#વો શામ કુછ અજીબ થી...!!
જ્યારે એ મુંબઇ પહોંચ્યો ત્યારે એના પગ તળેથી ધરતી ખસી ગઈ ! """""""""""""""""""""""😮
ગાર્ડનમાં પેલા છેવાડાના બાંકડા ઉપર બેસેલી યુવતીના ચહેરા ઉપર ચોક્કસ પ્રકારની ઉદાસી હતી.
શહેરમાં નવી નવી નોકરી કરવા આવેલા ઉત્પલને ખાસ દોસ્તો નહોતા. તે રિલેક્સ થવા માટે અવાર નવાર આ બગીચામાં આવીને બેસતો હતો. છેલ્લાં ત્રણ ચાર વખતથી એ જોતો હતો કે એ યુવતી હંમેશાં છેડાની બેન્ચ ઉપર જ આવીને બેસતી હતી. તેની સાથે દર વખતે એક નાનકડી બાળકી રહેતી હતી. બાળકી પણ કંઇ ખાસ રમતી નહોતી. એ સુંદર યુવતી બાળકીને ખોળામાં લઇને ક્યાંય લગી સૂનમૂન થઇને બેસી રહેતી.
આજે પણ એ યુવતી એ જ રીતે બેસી રહી હતી. ઉત્પલની ઇચ્છા નહોતી છતાં વારંવાર તેનું ધ્યાન એની તરફ જતું હતું. કોણ હશે એ ? શા માટે આટલી ઉદાસ હશે ? એની બાળકી પણ કેમ આટલી શાંત હશે ?
ધીમે ધીમે સાંજનું અંધારું ઘેરાઈ ગયું. બગીચામાં ઝાંખી લાઈટોનો પ્રકાશ માત્ર અંદરના ચાલવાના માર્ગ ઉપર જ પડી રહ્યો હતો. બાંકડાઓ તરફ ખાસ્સો અંધકાર હતો. ઉત્પલને થયું, આમ સતત કોઈ અજાણી વ્યક્તિ તરફ જોયા કરવું ઠીક ન કહેવાય. તેણે પોતાનું ધ્યાન બીજી તરફ વાળ્યું.
જો કે દસેક મિનિટ પછી ફરી તેની નજર પેલા છેડાના બાંકડા તરફ ગયા વિના રહી નહીં. પરંતુ હવે એ બાંકડો ખાલી હતો !
કોઈ જ કારણ વિના ઉત્પલ ઊભો થઇને એ બાંકડા તરફ ગયો. જઇને જુએ છે તો બાંકડા ઉપર એક લાલ રંગનું પર્સ પડયું છે ! ઉત્પલે તરત આસપાસ નજર દોડાવી. જો એ યુવતી અને બાળકી નજીકમાં હોય તો દોડીને એને એનું પર્સ આપી શકાય.
અનન્યાએ જવાબ આપવાનું ટાળ્યું 'જવા દો, જાણીને શું કરશો ?'
છતાં ઉત્પલે આગ્રહ કર્યો ત્યારે અચકાતાં અચકાતાં અનન્યાએ કહ્યું 'એને ફેફસાંનું કેન્સર છે. એને જીવાડવા માટે જે રકમની જરૂર છે તે મારી પહોંચની બહાર છે.'
'તોય, કહો તો ખરા ? કેટલા રૂપિયાની જરૂર છે ?'
'આઠ થી દસ લાખ...' અનન્યાએ નિશ્વાસ નાંખતાં કહ્યું 'એને મુંબઇની કોઈ હાઈ સ્પેશીયાલિટી હોસ્પિટલમાં જ ઓપરેશન માટે લઇ જવી પડે, એ પણ એપોઇન્ટમેન્ટ માગવી પડે ત્યારે બે ત્રણ મહિને નંબર લાગે.'
'તો લઇ લો ને એપોઇન્ટમેન્ટ ! પૈસાની વ્યવસ્થા તો હું કરીશ.'
'પરંતુ હું એ પૈસા શી રીતે લઇ શકું ? એ તમારા પૈસા પાછા શી રીતે વાળીશ ?'
જવાબમાં ઉત્પલે ભાવુક થઇને અનન્યાનો હાથ પકડતાં કહ્યું 'એ પૈસા જો આપણા હોય તો ?'
અનન્યા સમજી ગઈ. તેણે શરમથી અને સંમતિમાં આંખો ઝુકાવી લીધી. ઉત્પલે કહ્યું 'આપણે આપણી દિકરીની જીંદગી બચાવવાની છે ને ?'
અનન્યાએ આંખો બંધ કરીને તેનું માથું ઉત્પલની છાતીમાં ખોસી દીધું. ઉત્પલને પણ તેના એકાકી જીવનમાં નવા હમસફરનો સાથ મળી ગયો હતો.
ઉત્પલે તેની બચત અને ઓફિસમાંથી લીધેલી લોન ઉમેરીને દસ લાખની વ્યવસ્થા કરીને અનન્યાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા. એક સવારે અનન્યાનો ફોન આવ્યો.
'હલો, ગુડ ન્યુઝ છે ! ડોક્ટરની એપોઇન્ટમેન્ટ મળી ગઇ છે ! હું તો રાતોરાત મુંબઇ પહોંચી ગઈ છું ! ઓપરેશન શનિવારે સાંજે છે, તું ક્યારે પહોંચીશ ?' ઉત્પલના હરખનો પાર નહોતો.

