લાગણીનો વ્યાપાર (Lagni No Vyapar)

Related

"લાગણીનો વ્યાપાર .."
******************** પાર્થિવ નાણાવટી
કાવ્યા..ઘણા સમય થી તારા સ્વભાવ માં નોંધ પાત્ર બદલાવ આવ્યો છે...કોઈ ખાસ વાત..? ...કંઈ નહિ એમ જ, ..કાવ્યા બોલી .....મેં કીધું..અહી આવ કાવ્યા બેસ મારી બાજુ માં...કોઈ ખાસ વાત તો છે...જે તું મારા થી છુપાવે છે..


AVAKARNEWS
લાગણીનો વ્યાપાર - Lagni No Vyapar

આમ તો તને મારો સ્વભાવ ખબર છે..હું કોઈ ની વ્યક્તિગત વાતોમાં માથું મારતો નથી..પણ તું મારી છે..એટલે મારો પૂછવા નો અધિકાર સાથે ફરજ છે.

મોબાઈલો ઉપર કલાકો સુધી વાતો...રજા ના દિવસો માં સગા વ્હાલા ના ઘરે જવા માટે મારી સાથે ઉગ્ર ચર્ચા....આ બધું અચાનક ઘણા સમય થી બંધ થવા પાછળ નું કોઈ કારણ..?

સમીર સાચી લાગણી ની શોધ માં 55 વર્ષ નીકળી ગયા...હવે સમજાયું છે..જે આપણી સામે છે તેને બાજુ ઉપર મૂકી આપણે નિરર્થક લાગણી ની શોધ માં ફરિયે છીયે....લોકો તો આપણી લાગણી ને મૂર્ખ અને વેવલા માં જ ગણે છે...

જો દિખતા હે વો અપના નહિ..અપના હે વો દિખતા નહિ...આ જ્ઞાન યોગ્ય સમયે આવવું જોઈએ તે મને મોડું..આવ્યું છે જે હું સ્વીકારું છું

સમીર, લોકો ને મતલબ ની વાતોમાં રસ હોય છે..નાના હતા ત્યારે ઘર ઘર રમતા...નાસ્તો ખાલી થતા ખેલ ખતમ....લોકો પણ એવું જ કરે છે..

તમારી પાસે થી કઢાવવા જેવી માહિતી કઢાવી લીધા પછી..તમારું સ્થાન કચરા ટોપલી જેવું કરી નાખે છે...લોકો ને ચાડી ચુગલી માં વધારે રસ હોય છે..

સમીર, નસીબ થી હજારો માં એકાદ સાથે સાચી આત્મીયતા અને વિશ્વાસુ સંબંધ બની જતા હશે..

કાવ્યા જેમ જેમ દિલ ખોલી વાત કરતી હતી તેમ તેમ તેની આંખો ભીની થતી હતી...

કાવ્યા બોલી સમીર મેં કોઈને ન કહેવાના વચન સાથે એક ખાનગી વાત મારી મોટી બેન સ્મિતા સાથે કરી હતી...

પણ જ્યારે હું મારી મમ્મી ને મળી ત્યારે એ વાત નો ઈશારો મમ્મી ની વાતોમાં હતો. ભાઈ ભાભી સુધી પણ આ વાત પહોંચી ગઈ મતલબ મોટી બેને મારો વિશ્વાસ તોડ્યો..

સમીર સંસાર માં કોના ઉપર ભરોસો કરવો..વિશ્વાસ મુકવો ખબર નથી પડતી...

મેં હસતા હસતા કીધું...

મેં હું ના....

કાવ્યા ભેટી પડી...

થોડી વાર પછી એ આગળ બોલી..સમીર એ દિવસ થી મેં દરેક વ્યક્તિઓથી અંતર બનાવી દીધું..હું ભલી મારો ભગવાન અને તમે ....

મેં નક્કી કરી લીધું..રડવા, હસવા કે મન હળવું કરવાની ઈચ્છા થાય તો બેજ વ્યક્તિ. તમે અને ભગવાન...

સમીર...

હું ઘણી ખુશ છું....મને મારી સાચી દુનિયા મળી એવો અહેસાસ ધીરે ધીરે થાય છે...સમીર આ ચાડી ચુગલી ખરજવા જેવો રોગ છે..શરૂઆત આનંદ થાય..પણ અંત બળતરા થી...હોય.

