રિટાયર્ડ .."
************** મનિષા હાથી
વૈશાલીબેનનો ઑફિસનો આજે છેલ્લો દિવસ હતો... એટલે કે આજે એમના રિટાયર્ડ થવાની ખુશીમાં પાર્ટી હતી. વૈશાલીબેન ખૂબ ખુશ હતા ... પાર્ટી પતાવી સ્ટાફથી અંતિમ વિદાય લઈને પોતાની કારમાં રવાના થયા... કારમાં બેસતા જ અભિનવના ફોટાને જોઈને મનોમન બોલ્યા...
' અભિનવ તારા ગયા પછી આપણા નાનકડા આલોક અને મારી જિંદગીને ફરી એક દિશા આપવા ખેડેલી જંગ આજે પુરી થઈ છે... હવે તો આપણો આલોક પણ અસલ તારી જેવો જ દેખાય છે... ,આલોકને ઘેર પણ નાના-નાના બે બાળકો...અદિતિ અને અર્ચિત...કાશ , અગર તું હાજર હોત તો બાળકો તારી સાથે મસ્તીમાં તારી આસપાસ જ વીંટળાયેલા રહેત...
ખેર... ,સંઘર્ષ સાથે શરૂ થયેલી જિંદગીથી ઘણું શીખવા મળ્યું...., પણ...હવે તો આરામ જ આરામ....સંપૂર્ણ આરામ.. માનસિક રૂપે પણ શાંતિ...
ઘેર પહોંચતા જ ડ્રોઈંગરૂમમાં વાત કરી રહેલ આલોકના શબ્દો કાન માં પડ્યા.. ' અરે..શુ વાત છે શાલિની ? તને નોકરી મળી ગઈ..?
એકદમ પરફેક્ટ ટાઈમ !! , આજે મમ્મી રિટાયર્ડ થઈને ઘેર આવશે..., અને તારી બધી જ ચિંતા દૂર , સૌથી મોટી ચિંતા તો બાળકોની..., એ તો એમ પણ દાદીના લાડલા છે...ઘર અને બાળકો , ....મમ્મી તો સ્ટ્રોંગ છે...બંને સંભાળી લેશે.
વૈશાલીબેનના પગ બે ઘડી થંભી ગયા... ' હજુ તો કાર માં બેસતી વખતે જ હાશકારો અનુભવ્યો હતો.....એક નિરાંતનો શ્વાસ લીધો હતો. પરંતુ જવાબદારી ક્યાં પીછો છોડે છે..? ઈચ્છાઓનું પોટલું એક જ પળમાં સ્વાહા થઈ ગયું ... '
અંદર પ્રવેશતા જ વૈશાલીબેન બોલી ઉઠયા ' કેમ ભાઈ ચહેરા પર આટલી ખુશી શેની ...? '
'અરે , મમ્મી તું પહેલા શાંતિથી બેસ , હું પણ હજુ આવ્યો જ છું... આલોક મમ્મીની બાજુમાં બેસતા બોલ્યો 'આજે તારે માટે ડબલ ખુશીનો દિવસ છે. એક તો તારા રિટાયરમેન્ટની ખુશી અને બીજું કે શાલિનીને નોકરી મળી ગઈ છે. કંપની પણ સારી છે અને ઓફીસ નજીકમાં જ છે. મેં...તો કહી દીધું , હવે બાળકો અને ઘર બધુ સચવાય જશે. તું તારે આરામથી નોકરી કર... મમ્મી છે પછી શું ચિંતા છે.... ... કેમ , ખરુંને મમ્મી ? એમ પણ સવારે મારો ને એનો ટાઇમિંગ એક જેવો જ છે તો સાથે જ નીકળી જઈશું...'
'હમમમ, શાલિની આ તો ખરેખર ખુશીની વાત છે. તો.. તો તારે મીઠું મોઢું કરવું જ પડે હો.., મારા રિટાયર્ડ થયાની ખુશીમાં મિઠાઈનું બોક્સ આવ્યું છે.. લ્યો બધા મોઢું મીઠું કરો..'
ઘરમાં શાલિનીને નોકરી મળી ગયા નો શૉર વૈશાલીબેનના કાનમાં ગુંજી રહ્યો હતો...કાલથી ફરી એક નવી નોકરીનો કોલલેટર આવી ગયો હતો..
'ખેર..., બાળકોને સાચવવાનું પણ મારી ફરજમાં તો આવે જ ... આ તો મારી નોકરી ચાલતી હતી એટલે ઘરની જવાબદારી એટલી હતી નહિ બાકી હવે એ પણ કરી લેશું...'