વો શામ કુછ અજીબ થી...!!

પરંતુ આમતેમ ચાલીને જવા છતાં ઉત્પલને એ યુવતી દેખાઈ નહીં. એને થયું, ઠીક છે, કાલે ફરીથી અહીં આવીશ. જો એ યુવતી આવશે તો એને એની ચીજ પાછી આપી દઈશ.
ઉત્પલ એ પર્સ પોતાની સાથે પોતાના ભાડાના રૂમ પર લઇ ગયો. ટિફીન જમ્યા પછી એને વિચાર આવ્યો કે પર્સ ખોલીને જોયું હોય તો ? ઉત્પલે પર્સ ખોલ્યું તો એમાં થોડા પૈસા, બે ચાર દવાઓના બિલ અને એક ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન મળ્યું. ઉત્પલને હતું કે અંદર એ યુવતીનું પર્સનલ કાર્ડ કે સરનામું મળી જાત તો સારું હતું.
બીજા દિવસે ઉત્પલને વિચાર આવ્યો કે પેલા ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન ઉપર તો એડ્રેસ હતું ને ! ઓફિસે જતાં પહેલાં ઉત્પલ ડૉક્ટરના ક્લિનીકે ગયો. ડોક્ટરે કહ્યું 'હા, એ નાની બેબી મારી પેશન્ટ છે. હું એની મમ્મીનો ફોન નંબર તમને આપી શકું છું.'
સાંજે ઉત્પલે એ નંબર ઉપર ફોન કરીને કહ્યું 'સોરી, તમે મને નહીં ઓળખતા હો, પણ ગઇકાલે તમે તમારું પર્સ ગાર્ડનમાં ભૂલી ગયા હતા. એ મારી પાસે છે. શું તમે આજે બગીચામાં આવવાનાં છો ?'

યુવતીએ કહ્યું 'ના, પણ તમે મારા ઘરે આવીને પર્સ આપી શકો ? કેમ કે મને એ પૈસાની જરૂર છે.'
ઉત્પલ રીક્ષા કરીને ત્યાં ગયો. એ બહુ સામાન્ય એપાર્ટમેન્ટમાં રહેતી હતી. તેણે દરવાજો ખોલીને કહ્યું 'પ્લીઝ અંદર આવો ને ! ચા પીને જજો.'
ઉત્પલ એના ઘરમાં ગયો. તેણે જોયું કે ફ્લેટમાં બહુ જ ઓછું ફર્નિચર હતું. દિવાલ ઉપર એક જ તસવીર હતી. તે કોઈ યુવાનની હતી. તેની ઉપર સુખડનો હાર ચડાવેલો હતો.
યુવતી ચા બનાવીને લાવી ત્યાં સુધીમાં ઉત્પલ થોડામાં ઘણું સમજી ગયો હતો. આ યુવતી વિધવા હશે. બહુ યુવાન વયે એના પતિનું અવસાન થયું હશે.

