Letter To A Teacher: અબ્રાહમ લિંકને તેના પુત્રને સ્કૂલમાં મૂક્યો ત્યારે આચાર્યશ્રી ને કરેલી ભલામણો

Related

અબ્રાહમ લિંકનનો શિક્ષકને પત્ર 

અમેરિકાના ભુતપૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકન એક લેજેન્ડરી પ્રમુખ રહ્યા છે. ગુલામોના મુક્તિદાતા તરીકે જાણીતા ઘોર ગરીબાઈ અને અભાવોમાં જન્મેલા લિંકનને શિક્ષણના નામે પંદર વર્ષની ઉંમરમાં ફક્ત અક્ષરજ્ઞાન જ પ્રાપ્ત થઈ શક્યું હતું, પરંતુ ભણતરની અદ્મ્ય ઈચ્છાને લીધે જ તેમણે ભણવાનું ચાલુ રાખ્યું હતું. 

તેઓ આઠ વખત ચૂંટણી હારી ગયા છતાં તેમને આશા ગુમાવી નહતી અને એક દિવસ તે અમેરિકાના પ્રમુખ બનવામાં સફળ થયા, તથા સતત બે ટર્મ સુધી પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. અમેરિકાના એ શક્તિશાળી પ્રમુખે તેમના પુત્રના શિક્ષકને લખેલો પત્ર એક ઐતહાસિક દસ્તાવેજ ગણાય છે.

#આવકાર
અબ્રાહમ લિંકનનો શિક્ષકને પત્ર

શિક્ષકને પત્ર — અબ્રાહમ લિંકને જ્યારે તેના પુત્રને સ્કૂલમાં મૂક્યો ત્યારે આચાર્યશ્રી ને કરેલી ભલામણો ખરેખર વાંચવા જેવી છે, અને જીવનમાં અમલમાં લેવા જેવી છે..!

આદરણીય શિક્ષકશ્રી,

==>> હું જાણું છુ કે તેને શીખવવું પડશે કે બધા માણસો ન્યાય પૂર્વક વર્તતા નથી અને ઘણા બધા માણસો સાચા હોતા પણ નથી એને એ શીખવજો કે સમાજમાં જેમ લુચ્ચા અને સ્વાર્થી માણસો હોય છે એમ સારા માણસો પણ હોય છે. તેવી જ રીતે સમર્પણની ભાવનાવાળા આગેવાનો પણ હોય છે. 

એને એ પણ શીખવજો કે દુશ્મન હોય છે તો સાથે સાથે સારા મિત્રો પણ હોય છે. હું જાણું છુ કે આપને આ શીખવતા સમય લાગશે પણ બની શકે તો શીખવજો કે સાચી રીતે કમાયેલો ડોલર મફતમાં મળેલા પાંચ ડોલર કરતા અનેક ગણો કીંમતી છે અને ખેલદિલીથી હારતા શીખવજો અને જીતવાનો આનંદ માનવાનું પણ શીખવજો.

==>> એને અત્યારથી જ બોધ આપશો કે ગુંડાઓને મહાત કરવા એ સહેલું છે. તમારાથી બની શકે તો તેને પુસ્તકોની આ દુનિયાની તેને સમજ આપજો એને થોડોક નિરાતનો સમય પણ આપજો કે જેથી તે શાંતિથી એકલો બેસીને આકાશમાં ઉડતા પક્ષીઓ, સૂર્યના પ્રકાશમાં ગણગણતી મધમાખીઓ અને સુંદર લીલીછમ ટેકરીઓ ઉપર ઉગેલા અનુપમ પુષ્પોનું શાશ્વત રહસ્ય શોધવાનો આનંદ માણી શકે. 

શાળામાં એને એટલું જરૂર શીખવજો કે પરીક્ષામાં ચોરી કરી પાસ થવું એના કરતા નાપાસ થવું એ ઘણું વધારે માનભર્યું છે.

==>>બીજા બધા એના વિચારો ખોટા છે એમ કહે તો પણ જો એ ખરેખર માનતો હોય કે એના વિચારો ખરા છે, તો એમાં શ્રધ્ધા રાખી એને સારા માણસો સાથે આકરી રીતે વર્તવાનું શીખવજો. મારા પુત્રમાં એ શક્તિ પણ હોય કે જો બધા જ જયારે પવન પ્રમાણે બદલાતા હોય ત્યારે તે ટોળાને અનુસરવા ને બદલે તે એકલ વીર બની શકે.

==>>એને બધાની વાત શાંતિથી સાંભળવાની ટેવ પાડજો, પણ એ શીખવજો કે તેમાંથી સત્યની ચાળણીમાંથી ચાળીને જ સારું હોય તે જ ગ્રહણ કરે. તમારાથી બને તો તેને દુ:ખ માં પણ હસતા શીખવજો, એને એ પણ સમજાવજો કે આંસુ પાડવામાં કોઈ શરમ નથી. 

વક્ર દૃષ્ટિ વાળામાણસને તરછોડવાનું અને ખુશામતિયાઓથી ચેતવવાનું પણ શીખવજો, એને પોતાની બુદ્ધી અને શક્તિ ની વધારેમાં વધારે કીમત ઉપજાવતા શીખવાડજો, પણ પોતાના આત્મા અને હૃદયને પૈસા માટે વેચી ન દે તેવું પણ શીખવજો.

ટોળાની બુમોથી ઝુકી ન પડે અને તે સાચો છે એમ માનતો હોય તો અડગ ઉભો રહી લડત આપે તેવું શીખવાડજો એને પ્રેમથી સાંભરજો પણ વધુ પડતા લાડ લડાવી બગાડશો નહિ, કારણ કે અગ્નિમાંથી તપીને જ લોખંડ પોલાદ બને છે. એને અહીષ્ણું બનવાની હિમત આપજો. અને તેનામાં શક્તિશાળી બનવાની ધીરજ પણ કેળવજો. 

પોતાની જીતમાં અડગ વિશ્વાસ રાખતા પણ શીખવજો કારણ કે તેથી જ માનવજાતમાં એને અડગ વિશ્વાસ આવશે. હું જાણું છુ કે આ બધું જ શીખવવું અતિશય મૂશકેલ છે, પણ હું આપને વિનંતી કરું છુ કે તમારાથી આ અંગે જે પણ કંઈ કરી શકાય તે જરૂર કરજો.
                              – અબ્રાહમ લિંકન

ઉડાણ ભરી ઉંચાઈ આંબવા છે મથામણ સહુની...ડૂબકી લગાવી ઊંડાણ માપવા છે દરકાર કોઇની.... 🤔
કેફીયત કૈ આવી છે મ્હારે.....ટોળે સામેલ ન થઈ નોખા ચીલા ચાતરીયે....🌅🌅 

______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post