"સફળતાનો ભેદ!" (રહસ્ય)
ખેડબ્રહ્માના નવા બનેલા બસ સ્ટેશન પર ગાડી આવી અને નાનકડા ગામમાં રહેતો સંજય બસ માં ચઢ્યો.
આજે ગાંધીનગર ની એક કંપનીમા ડિપ્લોમા સિવિલ એન્જિનિયરની જગ્યા માટે ઇન્ટરવ્યૂ આપવાનો હતો.
સફળતાનું રહસ્ય : The secret of success
સંજય ત્રણ વર્ષથી નોકરી ના ઈન્ટરવ્યુ આપતો હતો. કોઈ ચાન્સ મળતો ન હતો.બસના ભાડાના પૈસા ખર્ચવા પણ મોંઘા પડતા હતા. નવા કપડાં પણ એક જોડી હતા. છતાં મને કમને માતાજીને દુરથી બે હાથ જોડીને બસમાં બેઠો. મનોમન આજે છેલ્લા પ્રયત્ન માટે નિર્ણય કર્યો હતો. ચિલોડા ઉતરી ને સિધો ગાધીનગર જવું પણ આ છેલ્લી વાર !!!
ઈડર સ્ટેશન પર થોડી વાર રોકાઈને બસ ઉપડવાની તૈયારી હતી અને બાજુની સીટ પર એક ભાઈ એક માજી ને બેસાડી ને ચાલ્યો ગયો.
માજી ખુબ અશક્ત લાગતા હતા, ધીમે થી માજી સીટ ઉપર સુઈ ગયા. માંડ પ્રાંતિજ આવ્યું હશે ને માજી બંધ આંખે માંડ માંડ બબડ્યા ભાઈ કયું સ્ટેશન છે? સંજયે જવાબ આપ્યો પ્રાંતિજ, પરંતુ એના દિલમાં દયા ઉપજી એણે તરતજ ઉભા થઇ ને માજીના કપાળ ઉપર હાથ મુક્યો તો તાવ થી શરીર ધખધખતું હતું.સંજયે પાણી ની બોટલ ખોલીને માજીને પાણી પીવડાવ્યું.
અને પૂછ્યું " માજી તમને બહુ તાવ છે, તમે ક્યાં જવાના છો ? એકદમ ધીમા અવાજે માજીએ કહ્યું " મારી તબિયત સારી નથી રહેતી અને હું ઈલાજ કરાવવા અમદાવાદ જાઉં છું, મારો દીકરો મુંબઈ રહે છે પણ એનો એક મિત્ર નરોડા રહે છે એ મને બેઠકના સ્ટેશન પર લેવા આવવાનો છે " આટલું કહીને તેઓએ ઉલટી કરી સંજય ના કપડાં પણ બગડી ગયા,
બીજીવાર પણ ઉલટી કરી અને માજી બેભાન થઇ ગયા, સંજયને સમજ નહિ પડી કે શું કરવું ? એણે માજીના હાથમા નંબર ની ચિઠ્ઠી હતી તે લઈને જોઈ અને નંબર કોઈ નિલેશના નામનો હતો.
એણે ચાલુ ગાડીએ પોતાના સાદા મોબાઇલ વડે કોલ કર્યો પણ પેલા ભાઈએ ફોન ઉપાડયો નહિ.બસ તો એક્ષપ્રેસ હતી ચાલવા લાગી થોડી વારમાં ચિલોડા સ્ટેશન આવી ગયું અને સંજય ખુબ વિચારીને બસમા જ બેસી રહ્યો અને મનોમન નક્કી કર્યું કે માજીને નરોડા સુધી મૂકી જવા. સંજયે પોતાનો રૂમાલ કાઢી ને ઠંડા પાણી ના પોતા માજીના માથે મુક્યા.
બસ આગળ ચાલી પછી થોડી વારમાં તેના મોબાઈલ પર રિંગ વાગી, આમતો અજાણ્યો નંબર હતો, ફોન રિસીવ કર્યો તો સામે થી કોઈ ભાઈ નો અવાજ આવ્યો " ભાઈ હું નિલેશ બોલું છું, ફોન સાઇલેન્ટ પર હતો અને હમણાજ તમારો મિસકોલ જોયો.
સંજયે કહ્યું કે હું એક પેસેન્જર બોલું છું અને મારા સાથે એક માજી બેભાન થઇ ગયા છે, તેમની ચિઠ્ઠી મા થી મેં ફોન કર્યો હતો હવે હુંજ એમને લઈને નરોડા આવું છું ;
આખી વાત નિલેશ સમજી ગયો.નિલેશે કહ્યું " આભાર ભાઈ હું માજીને લેવા નરોડા બેઠક ના સ્ટેશન પર આવી જઈશ" . થોડી વાર થઇ એટલે માજી ભાનમાં આવ્યા અને સંજયે દિલાસો આપ્યો. " માજી ચિંતા ના કરો, નિલેશનો ફોન આવી ગયો છે અને હું તમને બેઠક સુધી મૂકીને પછી પરત આવીશ ".
ભીની આંખે માજીએ હાથ ઊંચા કરીને મૂક આશીર્વાદ આપ્યા.
