કહાની એક પ્રમાણિક ડોક્ટર વિનય શાહ ની...!!
બિલ્ડરે ભારપૂર્વક કહી દીધું, ‘અઠ્ઠાવન લાખ એટલે પૂરા અઠ્ઠાવન લાખ! આ છેલ્લો ભાવ છે. ડોક્ટર થઈને તમે આટલું બધું બાર્ગેઈન કરો છો? તમને શરમ આવવી જોઈએ.
તમારી ઉંમરના બીજા ડોક્ટરો તો પાંચ-છ કરોડના બંગલાનો સોદો પાંચ મિનિટમાં કરી નાખે છે. મને લાગે છે કે તમારી પ્રેક્ટિસ ચાલતી નહીં હોય.’
ડો. વિનય શાહ નવા-સવા ડોક્ટર ન હતા. સિનિયર સિટીઝન હતા. બે સંતાનોને ભણાવી-ગણાવીને, પરણાવી ચૂક્યા હતા. હવે બાકીની જિંદગી પત્નીની સાથે પોતાની માલિકીના ફ્લેટમાં વિતાવવાનું સપનું પંપાળી રહ્યા હતા. પણ જે ફ્લેટ એમને ગમી ગયો તે મોંઘો હતો. ભાવ-તાલની કચકચ પણ કેટલી થઈ શકે? બે-પાંચ લાખ રૂપિયાથી ઓછું તો ન જ થાય.
ભાવ તો ખાસ ઓછો ન થયો, પણ બિલ્ડરે કરેલું અપમાન સહન કરવું પડ્યું. ડો. વિનય કચવાઈ ગયા. બિલ્ડરનું છેલ્લું વાક્ય એમના માથા પર હથોડાની જેમ વાગતું હતું. મને લાગે છે કે તમારી પ્રેક્ટિસ ચાલતી નહીં હોય’
બિલ્ડરને કેવી રીતે સમજાવવું કે ડો. વિનય શાહની જનરલ પ્રેક્ટિસ ખૂબ સારી ચાલતી હતી, પણ ડોક્ટરને માત્ર સારી સારવાર આપતા જ આવડ્યું હતું, સારી ફી લેતા ન આવડ્યું તે ન જ આવડ્યું.
જો ફી લેતા આવડ્યું હોત તો ચાળીસ વર્ષની પ્રેક્ટિસના અંતે ચાર વિશાળ બંગલા એની માલિકીના ખરીદાઈ ગયા હોત. બિલ્ડર પાસેથી નિરાશ થઈને ડોક્ટર ઘરે આવ્યા. પત્ની નીતાબહેનની સાથે ચર્ચા કરી, ‘લાગે છે કે બાકીની જિંદગી પણ આ ભાડાના મકાનમાં પસાર કરવી પડશે. બિલ્ડર અઠ્ઠાવન લાખથી એક રૂપિયો પણ ઓછો કરવા તૈયાર નથી.’ પતિ-પત્ની જીવનની કમાણીનું સરવૈયું જોવા માટે બેઠાં.
નાની-નાની ફીના બદલામાં ઢગલાબંધ દર્દીઓને તપાસ્યા હતા, પોતાના જ ક્લિનિકમાંથી ટેબ્લેટ્, સિરપ અને કેપ્સ્યૂલ્સ આપ્યાં હતાં, દર્દીઓના લાખો રૂપિયા બચાવ્યા હતા અને પોતાના કરોડો રૂપિયા ગુમાવ્યા હતા.
દવાઓ ઉપરાંત કન્સલ્ટિંગ ફી, પાટાપિંડી, હોમ વિઝિટ્સ વગેરે મળીને કેટલા બધા રૂપિયા જતા કર્યા હતા? જેટલી બચત કરી હતી એ બધી દીકરાના ભણતરમાં, દીકરીનાં લગ્નમાં અને પછી બંનેની વિદેશમાં જવાની ઈચ્છાને પૂરી કરવામાં વપરાઈ ગઈ હતી. અત્યારે ફક્ત બે લાખ બચ્યા હતા. આ બે લાખમાં ફ્લેટ તો શું, ફ્લેટનું બારણુંયે ન આવે! નીતાબહેન ઉમદા પત્ની હતાં.
જીવનની તડકી-છાંયડીમાં પતિની સાથે અડીખમ ઊભાં રહ્યાં હતાં. આજ સુધી પતિને એમણે ક્યારેય ઓછી ફી લેવા બાબતમાં એક પણ ટકોર કરી ન હતી.
