કેન્સર વેક્સિન..!
કેન્સર વેક્સિન વિશે હમણાં જ USSR, રશીયા દ્વારા એક બહું મોટી જાહેરાત કરવામાં આવી,વાત પણ લગભગ પાંચેક દિવસ પહેલાં ની જ છે.
આ વેક્સિન ની જાહેરાત પછી લોકોના મગજમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવે સ્વભાવિક છે જેમ કે અપેક્ષિત દરેક લોકોએ લગાવવાની રહેશે કે જેમને કેન્સર હોય તેમ જ લેવાની રહેશે ઉપરાંત શું વેક્સિન, ભારતમાં ઉપલબ્ધ થશે..? અને ભારતમાં ઉપલબ્ધ થશે તો એની કિંમત શું હશે.? ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે તો અહીં પ્રયત્ન કરું કે એમના જવાબો મૂકી શકાય..!
વેક્સિન,વિશેના સમાચાર આપ સૌએ મીડિયામાં સાંભળ્યા હશે અથવા અખબારમાં વાંચ્યા હશે...
રશિયાએ ભૂતકાળમાં કોરોના સમય વખતે પણ પ્રથમ વેક્સિન લોન્ચ કરેલી, પરંતુ દુનિયાને એવું કહેલું કે કદાચ આ ફરજી વેક્સિન છે.
પરંતુ રશિયાએ ફરી એક વખત આશ્ચર્યચકિત મેડિકલ સાયન્સમાં રિસર્ચ કરી દુનિયાને એક બહુ મોટી ભેટ આપી છે.
આમ પણ રશિયા નો ઇતિહાસ રહ્યો છે કે કેમિસ્ટ્રીમાં તેમનું રિસર્ચ દુનિયામાં હંમેશ અગ્રેસર રહ્યું છે.
આ વેક્સિન વિશે મારી જાણકારી મુજબ, આ વર્ષની શરૂઆતમાં જ પુતીને જાહેર કરેલું કે અમે બહુ ઝડપથી કેન્સરની વેક્સિન મૂકી રહ્યા છીએ એ લોકો સમક્ષ.
લગભગ કુલ 10 અગ્રેસર દેશો કેન્સરની વેક્સિન બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ આ બધાને પાછળ છોડીને ચાલતું એવું એસએસઆર અગ્રેસર હોય તેવું દેખાઈ રહ્યું છે.
આ વેક્સિન RNA ને પર કામ કરશે.
કેન્સરને સમન્યરીતે એક લે મેન ની ભાષા માં સમજવાનો પ્રયત્ન કરીએ તો, એમ સમજી શકાય કે પ્રત્યેક જીવન માં કોષવિભાજન થાય એટલે કે જરૂરી માત્ર માં કોષ વિકસિત થાય, અને એક કરતાં વધારે કોષ બનીને વિકાસ તરફ આગળ વધે છે,
હવે આ મુદ્દો બહુ અગત્યનો છે કે કેન્સરના સેલ્સ એટલે કે કોષ એ આપણા શરીરમાંથી બનતા બીજા કોષ જેવા જ છે આપણા શરીરના જ છે માટે કેન્સરના કોષ અને આપણા શરીરના કોષને અલગ પાડવા બહુ મુશ્કેલ છે.
એટલે જ્યારે શરીરમાં કોઈ ગાંઠ થાય કેન્સરની તો આપણે એમ કહી શકીએ કે કેન્સરના સેલ અને શરીરના અન્ય તંદુરસ્ત સેલ.
અનિયંત્રિત સેલ્સ કે કોષો એ શરીરની કોઈ પણ જગ્યાએ બને કે ઉત્પન્ન થાય તો ત્યાં ગાંઠ ઉત્પન્ન થાય, અને શરીરના એ અંગને અનુલક્ષીને એમ કહેવાય કે અહીંયા કેન્સર થયું છે. અને તેનું નામ પણ શરીરના અંગ મુજબ આપવામાં આવે છે.
