મેઘધનુષ્યનો સંદેશ .."
આકાશે ઘનઘોર ઘટા છવાઈ હતી. અષાઢી બીજે વાવણી માટે શુભ મુહૂર્ત ગણાય. બે વર્ષથી સૂકી ભઠ્ઠ બનેલી અને જેઠ મહિનાની આકરી ગરમીથી તપી ગયેલી ધરતી પર ઓણનાં વર્ષે જાણે કાળિયા ઠાકરની મહેર ઊતરી રહી હતી.
***************દીપિકા ચાવડા 'તાપસી' (ભાવનગર)
આકાશે ઘનઘોર ઘટા છવાઈ હતી. અષાઢી બીજે વાવણી માટે શુભ મુહૂર્ત ગણાય. બે વર્ષથી સૂકી ભઠ્ઠ બનેલી અને જેઠ મહિનાની આકરી ગરમીથી તપી ગયેલી ધરતી પર ઓણનાં વર્ષે જાણે કાળિયા ઠાકરની મહેર ઊતરી રહી હતી.
મેઘધનુષ્યનો સંદેશ
ગામના પાદરે આવેલા પીપળાના ઝાડ નીચે બેઠેલા વડીલોના ચહેરા પર એક અનોખી ચમક હતી. સૌની નજર આકાશ તરફ મંડાયેલી હતી. વાદળોનો ગડગડાટ, વીજળીના ચમકારા, અને પવનના સૂસવાટા... જાણે પ્રકૃતિ કોઈ મહાકાવ્ય રચી રહી હોય! નાના છોકરાં-છૈયાં ધૂળમાં રમવાનું છોડી, વરસાદની રાહ જોતા આકાશ સામે તાકી રહ્યા હતા. સૌના હૃદયમાં એક જ પ્રાર્થના હતી હે મેઘરાજા, હવે વરસો!
"આકાશે ઘનઘોર ઘટા, વીજળી ચમકે વાર,
ધરતી હરખી ડોલતી, મેહુલો વરસ્યો આજ."
દુહો લલકારતો ગામનો એક જુવાનિયો, 'વેલો' ગામના પાદરે ઊભો હતો. તેના ખભા પર હળ અને હાથમાં બીજની પોટલી હતી. તેની આંખોમાં આશા હતી, અને હૃદયમાં ખેતી માટેની તાલાવેલી. વેલો નાનપણથી જ ખેતીમાં રસ ધરાવતો હતો. તેના પિતાજી, રામજીભાઈ, પણ એક નિષ્ઠાવાન ખેડૂત હતા. રામજીભાઈ હંમેશા કહેતા, "બેટા, ધરતી માતા આપણી જનેતા છે. એને જળથી સીંચી એ, તોજ એ આપણને અન્ન આપે." વેલાને એમના શબ્દો હંમેશા યાદ આવતા.
દર વર્ષે વેલો અને તેનો પરિવાર આ ચોમાસાની રાહ જોતા હતા. છેલ્લા બે વર્ષથી ઓછો વરસાદ પડવાને કારણે ખેતરો સૂકાભઠ્ઠ પડ્યા હતા. આકાશમાંથી વરસતી એક એક બુંદ સોના સમાન હતી. આજે વાતાવરણ જોઈને વેલાને લાગ્યું કે મેઘરાજા ચોક્કસ રીઝ્યા છે.
ધીમે ધીમે વરસાદે જોર પકડ્યું. શરૂઆતમાં ઝરમર ઝરમર વરસી રહેલો વરસાદ હવે ધોધમાર વરસવા લાગ્યો. માટીની સોડમ ચારેબાજુ ફેલાઈ ગઈ, જે મનને શાંતિ આપતી હતી. પવનની લહેરખીઓ સાથે વરસાદના છાંટા વેલાના ચહેરા પર પડતા હતા અને તેને એક અનોખી તાજગીનો અહેસાસ થતો હતો. કૂવા છલકાયા, તળાવો ભરાયા, ને નદીઓમાં નવા નીર આવ્યા. પશુઓ પણ ખુશ થઈને કૂદકા મારવા લાગ્યા, ને પંખીઓ કલરવ કરવા લાગ્યા. ગામનો દરેક માણસ હરખથી ઘેલો બનીને નાચવા કુદવા લાગ્યો હતો.
હરખાઈને લોકમુખે થી,
"પવનની લહેરખીઓ, છલકાવે મનડું; મોરલા ટહુકે, ને કોયલડી ગાયે સુંદર ગીતડું.
વાદળો ગડગડે, ને વીજળી ચમકે; ખેડૂતો હરખે, ને ધરતી મહેકે."
એક ધારો વરસી રહેલો વરસાદ હવે જાણે પોરો ખાવા થંભી ગયો.
અચાનક જ, વાદળોની વચ્ચેથી સૂર્યના કિરણો ડોકાવા લાગ્યા અને પછી... એક અદભુત દ્રશ્ય સર્જાયું. આકાશમાં એક સુંદર મેઘધનુષ્ય રચાયું! તેના રંગો એટલા જીવંત હતા કે જાણે કોઈ ચિત્રકારે તેને હમણાં જ રંગ્યા હોય. વેલો સ્તબ્ધ થઈને મેઘધનુષ ને જોઈ રહ્યો. તેને લાગ્યું કે આ મેઘધનુષ્ય માત્ર રંગોનો મેળાવડો નથી, પણ કુદરતનો એક સંદેશ છે. આશાનો સંદેશ, નવી શરૂઆતનો સંદેશ. વરાપ નીકળી ગયો અને વેલાએ મેઘધનુષી સંકેતને સમજી લીધો.
