
Why flag is hoisted on temple, and its significance
March 17, 2023
મંદિર ઉપર ધજા શા માટે અને તેનું મહત્વ
મંદિર ઉપર ધજા શા માટે? અને તેનું મહત્વ
ધજાનું આધ્યાત્મિક મહત્વ અનેરું છે. ફરકતી ધજા મંદિર માટે અગત્યની છે. ધજા મંદિરના શિખર પર એક દંડમાં ફરકતી રહે છે, વરસાદ હોય કે પવન, પણ તે ફરકવાનું ભૂલતી નથી. આપણે જુદાં-જુદાં મંદિરોમાં જુદાં-જુદાં રંગ ધજાઓના દર્શન કરીએ છીએ. ધજા બનાવવા માટે સાટિન અથવા રેશમનું કાપડ વપરાય છે. જેને સજાવવા માટે તૂઈ કે જરીનો ઉપયોગ થાય છે.
મંદિર ઉપર ધજા શા માટે ?
એનો જવાબ મંદિર નિર્માણ શાસ્ત્રમાં સોમપુરાઓએ લખ્યો છે કે, મંદિર એ દેવ શરીર સ્વરૂપ છે, એના પાયા એ પગ છે, એના પિલર ઘૂંટણ છે, ગર્ભગૃહ એનું હૃદય છે અને તેમાં બળતો દીવો આત્માનું પ્રતીક છે. જ્યારે શિખર એ મસ્તક છે અને તેના ઉપર ફરકતી ધજા એ વાળ સ્વરૂપે ફરકે છે તેવું વર્ણન છે.બ્રહ્માંડમાંથી દેવી શક્તિને તથા સકારાત્મક તરંગોને મંદિરમાં બોલાવવા માટે ધજા એ રડાર જેવું કામ કરે છે.
દ્વારકાધીશના મંદિરમાં ચડતી બાવન ગજની ધજા ચડાવનાર ભક્તને બાવન સંયોગો તથા લાભની પ્રાપ્તિ થાય છે. આ ધજાને મસ્તકે ચડાવવાથી ચિંતામુક્તિનો અનુભવ થાય છે. બાવન ગજની ધજાનો અર્થ આ પ્રમાણે છે, 4 દિશા, 12 રાશિ, 9 ગ્રહો, 27 નક્ષત્રોનો સરવાળો 52 થાય છે. જેથી એવું કહેવાય છે કે, કોઈપણ મંદિરના દર્શને જઈએ ત્યારે ધજાના દર્શન અવશ્યથી કરવા જોઈએ. ધજાના મનોરથથી ભક્તના મનમાં કાયમી અલૌકિક મીઠી યાદ રહે છે. ધજા માનવ જીવનને ધન્ય બનાવે છે.
મંદિર મા શા માટે ચપ્પલ બહાર ઉતારવું
મંદિરમાં ઉઘાડપગું પ્રવેશવું પડે છે, આ નિયમ વિશ્વના દરેક હિન્દુ મંદિરોમાં છે. તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે મંદિરના માળનું નિર્માણ પ્રાચીન કાળથી જ એવી રીતે કરવામાં આવ્યું છે કે તે વિદ્યુત અને ચુંબકીય તરંગોનો સૌથી મોટો સ્ત્રોત છે. જ્યારે વ્યક્તિ આના પર ઉઘાડપગું ચાલે છે, ત્યારે મહત્તમ ઉર્જા પગ દ્વારા શરીરમાં પ્રવેશે છે.દીવો પ્રગતાવ્વા નુ વૈજ્ઞાનિક કારણ
આરતી પછી, બધા લોકો તેમના હાથ દીવા અથવા કપૂર પર રાખે છે અને પછી તેને માથા પર લગાવે છે અને આંખોને સ્પર્શ કરે છે. આમ કરવાથી, હળવા ગરમ હાથથી દૃષ્ટિની ભાવના સક્રિય થાય છે અને વ્યક્તિ સારું લાગે છે.મંદિરમાં ઘંટ વગાડવાનુ કારણ
