હૃદયની પ્રાર્થના (Prarthna)

# હૃદયની પ્રાર્થના ..."
“આ વાતને ત્રીસેક વર્ષ થયાં હશે, મારે ત્યાં દીકરાનો જન્મ થયો. સમય કરતાં એ ઘણો વહેલો આવી ગયેલો. જન્મ સમયે એનું વજન માંડ દોઢ કિલોગ્રામ. અત્યંત નબળો બાંધો. મારા મિત્ર ડૉકટરે સલાહ આપી કે, તાત્કાલિક એને સિટી ની એક પ્રસિધ્ધ હૉસ્પિટલમાં લઇ જાવ. એને કાચની પેટીમાં ઘણો લાંબો વખત રાખવો પડશે.

AVAKARNEWS
હૃદયની પ્રાર્થના

આખાયે સિટીમાં એ સમયે માંડ બે-ત્રણ જગ્યાએ જ કદાચ આ સુવિધા ઉપલબ્ધ હતી.

મારા દીકરાને દાખલ કર્યો. એ સમયે અન્ય નવજાત બાળકો પણ ત્યાં હતાં. બે-ત્રણ દિવસે એકાદ બાળક ઇશ્વરને પ્યારું થઇ જતું હતું. હું ખૂબ જ હતાશ થઇ ગયો હતો.

ડૉક્ટર પણ એમના શક્ય તમામ પ્રયાસો કરતા હતા. મારા દીકરાની સ્થિતિ ઘણી જ ચિંતાજનક હતી.

આ પરિસ્થિતિમાં મારું દવાખાનું પણ ચાલુ રાખવું જરૂરી હતું. કારણ મારા દર્દીઓને તકલીફ પડે, તો જાય ક્યાં? હું આખી રાત મારા દીકરા પાસે રહેતો અને સવારે ઘેર આવી, નાહી-પરવારી સવારના દર્દીઓને તપાસતો. બપોરે થોડોક આરામ અને સાંજની ઓપીડી પતાવી, પાછો પહોંચી જતો દીકરા પાસે.

મારા દીકરાની હાલતમાં ખાસ કોઇ સુધારો જણાતો ન હતો. આ પરિસ્થિતિમાં એને અન્ય જગ્યાએ લઇ જવો પણ કેવી રીતે? ડૉક્ટરે પણ ઉપરવાળા ઉપર ભરોસો રાખવાનો દિલાસો આપી દીધેલો."

એક દિવસે સાંજના મારી ઓપીડી પતાવી હું દીકરાને જોવા અધીરો થઇ રહ્યો હતો, ત્યાં જ મારા સ્ટાફ નર્સે કહ્યું કે કોઇ ગરીબ બાઇ આવી છે.

મેં કહ્યું કે, સમય પૂરો થઇ ગયો છે. કાલે આવવાનું કહો.

હું દરવાજા બંધ કરી બહાર નીકળી રહ્યો હતો ને એ ગરીબ બાઈ હાથ જોડી મને કરગરી રહી હતી. હું ગુસ્સે થઇ ગયો. ‘મારે બહાર જવાનું છે. તમે કાલે આવજો.’ 

જવાબમાં એ રીતસરની મારી સામે ઝૂકી પડી. ‘સાહેબ, દસ કિલોમીટર દૂર થી ચાલતાં આવ્યા છીએ. મારી હાલત જુઓ. આવતીકાલે પાછું ચાલીને જ આવવું પડશે. દયા કરો સાહેબ, ઇશ્વર….તમારા દીકરાને ખૂબ લાંબુ આયુષ્ય આપશે…..’

હું સડક થઇ ગયો. એનું છેલ્લું વાક્ય મારા હૃદયની આરપાર નીકળી ગયું. પાછો વળી ગયો.

એ બાઇને ખૂબ શાંતિથી તપાસી, જરૂરી દવાઓ પણ આપી.

’કેટલા પૈસા આપું, સાહેબ?’એના હાથ ફરી જોડાઇ ગયા. હું એને જોઇ જ રહ્યો. જે બાઇ આઠ-દસ કિલોમીટર ચાલીને આવી હોય. એની પાસેથી શું લઇ શકાય?

મારાથી બોલાઇ ગયું, ‘બહેન… તું મને ફરીથી આશીર્વાદ આપ….મારા માટે એ જ તારી ફી છે.’

એ બાઇએ જીર્ણ થઇ ગયેલા સાડલાથી આંખો લૂછી ખરી, પણ …. આભારવશ બનેલી એ આંખો કાબૂમાં ના રહી. ’ઇશ્વર…. તમારા દીકરાને લાંબુ આયુષ્ય દે….’

એના અંતરના આશીર્વાદ લઇ, હું જાણે હળવોફૂલ થઇ ગયો. અને પછી જે ચમત્કાર સર્જાયો, એ આજીવન નહીં ભૂલાય.

મારા ફોનની ઘંટડી રણકી ઊઠી, ‘સાહેબ… ગુડન્યૂઝ. ઇંગ્લૅંડથી મારા એક પરિચિત ડૉક્ટર આપણી હૉસ્પિટલમાં આવ્યા છે. તમારા દીકરાને એમણે તપાસી ઇંગ્લૅંડથી આવેલું એક ઇંજેશન પણ આપી દીધું છે, દીકરો રડી રહ્યો છે.

ડૉક્ટર મિત્રનું કહેવું છે કે, એ ઘણો જ સ્વસ્થ છે. ચિંતા કરવાની કોઇ જરૂર નથી. ....તમે જલદીથી દીકરાને મળવા આવી જાવ…’

હું હૉસ્પિટલ પહોંચ્યો, ઇંગ્લૅંડથી આવેલા ડૉક્ટર મને ભેટી પડ્યા. ને હું હીબકે ચડી ગયો…. મારા દીકરાએ પણ મારી સાથે સૂર પુરાવ્યો ત્યારે બંને ડૉક્ટરોની પણ આંખો ભીની થઇ ગઇ."

#કોણ કહે છે કે પ્રાર્થનાઓ માં તાકાત નથી!!"" દવા ની સાથે સાથે "હૃદયની પ્રાર્થના" પણ કામ કરે છે – અજ્ઞાત" (આ વાર્તાના લેખકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)

"Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આયુર્વેદથી આરોગ્ય, પ્રકૃતિનું જતન જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺 —— "આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!! 

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post