લોકમુખે ગવાતા દુહા સાંભળીને વેલાના હૃદયમાં ઉમંગ અને ઉત્સાહ છલકાઈ રહ્યો હતો. તેણે તરત જ પોતાના હળ તૈયાર કરીને બીજની પોટલી તૈયાર કરી. તેની પત્ની રાધા, ઘરના ઓટલે ઊભી રહી, તેના ચહેરા પર પણ સંતોષનો ભાવ હતો. તેણે વેલા સામે સ્મિત કર્યું, જાણે કહેતી હોય, "જાઓ, તમારા સ્વપ્નો પૂરા કરો." વેલો ઝડપભેર પોતાના ખેતર તરફ ચાલ્યો. પગ કાદવમાં ખૂંપતો હતો, છતાં એના ચહેરા પર સંતોષ હતો. તે કાદવમાં ઉઘાડા પગે ચાલતો હતો અને ધરતીનો સ્પર્શ અનુભવીને એનું હૈયું હરખથી છલકાતું હતું આજે એના ચહેરા પર સંતોષ હતો.
ખેતરે પહોંચીને વેલાએ બળદ જોડીને હળ હાથમાં લીધું. તેણે જમીનને સ્પર્શ કર્યો. ભીની માટીની સોડમ તેના નસકોરામાં ભરાઈ અને તેના મનમાં એક અનોખી શાંતિ છવાઈ ગઈ. તેણે મનોમન ધરતી માતાને પ્રણામ કર્યા. વેલાએ હળ ચલાવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે ખેતરના એક સેઢેથી બીજા સેઢા સુધી હળ ચાલતું રહ્યું. એક એક રેખામાં જાણે જીવનની આશા રોપાઈ રહી હતી. માટી વધુ ને વધુ નરમ બનતી જતી હતી.
વેલા નાં હરખ ભર્યા હૈયેથી આજે જાણે દુહાની રમઝટ બોલતી હતી.
"ધોધમાર વરસ્યો મેહ, ધરતી તરબોળ થાય,
વેલો હરખે વાવણી કરે, અન્નનો ઢગલો થાય."
વેલો વાવણી કરતો ગયો. એક એક બીજ તેણે કાળજીપૂર્વક જમીનમાં રોપ્યું. તે જાણતો હતો કે આ બીજ માત્ર બીજ નથી, તે તો તેના પરિવારનું ભવિષ્ય છે. તેના મનમાં તેના પિતાજીના શબ્દો ગુંજી રહ્યા હતા: "ખેતી માત્ર ધંધો નથી, બેટા, એ તો તપસ્યા છે. જેટલું તપ કરીએ, એટલું જ ફળ મળે." વેલા એ આ વાતને પોતાના જીવનનો મંત્ર બનાવી લીધો હતો.
બપોરનો સમય થવા આવ્યો. સવારથી શરૂ થયેલું તેનું કામ અવિરત ચાલુ હતું. વરસાદ બંધ હતો, પણ વાદળો હજુ પણ ઘેરાયેલા જ હતા. વેલાએ વાવણી પૂરી કરી અને હવે તેના ચહેરા પર થોડોક થાક અને સમયે વાવણી કર્યાનો સંતોષ સ્પષ્ટ દેખાતા હતા. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને આકાશ સામે જોયું.
વેલાના મનમાં થયું કે આ મેઘધનુષ્ય જાણે તેને કહી રહ્યું હતું કે "વેલા, તારી મહેનત જરૂર રંગ લાવશે. આ વરસાદની જેમ, તારા જીવનમાં પણ ખુશીઓ વરસશે." તે ઘરે પાછો ફર્યો. તેના ચહેરા પર એક અનોખી શાંતિ હતી. રાધાએ તેને જોયો અને તેના ચહેરા પરનો સંતોષ જોઈને તે પણ ખુશ થઈ ગઈ.
રાત્રે જમતી વખતે, વેલાએ રાધાને મેઘધનુષની વાત કરી. રાધા,"તેણે કહ્યું, આ મેઘધનુષ્ય માત્ર આકાશમાં નહોતું, તે મારા હૃદયમાં પણ રચાયું છે. મને વિશ્વાસ છે કે આ વર્ષે આપણી ખેતી ખૂબ સારી થશે." રાધાએ પ્રેમથી વેલાના હાથ પર હાથ મૂક્યો. "તમારી મહેનત ક્યારેય એળે નથી જતી."
"શ્રદ્ધા રાખીને કરે કામ, ફળ મીઠું જરૂર મળે,
વેલો જોતો મેઘધનુષ્ય, આશાના રંગો ભળે."
સમય વીતતો ગયો. વેલાની મહેનત ખરેખર રંગ લાવી. ખેતરો લીલાછમ પાકથી લહેરાઈ ઊઠ્યા. વાવણીનો સમય પૂરો થતા, હવે લણણીનો સમય આવ્યો હતો. વેલાના જીવનમાં ખરેખર ખુશીઓનો વરસાદ વરસી રહ્યો હતો. હવે તેમના ઘર આંગણે ખુશીના ગીતો ગવાતા હતા.