"સુધા .."
તેનો રૂમ શહેરના એક ગીચ વિસ્તારમાં બીજે માળે આવેલ હતો. તેની બારીઓ બહાર જાહેર માર્ગ ઉપર પડતી હતી, વચ્ચેનો વિશાળ રસ્તો બાદ કરતા સામેની બાજુએ પણ નીચે દુકાનો હતી અને તેની ઉપર હાર બંધ મકાનોની હારમાળા લાંબા અંતર સુધી પૂર્ણ વિરામમાં પરિણામથી નહોતી.
બીજે દિવસે સવારે સુબોધ જ્યારે ઓફિસે ગયો ત્યારે ઓફિસ ના વડા શ્રી વર્મા સાહેબે તેનો પરિચય અન્ય કર્મચારીઓ સાથે કરાવ્યો. ઘણા લાંબા સમયથી ખાલી પડેલી આ મહત્વની જગ્યાએ હવે નિમણૂક થતાં કામનો બોજો થોડો ઓછો થશે એવી સૌ કર્મચારીઓએ લાગણી અનુભવી અને સુબોધનું સ્વાગત કર્યું.
સાંજે સુબોધ પોતાના રૂમે આવ્યો. નાની પણ સગવડવાળી રૂમમાં પોતાનો સામાન બરોબર ગોઠવ્યો પલંગ બારી પાસે રાખ્યો બે-ત્રણ દિવસમાં વધુ ઠીક થઈ જતા હવે સુબોધને નોકરી અને લોજ માં જમવા જવા સિવાય કોઈ ખાસ પ્રવૃત્તિ રહી ન હતી. નવરો પડતા બહાર રસ્તા ઉપર પડતી બારીમાં કલાકો સુધી નીચે ફરતા લોકોનું નિરક્ષણ કરતો ક્યારેક મકાનની સામેની બારીમાંથીકોઈ ડોકિયું કરતું પણ એ તો થોડીવાર માત્ર હતું.
તેના મકાનની બિલકુલ સામેની બારી હજુ આજ દિવસ સુધી બંધ રહેલી તે આજે અચાનક ખુલ્લી. બારી માટે તેને પહેલાથી જ આશ્ચર્ય હતું શું કોઈ તેમાં રહેતું નહિ હોય? મકાન ખાલી હશે? કોઈ ભાડુત નહીં મળતો હોય?
પરંતુ આજે આ બારી ખૂલતાં અને તેમાં અચાનક રાત્રે લાઈટથી પ્રકાશિત થઈ અને તે વધુ શોભી ઉઠી. એક સ્ત્રી સફાઈ કરી લાઇટ બંધ કરી અને ચાલી ગઈ.
રાત્રે નવેક વાગ્યે સુબોધ લોજ માંથી જમીને ઘરે પાછો આવ્યો ત્યારે બારી માં ફરીથી પ્રકાશ દેખાયો. એક યુવતી બારીએ ઊભેલી હતી. સુબોધ પણ બારીએ પહોંચી ગયો.
સુંદર ગોરી કાયા, રુષ્ટ પુષ્ટ શરીર ,ખૂબ જ દેખાવડી, આ યુવતીસાડીમાં ખૂબ જ શોભતી હતી. સુબોધ ઘણીવાર સુધી તેને જોઈ રહ્યો અને પછી સ્વનવલિકા'(સ્વની અયોગ્ય દર્શન)નું ભાન થતાં શરમાયો અને બારી છોડી અંદર ગયો પણ મન તો બારીમાં જ હતું. હજુ તે યુવતી ત્યાં જ ઉભી હતી. સુબોધ ફરી પાછો બારીએ પહોંચ્યો ત્યાં તો કોઈ રૂમમાં આવી લાઈટ બંધ કરી અને ચાલ્યો ગયો અને અંધકાર છવાઈ ગયો.
બીજે દિવસે સવારે ઉઠતા જ બારીમાંથી તે યુવતી નું દર્શન થયું. મનમાં શુભ શુકન ના એંધાણ માની બધું કામ ખૂબ સારી રીતે મનથી કરવા લાગ્યો. ઓફિસની કેન્ટીનમાં આગ્રહ કરી અને પોતાના બે ત્રણ મિત્રોના ધરાર ચા-પાણી પાઇ અને નાસ્તો કરાવ્યો તેનું મન આજે ઓફિસમાં જરાય મન લાગતું નહોતું.
એકાદ માહિતી ખોટી જોતા સાહેબે તેને બોલાવ્યો અને કહ્યું કે, "મિસ્ટર સુબોધ તમે જૂના રેકોર્ડ જોઈ ચકાસી અને માહિતી લખો, તમે લખ્યું તેમાં ઘણી ભૂલો છે."
સુબોધને પોતાના ચિત્તની અસ્વસ્થતાનો ખ્યાલ આવ્યો. આજે ઓફિસ કામમાં પણ તેનું ચિત્ત ચોટ્યું ન હતું તેનું મન તો બારીમાં ઊભેલી યુવતી માં જ હતું તેથી ઘણી ભૂલો થઈ ગઈ.
