અનોખી ટીપ ....." (Tip)

## ટીપ ....." Tip 
ટેબલ ઉપર વાનગીની ટ્રે લઈને આવેલો સુખદેવ ટેબલ પરના મહેમાનો જોઈને હેબતાઈ ગયો."

હેબતાઈ જવાઈ તેવું કારણ પણ હતું, ...પોતાના શાળાના સમયના ખાસ મિત્રો મોટા ઉધોગપતિઓના ઠાઠમાં આવ્યા હતા, અને પોતે એક વેઈટરના રૂપમાં...!!

AVAKARNEWS
ટીપ - Tip 

સહેજે પચીસ વર્ષ પછી આ ચહેરાઓને જોઈ રહ્યો હતો. પેલા ચાર જણાએ કદાચ એને ઓળખ્યો ન હતો કે પછી ઓળખવા માંગતા ન હતા.

ચારમાંથી બે મોબાઈલ પર વ્યસ્ત હતા .. અને બાકીના બે લેપટોપ પર .....કદાચ હમણાં જ થયેલી કોઈ મોટી ડીલના આંકડા ગણી રહ્યા હતા...

સ્કૂલના મિત્રો ઘણા આગળ વધી ગયા હતા અને પોતે પરિસ્થિતિને તાબે થઈ ને કોલેજ સુધી પણ પહોંચ્યો ન હતો...

વચ્ચે બે - ત્રણ વાર ટેબલ પર જવાનું થયું, પણ સુખદેવે સિફતથી પોતાની નેમ પ્લેટ છુપાવીને વાનગી સર્વ કરતો રહ્યો ....

ચારે બિઝનેસમેન ડિનર પતાવીને નીકળી ગયા...હવે પાછા અહીં ક્યારેય ન આવે તો સારું...

પોતાની નિષ્ફળતાને કારણે શાળાકાળના મિત્રો સાથે ઓળખાણ તાજી કરતાં સુખદેવને ભારે સંકોચ થયો હતો...

ત્રણ હજારનું બિલ ને સાલાઓએ એક પૈસો પણ ટીપમાં નથી મૂક્યો ? સુખદેવ બબડતો હતો... ટેબલ સાફ કરતા સુખદેવે ટેબલ પર પડેલો પેપર નેપ્કિન ઉપાડ્યો... બિઝનેસ ચલાવતા લોકોને પેનથી પેપર નેપ્કિન પર આંકડા માંડવાની ટેવ હોય છે ....

નેપકીન ફેંકી દેતા પહેલાં એનાથી પેપર નેપ્કિન તરફ જોવાઈ ગયું... નેપ્કિન પર નું લખાણ વાંચી સુખદેવની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં ...તને ટીપ આપતાં જીવ ચાલ્યો નહીં સુખલા. આ હોટેલ પાસે જ ફેક્ટરી લીધી છે, એટલે અહીં જમવા આવ્યા હતાં.

સુખલા તું અમારી સાથે જમતો ન હોય અને અમારે માટે, જમવાનું લાવતો હોય એ કેવું લાગે ? આપણે તો નાસ્તાના એકજ ડબ્બામાંથી ભાગ પડાવતા હતા ...સુખલા આજે આ નોકરીનો તારો છેલ્લો દિવસ છે."

ફેક્ટરીમાં કેન્ટીન તારે ચાલું કરવી પડશે તે અંગેની તમામ જવાબદારી તારે સંભાળવાની રહેશે વર્ષો પછી ફરી આપણે સ્કુલમાં સાથે ડબ્બા ખોલી ખાતા હતાં તેમ ખાઇશું. ...લિ. શાળા સમયના તારા નામચીન દોસ્તો..."

નીચે ફેક્ટરીનું નામ અને ફોન નંબર લખેલા હતા. અત્યાર સુધીમાં મળેલી સૌથી મોટી ટીપને સુખદેવે ચૂમીને છાતી સરસી ચાંપીને ખિસ્સામાં મૂકી દીધી.

This is the Quality of Real Freinds... After God, Freind Is God Gift!..."

ઉપરવાળાને સાચા દિલથી એક પ્રાર્થના કરજો કે દરેકને આવા મિત્ર પોતાના નબળા સમયમાં મળી જાય!/// -અજ્ઞાત" (પ્રાપ્તિસ્થાન: વોટ્સએપ) 🖊️___આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.""

વાંચ્યા પછી...  આપના પ્રતિભાવ નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અથવા અમને વોટ્સએપ No - 7878222218 પર પણ મોકલી શકો છો..!!🌺 __🖊️©આવકાર™

Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આરોગ્ય અને પ્રકૃતિ વિશેની માહિતી, સરકારી યોજના, હળવી મનોરંજન પોસ્ટ જેવી લોકોપયોગી પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Post a Comment

Previous Post Next Post