મેરી કિસ્મતમે તું નહીં શાયદ...(Good Luck)

Related

કિસ્મત .."

++++++++++++ વર્ષા ભટ્ટ "વૃંદા"
સૂરજ ડૂબવાની તૈયારીમા હતો, પૂરું આકાશ જાણે કેસરી રંગોળીથી રેલાઈ ગયું હતું. સાઈ એપાર્ટમેન્ટમાં ૩૦૪ નંબરનાં બ્લોકમા વંદનાબેન અને વૃંદા બંને મા દીકરી રહેતા હતા.

AVAKARNEWS
કિસ્મત

વૃંદા જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે વંદનાબેનના પતિ વિનોદભાઈનુ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. વંદનાબેને એકલાં હાથે વૃંદાની પરવરિશ કરી અને મોટી કરી હતી. આજે વૃંદા એક મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરતી હતી, સારો એવો પગાર પણ હતો. વંદનાબેન વૃંદાને લગ્ન માટે સમજાવતા પણ વૃંદા કોઈપણ સંજોગોમાં માને એકલાં છોડી લગ્ન કરવાં રાજી ન હતી.

સમય સરતો રહ્યો.... હવે તો વૃંદાએ ત્રીસી વટાવી દીધી હતી. વંદનાબેન સતત ચિંતિત હતાં કે દીકરી યોગ્ય સમયે લગ્ન કરી તેનાં જીવનમાં સેટ થઈ જાય. હાલમાં વૃંદાની કંપનીમાં નવા સી.ઈ.ઓ મિસ્ટર વલય આવ્યા હતા, જ્યારથી આવ્યા ત્યારથી બંનેને એકબીજા પ્રત્યે અલગ જ લાગણી થતી હતી. મિટિંગ, કોન્ફરન્સમાં સતત સાથે રહેવાથી બંને એકબીજાને પસંદ કરવાં લાગ્યાં હતાં. એકવાર વધ્યે લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો પણ વૃંદાએ તેને જણાવ્યું કે તે તેની માને છોડીને લગ્ન નહીં કરે...

એક દિવસ વલય વૃંદાને પોતાનાં ઘરે લઈ ગયો. આલિશાન બંગલાના દિવાન ખંડમાં વૃંદા બેઠી હતી. વલયે વૃંદા માટે ચા, નાસ્તા માટે કહ્યું, અચાનક એક કોલ આવતા વલય ફોન પર વાત કરવા બહાર ગયો. વૃંદા ઊભી થઈ અને નજીકનાં રૂમમાંથી ગીતનો અવાજ આવતો હતો ત્યાં ગઈ. સુંદર મજાનું ગીત વાગતું હતું.

" મેરી કિસ્મતમે તું નહીં શાયદ..

કયું તેરા ઈંતજાર કરતાં હું....મેં તુજે અબ ભી પ્યાર કરતાં હું..."

વૃંદાના આશ્ચર્યનો પાર ન રહ્યો! તેની મોમનો ફોટો ત્યાં ટેબલ પર હતો અને આંખો બંધ કરી એક પ્રૌઢ વ્યક્તિ નકશીકામ વાળી ખુરશીમાં બેઠા હતા. એટલામાં વલય આવતા, વૃંદા તેની પાસે ગઈ.

" વલય, કોણ છે આ?"

" એ મારા અંકલ છે."

વૃંદા:" પણ... ત્યાં ટેબલ પર ફોટો.."

હજુ તો વૃંદા વાક્ય પૂરું કરે ત્યાં જ વલય બોલ્યો..

વલય:" હા, અંકલ એક લેડીને પ્રેમ કરતા હતા પણ કોઈ કારણસર એ લેડી તેને છોડીને જતા રહ્યા, ત્યારથી અંકલ બસ આમ જ ગુમસુમ રહે છે."

વૃંદાને હાલ કંઈ બોલવું યોગ્ય ન લાગ્યું. સાંજે જ્યારે વૃંદા ઘરે પહોંચી તો વંદનાબેન મંદિર ગયાં હતાં. વૃંદા તેનાં રૂમમાં ગઈ અને તેનો કબાટ ખોલ્યો, તો સૌથી નીચેનાં ખાનામાં એક ફાઈલ હતી, વૃંદાએ એ ફાઈલ હાથમાં લીધી અને ખોલી તો ચોંકી ઉઠી!

ફાઈલમા તેની મોમ અને વલયના અંકલના ઘણા બધા ફોટાઓ હતા. સાથે થોડી ચીઠ્ઠીઓ પણ હતી. વૃંદા એક પછી એક ચીઠ્ઠીઓ વાચતી ગઈ તેમ તેને સમજાયું, એટલામાં દરવાજાનો અવાજ આવતાં વૃંદા ઝડપથી ફાઈલ મૂકી કબાટ બંધ કરી બહાર હોલમાં આવી.