પણ આજે એમનાથી બોલી જવાયું, ‘જે દર્દીઓ માટે તમે જાત ઘસી નાખી, એ બધા આજે શું કરે છે? તમે જેમને ભગવાન સમજીને ભક્તિ કરતા હો તેવી રીતે સારવાર કરી એ ‘ભગવાનો’ સામે હાથ લંબાવો. કદાચ અઠ્ઠાવન પૈસા દાન રૂપે મળી જાય!’
ડો. વિનયને ગુસ્સો ન આવ્યો, પત્નીના ટોણાને એમણે પોઝિટિવલી લીધો. બે લાખ રૂપિયા તો પોતાની પાસે હતા, હવે છપ્પન લાખની જરૂર હતી. એક પાયો હતો, બાકીના ત્રણ પાયા અને આખો ખાટલો માગીને ઊભો કરવાનો હતો.
‘આપણે એક કામ કરીએ.’ ડો. વિનયભાઈએ ‘પ્રોજેક્ટ રિપોર્ટ’ બનાવી કાઢ્યો: ‘કોઈ એક પેશન્ટ પાસેથી છપ્પન લાખ ન મગાય. એવડી મોટી રકમ કોઈ આપે પણ નહીં. આપણે આવનારાં પાંચ વર્ષ સુધી એ રકમ પરત કરવાના નથી એ પણ હકીકત છે. વ્યાજ પણ આપી શકવાના નથી, એટલે કુલ અઠ્ઠાવીસ જણા પાસેથી બે-બે લાખની માગણી કરીએ. બે લાખ રૂપિયા આપવાનું કોઈને ભારે નહીં પડે.’ પત્નીએ સંમતિસૂચક માથું હલાવ્યું.
બીજા દિવસે ડો. વિનયભાઈએ ક્લિનિકમાં જઈને દર્દીઓના કેસ પેપર્સ ફેંદી નાખ્યા. જેઓ વર્ષોથી એમની પાસે ટ્રીટમેન્ટ લેવા માટે આવતા હતા અને જેમની સાથે પરિવાર જેવો સંબંધ બંધાઈ ગયો હતો એવા અઠ્ઠાવીસ દર્દીઓના સંપર્ક-નંબરો શોધી કાઢ્યા. કાગળ ઉપર યાદી તૈયાર કરી દીધી. સૌથી પહેલો ફોન રામલાલભાઈ ગુપ્તાને કર્યો.
શેઠ રામલાલજી જ્વેલરીનો બિઝનેસ કરતા હતા. શહેરમાં એમના ત્રણ વિશાળ શો-રૂમ્સ હતા. શ્રીમંતોની યાદીમાં શહેરના ટોપ ટેનમાં એમનું નામ હતું. શેઠ રાજસ્થાની હતા. સંયુક્ત પરિવાર હતો. આઠ બેડરૂમ્સવાળા બંગલામાં વીસ સભ્યોનો પરિવાર સંપીને રહેતો હતો. એમના માટે તો બે લાખ રૂપિયા પરચૂરણ કહેવાય. ગમે ત્યારે માગો તો ખિસ્સામાથી કાઢી આપે.
ડો. વિનયભાઈએ શેઠજીને ફોન કર્યો. ગુપ્તાજીએ વાત કરી. ગુપ્તા શેઠે તરત જ હા પાડી દીધી, ‘ડોક્ટર, તમે મૂંઝવણમાં છો તો બોલતા કેમ નથી? દાયકાઓથી તમે અમારી સેવા કરતા આવ્યા છો. તમને હવે સારા ફ્લેટમાં રહેવાનો અધિકાર છે. મારા બે લાખ ગણી લેજો. કુલ કેટલા ભેગા કરવાના છે?’
ડો. વિનયને સંકોચ થયો, પણ પૂછ્યું એટલે જવાબ તો આપવો જ રહ્યો, ‘શેઠજી, તમને ફોન કરતાં પહેલાં છપ્પન લાખની જરૂર હતી, હવે ચોપ્પનની...’ ‘તો મારા પાંચ લાખ ઘણી લો.’ ગુપ્તાજી બોલી ગયા.
ડો. વિનયભાઈનું હૈયું ધકધક કરવા લાગ્યું, ‘ધન્યવાદ, શેઠજી, પણ મારે બે વાત કહેવી છે. આ રૂપિયા હું પાંચ વર્ષ પહેલાં પરત નહીં આપી શકું અને વ્યાજ આપવાનું મને પરવડે તેમ નથી. મારો હાથ જરા ટાઈટ છે.’ @આવકાર™
‘એવું છે, ડોક્ટર?’ ગુપ્તાજી બોલ્યા, ‘તો મારા દસ લાખ ગણી લેજો.’ ડોક્ટરને લાગ્યું પોતે આનંદના માર્યા ઊછળી પડશે, ત્યાં એમના કાનમાં બીજો અવાજ પડ્યો.