હવે શરીર એ RNA, DNA દ્વારા બનેલું હોય છે. આ રસી એ મેસેન્જર RNA દ્વારા કામકરતી બનેલી છે, મેસેન્જર RNA એ શરીર માં પ્રોટીન બનાવવાનું કામ કરે છે, અને શરીર માં કોઈ ફોરેન બોડી દાખલ થાય, સમજો કે કોઈ વાયરસ, બેક્ટેરિયા કે જેને ઇન્ફેક્શન કહેવાય તે શરીર માં દાખલ થાય તો તુરંત મેસેન્જર RNA દ્વારા તેમની સામે લડવા એન્ટી બોડી ઉત્પન્ન કરે. મતલબ કે શરીર માં જો કોઈ રોગ ઉત્પન્ન થાય તો તે રોગના જીવાણુ નષ્ટ કરવાનું કામ મેસેન્જર RNA કરે..!!
હવે જ્યારે શરીરમાં કેન્સરના સેલ હોય અને કોઈ એક જ જગ્યાએ ભેગા થયા હોય જેને આપણે ગાંઠ કહીએ અને એક જ જગ્યાએ હોય તો ઓપરેશન દ્વારા તેને દૂર કરી શકાય છે. પરંતુ કેન્સરના સેલ શરીરમાં અન્ય જગ્યાએ પણ પડ્યા હોય એકલદોકલ અથવા તો એમ કહો કે એવી સૂક્ષ્મ રીતે ક્યાંય સંકળાયેલા હોય કે તેને ડિટેક કરી શકાય કે દૂર કરી શકાય તેમ ન હોય તો, અમુક સમય પછી ફરી કેન્સર ની ગાંઠ ઉત્પન્ન થાય છે.
ઘણી વખત ઓપરેશન સાથે કેમોથેરાપી તેમજ રેડીએશન થેરાપી દેવાની થતી હોય છે અથવા તો ઓપરેશન નકરી શકાય તેવી પરિસ્થિતિમાં રેડીએશન અથવા કેમો થેરાપી આપવામાં આવેછે, અથવા બંને આપવાની થાય છે જે કેન્સરનો ઈલાજ ગણી શકાય છે, પરંતુ થશે એવું કે આટ્રીટમેન્ટ નાં ડોઝ કેન્સરના સેલને તો મારશે સાથે સાથે શરીરના તંદુરસ્ત સારા સેલ ને પણ મારશે કારણ કે કેન્સર નાં કોષ એ આપણા શરીરમાંથી જ બનેલા છે માટે તેને અલગથી ઓળખી શકતા નથી.
બે ઉપરોક્ત બાબતે લખ્યું હતું કે આ વાત સમજવા જેવી વાત છે કે કેન્સરના સેલ્સ અને આપણા શરીરના સેલ્સ બને એક જ પ્રકારના હોય અહીં તે બંનેને એક સાથે મારી શકાતા નથી.
એટલે જ્યારે કેવું થેરાપી કે રેડિયેશન થેરાપી આપવામાં આવે ત્યારે સંપૂર્ણપણે કેન્સરના સેલ્સ ને ખતમ કરી શકાતા નથી, જો એવું કરવા જઈએ તો શરીરના તંદુરસ્ત કોષને એટલું બધું નુકસાન થાય કે પછી વ્યક્તિનું શરીર જીવિત પણ ન રહી શકે એટલે અત્યાર સુધી આપણે કેન્સરની ટ્રીટમેન્ટ કરવામાં એક લાચારી અનુભવતા.
એટલે એવું ન હતું કે કેન્સરની દવા નથી કેન્સરની દવા કેમોથેરાપી છે રેડીએશન છે પરંતુ એ ચોક્કસ માત્રાથી વધારે આપી શકાતી નથી જેને પરિણામે શરીરમાં કેન્સરના સેલ્સ જીવીત જ રહે છે અને કેન્સર ફરી શરીરમાં ઉત્પન્ન થાય છે અથવા તો એમ કહું કે શરીર કેન્સર મુક્ત થઈ શકતું નથી,એટલે આ લાચારીને આપણે એમ પણ કહેતા કે કેન્સરની કોઈ દવા નથી..!!???
