નાવલી અવતરણ (Navli Avatran)

" નાવલી અવતરણ " - લોકવાર્તા
*************************ઝવેરચંદ મેઘાણી
સૌરાષ્ટ્રની ધરતી ઉપર હજુ માણસાઈના પાણી સુકાયા ના હતા તે સમયની આ વાત છે, જ્યારે સૌરાષ્ટ્રની ધરતી ઉપર 'પાણી પાણી' ના પોકાર સંભળાય રહ્યાં હતા. શોર્ય ભીની સૌરાષ્ટ્રની ધરા પાણી વગર ગમગીન બની હતી. 

AVAKARNEWS
નાવલી અવતરણ

એવાં સમયે સાવરકુંડલા ગામના પાદરે વહેતી નાવલી નદી પણ કોરી ભઠ્ઠ થઈ ભેકાર બનતી હતી. પાણી વગર નાવલી નદીના કાળમીંઢ પથ્થરો સાંજ પડતા ત્યાંથી પસાર થતા રાહદારીઓને પોતાની એકલતાનો ભાસ કરાવતા નજરે ચડતા. વર્ષ દરમ્યાન ચૈત્ર વૈશાખ અને જેઠ મહીના નાવલી નદી માટે કપરા હોય છે, ઉનાળાના આ ત્રણ મહીના દરમ્યાન નાવલી સૂકી ભઠ્ઠ બની જતી હતી.

આમ એક વખત ઉનાળાના વૈશાખ-જેઠના કડકડતા તાપ પડી રહ્યાં હતાં અને એવામાં સાવરકુંડલા ગામે એક સાથે અગિયાર જાનો પરગામથી આવીને સાવરકુંડલાનાં પાદરે ઉભી હતી, પણ પાણી વગર ત્રાસદી ભોગવતી પ્રજા માંથી જાનનું સામૈયુ કરવા કોઇ માણસ ગયો નહીં. લગ્નના માંડવા સૂના પડ્યા હતાં, ગામનાં મારગ વેરાન બન્યાં હતા અને પાણી વગર લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં હતાં..!!

પાણી વગર ગમગીન બનેલાં પ્રજાજનો એકઠાં થઇ પોતાના રાજા સોમેશ્વર કોટીલાને આવેલી આફત માંથી ઉગારવાની અરજ કરે છે. પ્રજાપાલક રાજવી સોમેશ્વર મનોમન મૂંઝાય છે કે પાણી લાવવું પણ ક્યાંથી ? કોઈ સ્ત્રોત તો છે નહીં.., ગામનાં કુવા અને વાવનાં તળિયાં દાણા ભરવાની કોઠીઓ જેવાં સુક્કાંભઠ્ઠ થયા હતાં.

કુંટિયા ગાળી ગાળીને ગોરમટાના ઢગલા કર્યા, વીરડા ગાળી ગાળીને વેકરાના ગંજ ખડકાયા પણ ટીપુંય પાણી નથી. ધિંગાણાની તોપો સામે માથું ધરી દેતાં જે આંચકો ન ખાય એવા ભીડવીર આદમીનું હ્રદય પાણી વગર ટળવળતી પોતાની પ્રજાને જોઇ ભીતરથી હચમચી ગયું. રાજા ઉભા થયા અને માઁ ખોડીયાર ને સંભાર્યા ઘોડી પલાણી ને હાથમાં ખુલ્લી તલવારે સાવરકુંડલા ગામની દક્ષીણમાં એકાદ ગાઉ છેટે આઈ "માઁ ખોડીયાર" ના સ્થાનકે આવી પહોંચ્યા, દેવ સૂર્ય નારાયણ આથમી ગયા હતાં અને કાળી ડિબાંગ રાતના અંધારા ધરતી પર પથરાઇ ગયા હતા. ત્યારે "માઁ.! માઁ.! માઁ.!" કહેતા' ક સોમેશ્વર કોટીલાએ આઇ ખોડિયાર ને અરજ કરી.

"હે મગરવાહિની મારી નાવલી માઁ જળ ભરી દે..!! હે નાવલી નદિ અમારા ગામની ગંગા સમાન, તુ અમને તારુ અમૃત જળનુ પાન કરાવ"

આફત વેળા આવતાં, મેં તો અવર માગ્યું ના.
આજ તરસ્યાને જળ પા, તું ગંગા અમારા ગામની " માઁ "

મન મહેરામણ, દલ દધિ, નારી નજરું મેરુ પાર.
અમ જીવતરનો આધાર, તુ ગંગા અમારા ગામની " માઁ "

આવ્યા તારે આશરે ભગવતી, અમે આશા લઇ ને કોઈ.
તારા ઉર ને ઉજળાં જોઇએ, નામે તારા નાવલી " માઁ "

નાવલીમા જળ ભરી રૈયત ને સુખી કર કા'તો પોતાના લોહિ થી "માઁ ખોડીયાર" ને અંજલી આપવાનો નિશ્ચય કરી આવેલાં મહારાજ કોટીલા એ તલવાર પોતાનાં માથાં પર ઉગામી, તલવારની ધારના તેજીલા કિરણો અંધારી રાતને અજવાળી રહ્યાં હોય તેમ વાતાવરણમાં અંધકાર ભેકાર બન્યો હતો ત્યારે.. એક પડછંદ આવાજે આકાશવાણી થઇ કે " સબુર..!!સુમરા-સબુર.!! " તારા જેવા પ્રજાનાં નહાર ને મરવા દેવાય નહિ.!! ઉભો થા.!! ઉઠ.!! ઘોડી પલાણ..., અને દોડાવી જા, જ્યાં સુધી તારી ઘોડી દોડશે ત્યા સુધી નાવલીમાં બારે માહ પાણી છલકાશે, નાવલીના એ વહેણ બારે માહ વહેતા રહશે, નાવલી ને કોઈ તાપ સુકવી શકશે નહીં.

