्यायनी,

☀ 7th. Day Kalaratra - कालरात्री,

☀ 8th. Day Mahagauri - महागौरी,

☀ 9th. Day Siddhidatri - सिद्धिदात्री.

Conclusion:
Be sure to check out our homepage for the latest Updates. — Thanks for visit this Adhya Shakti Aarti Post, Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post