અને આપણે એ હંમેશા અનુભવ્યું છે, કે જ્યારે કેન્સરના પેશન્ટને રેડીએશન અથવા કેમોથેરાપી અપાય છે, પછી એ ખૂબ અશક્તિ અનુભવે છે કારણ કે તેમના ઘણાં બધાં, તંદુરસ્ત કોષ નાશ પામી ગયા હોય છે. એટલે શરીર ફરીથી એવું જ બની શકતું નથી જેને પરિણામે મૂળ રોગ પ્રતિકારશક્તિ ઘટે છે અને શરીર પણ કેન્સરના કોષ સામે પૂરેપૂરી લડત આપી શકતું નથી. પરિણામે પેશન્ટ નું આયુષ્ય ટુંકુ થઈ જાય છે.
એટલે એવું શક્ય જ નથી કે પેશન્ટનાં શરીરમાં જેટલા કેન્સરિયસ કોષ છે, તે નાશ પામે ત્યાં સુધી તેમને રેડીએશન કે કે કેમોથેરાપી આપી શકાય, જો એવું કરવા જઈએ તો એવું અવશ્ય બને કે ટ્રીટમેન્ટ દરમિયાન સારા કોષ ખતમ થાય, અને પેશન્ટ સારવાર દરમિયાન જ છે મૃત્યુ પામે.
આમ આમ આ મૂળ સમસ્યા હતી કે શરીરમાં કેન્સરના સેલ ને અલગથી ઓળખી શકાતા નથી જેથી કરીને કેન્સર માટે પરફેક્ટ કોઈ ટ્રીટમેન્ટ આપી શકાતી નથી હવે જો આ કેન્સરના સેલ્સને ઓળખી શકાય તો એ ઓળખાયેલા સેલ્સ ઉપર ટ્રીટમેન્ટ આપીને તેનો નાશ કરી શકાય અને શરીરના તંદુરસ્ત કોષને સાચવીશકાય તો પેશન્ટ ફરીથી તંદુરસ્ત જીવન પામી શકે...
હવે આપણે ફરીથી રશિયન વેક્સિન પર આવીએ, રશિયાની આ વેક્સિન એ રીતે કામ કરે છે કે જ્યારે પેશન્ટને કેન્સરની ગાંઠ થઈ છે, કે કેન્સરના સેલ્સ છે તો એ પ્રોટીનના જ બનેલા છે, અને આ કેન્સરના પ્રોટીનને વ્યક્તિના શરીરમાંથી થોડી માત્રામાં ખેંચી અને બહાર કાઢી લેવામાં આવે અને ફરીથી એ જ પ્રોટીન સેલ્સ ને એ પેશન્ટના શરીરમાં દાખલ કરી દેવામાં આવે છે, કારણ કે શરીરની એક પ્રકૃતિ છે, કે જો ફોરેન એલિમેન્ટ્સ જેવું બોડીમાં ઘૂસે તો મેસેન્જર RNA તરત જ એન્ટીબોડી બનાવે છે.
રશિયામાં પુતીને દરેક કેન્સર પેશન્ટને મફતમાં આ વેક્સિન આપવાનું ચાલુ કર્યું છે. કારણ કે આ વેક્સિન ની ટ્રાયલ પૂરી થઈ ગઈ છે અને ટ્રાયલમાં એ સંપૂર્ણ વિકસિત વેક્સિન તરીકે સાબિત થયેલી છે. હજુ આ વેક્સિન ની કિંમતની વાત કરીએ તો રશિયા માટે લગભગ ત્રણ લાખ રૂબલની કિંમત ધરાવે છે અને આપણા દેશની કરન્સીમાં જેને કન્વર્ટ કરીએ તો એ લગભગ અઢી લાખ જેવી કિંમત ધરાવે છે...