પણ..., હા પાછું વળી ને જોઇશ નહિ..!!

તારી ઘોડી સુકાયેલી નાવલી નદિના પટ પર હાંક જે..!!

રાજા સોમેશ્વર તલવાર મ્યાન કરી માતાજીની આજ્ઞા લઈ ઉભા થયા, ઘોડી પર સવાર થઇ ઉપડ્યા અને તેની પાછળ પાણીના પુર ઉમટ્યા, આગળ ઘોડી અને પાછળ જાણે સમુદ્ર ઘૂઘવતો હોય એમ નાવલી નદીના પુર ઘસી આવ્યા.! આમ ને આમ લગભગ એકાદ ગાઉ રાજા સોમેશ્વર ઘોડી હાંકી ગયા..! દુર થી કુંડલાનું પાદર દેખાયું અને ગામ કુંડલાના પાદરે ઉભા જાનૈયા ઓના મોઢાં પર તેણે હરખ જોયો, ઘૂઘવતા નાવલી નદિના પાણી જોવા ગામ લોકો પાદરે દોડી આવ્યા, ઢોલ, ત્રાસા અને શરણાઇના સૂર થી વાતાવરણ ગહેંકી ઉઠ્યું હતું.

ગામ લોકો નાવલીમા પાણી આવ્યાના હરખથી વગાડતા વાંજીત્રોના પ્રચંડ અવાજથી સોમેશ્વરની ઘોડી ભડકી ઉઠી, વાંજીત્રો નહી વગાડવા અને અવાજ નહી કરવા લોકોને ચેતવવા માટે રાજા સોમેશ્વરે પાછળ પીઠ ફેરવી લોકોને કહ્યુઃ થોભો.!! અવાજ ના કરો.. એટલું બોલતા યાદ આવ્યું કે માતાજીએ પાછુ વળી જોવાની ના પાડી હતીં, મારાથી શરત ચુકાઇ ગઇ છે. એજ પળે નદિના ઘૂઘવતા આવતા પાણી સર્પની જેમ જમીનમાં ઉતરી ગયા હતા, ગામતળ પુરું થયું દક્ષિણેથી હાકેલી ઘોડી ઓતરાદા પાદરમાં આવી પહોંચી હતી.

રાજવીની મંશા તો નાવલી ને ગામ ની વચ્ચે થી હાંકિ પ્રજા ને પાણીથી ધરવી દેવાની હતી.. પણ શરતચુક થઇ અટલે પાદર સુધી આવેલી ગંગા પાદરમાં જ સમાઇ ગઇ હતી, આવી અણધારી ભુલથી રાજા સોમેશ્વરની આંખો વિસ્ફારિત થઇ, આંખો માંથી બોર બોર જેવડા આંસુ સરી પડ્યા હતાં ત્યારે એક ચારણ રાજા સોમેશ્વરને રોતા રોકિ દુહો કહે છે.

ભગીરથ જાચે ભોળીયો, ગંગા વહેવા કાજ,
તું તો એકલ હાથે ઝૂજીયો, "નાવલી" લેવા આજ..!!


અર્થાત: રાજા ભગીરથે ગંગાને જમીન પર ઉતારવા માટે ભોળા શંભુ શંકરને રિજવ્યા, જ્યારે તું તો નાવલી નદી માં નીર લાવવા કાજે એકલે હાથે ઝઝુમ્યો..!!

હે... પ્રજા પાલનહાર તને જાજા રંગ છે.

નદિને જીવંત જોતા અંતર અને આયખું રાજીપાથી ઊભરી ઊઠ્યાં.

નોંધઃ આજે પણ સાવરકુંડલાની દક્ષિણે નાવલી નદી વહિ જાય છે. "નાવ" જેવા અકારથી જેનું નામ ‘નાવલી’ પડ્યું છે, વર્ષોનો ઈતિહાસ અને ત્યાનો લોક સમુહ સાક્ષી છે કે સાવર અને કુંડલાની વચ્ચોવચ્ચ કાળદુકાળે બારેમાસ ગોઠણ સમાણા પાણીથી વહેતી જોઈ છે, જે ખોડીયારના સ્થાનકે થી નીકળી કુંડલાની ઉત્તર સુધી નાવલીના પાણી બારે માસ સરખા વહેતા., જે પાણી કાળે ઉનાળે પણ સુકાતા નહીં અને બાકીના એકાદ ગાઉના પટ ભર શીયાળે પણ સુકાઇ જતા હતા. પણ હવે પુલ બંધાયા પછી સુક્કીભઠ્ઠ દેખાય છે માન્યતા છે કે નાવલી બંધાઇ ના હતી ત્યા સુધી વરદાન અચળ રહ્યું હતું..!!

                  - #સૌરાષ્ટ્રની #રસધાર માંથી સાભાર

"Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આયુર્વેદથી આરોગ્ય, પ્રકૃતિનું જતન જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺 —— "આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!!

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post