જ્યારે પણ કોઈ વ્યક્તિ મંદિરમાં પ્રવેશ કરે છે, ત્યારે દરવાજા પર ઘંટ વગાડવામાં આવે છે. મુખ્ય મંદિરમાં મા પ્રવેશ કરતી વખતે ઘંટ વગાડવો પડે છે (જ્યાં ભગવાનની મૂર્તિ પણ સ્થિત છે), તેની પાછળનું કારણ એ છે કે તેમાંથી નીકળતો અવાજ સાત સેકન્ડ સુધી ગુંજતો રહે છે જે શરીરના સાત હીલિંગ કેન્દ્રોને સક્રિય અને કુડલિનિ શક્તિ જગ્રુત કરે છે.મંદિર મા ભગવાનની મૂર્તિ
મંદિરમાં, ભગવાનની મૂર્તિ ગર્ભગૃહની મધ્યમાં મૂકવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર સૌથી વધુ ઉર્જા હોય છે, જ્યાં સકારાત્મક ઉર્જા શરીરમાં પહોંચે છે અને સકારાત્મક વિચાર સાથે ઉભા રહેવા પર નકારાત્મકતા દૂર ભાગી જાય છે.પરિક્રમા કરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ
દરેક મુખ્ય મંદિરમાં દર્શન કર્યા પછી. જ્યારે મંદિરમાં પરિક્રમા કરવામાં આવે છે, ત્યારે તમામ સકારાત્મક ઉર્જા શરીરમાં પ્રવેશ કરે છે અને મનને શાંતિ મળે છે. પરિક્રમા સાથે જોડાયેલી ખાસ વાતોસૂર્ય દેવનિ સાત, ભગવાન ગણેશ ની ચાર, ભગવાન વિષ્ણુ ની ચાર અને તેમના તમામ અવતાર ની ચાર પરિક્રમા કરવી. દેવી દુર્ગા ની ત્રણ . હનુમાનજી અને શિવની અડધી પરિક્રમાનો નિયમ છે. શિવની અડધી પરિક્રમા કરવામાં આવે છે, આ સંબંધમાં એવું માનવામાં આવે છે કે જળ ધારકને પાર ન કરવું જોઈએ.
કૃપા કરીને સનાતન ધર્મની મંદિરની પૂજા માટે આ વૈજ્ઞાનિક આધાર શક્ય તેટલું શેર કરો જેથી સામાન્ય લોકો મંદિરની આ વ્યવસ્થાઓને સમજી શકે..
દિવસ મા એક સમય મંદીરે જવૂ ફરજીયાત રાખો.
🌹જય શ્રીકૃષ્ણ🌹
Conclusion:
તમે avakarnews વાંચી રહ્યાં છો — એવા નિષ્ણાતો કે જેઓ દરરોજ Google અને તેની આસપાસની Ecosystem વિશે સમાચાર આપે છે. તમામ નવીનતમ સમાચારો માટે અમારું homepage ની મુલાકાત કરો, આ ઉપયોગી પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, આગામી તાજેતરની નોકરીઓ, સરકારી યોજના, ટેક્નોલોજી ટીપ્સ, આરોગ્ય ટિપ્સ, જનરલ માહિતી અપડેટ્સ અને વધુ પોસ્ટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.
તમે avakarnews વાંચી રહ્યાં છો — એવા નિષ્ણાતો કે જેઓ દરરોજ Google અને તેની આસપાસની Ecosystem વિશે સમાચાર આપે છે. તમામ નવીનતમ સમાચારો માટે અમારું homepage ની મુલાકાત કરો, આ ઉપયોગી પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, આગામી તાજેતરની નોકરીઓ, સરકારી યોજના, ટેક્નોલોજી ટીપ્સ, આરોગ્ય ટિપ્સ, જનરલ માહિતી અપડેટ્સ અને વધુ પોસ્ટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.