વૃંદા:" મોમ, મંદિર જઈ આવ્યા?"

વંદનાબેન:" હા, આજ તો ભગવાનને પ્રાર્થના કરી કે તને સદબુદ્ધિ આપે અને જલદી લગ્ન કરી લે તું..,"

વૃંદા:" હા, મોમ હું પણ વિચારું છું, કે હવે મારે લગ્ન વિશે વિચારવું જોઈએ."

વંદનાબેન તો વૃંદાની વાત સાંભળી ખુશ થઈ ગયા.

વંદનાબેન:" શું કોઈ પસંદ આવી ગયું, મારી લાડલી ને?"

વૃંદા:" હા, મોમ હું જે કંપનીમાં કામ કરું છું, તેમાં મારી સાથે જ કામ કરે છે. વલય.."

વંદનાબેન:" એમ! સરસ તો આ રવિવારે જ તેને આપણાં ઘરે લઈ આવ.."

વૃંદા:" હા, મોમ ચોક્કસ.."

વંદનાબેન તો ખુશ થઈ રસોડામાં રસોઈ કરવાં ગયાં. વૃંદાએ તરત જ વલયને કોલ કરી બધી વાત કરી. વલય તો પૂરી વાત સાંભળી શું બોલવું એ સમજી શક્યો નહીં. બીજા દિવસે વૃંદા અને વલય એક કેફેમાં મળ્યા અને વાતચીત કરી. અંતે નક્કી થયું કે કોઈપણ હિસાબે વૃંદા તેનાં મોસમને વલયના ઘરે લાવે અને વલયના અંકલ અને વંદનાબેન ની મુલાકાત થાય....

વૃંદાને હવે આગળ શું કરવું એ સમજાય ગયું હતું. જે કારણોસર તે લગ્ન નહોતી કરવાં માંગતી તેનો હલ વૃંદાને મળી ગયો. કંપનીની સાંજે વૃંદા ઘરે આવી, તો વંદનાબેન એ વૃંદા માટે ગરમ ગરમ ચા બનાવી. બંને મા દીકરી સાથે ચા પીતાં પીતાં વાતો કરવા લાગ્યા.

વૃંદા:" મોમ, હું શું કહું...વલય મને પસંદ છે, તો કાલે આપણે બંને વલયના ઘરે જઈએ."

વંદનાબેન:" પણ..વલય ને અહીં બોલાવીને!"

વૃંદા:" મોમ, તેનાં અંકલની તબિયત બરાબર નથી, તો આપણે જ જઈએ ત્યાં.."

વંદનાબેન:" ભલે, કાલે સાંજે તું આવ પછી જઈએ, હું તૈયાર રહીશ."

વૃંદાએ આખો પ્લાન વલય સાથે વાતચીત કરી બનાવી લીધો, પણ શું..." મોમ, માનશે?" બસ એ વાતની ચિંતા હતી.

સવારે વહેલા ઊઠીને વૃંદા રેડી થઈ ગઈ.

વૃંદા:" મોમ, તો પેલી ઓફવાઈટ કાંજીવરમ સાડી પહેરે હો..."

વંદનાબેન:" પણ એતો બહુ હેવી સાડી છે."

વૃંદા:" હા, પણ આપણો પણ વટ પડવો જોઇએ હો.."

હસતાં હસતાં વૃંદા વંદનાબેનને ગળે મળી, વિચારવા લાગી...કાશ...મારો અને વલયનો પ્લાન સફળ થાય..

વૃંદા જતાં વંદનાબેન ઘરનાં કામકાજ પૂરાં કરી. કબાટ ખોલી કાંજીવરમ સાડી બહાર કાઢી અને સાડીને ખભા પર રાખી, અરીસામાં જોયું....

" વાહ! ખૂબ જ સુંદર લાગે છે."

અચાનક વંદનાબેન ભૂતકાળમાં સરી પડ્યા...

ટાઉન હોલમાં એક કાર્યક્રમ હતો અને તેનું સંચાલન વંદના કરતી હતી. તેની મીઠી, મધુર વાણી સાંભળી સૌ કોઈ મોહિત થઈ જાય. ચીફ ગેસ્ટ તરીકે આવેલાં વ્યોમ નાણાવટી સતત વંદનાને જ જોતા હતા. કાર્યક્રમ પૂરો થયો અને સૌ જમવા માટે ગયાં, અચાનક જ વ્યોમ નાણાવટી વંદના પાસે આવ્યા અને બોલ્યા...

