ફરજ (Obligation)

ફરજ ..." (માઇક્રોફિક્શન)
**************ભાવના એન જોષી "ચાંદની"
મિતાએ બારીમાંથી બહાર નજર કરી હજુ રાજેશ ન આવ્યો. મિતાનો ઉચાટ વધતો જતો હતો અને સાથે સાથે ઘડિયાળમાં સમયને પણ જાણે પાંખ આવી હોય એમ પસાર થવા કરતાં ઉડતો હતો એમ કહેવું વધારે યોગ્ય લાગશે.

AVAKARNEWS
ફરજ - Obligation

અચાનક રાજેશની સાથે જ કામ કરતો મોહન દેખાયો. મિતા દોડીને બહાર આવીને દરવાજે ઉભા રહી મોહનને પુછવા લાગી કે કેમ ભાઇ આજે રાજેશ તારી સાથે ન આવ્યો? 

મોહન બોલ્યો કાકી રાજેશને થોડું કામ છે પછી આવશે. મિતાબેનના મનમાં અજંપો વધતો જતો હતો. એના પતિ મયુરના એક્સિડન્ટમાં મરણ થયા પછી માત્ર પાંચ વર્ષના રાજેશને લઇને મિતા અહિ જગ્યા બદલી આવી ગયેલ. મન મક્કમ કરી રાજેશને મોટો કર્યો અને ભણાવ્યો પણ ખરો. એન્જિનીયર બન્યા પછી સારી કંપનીમા નોકરી મળી ગયેલ.

આજ ત્રણ વર્ષથી રાજેશ નિયમિત નોકરી પરથી સમયસર ઘરે આવી જતો. આજે મોડુ થયું અને પછી તો જાણે આ ક્રમ બની ગયો આતરેદાડે મોડું થવા લાગ્યું. મિતાએ રાજેશને એકદિવસ પૂછયું બેટા કંઇ મુશ્કેલી છે?હોય તો મને કહે તું હમણાનો કયાં વિચારોમાં ખોવાયેલો રહે છે મને તારી ચિંતા થાય છે. 

કંઇ નહિ મમ્મી એ તો ઓફિસના કામને લીધે કહી રાજેશે જવાબ ઉડાવી દિધો. મિતા એના પતિના ફોટા આગળ ઉભી રહી પુછવા લાગી મયુર તમારા ગયા પછી એક મા અને બાપ તરીકેની બન્ને જવાબદારી મે સંભાણી છે રાજેશને કોઇ વાતનું ઓછુ નહિ લાગવા દીધું છતાં કંઇક ખુટતું હોય એમ લાગે છે.

એક દિવસ અચાનક રાજેશ આવીને મિતાને કહેવા લાગ્યો કે મારે કંપનીના કામે બહાર જવાનું છે બીજે દિવસે રાજેશ ગયો. શરુ શરુમાં તેનાં ફોન આવતાં ધીરેધીરે આવતા બંધ થયા. વસ્તું લેવા ગયેલ મિતાની આંખ સામેથી મોંઘી કાર ખૂબ ઝડપથી નીકળી ગઈ અંદરની સવારી જોઇ મિતા બેભાન થઇ ગઇ.

(લેખકની બાંહેધરી: ભાવના એન જોષી ' ચાંદની ' (આ રચના મારી સ્વરચિત અને અપ્રકાશિત છે.))

"Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આયુર્વેદથી આરોગ્ય, પ્રકૃતિનું જતન જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺 —— "આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!! 

Post a Comment

Previous Post Next Post