યુવતી બહુ ઓછા શબ્દોમાં વાત કરતી હતી. એનું નામ અનન્યા હતું. તેની દિકરીનું નામ રીયા... ઉત્પલે પણ ખાસ અંગત સવાલો કર્યા નહીં પરંતુ તે જતો હતો ત્યારે અનન્યાએ તેની આંખોમાં આંખો મિલાવીને કહ્યું:
'તમને મળીને બહુ સારું લાગ્યું. આપણે ફરી મળી શકીએ ?'
ઉત્પલને પણ આ યુવતીનો સાથ પસંદ હતો. તેઓ અવાર નવાર મળતા રહ્યા. મુલાકાતો દરમ્યાન એક સાંજે ઉત્પલે પૂછી લીધું: 'તમારી બેબીને શાની બિમારી છે ?'
'તમને મળીને બહુ સારું લાગ્યું. આપણે ફરી મળી શકીએ ?'
ઉત્પલને પણ આ યુવતીનો સાથ પસંદ હતો. તેઓ અવાર નવાર મળતા રહ્યા. મુલાકાતો દરમ્યાન એક સાંજે ઉત્પલે પૂછી લીધું: 'તમારી બેબીને શાની બિમારી છે ?'
અનન્યાએ જવાબ આપવાનું ટાળ્યું 'જવા દો, જાણીને શું કરશો ?'
છતાં ઉત્પલે આગ્રહ કર્યો ત્યારે અચકાતાં અચકાતાં અનન્યાએ કહ્યું 'એને ફેફસાંનું કેન્સર છે. એને જીવાડવા માટે જે રકમની જરૂર છે તે મારી પહોંચની બહાર છે.'
'તોય, કહો તો ખરા ? કેટલા રૂપિયાની જરૂર છે ?'
'આઠ થી દસ લાખ...' અનન્યાએ નિશ્વાસ નાંખતાં કહ્યું 'એને મુંબઇની કોઈ હાઈ સ્પેશીયાલિટી હોસ્પિટલમાં જ ઓપરેશન માટે લઇ જવી પડે, એ પણ એપોઇન્ટમેન્ટ માગવી પડે ત્યારે બે ત્રણ મહિને નંબર લાગે.'
'તો લઇ લો ને એપોઇન્ટમેન્ટ ! પૈસાની વ્યવસ્થા તો હું કરીશ.'
'પરંતુ હું એ પૈસા શી રીતે લઇ શકું ? એ તમારા પૈસા પાછા શી રીતે વાળીશ ?'
જવાબમાં ઉત્પલે ભાવુક થઇને અનન્યાનો હાથ પકડતાં કહ્યું 'એ પૈસા જો આપણા હોય તો ?'
અનન્યા સમજી ગઈ. તેણે શરમથી અને સંમતિમાં આંખો ઝુકાવી લીધી. ઉત્પલે કહ્યું 'આપણે આપણી દિકરીની જીંદગી બચાવવાની છે ને ?'
અનન્યાએ આંખો બંધ કરીને તેનું માથું ઉત્પલની છાતીમાં ખોસી દીધું. ઉત્પલને પણ તેના એકાકી જીવનમાં નવા હમસફરનો સાથ મળી ગયો હતો.
ઉત્પલે તેની બચત અને ઓફિસમાંથી લીધેલી લોન ઉમેરીને દસ લાખની વ્યવસ્થા કરીને અનન્યાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા. એક સવારે અનન્યાનો ફોન આવ્યો.
'હલો, ગુડ ન્યુઝ છે ! ડોક્ટરની એપોઇન્ટમેન્ટ મળી ગઇ છે ! હું તો રાતોરાત મુંબઇ પહોંચી ગઈ છું ! ઓપરેશન શનિવારે સાંજે છે, તું ક્યારે પહોંચીશ ?' ઉત્પલના હરખનો પાર નહોતો.
પણ... જ્યારે એ મુંબઇ પહોંચ્યો ત્યારે એના પગ તળેથી ધરતી ખસી ગઈ ! એ હોસ્પિટલમાં રિયા કે એની મમ્મી અનન્યાના નામનો કોઈ કેસ જ નહોતો ! અનન્યાનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો !
એ જ વખતે અનન્યા તેના નવા સિમ કાર્ડ વડે કોઈ સાથે વાત કરી રહી હતી: 'ડોક્ટર સાહેબ ! હવે કોઈ બીજા શહેરના બગીચાની બીજી બેન્ચ અજમાવીશું ?'
લેખક – ✒ વિભાવરી વર્મા

MORAL Of The STORY: આપણે જરૂરિયાતમંદ લોકોને અને આપણી શક્તિ પ્રમાણે મદદ કરવી જ જોઈએ ...પણ જયારે બધું જ દાવ પર લગાવી મદદ કરતા હોઈએ ત્યારે સાવધાની રાખવી જોઈએ.!! દુનિયામાં જેમ સારા માણસો હોય છે એમ નબળા પણ હોય છે." આથી સચેત રહેવું પણ જરૂરી હોય છે."""
વાંચ્યા પછી... આપના પ્રતિભાવ નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અથવા અમને વોટ્સએપ No - 7878222218 પર પણ મોકલી શકો છો..!!🌺 __🖊️©આવકાર™
શિર્ષક કોઈ પણ રીતે વાર્તા ના કથાનક સાથે સુસંગત નથી!!
ReplyDelete