આમ દિવસો પસાર થવા લાગ્યા. સુબોધ નું કલાકો સુધી બારીમાં ઉભવું, અને પેલી નવયૌવના પણ હવે હાથના હલન ચલન દ્વારા પ્રેમ ચેષ્ટા નો સ્વીકાર કરતી હતી એવું તેને લાગતું હતું. ક્યારેક સુબોધ બારીમાં મોડો આવતો પોતે ભારે ગુસ્સો પોતાના મોઢા ઉપર દર્શાવતી.
સુબોધ ના મનમાં પણ હવે તેની મુલાકાત લેવાની તીવ્ર ઉત્કટતા દિવસે દિવસે સચેત બનતી હતી. તેમની રૂબરૂ મુલાકાત માટે કોઈ ઓળખાણ ન હતી. સુબોધ પ્રેમના તાંતણે બંધાઈ ગયો હતો અને હવે તો મિલન ન થવાથી ગુંગણામણ અનુભવતો હતો. સુબોધ એકવાર રોડ પરના પાનવાળાની દુકાન પાસે ઊભી ને તે યુવતી વિશે જાણવા પ્રયત્ન કર્યો. એકાદ કલાક વિના કારણે પાનવાળાની દુકાને ઉભી તે યુવતી વિશે તાગ કાઢવા માટે પ્રયત્ન કરવા લાગ્યો પણ કંઈ પરિણામ ન આવ્યું, ઉલટુ તે યુવતી પોતાના માટે પાન મોકલવાનો સંકેત કરતી હોય તેવું સુબોધને લાગ્યું. સુબોધનું મન પ્રેમમાં વધુ ને વધુ આદ્ર બનવા લાગ્યુ.
વચ્ચે ઘરેથી પિતાનો સુબોધના સગપણ સંબંધી પત્ર પણ આવ્યો અને તેમાં જણાવ્યું હતું કે," જો તું હા પાડે અને રૂબરૂ જોવા આવી જા તો ઘણી સારી છોકરીઓ ના માંગા આવે છે, તે વિશે કોઈ નિર્ણય લઈ શકાય. "પરંતુ સુબોધને આ યોજનામાં વધુ રસ ન હતો તેથી કોઈ પત્રનો તેણે જવાબ ના આપ્યો.
એક દિવસ ઓફિસ કામમાં મન નહીં નહિ લગતા તેણે એક દિવસની રજા મૂકી અને તે ઘરે આવ્યો.
બારી ખોલતાં જ તે યુવતીના બારીમાં દર્શન થયા. તેને જોઈને સુબોધ ના મનમાં થયું કે બિચારી મારી યાદમાં જ અહિયાં ઉભી ઉભી દિવસ પસાર કરે છે? તેને થયું કે શું આમ રોજ સાંજ સુધી આજ રી તે ઉભી ઉભી તે શુ મારી રાહ જોતી હશે? સુબોધ તેના મહાનપ્રેમની મનમાં કદર કરવા લાગ્યો.
આજે બે દિવસથી બારી ખુલી નથી. કોઈ દેખાતું પણ નથી. સુબોધને થયું કદાચ મારા વિરહ માં શું આ ...બીમાર તો નહીં પડી હોય? બહારગામ તો નહીં ગઈ હોય? વગેરે અનેક શંકા-કુશંકાઓ સાથે તે નીચે રોડ ઉપર આવેલી પાનની દુકાન પાસે જઈ તપાસનો અંદાજ બાંધવા માટે ગયો.
પાનની દુકાનની પાસે જ આ યુવતીના ઘરનો દરવાજો હતો, જેમાંથી એક ડૉક્ટર અને નર્સ ઘરમાં ગયા. બહાર એમ્બ્યુલન્સ પડી હતી ઘરના માણસો વ્યગ્ર ચિત્તે દોડાદોડી કરતા હતા.
સુબોધે પાન વાળા ને પૂછ્યું કે અહીંયા કોઈ બિમાર લાગે છે?
પાનવાળો બોલ્યો,"હા પેલી સુધા ગાંડીને હોસ્પિટલમાં લઇ જાય છે જન્મથી પાગલ છે. પેલી સુધા પાગલ નહીં? આખો દિવસ બારી માં બેઠી રહેતી? અને તમે પણ ઘણીવાર તમારી બારી માથી તેને જોતા, ...આ વાત તો આખો મહોલ્લો જાણે છે..!!
સુબોધ પર જાણે વીજળી પડી. તે પાન વાળા ના મોઢા સામે તાકી રહ્યો તેની નીચેની જમીન સરકવા લાગી.
પાનવાળા એ કહ્યું ,"લો સાહેબ આપનું પાન."!!
લેખક:--રતીલાલ વાયડા(દ્વારકા)) હાલ: મુંબઈ)
**************** રતીલાલ વાયડા (મુંબઈ)
સુબોધને જ્યારે શહેરની નોકરી મળી ત્યારે ઘરના સૌએ ખુશી અનુભવી અને વળી એક ઓળખાણ દ્વારા શહેરમાં રહેવા માટે સગવડવાળી એક રૂમ મળી ગઈ તેથી સૌએ રાહત અનુભવી.

સુધા