બીજા દિવસે રોજની આદત પ્રમાણે વૈશાલીબેન વહેલા જ ઉઠી ગયા .. આજે ચા નો સ્વાદ વધારે મીઠો લાગતો હતો.. રોજ તો નોકરી જવાની જંજાળમાં ફટાફટ બધું કામ પતાવી નીકળી જવું પડતુ હતું.
થોડીવાર થઈ ત્યાં બાળકોના ચહેકવાની અવાજો આવવા લાગી... સ્કૂલ જવા તૈયાર થવા લાગ્યા... ,
વૈશાલી પોતે ઉભી થઈને અંદર ગઈ અને શાલિનીને કહેતા બોલી ' તારે બીજું કોઈ કામ પતાવવું હોય તો પતાવી દે... બાળકો તો મારી આગળ તૈયાર થઈ જશે...'
' ના...ના...મમ્મી , એવી કોઈ ઉતાવળ નથી .બધું થઈ જશે... તમે આવી સરસ મજાની સુંદર સવારનો આનંદ લો.'
વૈશાલીબેન ' ઠીક છે કહી , ફરી પોતાની જાત સાથે વ્યસ્ત થઈ ગયા... પોતાનુ ન્હાવા ધોવાનું પતાવી ચા, નાસ્તા માટે રસોડામાં ગયા.. ત્યાં શાલિનીએ અવાજ દીધી. ' મમ્મી તમારો ચા ,નાસ્તો અહીં બહાર જ છે .. આવી જાવ...'
વૈશાલીબેન બહારના રૂમમાં આવ્યા.. જોયું તો શાલિની હજુ ઘરના કપડામાં જ હતી ... ' વૈશાલીબેન બોલ્યા આ, શુ તારે તૈયાર નથી થવાનું...?
' હું તૈયાર જ છું... પહેલા તમે ચા નાસ્તાનો આનંદ લો..'
વૈશાલીબેન ફરી બોલ્યા ' તું આ જ કપડામાં ઓફીસ જઈશ ? એ પણ પહેલા દિવસે...? '
' અરે મમ્મી ઑફિસને મારો ગોળી..., 'મેં પુરી રાત વિચાર્યું ... વિચારતા મને એટલું જરૂર લાગ્યું કે , સાચા અર્થમાં જોવા જાઉં તો મારે નોકરીની જરૂર જ નથી . તમારી આટલા વર્ષોની મહેનત ઘરના એક એક ખૂણે ઝળહળે છે. તમે અમને ઘણું કમાયને આપ્યું છે. આલોકની આવક પણ સારી છે... પછી ખાલી શોખ ખાતર નોકરી શામાટે કરવી...? હા , જરૂર હોયતો ઘર અને બહાર બે છેડા ભેગા કરીને જરૂર કરત.. , અને હા , તમે તો ખાસ અનુભવી છો.. ઘરના બે છેડાને ભેગા કરતા આપણા ઘણા શોખ અને ઈચ્છાઓને સ્વાહા કરવા પડે છે.. વ્યર્થ ભાગાદોડી કરવી એના કરતાં સાચા અર્થમાં જેને નોકરીની જરૂર છે એને મળી જાય એ વધારે સારું ને ? શુ કહેવું છે...તમારું...?
એકધારી બોલી રહેલ શાલિનીને વૈશાલીબેન ધ્યાનથી સાંભળી રહ્યા હતા...
શાલિની ચપટી વગાડતા બોલી ' અરે મમ્મી ક્યાં ખોવાય ગયા...? અરે..હા.. આજે સવારે જમવાનું થોડું હળવું જ રાખશું હો...સાંજે તમારા દીકરાએ તમારા રિટાયર્ડ થયાની ખુશીમાં શાનદાર પાર્ટી રાખી છે...'
વૈશાલીબેન પોતાના રૂમમાં આવી પતિ મહોદયના ફોટા સામે બેસી ગયા. ચહેરા પર ફરી પાછુ શાંતિનું પરમસુખ છવાય ગયું હતું.. ગઈકાલ રાતે આંખોમાં નીંદરની જગ્યાએ ઘણા સવાલો હતા.. કેમ કરીશ ? ફરી બધું સંભાળી શકીશ કે નહીં ? ....
પરંતુ સવારના એ જ આંખો અને ચહેરા પર એક તેજ સાથે વિરામચિહ્ન ઝળકી રહ્યો હતો.
' જીવનમાં કદાચ તમારી સાથે રહેવાનું સુખ તો ન સાંપડ્યું... પણ આજે હું ધન્ય છું... કે દીકરા-વહુનો સુંદર અને સમજદાર પરિવાર મારી જિંદગીનો હિસ્સો છે...
" कभी किसी को मुकम्मल जहाँ नही मिलता, कहीं ज़मीन तो कहीं आसमान नहीं मिलता "

રિટાયર્ડ - Retired