વ્યોમ:" આપ આ કાંજીવરમ સાડીમાં ખૂબ જ સુંદર લાગો છો."

વંદના:" આભાર,"

બંનેએ થોડી વાતચીત કરી અને છૂટાં પડ્યાં. ફરી પાછા એક કાર્યક્રમમાં બંને ફરી મળ્યા. એજ કાંજીવરમ સાડી અને એજ મીઠો અવાજમાં વ્યોમ મોહિત થઈ ગયો. જતા જતા વ્યોમ વંદનાને મળ્યા અને પોતાનો મોબાઈલ નંબર આપ્યો. હવે રોજ બંને વચ્ચે વાતચીત થતી હતી, પણ વ્યોમ હંમેશા વંદનાને માન, સન્માન આપતો હતો. એક દિવસ વ્યોમે વંદનાને ફોન કરી લગ્ન માટે કહ્યું, તો વંદનાએ પિતાજીને મળવાં જણાવ્યું..

દોમદોમ સાહ્યબી અને શેઠ મનસુખલાલને શહેરમાં કોણ ન ઓળખે? વ્યોમે તેનાં પિતાજી મનસુખલાલ સાથે વંદના સાથે લગ્ન કરવાની વાત કરી....પણ શેઠ મનસુખલાલને આ સંબંધ મંજૂર ન હતો. તો બીજીબાજુ વંદનાએ પણ તેનાં પિતાજીને લગ્ન માટે વાત કરી પણ કર્મકાંડી અને બ્રાહ્મણની દીકરીને અન્ય જ્ઞાતિનાં છોકરાં સાથે સંબંધ મંજૂર ન હતો. નાનપણથી જ મા વગર મોટી થયેલી વંદના પિતાની મરજી વિરુદ્ધ કંઈપણ કરવાં રાજી ન હતી. વ્યોમ પણ વંદનાની મરજીને માન આપી તેને ભૂલવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ...બસ ત્યારથી વ્યોમ ગૂમસૂમ બની ગયો હતો. એ પછી મનસુખલાલ શેઠનું પણ મૃત્યુ થયું અને વિદેશથી વ્યોમનો ભાઈ અહીં ભારત આવી બધો કારોબાર સંભાળી લીધો હતો.

અચાનક ફોનમાં રીંગ વાગતાં વંદનાબેન ભૂતકાળમાંથી પાછા ફર્યા...

વૃંદા:" મોમ, સાંજે રેડી રહેજો હો..."

વંદનાબેન:" હા, બેટા.. તું આવ, હું તૈયાર રહીશ."

સાંજ થતાં જ વૃંદા ઘરે પહોંચી. વંદનાબેન કાંજીવરમ સાડીમાં ખૂબ જ સુંદર લાગતાં હતાં. વૃંદા તો વંદનાબેન ને ભેટી પડી. આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી...

વૃંદા:" મોમ, મેં તારી વાત માની લગ્ન કરવા તૈયાર થઈ, હવે તમારે પણ મારી એક વાત માનવી પડશે હો!"

વંદનાબેન:" પણ શું?"

વૃંદા:" એ હું સમય આવતાં કહીશ હો.."

એટલામાં વલયની કારનો અવાજ આવતા વૃંદા બહાર આવી.

વૃંદા:" મોમ, ચાલો કાર આવી."

વંદનાબેન:" પણ તું વલયને અંદર તો બોલાવ."

વૃંદા :" ના, મોમ લેટ થશે."

વૃંદા વંદનાબેન નો હાથ પકડી બહાર આવી. વલયે વંદનાબેનને પગે લાગી જય શ્રી કૃષ્ણ કર્યા. વંદનાબેન તો વલયને જોઈ ખુશ થઈ ગયા.

કાર એક આલિશાન બંગલાના કંપાઉન્ડની અંદર આવી. વલય વૃંદા અને વંદનાબેનને અંદર લઈ ગયો. બંનેએ પાણી પીધું એટલામાં બાજુનાં રૂમમાંથી ગીતનો અવાજ આવ્યો....

" મેરી કિસ્મતમે તું નહીં શાયદ..

કયું તેરા ઈંતજાર કરતાં હું...

મેં તુજે અબ ભી પ્યાર કરતાં હું.."

વંદનાબેન અચાનક જ ઊભા થયાં અને એ રૂમ તરફ ગયાં...ટેબલ પર તેઓનો ફોટો જોયો અને કોઈ વ્યક્તિ ખુરશી પર બેઠી હતી પણ તેઓનો ચહેરો દેખાતો ન હતો. આ બાજુ વલય અને વૃંદા પણ ટેન્શનમાં હતાં કે હવે શું થશે?