આપણી નિર્દોષ વાતો કે લાગણીનો સામે વાળી વ્યક્તિ ફાયદો ઉઠાવતા હોય..છે..વાંસે હાથ ફેરવી ફેરવી..પોતે આપણી અંગત વ્યક્તિ હોય તેવો માત્ર દેખાવ કરતા હોય છે.. સમીર આવા સંબધો ઉપર પૂર્ણવિરામ મૂકી દેવા નો સમય થયો છે ..

હવે મૂર્ખ મારે વધારે નથી બનવું...

મારા પિયર પક્ષ માટે મેં તમારી સાથે ઘણી વખત અશોભનીય વર્તન કર્યું હશે .પણ તમે મારી વાત ને ગંભીર લેતા ન હતા ...એ તમારી મોટાઈ હતી

હવે મને ખ્યાલ આવ્યો તમારી લાઈફ સ્ટાઈલ સાચી છે..

વાંચન, પરિવાર સાથે આનંદ, નવરાશ ની પળો માં જોક્સ કે જૂના ગીત કે સતસંગ સાંભળવો...ખરેખર આ જ જીવન ની મજા છે....લોકો ની અપેક્ષા અને જરૂરિયાત પ્રમાણે જીવો તો તમે સારા...તેમની સાથે સંમત ન થાવ એટલે દુ:શ્મન...

મારા મંજુ કાકી..જુઓને. મને દીકરી દીકરી કરી બેવકૂફ બનાવી ગયા તેના છોકરા ના લગ્ન માં 150 વ્યક્તિ ના લિસ્ટ માં પણ મારું નામ ન હતું....જીવન માં શારા માંઠા પ્રશંગો એટલેજ આવતા હોય છે...તમારૂ સ્થાન એ લોકો ની નજર માં કેટલું છે...એ બતાવે છે

મતલબ અત્યાર સુધી મંજુકાકી નો વાણી વિલાસ જ હતો...સમીર..અમુક સંબંધોના નામ નથી હોતા પણ આખી જિંદગી નિભાવી જાણે... છે..હવે મને આવા મૃગજળ જેવા સંબધોથી થાક લાગ્યો છે. એટલે મારા સ્વભાવમાં પરિવર્તન લાવવા નો પ્રયત્ન કરી રહી છું..

મેં કીધું..કાવ્યા..'જીના ઉસી કા નામ હે'

આટલું બોલી હું ઉભો થયો.. ફ્રીજ માંથી સોડા ની બોટલ અને બે ગ્લાસ લઈ આવ્યો... અને ટેબલ ઉપર મૂકી કાવ્યા ને કીધું..

કાવ્યા લાગણી ને પગ નથી છતાં તેને ઠેસ જરૂર પહોંચે છે. ભૂખ માત્ર અનાજ થી સંતોષતા થી નથી ,સંસાર માં દરેક વ્યક્તિ વતા ઓછા પ્રમાણ માં લાગણી ભૂખ્યું પણ હોય જ છે..

એક તરફી લાગણી નો પ્રવાહ નો અનુભવ જ્યારે વ્યક્તિ કરે છે ત્યારે તેના માં બે પ્રકાર ના પરિવર્તન આવે છે

એક તેનો ચીડિયો સ્વભાવ થઈ જાય અથવા...સંપૂર્ણ મૌન સ્વીકારી લાગણી ના વહેતા પ્રવાહ ને રોકવા નો પ્રયત્ન કરે છે....તે મૌન બની લાગણી નો પ્રવાહ રોક્યો છે...કાવ્યા થોડો સમય તકલીફ પડશે પછી આદત પડતી જશે...આ મારો વ્યક્તિગત અનુભવ છે..

લોકો મને લાગણી વગર નો નિષ્ઠુર વ્યક્તિ સમજે છે...જીવન માં કોઈ વ્યક્તિ નિષ્ઠુર હોતી નથી..પણ સંસારે જ્યારે તેનો ઉપયોગ માત્ર ને માત્ર અંગત મહત્વકાંક્ષા અથવા સ્વાર્થ માટે કર્યો હોય ત્યારે...તેના જીવન માં પરિવર્તન આવે છે..અને આવવું પણ જોઈએ..લોકો બેવકૂફ બનાવે અને આપણે બનતા રહીયે...એતો મુર્ખતા કેહવાઈ...કાવ્યા જીવન માં બધું ચલાવી લેવાય પણ લાગણીઓ સાથે ની રમતો કદી ચલાવી ન લેવાય..

