સંતાન (Santan)

“સંતાન ..”
****************************
હોસ્પિટલ ના સ્પેશ્યલ રૂમ મા એક વૃદ્ધ દંપતી છે..તેમા પત્ની ને અસાધ્ય બિમીરી ને કારણે દાખલ કરેલ છે...અને એ વૃદ્ધ વડીલ પોતાની વૃદ્ધ પત્ની ની સેવા કરતી નર્સ સાથે વાત કરી રહયા હતા..

AVAKARNEWS
સંતાન

પત્ની જાગૃત અવસ્થા મા જયારે જયારે વાતો કરે છે ત્યારે અચૂક પુછે છે, .... "દીકરી જમાઇ વિદેશથી આવી ગયા" ..વૃદ્ધ પત્ની ને જવાબ શુ આપવો ?..

નર્સ પૂછે છે દાદા ...માજી ઘણા વખત થી દીકરી જમાઇ ને યાદ કરે છે...તમે તેમને જાણ કરી કે નહીં..

હા...બેટા.. ચશ્મા ના ગ્લાસ સાફ કરતા વડીલે કીધું બેસ બેટા... દીકરી જમાઇ ને જાણ તો કરી છે પણ તેમની પાસે સમય કે રજા નથી ..કહે છે..રૂપિયાની જરૂર હોય તો કહો..

જીંદગી મા ઘણી વખત વડીલો પણ ભૂલ કરતા હોય છે...

તેમની નજર પણ વ્યકતી ને ઓળખવા મા ભૂલ કરી દે છે...આવી ભૂલ અમે કરેલ છે...અમારે એક દીકરી અને એક દીકરો છે...

દીકરા ને ઉચ્ચ ભણતર આપી..અને તે સારી રીતે સેટ પણ થઇ ગયો. દીકરો માયાળુ છે...તેને પત્ની પણ સમજુ મળેલ છે...દિલ્હી મા રહે છે...

લગ્ન પછી બાળક થયું. ....પુત્રએ વિનંતી કરી કે મમ્મી..પાપા તમે થોડો વખત દિલ્હી અમારી સાથે રહો.. તો અમારું સંતાન સચવાય અને અમે બંને શાંતિ થી નોકરી કરી શકીયે.....અમે સિફત પૂર્વક ના પાડી દીધી..તેમણે પણ મન મનાવી.. પોતાની રીતે વ્યવસ્થા કરી લીધી..

આજે તો તેમનું સંતાન 15 વર્ષ નુ છે..પણ દીકરા વહુ નો રોજ રાત્રે ફોન ખબર પૂછવા નો આવે જ. વર્ષ મા બે વખત અમને મળી પણ જાય...તે તેમની ફરજ કદી ભૂલ્યા નથી. 

છેલ્લા ફોન વખતે ..તેને અમારા આવજ મા કાઈ મુશ્કેલી હોય તેવું લાગ્યું.. ..અમને .વગર જાણ કરે સવાર ની ફ્લાઈટ પકડી મારો પુત્ર પરિવાર સાથે ઘરે આવી ગયો

20 દિવસ થી અમારી સેવા રાત દિવસ કરી રહયા છે. રજા પુરી થઈ ગઈ હવે શું કરું ? તેવા ફાલતુ સવાલ કદી કરતા નથી અને રૂપિયા અમને ચુકવવા પણ દેતા નથી...!!

આજે મને એ વાત નુ દુઃખ થાય છે... જયારે મારા પુત્ર ને અમારી જરૂર હતી તેના બાળક સાચવવા માટે, ત્યારે અમે સિફતથી ના પાડી...દીધી...હતી ..પણ

દીકરી અને જમાઇ ને ત્યાં પુત્ર જન્મ પછી અમને ત્યાં તેમના બાળક સાચવવા બોલાવ્યા.. અગવડ સગવડ ભોગવી બે વર્ષ ત્યાં રહ્યા...એક આયા કામ કરે તેવું કામ મારી પત્ની એ કર્યું....અને આજે તેની માઁ યાદ કરે છે ત્યારે દીકરી જમાઇ રજા નથી ..સમય નથી તેવા બાહના બતાવે છે....હા અમે નિવૃત અને નવરા હતા કે તમારે ત્યાં બે વર્ષ કાઢ્યા....!!