સંજય વિચારતો હતો કે ફરી પાછો બસ પકડીને પાછો ચિલોડા જઈશ.. એટલામાં બસ નરોડા આવી ગઈ અને ત્યાં નિલેશ પણ આવી ગયો હતો,
સંજયે કહ્યું " નિલેશ ભાઈ આપનો પરિચય તો નથી પણ રસ્તામા આ માજી ને એકલા છોડી શકું તેમ ન હતો.એમને વારંવાર ઉલટી પણ થઈ અને તાવથી બેભાન થઇ ગયા હતા..આમ પણ મારે વારંવાર ઈન્ટરવ્યુ થવા છતાં મેળ પડતો નથી આજે છેલ્લા પ્રયત્ન માટે ગાંધીનગરની એક કંપની મા ઈન્ટરવ્યુ હતું પણ હવે ના પહોંચી શકાય, કપડાં પણ સારા નથી. એટલે તમને મદદ ની જરૂર હોય તો માજી ને ટેકો આપવા દવાખાને આવું, તમને મદદ રૂપ થઈશ.
માજીને હોસ્પિટલમાં દાખલ કરીને સંજય પરત જવા ઊભો થયો કે તરતજ નિલેશે બેસાડયો, ભણતર પુછયું અને ઈન્ટરવ્યુ આપવાનુ હતું એ કંપનીનુ નામ પુછયું. મોબાઈલ થી કોઈકને વાત કરી અને સંજયની સામે જોઈ ને પેલા સામેવાળા ને માત્ર એટલું જ બોલ્યો...
આ ભાઈને પગારની જરૂર નથી, એ પણ મારી જેમ એક નવા વર્કિંગ પાર્ટનર તરીકે કામ કરશે, પગાર હું આપીશ. પછી સામે બેસાડી ને સંજયને કહ્યું " તમારે એપોઇન્ટમેન્ટ લેટરની જરૂર નથી, આવતા મહિનાથી આપણી કન્સટ્રકશન કંપની સાથે જોડાઈ જાઓ ". સંજયને કઈ સમજ ના પડી કે વગર લાગવગે અને વગર ઇન્ટરવ્યૂએ કેવી રીતે સિલેક્ટ થઇ ગયો !! એ પણ આપણી કંપની શબ્દ !!?
નિલેશે હસતા હસતા કહ્યું જે રીતે તે એક અજાણી માજીની મદદ અને સેવા કરી છે તે ખરેખર *બિરદાવવા લાયક* છે , જે વ્યક્તિ પારકાંની નિસ્વાર્થ ભાવે આટલી મદદ કરે તે પોતાની કંપની નું કેટલું ધ્યાન રાખી શકે છે તે હું જાણું છું . તારે ગાંધીનગર ખાતે મારા ગ્રુપમાં પાર્ટનર બનવાનું છે. પગાર પણ આપીશ.....
સંજયને બે હાથ ઊંચા કરીને મૂક આશિર્વાદ આપતા માજીનો ચેહેરો દેખાયો.
માણસ ને મળતી દરેક વસ્તુ, કાંઈ એની જ મહેનતથી નથી મળતી... ક્યારેક કોઈની અનાયાસે અડચણ વખતે મદદ કરવાથી, અજાણતા કોઈના આપેલ આશીર્વાદ પણ કમાલ કરી જાય છે!!!!..અને આજે પંદર વર્ષમા તો એ સંજય ગાંધીનગર ખાતે વિશાળ સામ્રાજય ધરાવતા બિલ્ડિંગ કન્સટ્રકશન ગ્રુપનો એકટીવ પાર્ટનર છે.
વાત પૂરી કરતાં એની આંખો ભરાઇ આવી...મારીજ ઓફિસ માં બેસીને મને ચા ના પૈસા પણ આપવા ના દિધા અને બોલ્યો ..સાહેબ ..
એ સમય હતો સરકાર અમને સિવિલ એન્જિનિયરને નોકરી માટે ચાન્સ પણ આપતી ન હતી. કંપનીઓ તો ઓળખાણ વગર પગ પણ ના મૂકવા દે.. ..આજે મારી જોડે ઘણા બધા નોકરી કરે છે. આજે ચાર લોકો વચ્ચે મારી ઓળખ બની છે. જાહોજહાલી છે...પણ જો એ દિવસે અજાણ્યા માજીએ ઉલટી કરીને મારા કપડાં પણ બગાડી નાખ્યા હતા તેની ચિંતા કરી હોત તો.......માત્ર એટલાજ એક જોડી સારા કપડાં હતા મારી પાસે ....સમય કયારે આવે એ નક્કી નથી.... ઉપરવાળો જ તક આપે છે એ નક્કી!!!!.. અને એજ "ઈશ્વરના એંધાણ" છે..!!
ધન્ય થઈ ગયો હું પણ, .. આવડા મોટા વ્યક્તિની, ...
. .... સફળતાનો ભેદ જાણીને... @આવકાર™
"ઈશ્વર આપણી સાથે છે, એનું સૌથી મોટું પ્રમાણ એ છે કે આપણું ધારેલું બધું થતું નથી, પણ જે આપણા હિત અને ભલામાં હોય એજ... જેની કૃપાથી થાય છે.. એજ ઈશ્વર "
લેખક: બાબુભાઈ પટેલ (🖊️ સંપાદન: આવકાર™)
વાંચ્યા પછી... શેર કરવા જેવુ લાગે તો નીચે આપેલ શેર બટન થી શેર જરૂર કરો.!!🌺🌹 🖊️©આવકાર™
Tags:
ગુજરાતી આર્ટિકલ