આજ થી મારા વિચારો પ્રમાણે જીવન જીવવા નું ચાલુ કર...જખ મારે દુનિયા...જે કહેવું હોય તે કહે....ઈશ્વર ને પણ મનુષ્ય અવતાર માં ગાળો પડી હતી..તો આપણે તો મનુષ્ય છીયે.

ઈશ્વર કૃપાથી બધું જ આપણી પાસે છે.. પિન્ટુ પણ USA માં સેટ થઈ ગયો છે...હું નિવૃત થાઉં પછી આપણે ક્યાં અહીં રહેવું છે..છોડ આ બધી લપ ...

ન તો આપણે દુનિયા પાસે થી કંઈ લીધું છે...ન દુનિયા એ કંઈ આપણને આપ્યું છે..જે આપણી પાસે છે એ માત્ર ઈશ્વર કૃપા અને આપણા પુરુસાર્થ નું જ પરિણામ છે...

શરાબ તો હું લેતો ન હતો એટલે મેં સોડા ની બોટલ ખોલી બે ગ્લાસ ભર્યા...એક ગ્લાસ કાવ્યાના હાથ માં મૂકી મેં કીધું ..

કાવ્યા આજે હું કહું તેની તું ના નહીં પાડે....

ચલ ઉભી થા....આજે મારી સાથે મન મૂકી ડાન્સ કર....

મેં ટેપ ચાલુ કર્યું...

दम मारो दम...दम मारो दम..मिट जाए ग़म.....

बोलो सुबह शाम..हरे कृष्णा हरे राम


दुनिया ने हमको दिया क्या..दुनिया से हमने लिया क्या

हम सब की परवाह करें क्यूँ..सबने हमारा किया क्या


चाहे जियेंगे मरेंगे...हम ना किसी से डरेंगे

हमको ना रोके ज़माना...जो चाहेंगे हम करेंगे.....

મેં ટેપ બંધ કર્યું..એટલે કાવ્યા બોલી once more..ડાર્લિંગ..

મેં હસતા હસતા કીધું..રહેવા દે રાત્રે પાછા તારા પગ દુખશે

કાવ્યા પણ ઘણા વર્ષો પછી મન મૂકી ને મારી સાથે નાચી...

એક અમારી નવી દુનિયા ની આ શરૂઆત હતી..

સ્વાર્થી.. મતલબી લાલચી વ્યક્તિઓ થી અંતર બનાવી તમારી પાસે જે છે તેને માણતા શીખો.

મિત્રો..
જે તમારી સાથે દિલ થી વાત કરે છે..તેને દિમાગથી જવાબ કદી આપતા નહી.

તમે ભોળી કે લાગણીશીલ વ્યક્તિ ને છેતરી ને તમારી જાત ને હોંશિયાર સમજો છો..એજ હોંશિયારી જીવન ના અંત સમયે તમને એકલા પાડી દેશે.

પતિ પત્ની ના ઝઘડા એ સફળ દાંપત્ય જીવન નો એક ભાગ છે..એક બીજા ને મનાવવા..કે ચીડાવવા ની મજા કંઇક ઓર છે...

પણ...પતિ પત્ની વચ્ચે ના ગંભીર મોટાભાગ ના ઝઘડા 25% આર્થિક કારણોસર અને 75% કૌટુંબિક ચર્ચા...જેમાં મેળવવા કરતા ગુમાવવાનું વધારે હોય છે.

લગ્ન સબંધ ને નિભાવતા આવડે તો માઁ બાપ પછી નો સબંધ પતિ પત્નીનો હોય છે.જે જીવન ના અંતિમ શ્વાસ સુધી હાથ અને સાથ છોડતા નથી...બસ સાચા દિલ થી નિખાલસતા થી એક બીજા ને સ્વીકારતા શીખો.

સંસાર માં મામા શકુની અને મંથરા ના વારસદારો હજુ જીવે છે..તે કોઈ ને સુખી જોઈ શકતા નથી...આવી વ્યક્તિ ને ઓળખતા શીખો

✒️પાર્થિવ નાણાવટી
(ઈમેઇલ: parthivnanavati081266@gmail.com)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post