એડ્રેસ..." (ADDRESS)

# એડ્રેસ..." (Address)
રાત તો પૂનમની રસરઢિયાળી હતી. પણ, દિલને ચૈન નો'તું, ઊંઘ આવતી જ નો'તી. ડનલોપની ગાદી ને A.C., ઊંઘ-દવા લાચાર હતા. એ યુવાન રાતના 2 વાગે ગાડી લઈને Fresh થવા ફરવા નીકળ્યો.

AVAKARNEWS
Address 

બે-ચાર ચક્કર માર્યા હશે ત્યાં, એક મંદિર પર એની નજર પડી. એને મન થયું ને મંદિરમાં ગયો. એણે શ્રધ્ધાથી માથું નમાવ્યું, શાંતિ લાગી. 5-10 મિનિટ બેસવાનું મન થયું. એ આંખ બંધ કરી બેઠો. એની આગળ એક યુવાન બેઠો હતો, જે વારંવાર આંખો લુછતો હતો. ને ધીમે સાદે પ્રભુને કંઈક કહી રહ્યો હતો.

મંદિરમાં શાંતિ હતી. એના અસ્પષ્ટ શબ્દોમાં એટલું તો સંભળાયું ને સમજાયું કે એની પત્ની સીરીયસ છે, હોસ્પિટલમાં છે. ઇમરજન્સી ઓપરેશન છે. પણ એની પાસે કંઈ જ નથી.

પેલો યુવાન, હલી ગયો. થોડીક વારે એ ઊભો થયો ને પેલા ભાઈના ખભે હાથ મુક્યો. ને કહ્યું, "આ લે, 8-10 હશે, હિંમત રાખ." પેલો ભાઈ આભારવશ પગે પડી ગયો. એની જીભ કંઈ બોલી ન શકી. પણ, આંસુ એની આંખોએ પાડયા. પેલા યુવાને કહ્યું, "મુંઝાતો નહીં, હજુ જરૂર પડે તો ચાલ્યો આવજે. આ મારું એડ્રેસ રાખ."

પેલો ભાઈ બોલ્યો,"એડ્રેસ તો મારી પાસે છે જ." પેલો યુવાન ચમકી ગયો ને બોલ્યો, "કોનું? મારું એડ્રેસ તારી પાસે?" પેલો ભાઈ બોલ્યો, "તમારું નહિ. પણ, તમને જેણે રાતના અઢી વાગે અહીં મોકલ્યા એનું!" આ પ્રભુ શ્રધ્ધા સામે આ યુવાન પાસે કોઈ શબ્દો નો'તા.

સત્ય ક્યારેય વાસી નથી થતું, ને સોનુ ક્યારેય જૂનું નથી થતું. કાલ, આજ ને આવતીકાલ ત્રણે'ય કાળ ઉપયોગી આ Story છે. — અજ્ઞાત" 🖊️___આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.""

વાંચ્યા પછી...  આપના પ્રતિભાવ નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અથવા અમને વોટ્સએપ No - 7878222218 પર પણ મોકલી શકો છો..!!🌺 __🖊️©આવકાર™

Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આરોગ્ય અને પ્રકૃતિ વિશેની માહિતી, સરકારી યોજના, હળવી મનોરંજન પોસ્ટ જેવી લોકોપયોગી પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Post a Comment

Previous Post Next Post