#મામેરુ…" (Mameru)
અમીના દીકરાના લગ્નને બે મહિનાની વાર હતી. એક દિવસ અમી બે ત્રણ દિવસ માટે ભાઈ સાથે દીકરાના લગ્નની વાત કરવા પિયર આવી. ભાભીને વાત કરી હતી ભાઈ સાથે વાત કરવા મોકો શોધતી હતી. આજે રવિવાર હતો અને ભાઈને રજા હતી. નાસ્તાના ટેબલ પર અમી અને તેના સુમિત્રાભાભી નાસ્તો ગોઠવતા હતા. ધીમેથી અમી બોલી," ભાઈ, મારે તારી સાથે વાત કરવી છે." અમીનો ભાઈ આકાશ બોલ્યો, "હા, બેન.. બોલને શું વાત છે ?
અમીએ કહ્યું," ભાઈ, બે મહિના પછી તારા ભાણેજ રાજના લગ્ન છે. ભાઈ.. તું મામેરુ કરશે ને ?"
આકાશે ધારદાર નજરે અમી સામે જોયું અને કહ્યું," અમી, રાજ તારો દીકરો છે ? તેં જન્મ આપ્યો છે? ના.. એ તારો દીકરો નથી." રાજ..તારા પતિ સમીર અને તેની આગલી પત્ની માધવીનો દીકરો છે. તો રાજ તારો દીકરો નથી તો મારો ભાણેજ ક્યાંથી ? જો બેન.. મારી પાસે પૈસા છે. ખર્ચ કરવામાં હું પાછળ નથી પડતો. જો તારો પોતાનો દીકરો હોત ને તો હું ધામધૂમથી એને પરણાવતે. પણ… માફ કરજે.. અમી હું મામેરુ નહીં કરું.
અમીએ કહ્યું," ભાઈ, તુ હજુ મારા લગ્નથી નારાજ છે? હજુ ગુસ્સામાં છે? મારા લગ્નને 25 વર્ષ થઈ ગયા તો પણ તુ હજુ..!! ભાઈ એક નાનકડા, નમાયા દીકરાની મા બની તો એમાં ખોટું શું છે ? સમીર ખુબ સજજન માણસ છે અને "રાજ" તો તને જ મામા માને છે, તો ભાઈ.. એકવાર મારો પ્રસંગ.." આકાશે હાથ કરીને અમીને બોલતી અટકાવી દીધી અને કહ્યું," અમી બીજી વાર હવે આ વાત નહીં કરતી." તારી સાથે લોહીનો સંબંધ છે. મે માબાપને વચન આપેલું એટલે તારી સાથે જોડાયેલો છું.
અમી એકદમ ઊભી થઈ ગઈ અને બોલી," ભાઈ, એટલે તું કમને સંબંધ રાખે છે એમ જ ને !! સારું ભાઈ, હવે તારી જવાબદારી પૂરી થઈ. હવે મારી ચિંતા કરતો નહીં. રાજ મારો દીકરો છે એને હું જ પરણાવીશ." હું થોડીવારમાં મારા ઘરે જાઉં છું. અડધો કલાકમાં બેગમાં કપડાં મૂકી, ભાભી પાસે ગઈ. ભાભીને આંસુસભર આંખે ભેટી, ભાઈને આવજો કહી, અમી સડસડાટ નીકળી ગઈ.
ઘરે આવી અને સાંજે જમતી વખતે સમીરને અને રાજને કહ્યું," લગ્નના હવે થોડા દિવસો બાકી છે, તો ખરીદી શરૂ કરીએ. બીજા કામો પણ કરવાના શરૂ કરી દો. મહેમાનોનું લીસ્ટ,જમણવારનું મેનુ કંકોત્રી…ઓહ… દોડધામ..કેટલું કામ..!!" સમીરે કહ્યું," અમી તું કેમ ચિંતા કરે છે? હું છું ને!! અને તારો ભાઈ આકાશ તો ભાણેજને પરણાવવા ખડે પગે મારી સાથે જ રહેશે." રાજ બોલ્યો," મમ્મી ચિંતા છોડો. તમે થાકી જાવ છો. એના કરતા સિવિલ મેરેજ કરી લઈએ તો !! ખોટી દોડધામ નથી કરવી.
અમી રાજ પાસે ગઈ અને બોલી," દીકરા, તને ખૂબ ધામધૂમથી પરણાવવાના મને અરમાન છે." જોજે ને મારી વહુને હું વાજતે ગાજતે લઈ આવીશ." રાજે કહ્યું," મમ્મી.. આકાશમામાને હું ફોન કરવાનો છું. 15 દિવસ પહેલા બોલાવી લઈશ. મામાનો હું લાડકો અને એકનો એક ભાણેજ છું. અમીએ રસોડામાં જતા જતા આંસુ છુપાવી દીધા.