નર્સ (સિસ્ટર) એક ધ્યાનથી વાત સાંભળતી હતી.. રૂમ ધીરે થી ખુલ્યો રૂમ ની અંદર દીકરા વહુ બપોરનું ટિફિન લઈને અંદર આવ્યા અને માજીનું જાગવું...ફરી થી એજ સવાલ " દીકરી જમાઇ આવી ગયા.?."

હવે વૃદ્ધ પતિ થી રહેવાયું નહીં.. તેની પત્ની ના માથે હાથ ફેરવી ને કહે છે...અરે ગાંડી જો તો ખરી ....તારી બાજુ મા કુળ દિપક અને કુળ વધુ ઉભા છે...#આવકાર™

ભૂલી જા એ વ્હાલ ના દરિયા ને ...એ સ્વાર્થ નું ફક્ત વમળ હતું....વાસ્તવિક્તા આપણી સામે ઉભી છે..આપણી ભૂલ હતી..આપણે..વહેતું મીઠું ઝરણું છોડી.. ખારા દરિયા પાસે તરસ છિપાવવા દોડયા હતા..ઘરના દિપકમાં તેલ પુરવાને બદલે...બીજે તેલ પૂર્વ દોડતા હતા...

ઘરડા પિતાનો ઘણા વર્ષો પછી "પુત્ર અને કુળવધુ" ઉપર પ્રેમ થી હાથ ફરતો જોઈ...પથારી માં સુઈ રહેલ માઁ પણ બેઠી થઈ. ...દીકરા વહુ ને બાજુ મા બોલાવી માથે હાથ ફેરવ્યો.. અને બોલી ....ઘણી વખત દીકરા વહુ ને સમજવા મા વડીલો પણ ભૂલ કરે છે...અમે તેઓમાંના એક છીએ..

પણ મને આનંદ છે..તેં તારી ફરજ વગર સ્વાર્થ કે અપેક્ષા વગર નિભાવી છે....પ્રભુ તમારી ઈચ્છાઓ પૂરી કરે..

એક હોસ્પીટલ ના સ્પેશ્યલ રૂમ નું અદભુત દ્રશ્ય એકસાથે નર્સ, વૃદ્ધ માઁ બાપ, દીકરો અને વહુ સાથે રડતા હોય..

વૃદ્ધ બાપ ની આંખ મા પ્રાયશ્ચિત ના આંસુ સાથે...કહે છે..મારી વહુ જ મારી દિકરી છે...મારો પુત્ર જ અમારા ઘડપણ ની લાકડી છે.... ...પુત્ર ધીરેથી પપ્પા ને ભેટી ને કાન મા બોલયો "Happy Father's Day" પપ્પા..

અચાનક પપ્પા ના મોબાઈલ ની રિંગ વાગી...

ના બેટા.. હવે આવવા ની તકલીફ ન લેતી...અમે ઘરને તાળું મારી..દિકરા વહુ સાથે.. દિલ્હી જવાનો નિર્ણય લીધો છે..તું તારા સાસુ સસરા ની સેવા કર.... અમારી ચિંતા કરવા વાળા ભગવાને મોકલી દીધા.. છે..કહી..પપ્પા એ મોબાઈલ કટ કર્યો...

તારી બેહનનો ફોન હતો..મારી સામે જોઈ પપ્પા બોલ્યા

મમ્મી સામે જોઈ પપ્પા બોલ્યા..જોઈ લીધુ...

દીકરી અને વહુ.....જમાઇ અને દીકરા વચ્ચે નો તફાવત...કારણ વગર ના વેવલાવેડા કરવા નહીં...

મમ્મી એ વહુ ..ને નજીક બોલાવી હાથ પકડી આંખ માં આસું સાથે બોલી... "જો દિખતા હે વો અપના નહીં.. અપના હૈ વો દિખતા નહીં..."  – અજ્ઞાત" (આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)

જે ખરા ટાઈમે માતપિતાની સેવા કરી જાણે એજ ખરું "સંતાન" છે, ...પછી એ દીકરી હોય કે દીકરો ...પરિવાર મા બનતી સત્ય હકીકત ઘણી વ્યક્તિઓ ...દિલ મા દુઃખને દબાવી..દુનિયા થી વિદાય લે છે...જ્યારે .....ઘણી વ્યક્તિઓ દિલ ખોલવા મજબુર થઈ જાય છે...!!

"Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આયુર્વેદથી આરોગ્ય, પ્રકૃતિનું જતન જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺 —— "આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!!

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post