સમાજ એટલે કોણ....⁉️
**************************
આજે છેલી નાક ની નથ પણ વેચાઈ ગઈ.. કારણ કે સમાજ માં રહેવું છે.. અને વ્યવહાર સાચવવા પડે છે... ખુબ ઉદાસ થઈ ને એ દિકરી જવેલર્સની દુકાન માં થી બહાર નીકળી...પચીસ હજાર ની કિંમતની વસ્તુંના પંદર હજાર જ આવ્યાં...🥲 ))
સમાજ એટલે કોણ...!?
સાંજના મકાન માલિક ને ભાડું ચૂકવવા નું છે. કારણ કે આગલા બે મહિનાનું ભાડું ચડી ગયું હતું.. દિકરી બીમાર પડી એમાં વધારે ખર્ચો થયી ગયો હતો...અને હજી એની સ્કુલ ની ફીસ ભરવાની બાકી પડી છે..!
રસ્તે ચાલતાં ચાલતાં આંખના ખૂણા લૂછી ને મોંઢા ઉપર ખોટું હાસ્ય ઉમેરી એ કરિયાણા વાળા ની દુકાને ગઈ.
હજી તો પગ મુક્યો હતો ત્યાં એ ખાતું ખોલવા લાગ્યો...ખુબ ધ્રુજતા ધ્રુજતા સ્વરે એટલું બોલી શકી..ભાઈ.. હજુ એક હફતો ખમી જજો.. પગાર મળશે ત્યારે પહેલાં તમને આપીશ..
અણગમા સાથે એણે ચોપડી મૂકી દીધી અને પોતાના કામ માં લાગી ગયો..એટલે બીજું ઉધાર માંગવાની હિંમત થયી નહિ. હજી બે ત્રણ દિવસ ચાલે એટલું અનાજ ઘર માં હશે.. એમ માની ...
આગળ જઈ ને ત્રણ વડા પાઉં નું પાર્સલ લીધું... બે પાઉં અલગ થી લીધા.. મન માં વિચાર કર્યો કે રાત્રે એ ચા ની સાથે ખાઈ લઈશ તો એક જણનું જમવાનું બચી જશે..! ગળા માં ડુંભો ભરાઈ ગયો હતો...
ભાઈ નો ફોન આવ્યો હતો..
કેમ છે બેન.. હજી તો એટલું જ પૂછ્યું.... માંડ માંડ બોલી શકી કે પછી કરું છું ભાઈ.. હમણા ઘર નું કામ કરું છું... અને ભાઈ એ ભલે બોલી ને ફોન મૂકી દીધો..
એ બાથરૂમ મા જઈ બારણું બંધ કરી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડી...! ખુબ આક્રંદ કરી ને એણે પોતાનું મન હળવું કર્યું .. માંડ માંડ સ્વસ્થ થયી ભાઈ સાથે શાંતિ થી વાત કરી.. ખુબ સુખી છીએ અને કોઈ તકલીફ નથી.. બિલકુલ ચીંતા કરતો નહિ..
એવી ભલામણ કરી ને વડા પાઉં નો ફોટો મોકલી ને નીચે લખ્યું.. પાર્ટી કરું છું.. જો ..! અને ખુશ મિજાજ ના ઈમોજી...મોકલ્યા..
ભાઈ ને ખબર નહોતી કે બહેન ના ઘર માં બે દિવસ નું રાશન છે..એટલે વડા પાઉં ખાઈ રહી છે.
દીકરી ને ભર પેટ જમાડી ને પોતે પાણી પી સુઈ ગઈ.. રાત ના પતિ ઘરે આવ્યાં ત્યારે ગરમ રોટલી ઉતારી ને જમાડી..
આડી અવળી વાતો કરી ને હાથ માં રૂપિયા આપતાં એટલુજ બોલી.. ચીંતા નહિ કરો. ભગવાન બધુજ સારું કરશે., ત્યારે પતિ એ હસતા હસતા એટલુજ કીધું.. આજે શું વેચી આવી...
ત્યારે એણે હસતા હસતા જવાબ દીધો
મને જે નથી ગમતી એ બધુજ વેચી દઉં છું એટલે નવી મળશે. મન ગમતી ..
આટો મારી ને પાન ખાઈ આવું છું કહી ને પતિ બહાર ગયો..!
અને એક ખૂણા માં બેસી ને આંખમાં આવી રહેલાં આંસુ ને રોકવાનો નિરર્થક પ્રયાસ કરવા લાગ્યો .. પુરુષ હતો. . રાત દિવસ મહેનત કરી ગુજરાન ચલાવતા હતા.
કોઈ વ્યસન નહિ,.. પણ ભાડા નું ઘર..
પગાર ની મોટા ભાગ ની આવક ભાડા માં જતી. દર મહિને કંઈ ને કઈ ખૂટતું... ધીમે ધીમે બધુજ સારું થશે એમ સમજી ને જીવન કાઢતા.
ક્યારેક મીત્રો સાથે જમી ને આવ્યો છું એમ કહી ને જમવા નું ટાળતો. જેથી એક ટંક નું બીજાં ને આપી શકે..
મરદ માણસ ની આંખ ત્યારેજ ભીંજાઈ જાય જ્યારે એ લડતા લડતા થાકી જાય છે..!!
ભાડા નું ઘર, સંતાન ના ભણતર ના ખર્ચા.. લાઈટ બીલ.. પાણી નું બિલ....કરિયાણું. . ..દવા ના ખર્ચા. .સામાજિક.. વ્યવહાર.. અને ઘણું બધું. નાનો માણસ તણાઈ જાય છે,.
આ એક સત્ય ઘટના છે. અનુભવ ની વાત છે. આજે આવી અનેક દિકરી ઓ કટોકટી માં જીવી રહી છે,
આધુનિક શિક્ષણ માટે તો આ લોકોની ચિંતા એમને ચીતા સુધી ખેંચી જાય છે. કારણ કે ગુજરાન માંડ ચાલતું હોય ત્યારે બીજી બાજુ ચીંતા કરી ને ચીતા સુઘી લોકો પહોંચી જાય છે..
જીવન માં આવા લોકો આસ પાસ હોય તો ગુપ્ત દાન કરી દેવું. . દરેક સ્થળે સમાજ ની મદદ ની વાટ જોવી નહિ. કારણ સમાજ એટલે આપણે બઘા. અને આપણે આજ વિચારધારાથી ચાલવું જોઈએ....અસ્તુ.🙏🏻🪷– અજ્ઞાત"
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories

Very Heart Touching Story...👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👏🏻👏🏻🙏🏻🙇🏻🙌🏻
ReplyDeleteVery heart touching story...
ReplyDeleteખૂબ સરસ કહાની જે કે આજના સમાજ માં દર્પણ રૂપ છે ને વર્ગ ના સાધર્મિક ભાઈ છે એક જે માંગી શકે છે પણ એક જે કંઈ e નથી સકતા એ વર્ગ બહુ વધારે છે
ReplyDeleteમિડલ ક્લાસ ની હાલની પરિસ્થિતિ નું સાચું
ReplyDeleteવર્ણન