આ વેક્સિન નો એક અર્થ એ પણ છે કે એ વ્યક્તિ દીઠ અલગ અલગ બનશે અને વ્યક્તિને ટાર્ગેટ વેક્સિન આપવામાં આવશે, જેમાં વ્યક્તિના કેંસર સેલ્સ માંથી એન્ટિજન લેવામાં આવશે, ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરીને વેક્સિન અડધી જ કલાકમાં તૈયાર કરીને વ્યક્તિને આપવામાં આવશે આ વેક્સિન માત્ર અડધી કલાકમાં શરીરમાં એન્ટી બોડી બનાવવાનું કામ શરૂ કરી દેશે.
આ વેક્સિન એવી પ્રથમ વેક્સિન બનશે કે જેમાં ટેકનોલજી ટ્રાન્સફર થશે નહિ કે કોઈ કેમિકલ કે માઇક્રો બાયોલોજીકલ ઓર્ગેનિક મટીરીયલ.
શરૂ માં એવું પણ બને કે વ્યક્તિ નાં કેન્સર સેલ્સ ને લઇ રશિયા મોકલવામાં આવે ત્યાંથી માત્ર અડધી કલાક માં તે વ્યકિત મુજબ વેક્સિન તૈયાર કરી મોકલવામાં આવે..!
અમેરિકા પણ પોતાની વેક્સિન ઉપર ટ્રાયલ શરૂ કરી ચૂક્યું છે, આપણી ઇચ્છીએ કે અતિ કીમતી માનવ જીવનનેઉપયોગી, કેન્સરની વેક્સિન પ્રાપ્ત થાય.
સમગ્ર પોસ્ટ લખવા માટે કી બોર્ડ નાં ઓડિયો નો ઉપયોગ કર્યો હોય, જોડણી અને વાક્ય રચનાં નો દોષ અવગણશો, અન્યથા આટલી લાંબી પોસ્ટ લખવી ટાઇપ કરી ને મારાં માટે બહું મુશ્કેલ હતું.,..અસ્તુ.
લેખન ક્રેડિટ: @ચેતન ઠાકર © 22/12/2024

Russian Cancer Vaccine

આપણે પણ જન્મ પછી આપણા કોષના વિકાસને કારણે આપણે મોટા બનીએ છીએ શરીરમાં સાઈઝમાં અને ચોક્કસ અંગોના વિકાસમાં પરંતુ જ્યારે શરીરના સેલ્સ એટલે કે કોષ અનિયંત્રિત રીતે ક્યાંય પણ વધવા માંડે તો તે કેન્સર બની શકે છે. અને સામાન્ય રીતે કેન્સર એ અનિયંત્રિત કોષોનો વધારો છે. જેમકે આદું કોઈપણ રીતે અનિયંત્રિત રીતે વધે છે એની કોઈ ચોક્કસ પેટર્ન હોતી નથી.

અને હવે RNA ને ખ્યાલ આવી ગયો કે કયા સેલ્સ કેન્સરનાં છે..!! બસ આ ખ્યાલ પૂરતો છે, અને શરીર પોતાની મેળે આ કેન્સરના સેલ્સ સામે લડવા એન્ટીબોડીનો મારો શરૂ કરશે, અને કેન્સરના સેલ્સને ખતમ કરશે. વેક્સિનમાં પણ આમ જ હોય છે એન્ટીજન બોડી માં દાખલ કરે અને તમારું શરીર એન્ટીબોડી બનાવીને આવેલા રોગને, રોગપ્રતિકાર શક્તિ ઉત્પન્ન કરીને નાશ કરે છે. એટલે અહીં એક વાત સ્પષ્ટ છે કે આ વેક્સિન એ પ્રકારે નથી કે કોઈ તંદુરસ્ત માણસ, પણ આ વેક્સિન નો ટીકો લગાડી લે તો એને ભવિષ્યમાં કેન્સર ના થાય. આ વેક્સિન એ પ્રકારે છે કે જે લોકોને કેન્સર થયું છે તે કેન્સરિયસ સેલ્સમાંથી એન્ટીજન બનાવીને તેના બોડીમાં ફરીથી દાખલ કરવાનું રહેશે માટે આ વેક્સિન ફક્ત કેન્સર થયેલા વ્યક્તિઓ માટે જ રહેશે.!