જીવનસાથી" (JivanSathi)

# _જીવનસાથી"
મારી એક આદત હતી..રાત્રે સૂતા પહેલા...મમ્મી પપ્પા ના રૂમ ની અંદર હું અચૂક જતો..થોડી.. તબિયત.. વિશે...તથા કૌટુંબિક, નવાજુની.. એક બીજા સાથે ચર્ચા કરી .થોડી મજાક મસ્તી સાથે ..અમે આમારા રૂમ માં જતા રહેતા.."

AVAKARNEWS
જીવનસાથી - JivanSathi

અચાનક મમ્મી ની ટૂંકા ગાળા ની બીમારી પછી તેનો સ્વર્ગવાસ થયો...પહાડ જેવું વ્યક્તીત્વ ધરાવતા મારા પપ્પા અચાનક ઘી ની જેમ પીગળવા લાગ્યા...

બધા ને હિમ્મત આપનાર મારા પપ્પા એકલા પડી ગયા..તેનું દુઃખ મને પણ હતું...

સાચું કહું તો મેં મારી માઁ ગુમાવી તેના દુઃખ કરતાં..પપ્પા એ તેની ઘડપણ ની લાકડી ગુમાવી તેનું દુઃખ મને વધારે હતું..

ઘણી વખત ભગવાન નું પણ આ અવિચારી પગલું મને લાગતું...ઘડપણ મા જયારે એક બીજા ને સમજવા નો આનંદ કરવાનો...

બચાવેલ રૂપિયા વાપરવા નો સમય આવે ત્યારે ભગવાન એક પાત્ર ને ઉઠાવી લે છે..

હું જોઈ શકતો હતો..જીવનસાથી ની વિદાય પછી તે સંપૂર્ણ ભાંગી પડ્યા.. હતા...ફક્ત તેમના શ્વાસ ચાલુ હતા..તેમનો આનંદ અને મસ્તી..મમ્મીના અસ્થિ વિસર્જન ની સાથે નદી મા તરતા કરી દીધા. .હતા..

👨‍🦯👩‍🦯 પ્રભુ કૃપા થી..મારી પત્ની..અને પુત્ર નો સ્વભાવ પ્રેમાળ હોવાથી મારે એ મોરચે લડવું પડે તેવું નહતું..એલોકો પપ્પાનો આદર સાથે ધ્યાન પણ બરાબર રાખતા હતા...

મારી પાસે તેમને હિંમત આપવા માટે કોઈ શબ્દો ન હતા....મેં પપ્પા મમ્મી ના પ્રેમ ને નજીક થી જોયો હતો...ટીખળખોર મમ્મી...સાથે મજાક મસ્તી કરતા પપ્પા ..ને પણ મેં નજીક થી અનુભવ્યા હતા

એક આદર્શ દામ્પત્ય જીવન તેઓ જીવતા હતા...મમ્મી થાકી ગઈ હોય.. તો તેના કામ માં મદદ કરતા પપ્પા ને જરા પણ સંકોચ કે શરમ અનુભવતા મેં જોયા ન હતા.. મમ્મી પણ..પપ્પા ને એટલુંજ આદર આપતા..

એક બાપ તરીકેની ફરજ..પણ આદર્શ પિતા તરીકે તેમને નિભાવીહતી.. તેંમના એક શબ્દ મને હજુ યાદ છે.જયારે હું નાનો હતો ત્યારે તેમને મને કિધુ હતું બેટા... હું.તારા ઉપર કદી હાથ નહીં ઉપાડુ..

કારણ..કે જે વ્યક્તી તમારો પ્રતિકાર નથી કરી શકતો તે વ્યક્તિ ઉપર અત્યાચાર કરવો એ પાપ છે સાથે તારી પણ એક ફરજ બને છે તું કોઈ એવું કાર્ય જીંદગી મા નહીં કરે . જેથી મારે તારા ઉપર હાથ ઉપાડવા મજબૂર બનવું પડે.

આમ પપ્પા અચાનક એકલા પડી જશે..એ મારી પણ કલ્પના બહાર હતું...

તે વધારે સમય તેમના બેડરૂમ મા બેઠા રહેતા..કોઈ વખત ટેપ તો કોઈ વખત રેડિયો ..સાંભળી હળવા થવાનો નિરર્થક પ્રયત્ન કરતા મેં જોયા હતા...

મેં હળવે થી તેમના રૂમ નું બારણું ખોલ્યું...તેમની આંખો બંધ કરી ...ઓશિકા ઉપર માથું રાખી પપ્પા સુતા હતા....

