Ads

Whatsapp Group ➙ ➙ JOIN NOW

A selfless act never fails - એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય ક્યારેય નિષ્ફળ જતું નથી


સત્યઘટના

વાત બહુ જૂની નથી. Scotland માં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ Fleming હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉતાવળ હતી. કેમકે આજે ઘરે એક મોટું કામ કરવાનુ હતું. જો એ કાર્ય ઘરે થઈ જાય તો એને ખૂબ નફો થાય એવું હતું. એ ઘરે જલ્દી પહોંચવાની ધૂનમાં હતો.

Sir Alexander Fleming & Sir Winston Churchill

પણ...ત્યાં જ એના કાનમાં દૂર-દૂરથી કોઈ બાળકના કણસવાનો અવાજ આવ્યો. એના પગ થંભી ગયા. ફ્લેમિંગે વિચાર્યું, આ કોઈ બાળકનો અવાજ લાગે છે, ને એ રડે છે, કણસે છે. એટલે નક્કી એ એકલો જ હશે. એણે ચારે તરફ નજર કરી તો દૂર-દૂર કાદવમાં એક બાળક ફસાઈ ગયો છે, ને એ એમાંથી નીકળવાના હવાતીયા મારી રહ્યો છે.

એ જેમ-જેમ નીકળવાની કોશિશ કરે છે, એમ-એમ એ વધુ ને વધુ અંદર ફસાતો જાય છે. ખેડૂત ફ્લેમિંગે વિચાર્યું કે, અત્યારે જો આ બાળકને બહાર નહિં કાઢું તો કદાચ કંઈ ન બનવાનું બની જાય અને જો કાઢવા જઉં તો, ઘરે જઈ મોટું કામ કરી એનો મોટો Benefit - લાભ જે મળવાનો છે, એ લાભ હું મોડો પડું તો ચાલ્યો જશે એ નક્કી! પણ...Fleming ના મનમાં દયા હતી. દયા એટલે કોઈના દુઃખે દિલનું દ્રવી જવું.

ખેડૂત ફલેમિંગના દિલે એને આગળ વધતો અટકાવીને સીધો જ બાળકની મદદે મોકલી દીધો. એણે બાળકને ખૂબ સાચવીને કાદવમાંથી બહાર કાઢ્યો, ને પોતાના ઘરે લઈ જઈ નવડાવ્યો, ને ખવડાવ્યું. બાળક શાંત થયો, ત્યાં તો થોડીવારમાં એક મોંઘી કાર એના ઘરઆંગણે આવી ઊભી.

એમાંથી ઉતરેલા શ્રીમંતને જોઈ ફલેમિંગ કંઈ વિચારે એ પહેલા તો પેલો બાળક દોડ્યો ને "પપ્પા! પપ્પા!” કહેતો પેલા શ્રીમંત માણસને ભેટી પડ્યો અને એ શ્રીમંત માણસની આંખમાં આંસુ છલકાઈ આવ્યાં. એમણે દિકરાને તેડી લીધો, ને.. આભારવશ થઈ ખેડૂતની સામે ડોલરોની થપ્પી ધરી દીધી.

Fleming ખેડૂત હતો. એ Richest (ધનાઢય) નો’તો, પણ...દિલની અમીરાઈ હતી એની પાસે! દિલની અમીરાઈ એ દોલત પર Depended નથી, એ તો Independent છે. 

ખેડૂત ફલેમિંગ બોલ્યો, “Sir! સત્કાર્યનો Charge ન હોય, સત્કાર્ય તો Charger છે. જે આપણા નસીબની Low Batteryને Charging કરી દે છે.’’  ખેડૂત ફ્લેમિંગે જ્યારે વિનમ્રતાપૂર્વક પૈસા લેવાનો ઈન્કાર કર્યો, ત્યારે આ શ્રીમંત સજ્જને કહ્યું, “તો તમારે મારી એક વાત માનવી પડશે. તમારા છોકરાનો ભણવાનો તમામ ખર્ચ હું ઉઠાવીશ. એને જેટલું ભણવું હોય, ને જ્યાં જઈ ભણવું હોય, Total Educationનો ખર્ચ હું જ આપીશ.”

ખેડૂત Fleming આર્થિક દ્રષ્ટિએ પોતાના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ આપી નો’તો શકતો. એણે નીચી નજર કરી દીધી ને પછી ઈતિહાસ રચાયો. એ ખેડૂતનો છોકરો Londonની પ્રખ્યાત, મોભાદાર Saint Marry Medical Hospitalમાં સ્નાતક બન્યો, પછી વૈજ્ઞાનિક બન્યો. એનુ વિશ્વપ્રસિધ્ધ નામ, "Alexander Fleming."

એણે ઘણા સંશોધન કાર્યો કર્યા. ઘણી બધી દવાઓના નિર્માણ કર્યા. ને.. એક દિવસ ઈતિહાસ રચાયો. એક અતિ ધનાઢ્ય પરિવારનો દિકરો ન્યુમોનિયામાં પટકાયો. એના બચવાના Chance ખૂબ ઓછા હતા. એ જ અરસામાં Alexander ફ્લેમિંગે 'Penicillin'ની શોધ કરી, જે ન્યુમોનિયાની અક્સીર દવા સાબિત થઈ, જે આજે'ય World Famous છે.

એ જ દવાએ આ ધનાઢ્ય પરિવારનો લાડકવાયો બચી ગયો અને આ ધનાઢ્ય પરિવારને જ્યારે ખબર પડી કે, આ દવાના શોધનાર Sir Alexander Fleming  આટલા ઉચ્ચ સ્થાન સુધી પહોંચી શક્યા, આ ઉચ્ચ અભ્યાસ કરી શક્યા, અને આટલા મોટા વૈજ્ઞાનિક બની શક્યા, એનું શ્રેય આપણા જ પરિવારને ફાળે છે, ત્યારે તેઓ ગદગદ બની ગયા.

અને જ્યારે આ ધનાઢ્ય પરિવાર ને Sir Alexander Fleming ભેગા મળ્યા ત્યારે બંન્ને એકબીજાના આભારવશ લાગણીભીના બની ગયા. ખેડૂત Fleming કહે, "મારા દિકરાને તમે આટલે પહોંચાડ્યો." ધનાઢ્ય પરિવાર કહે, "મારા દિકરાને તમે બચાવ્યો." અને આ ગંભીર બિમારીમાંથી બચી ગયેલો યુવાન એટલે, Sir Winston Churchill!

● બોધપાઠ: જમીન...વાવેલા દાણા પાછા આપે કે ન આપે, Bank...મૂકેલા નાણા પાછા આપે કે ન આપે, પણ...કરેલા સારા કાર્યો તો એના મીઠા ફળ આપે આપે ને આપે જ! સમય પાકતા ને વખત આવતા, અને તેય અનેકગણા થઈને! 

એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય ક્યારેય નિષ્ફળ જતું નથી.

-અજ્ઞાત

Conclusion:
You’re reading avakarnews — experts who break news about Google and its surrounding ecosystem, day after day. Be sure to check out our homepage for all the latest news. As well as exclusive offers on best recharge, popular mobiles. With the latest tech news and reviews from all over the world.

Thanks for visit this Story on Sir Alexander Fleming and Sir Winston Churchill Post, Stay connected with us for Upcoming Latest Jobs, Technology Tips, Health Tips, General Information Updates, and more Posts.

Avakar News

AvaKar News

AvaKar News

AvaKar News