તુ છૂટી ગઈ (Tu Chhuti Gai)

#"તુ છૂટી ગઈ " ...!!!!
૬૫ વર્ષના ઈશ્વરભાઈ ના હાથમાંથી લાકડી છૂટી ગયી, એમનો હાથ હમેશાં ધ્રૂજતો રહેતો. પડેલી લાકડી ઉઠાવી રમાબેને પતિને આપતા કહ્યું, હું છું તો સંભાળી લઉ છું. ન હોઈશ તો શું કરશો ?

ઈશ્વરભાઈ બોલ્યા, " રમા..લાકડી ભલે છૂટી ગયી, તુ ન છૂટી જતી .. નહી તો હું તૂટી જઈશ.. ને પતિ- પત્ની નો સંવાદ આકાશ ના ઈશ્વરે સાંભળ્યો.

AVAKARNEWS
તુ છૂટી ગઈ

એક રાત્રે જવા બાથરૂમ ઉઠેલા રમાબેન નો પગ લપસ્યો, માથામાં ગંભીર ઇજા થયી. બે દિવસ કોમા મા રહી રમાબહેન અનંત યાત્રા એ ઉપડી ગયા."

ઈશ્વરભાઈ ની આંખ માંથી અશ્રુ ટપકી પડ્યા , તેઓ બોલી ઉઠ્યા , " રમા .. તુ છૂટી ગયી ને !!! હવે વહુ- દીકરાને આશરે રહેવાનું આવ્યું.

ઈશ્વરભાઈ નો હાથ ધ્રુજતો રહેતો એટલે હાથમાંથી કંઈ ને કંઈ પડી જતું . એક દિવસ સવારમાં " ચા " પીતા પીતા હાથ ધ્રૂજ્યો ને કપ રકાબી નીચે પડ્યા ને તૂટ્યા..ચા ઢોળાઇ ગયી. ને વહુ તાડુકી, તોડો.. તોડો.. દીકરો લાવશે નવું .. અને હા .. હું છું ને નોકરાણી આ બધું સાફ કરીશ. 

ઈશ્વરભાઈ એ વહુ સામે બે હાથ જોડયા ને કહ્યું, " વહુ બેટા મને માફ કરી દે... બોલી પોતાના રૂમ માં જતા રહ્યા. રૂમ માં દીવાલ પર લટકતી પત્ની ની તસવીર સામે જોઈ રહ્યા. હૃદયમાં ડૂમો ભરાઈ આવ્યો.

ને બોલી ઉઠ્યા, " રમા ... સારૂ થયું તુ છૂટી ગયી .....!!!

મિત્રો.. આ વાર્તા માં " તુ છૂટી ગયી " શબ્દ ત્રણ વખત આવે છે. અને ત્રણેવ નો અર્થ જુદો જુદો છે ...

           🖊️લઘુ કથા: રીટા મેકવાન "પલ" (સુરત)

વાંચ્યા પછી... આપના પ્રતિભાવ નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અથવા અમને વોટ્સએપ No - 7878222218 પર પણ મોકલી શકો છો..!!🌺 __🖊️©આવકાર™

Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આરોગ્ય અને પ્રકૃતિ વિશેની માહિતી, સરકારી યોજના, હળવી મનોરંજન પોસ્ટ જેવી લોકોપયોગી પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Post a Comment

Previous Post Next Post