સમીરની પહેલી પત્ની માધવી રાજને જન્મ આપીને, છ મહિનાનો મૂકીને મૃત્યુ પામી હતી.
અમી.. સમીરની ઓફિસમાં કામ કરતી હતી. સમીરની રેડીમેડ કપડાંની ફેક્ટરી હતી. આર્થિક રીતે ખૂબ સધ્ધર સમીર પત્નીના મૃત્યુ પછી પડી ભાંગ્યો હતો. છ મહિનાના દીકરાને કેમ નો સાચવવો? સમીરના મા બાપ તો ક્યારના મૃત્યુ પામ્યા હતા.
એકવાર રાજ બીમાર હોવાથી સમીરે ઓફિસની ફાઈલો લઈને અમીને ઘરે આવવા કહ્યું. અમી ઘરે આવી ત્યારે સુ..સુ..કરીને ભીનો થયેલો રાજ રડતો હતો. અમીએ રાજને તેડી લીધો. તેનું ડાયપર બદલાવ્યું. દૂધ ગરમ કરીને બોટલમાં ભરીને પીવડાવ્યું. સમીર ફાઈલો જોતા જોતા અમી તરફ જોઈ રહ્યો.
એક દિવસ સમીરે અમીને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો અને કહ્યું," અમી મારા રાજની "મા" બનશે? અમીએ તેના ભાઈ આકાશને પૂછ્યું. આકાશે ના પાડી. અમીએ ભાઈની વિરૂદ્ધ જઈ સમીર સાથે કોર્ટ મેરેજ કરી લીધા. આકાશે કમને આ લગ્ન સ્વીકાર્યા. આકાશ અને તેની પત્ની સુમિત્રાના લગ્નને 20 વર્ષ થયા હતા પણ તેઓ નિઃસંતાન હતા. સુમિત્રાને અમીનો દીકરો રાજ ખૂબ વહાલો પણ આકાશની જીદ સામે લાચાર હતી. અમી રાજને લઈને જ્યારે પિયર આવતી ત્યારે આકાશ કમને રાજ સાથે વાત કરતો પણ સુમિત્રા..સુમિત્રા તો આકાશથી ગભરાઈને પણ રાજને લાડ લડાવતી.
અમી આકાશ સાથે વાત કરી, તેની મામેરાની "ના" સાંભળ્યા પછી ઘરે આવી ગઈ. એ વાતને 15 દિવસ થયા હશે અને એક દિવસ બપોરે અમીની ભાભી સુમિત્રાનો ફોન આવ્યો. ખૂબ ગભરાયેલા અવાજે સુમિત્રાએ કહ્યું," અમીબેન.. તમારા ભાઈને એક્સિડન્ટ થયો છે. હું એમને લઈ હોસ્પિટલ આવી છું. પગમાં ઓપરેશન કરવું પડશે. બોલતા બોલતા સુમિત્રા રડી પડી. અમી બોલી," ભાભી, તમે ચિંતા નહિ કરો. અમે હમણાં જ આવીએ છીએ.
સમીર, અમી અને રાજ દોડતા હોસ્પિટલ પહોંચ્યા. સુમિત્રા ખુરશી પર બેસીને રડતી હતી. અમીને જોઈ તેને ભેટીને રડવા લાગી. રાજ બોલ્યો," મામી ચિંતા નહિ કરો." આકાશ બેભાન હતો. ઓપરેશન માટે લઈ ગયા. રાજે બધાને આશ્વાસન આપતા કહ્યું," હું બધું સંભાળી લઈશ. તમે ત્રણે ચિંતા નહીં કરો. મામાને જલદી સારું થઈ જશે. ઓપરેશન પછી દસ દિવસ હોસ્પિટલમાં રહેવાનું હતું. એક બાજુ રાજના લગ્નની તૈયારી બાકી હતી. આકાશને ઓપરેશન પછી રૂમમાં શિફ્ટ કર્યો. આકાશ ભાનમાં આવી ગયો હતો.
રાજે કહ્યું," પપ્પા, મમ્મી અને મામી.. તમે બધા હવે ઘરે જાવ. હું અહીં મામા પાસે રહીશ." પપ્પા.. તમે સાંજે આવો ત્યારે મારા કપડાં લેતા આવજો. હું દસ દિવસ ઘરે નથી આવવાનો. સુમિત્રાએ કહ્યું," ના.. રાજ હું રહું છું. તમે લોકો જાવ."