રેડિયા ઉપર ગીત વાગતું હતુ...📻
ઓ નીલ ગગનનાં પંખેરું તુ કાં નવ પાછો આવે..🍂 મને તારી....ઓ મને તારી યાદ સતાવે ઓ નીલગગનનાં પંખેરુ ...🍂

એક દરિયાનું મોજુ આવ્યું ..વાર ન લાગી આવી તુજને સરતાં..🍂આજ લગી તારી વાટ જોવુ છું ..તારો કોઈ સંદેશો ના આવે…🍂 તારા વિના ઓ જીવનસાથી...જીવન સૂનું સૂનું ભાસે..🍂

પાંખો પામી ઊડી ગયો તું, જઈ બેઠો તું ઊંચે આકાશે...🍂 કેમ કરી હું આવુ તારી પાસે…મને કોઈ ના માર્ગ બતાવે…🍂 મને તારી ઓ મને તારી યાદ સતાવે ઓ ...🍂 

મેં ધીરે થી રેડિયો બંધ કર્યો...પપ્પા ની બાજુ માં ગયો...મેં જે અનુભવ કર્યો...તે હું જીંદગી આખી ભૂલી શકું તેમ નથી.....મેં પપ્પા ને માથે હાથ ફેરવ્યો..તેમનું ઓશીકું..ભીનું...હતું...

હું જયારે..જયારે હિંમત હારી ગયો હતો..ત્યારે..ત્યારે પપ્પા નો મારા ખભા ઉપર હાથ આવી જતો...."હું છું ને બેટા" ...આટલા માત્ર શબ્દો થી મારા માં દુનિયા સામે લડવા ની શક્તિ આવી જતી.. 

એ..પપ્પા ના ખભા ઉપર મેં હાથ મૂકી કિધુ..પપ્પા..આમ તમે હિમ્મત હારી જશે તો જિંદગી કેમ જીવાશે ? પપ્પા બેઠા થયા.. અને બોલ્યા અહીં કોને જીંદગી જીવવા ની ઈચ્છા છે..

જેના ખભા ઉપર હું અસંખ્ય વખત રડ્યો હતો..એ પહાડ જેવી વ્યક્તી.. મારા ખભા ઉપર માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા..મેં દેખાવ ખાતર હિંમત રાખી.. વાસ્તવ મા હું પણ અંદર થી તૂટી ગયો હતો..કારણ કે પપ્પા ને આવડી ઉમ્મર માં રડતા હું પહેલી વખત જોતો હતો.

મેં કીધું..પપ્પા...તમારા ખભા નો ઉપયોગ મેં અસંખ્ય વખત કર્યો છે..મારા હોવાછતાં.. તમારે ઓશીકું ભીનું કરવાની કોઈ જરૂર નથી... બેટા ..તારી મમ્મી નો..ખાલીપો મારા થી સહન નથી થતો... હું પણ કુદરત પાસે લાચાર હતો..

મિત્રો... પપ્પા ની આંખોમાં જયારે આંશુ જોવો ત્યારે તેને ગંભીરતાથી લેજો...પહાડ જયારે પીગળવા લાગે ...ત્યારે મોટી દુર્ઘઘટના બનવા ના સંકેત સમજી લેજો..

જીવનસાથી ની કિંમત સમજો...તેની વિદાય પછી કોઈ પણ વ્યક્તી બે કારણ થી રડતી હોય છે...એક..તો તેની સાથે કરેલ અન્યાય અને અશોભનીય વર્તન.. અને બીજું..કારણ.એ વ્યક્તિ સાથે... સ્વર્ગીય આનંદ થી પણ ઉત્તમ પસાર કરેલ સમય ને યાદ કરી..ને પણ આંખો રડતી હોય..છે...–@આવકાર™

તેથી જીંદગી આનંદ થી જીવોજે છે..તે પર્યાપ્ત છે..સંતોષ રાખો.. સમય કોઈ ની રાહ જોતો નથી....સારો સમય હંમેશા જલ્દી પસાર થાય છે...દુઃખ ના દિવસો ધીરે..ધીરે પસાર થાય છે એ યાદ રાખવું. ....જીવનસાથી ની વિદાય પછી ભીડ મા પણ એકલતા નો અનુભવ કરતા લોકો ને મેં જોયા છે..

જીવનસાથી ને ખાસ માન આપો...🌺🌺 એન્ડ Respect your માતા-પિતા. - અજ્ઞાત"

🫀હૃદયસ્પર્શી પોસ્ટ... વાંચતા આંખો ભીની થઈ હોય તો શેર જરૂર કરશો ...!!🌺

🖊️___આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.""

વાંચ્યા પછી...  આપના પ્રતિભાવ નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અથવા અમને વોટ્સએપ No - 7878222218 પર પણ મોકલી શકો છો..!!🌺 __🖊️©આવકાર™

Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આરોગ્ય અને પ્રકૃતિ વિશેની માહિતી, સરકારી યોજના, હળવી મનોરંજન પોસ્ટ જેવી લોકોપયોગી પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Post a Comment

Previous Post Next Post