ગુપ્તાજી જ્વેલરીના શો રૂમમાં બેઠા હતા, એમની બાજુમાં મોટો દીકરો સંકેત બેઠો હતો. ગ્રાહકનું બિલ બનાવતો હતો. એણે પિતાજીને ડોક્ટર સાથે વાત કરતા સાંભળ્યા અને એ બધું સમજી ગયો હતો.
એણે નમ્રતાપૂર્વક ગુપ્તાજીને કહ્યું, ‘પિતાજી, મને ડોક્ટર સાહેબ સાથે વાત કરવા દેશો?’ ગુપ્તાજીએ દીકરાને ફોન આપ્યો. સંકેતે કહ્યું, ‘જે રામજી, ડોક્ટર સાહેબ! મને યાદ છે કે જ્યારે હું પાંચ વર્ષનો હતો ત્યારે ઝાડા-ઊલટી અને તાવમાં સપડાઈને મરવા જેવો થઈ ગયો હતો. તમે અમારા બંગલે આવીને મને બાટલા ચડાવી ગયા હતા અને ઈન્જેક્શન આપી જતા હતા. મારી કરોડોની કિંમતની જિંદગી તમે પચાસ રૂપિયામાં બચાવી લીધી હતી. પિતાજી તમને જે આપશે તેમાં મારા બીજા દસ લાખ ઉમેરી દેજો.’
ડોક્ટરને લાગ્યું કે પોતે રડી પડશે. એમણે મોટા શેઠને કહ્યું પણ ખરું, ‘શેઠજી, હું શું બોલું? મારા ગળે ડૂમો ભરાઈ ગયો છે!’ ગુપ્તાજી બોલ્યા, ‘એવું છે? ડૂમો ભરાઈ ગયો છે? ત્યારે તો એ ડૂમો મારે જ કાઢવો પડશે. લખી લો ગુપ્તા પરિવાર તરફથી બીજા દસ લાખ!’
હવે ડોક્ટર ખરેખર રડી પડ્યા. એમના ગળાની ધ્રુજારી સાંભળી ગયેલા ગુપ્તાજી આ કેવી રીતે સહન કરી લે. એમણે ડોક્ટરને છાના રાખ્યા, ‘હવે શાંત થઈ જાવ, સાહેબ! અમારા પરિવાર તરફથી પાંત્રીસ લાખ પૂરા ગણી લો.’
ડો. વિનયભાઈને લાગ્યું કે આ વયોવૃદ્ધ રાજસ્થાની વેપારી એમના શો રૂમના તમામ દાગીના કરતાં પણ વધુ મૂલ્યવાન હીરો છે. એ આવી જ રીતે વધતા જશે તો કદાચ છપ્પન લાખ પૂરા કરી આપશે. એમણે ફોન કાપી નાખ્યો.🫨🫨
પત્નીની સાથે ચર્ચા કરવા લાગ્યા, ‘મને લાગે છે કે આવતી કાલે ફોન કરીને ગુપ્તાજીને મળવા જાઉં? પણ મારે ક્યાં જવું જોઈએ? એમના શો રૂમમાં કે એમના બંગલે?’ આવું કંઈ કરવાની જરૂર ન પડી.
સાંજે આઠ વાગે શેઠજી પોતે શોફર ડ્રિવન કારમાં આવીને પાંત્રી લાખનો ‘ચેક’ આપી ગયા. સાથે કહેતા ગયા, ‘જો તમારી પાસે ભેગા થાય તો જ પાછા આપજો. પાંચ-પંદર વર્ષ ગણતા નહીં. હું તો આ રકમ પાછી નહીં લેવાની ગણતરી સાથે આપી રહ્યો છું.’
અને એ પછીનું કામ સાવ આસાન બની ગયું. પેલી અઠ્ઠાવીસ નામોની યાદીવાળો કાગળ ફાડી નાખવો પડ્યો. બે-ત્રણ દર્દીઓએ જ રૂપિયા આપી દીધા. જિંદગી આખી કરેલી માનવતાભરી સેવા સોળે કળાએ ખીલી ઊઠી. ડોક્ટરની નિસ્વાર્થ સેવાએ સાદ પાડ્યો, દર્દીઓની લાગણીએ પડઘો પાડી બતાવ્યો. અને ડોકટર વિનય શાહ ભગવાન તરફ હાથ જોડી રડી પડ્યા..!! અને બોલ્યા હે કરુણાના સાગર તું મોટો શેઠ છે., તારા ચોપડે કદી ઉધાર નથી..!! 🌺🍂🖊️|@ડો. શરદ ઠાકર
Honest Doctor Vinay Shah