રાજ બોલ્યો," મામી.. તમને મારા પર વિશ્વાસ નથી? મામી.. ભલે આકાશમામા મને ભાણેજ નથી માનતા, પણ હું એમને મારા મામા જ માનું છું કારણ કે મારી અમી મમ્મી મને મારી જન્મ આપનારી મા કરતા વધુ વહાલી છે. મારી જન્મ આપનારી મા કરતા એણે મને વધુ સાચવ્યો છે. મેં મારી માને તો જોઈ જ નથી.. રાજ ધ્રૂસકે ધ્રૂસકે રડતો હતો. સુમિત્રા બોલી.. રાજ એવું કંઈ નથી બેટા. એટલામાં ડોક્ટર આવ્યા અને કહ્યું કે, અકસ્માતમાં આકાશનું ઘણું લોહી વહી ગયું છે. બ્લડ ચડાવવું પડશે એટલે આકાશના ગ્રુપની બે બ્લડ બોટલ બ્લડબેંકમાંથી મંગાવી લો.. રાજ ડોક્ટર પાસે જઈ બોલ્યો, સર..મારું અને મારા મામાનું બ્લડ ગ્રુપ એક જ છે. હું મારા મામાને બ્લડ આપીશ. તમે તૈયારી કરો. રૂમમાં ભાનમાં આવેલા આકાશની આંખો રાજની વાતો સાંભળીને અનરાધાર વરસી રહી હતી. આકાશ મનમાં જ બોલ્યો," અમી..મારી બહેન.. ખરેખર રાજ તારો જ દીકરો છે અને હા મારો લાડકો ભાણેજ છે.
દસ દિવસ પછી આકાશને ઘરે લાવ્યા. રાજ મામાને ડ્રેસીંગ માટે હોસ્પિટલ જવું હોય ત્યારે હાજર થઈ જતો. ઓપરેશનના 25 દિવસ પછી આકાશ લાકડીના ટેકે ચાલતો થઈ ગયો.
લગ્નના દસ દિવસ બાકી હતા. એક દિવસ વહેલી સવારે અમીના ઘરનો ડોરબેલ વાગ્યો. અમીએ ઘડિયાળમાં જોયું. સવારમાં પાંચ વાગ્યા હતા. એણે વિચાર્યું આટલું વહેલું કોણ હશે ? સમીરે બારણું ખોલ્યું તો આકાશ અને સુમિત્રા વહેલી સવારે બેગ લઈને અમીના ઉંબરે ઊભા હતા. અમી ભાઈ ભાભીને ભેટી પડી. આકાશે ભીની આંખોએ કહ્યું..અમી, જો મારા રાજને પરણાવવા એના મામા દોડતા આવી પહોંચ્યા છે..
બપોરે જમ્યા પછી અમી રાજના લગ્નની તૈયારીઓ બતાવતી હતી. એના કપડાં, વહુના દાગીના, પોતાના ભાઈ ભાભી માટેના કપડાં.. આ બધું જોઈને આકાશ બોલ્યો, બેન આ મામાને ભૂલી ગઈ. અરે…મારે પણ મારા ભાણેજના મામેરાની તૈયારી કરવાની છે. મારો લાડકો એકનો એક ભાણેજ ઘોડે ચડવાનો છે. આ એનો મામો ધામધૂમથી મામેરુ લઈને આવશે. બેન.. જોજે મારા રાજને હું ઊંચકીને માયરામાં બેસાડીશ બોલતા બોલતા આકાશ અમીને બેટી રડી પડ્યો. સુમિત્રા રાજ પાસે ગઈ. એના માથે હાથ મૂકીને કહ્યું," રાજ.. મામેરામાં મામા પાસે જે જોઈએ માંગી લેજે દીકરા.
રાજે કહ્યું," મામી, "મા" શબ્દમાં એક જ વારમાં " મા" આવે છે જ્યારે મામા શબ્દમાં બે વખત "મા" આવી જાય છે. હવે એનાથી વધારે મારે કંઈ નથી જોઈતું. બસ મારા મામા મારી સાથે છે એટલે મને બધું જ મળી ગયું. સૌની આંખોમાં આનંદના આંસુઓ ઝળહળી રહ્યા.
લેખક__🖊️રીટા મેકવાન "પલ" (સુરત)

મામેરુ (Mameru)

વાંચ્યા પછી... આપના પ્રતિભાવ નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અથવા અમને વોટ્સએપ No - 7878222218 પર પણ મોકલી શકો છો..!!🌺 __🖊️©આવકાર™