વંદનાબેન રૂમમાં ગયાં અને સામે ખુરશીમાં વ્યોમ નાણાવટીને જોયા અને તેઓની આંખોમાં પણ આંસુ આવી ગયાં. વ્યોમની નજર પણ વંદનાબેન પર પડી અને અચાનક જ....

વ્યોમ:" વંદુ.. તું? કયાં હતી? મને છોડીને કયાં જતી રહી હતી." તેઓ દોડીને વંદનાબેન ને ભેટી પડ્યા.

સમયની નજાકત જોઈ વલય અને વૃંદા બહાર ગાર્ડનમાં જતા રહ્યા. વરસો પછી આમ વંદનાને જોતા જાણે વ્યોમમાં એક નવી જ ચેતનાનો સંચાર થયો. આટલા વર્ષોથી આઘાતને કારણે કંઈપણ બોલ્યા ચાલ્યા વગર બસ ગુમસુમ રહેતા વ્યોમ નાણાવટી અચાનક બેહોશ થઈ ગયા.

વંદનાબેન જલદી વલય અને વૃંદાને બોલાવી લાવ્યા. વલયે તરત જ ડોક્ટરને ફોન કર્યો. વૃંદા તો ડરી ગઈ... ક્યાંક અંકલને કંઈ થઈ જશે તો? વંદનાબેન પણ શું બોલવું તે સમજી શક્યા નહીં. ડોક્ટર સાહેબ આવતા તેઓનું ચેકઅપ કર્યું, કોઈ ચિંતા જેવી બાબત ન હતી. થોડીવાર થતાં વ્યોમે આંખો ખોલી...

વ્યોમ:" વંદના... તું અહીં?"

વંદનાબેન:" બસ, હાલ તમે કંઈ ન બોલો, બસ આરામ કરો."

વલય:" આન્ટી, આ મારા અંકલ છે. આટલાં સમયથી આમ બસ ગુમસુમ હતાં, પણ આજે તમને જોઈને વાત કરવા લાગ્યા."

વૃંદા :" હા, મોમ સોરી પણ મેં તમારો ફોટો અહીં જોયો અને પછી કબાટ ખોલી તમારી ફાઈલ પણ વાંચી.."

વલય:" હા, આન્ટી જે વર્ષો પહેલાં શક્ય ન બન્યું, તેને આજે સુધારી શકાય."

વંદનાબેન:" એટલે?"

વૃંદા :" હા, મોમ મને હંમેશા તમારી ચિંતા રહેતી કે લગ્ન કરી હું તમને એકલાં કેવી રીતે રાખી શકુ.. પણ આપ જો સહમત હોઉં તો આપણે બધાં સાથે રહીએ."

વંદનાબેન:" પણ વ્યોમ..સમાજ... શું કહેશે?"

વલય:" અંકલની આપ ચિંતા ન કરો...અને રહી વાત સમાજની તો સમાજ તમારાં દુઃખમાં સાથ આપવા આવ્યો હતો."

વૃંદા:" હા, મોમ..તમે ખુશ, તો હું પણ ખુશ.. હું વલય, તમે અને અંકલ આપણે સાથે રહેશું."

એટલામાં વ્યોમ બોલ્યા..

વ્યોમ:" હા, વંદુ.. આપણે હંમેશા આપણી ખુશીઓ માટે સમાજ પર આધાર રાખીને છીએ, પણ એજ સમાજ અને અમીરી ગરીબીને કારણે જ આપણે એક ન થઈ શક્યા... હવે વલય અને વૃંદાની સાથે આપણે પણ આપણાં નવાં જીવનની શરૂઆત કરીએ."

વલય: હા અંકલ..."

વલય વ્યોમને ભેટી પડ્યો.

વંદનાબેને પણ વૃંદાને ગળે લગાવી, પોતાની મૂક સંમતિ આપી.

વલય અને વૃંદાએ કોર્ટ મેરેજ કર્યા અને સાથે સાથે વ્યોમ અને વંદનાબેને પણ તેઓની સાથે કોર્ટ મેરેજ કર્યા.

નાણાવટી બંગલામાં આજે વહેલી સવારમાં સરસ ભજન સંભળાતું હતું. વંદનાબહેને વ્યોમને પ્રસાદ આપ્યો. જીવનની છેલ્લી અવસ્થામાં એક મન ગમતો સાથ કે સહારો મળી જાય તેનાંથી વધારે ખુશી કંઈ હોય...

ઉપર બેડરૂમમાં વલય અને વૃંદા પણ પ્રેમની મીઠી પળો માણતાં હતાં.
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post