Amazing painting by Samat Bela Teacher wo Paints of Rural life on Canvas, Samat Bela is a wonderful painter. — Wonderful painting of rural life paints on canvas by Samat Bela.
How many wonderful paintings have been drawn by Sama Bela, a painter working as a teacher in a small village in Kalyanpur taluka in Dwarka district. The income from these paintings is used for the education of students and poor children. His paintings are well known all over the country and abroad.
Samatbhai Bella, a farmer teacher from Jam Kalyanpur in Devbhumi Dwarka district, has made a name for himself in the world of painting in a very short time.
Samat Bella making a name for himself in the art world: Samatbhai did not inherit the art of painting and had no contact with any of the great painters in the area where he was born. Even so, his desire to learn painting led him to become an accomplished artist. Spontaneous paintings have crossed the borders of the country today.
Samatbhai draws his picture on canvas through oil. Pictures that are liked at first glance seem to be just now spoken, also called a living picture style. He is currently working on two picture series. In which one is "Rangdhara of Saurashtra" and the other is "Krishnamay". Both of their series are very popular.
Rangdhara of Saurashtra is a series based on the rural life of Saurashtra region of Gujarat. Made the rural folk life of Gujarat a center of attraction all over the world through a painting. The pictures of old people, children, women and animals seen in his paintings are full of price.
Samatbhai travels to many inland villages of Saurashtra to create the Rangdhara series of Saurashtra. He has done a noble job of painting a picture of the people living in many diverse areas like Gir forests, Barda Dungar, dry areas of Okha. Samatbhai considers it his art duty to bring the unique folk life of Gujarat to the forefront of the world when it is struggling against the geographical conditions.
In the Krishnamaya series, Samatbhai has created pictures revealing the prices of how people live in Krishnamaya. Samatbhai's paintings clearly show that he is a deep Krishna lover. His devotion to Krishna is evident in his paintings. And each picture is not only beautiful but also expressive.
Today Krishnamaya's paintings have become very popular among Indians living abroad.
Even today Samatbhai lives a normal life as a teacher in the village.
But impressed by his art, people from home and abroad come to meet him. Foreigners from countries like Switzerland, Norway, America have come to visit them in a small village.
So far, a total of 30 paintings have been exhibited nationally and internationally.
His paintings have been exhibited in most cities of India. These include Indian cities like Mumbai, Delhi, Ahmedabad, Surat, Indore (Madhya Pradesh), Calcutta, Vadodara, Jodhpur (Rajasthan), Rajkot, Jamnagar. As well as international cities such as Singapore and New York. Samatbhai's collection of paintings is also available in cities like America and London.
Along with the picture exhibition here, people will also be able to buy the pictures they like. Any amount received for this will be used behind the students.
You can view painting pdf and news report pdf from Post below
Samat Bela's Painting Pdf
Download Samat bela New Painting Pdf
ગાંધીનગર મેટ્રો દૈનિક સાપ્તાહિકનું તોરણ "રંગો ના તરંગો" લેખનાં અનુસંધાને. — Let's get to know the life mirror of painter Samat Bella .."
Painter Mr. Samat Bella,
Jamkalyanpur,
Devbhoomi Dwarka
આવો જાણીએ ચિત્રકાર સામત બેલાના જીવન દર્પણ વિશે:
Painter Mr. Samat Bella,
Jamkalyanpur,
Devbhoomi Dwarka
આવો જાણીએ ચિત્રકાર સામત બેલાના જીવન દર્પણ વિશે:
ચિત્રકળાની દુનિયામાં ખૂબ જ ટૂંકા સમયમાં પોતાનું નામ બનાવનાર શ્રી સામતભાઈ લક્ષ્મણભાઈ બેલ્લાનો જન્મ ૨૬ ફેબ્રુઆરી ૧૯૮૧ના રોજ દ્વારિકા વિસ્તારના કલ્યાણપુર નામના અંતરિયાળ ગામમાં થયો હતો. ખેડૂત પરિવારમાં જન્મેલા સામતભાઈનો ઉછેર તેમના પિતા લક્ષ્મણભાઈ અને માતા રામીબેનના છત્રછાયા હેઠળ થયો હતો.
સામતભાઈએ પોતાનું પ્રાથમિક શિક્ષણ જામકલ્યાણપુરમાં પૂર્ણ કર્યું. તેમનું બાળપણ એક અસાધારણ બાળક જેવું હતું. પાંચ વર્ષની ઉંમરે અકસ્માતે ભાંગના બીજ ખાઈ લેવાને કારણે તેઓ ત્રણ દિવસ સુધી ઘેનની સ્થિતિમાં રહ્યા હતા. મને લાગે છે કે બાળપણનું એ ગાંડપણ આજે પણ તેમના ચિત્રોમાં જોઈ શકાય છે. બાળપણમાં તેઓ ભણવામાં ખૂબ જ નબળા હતા. તેઓ ધોરણ ૧ થી ૮ માં નાપાસ થયા હતા. અભ્યાસ દરમિયાન પણ, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ ચિત્ર ઝડપથી વાંચી લેતા ત્યારે તેમને આશ્ચર્ય થતું, જ્યારે સામતભાઈ એક અક્ષર વાંચવામાં કલાકો વિતાવતા હતા. આવી નબળી સ્થિતિમાં પણ તેમણે અભ્યાસ છોડ્યો નહીં. સામતભાઈ તેમના કામમાં ખૂબ જ એકાગ્ર છે.
ધોરણ ૭ માં તેમના જીવનમાં અચાનક એક મોટો વળાંક આવ્યો. શિક્ષકોની સમજણ બહારની વાત હતી કે આ બાળકે સાતમા ધોરણનું વાચન શીખી લીધું અને ધોરણ ૮ માં તે પ્રથમ નંબરે આવ્યો. બાળપણમાં જેમને શિક્ષકની ભાષા સમજવામાં તકલીફ પડતી હતી, આજે તેઓ પોતે શિક્ષક બનીને બાળકોને ભણાવે છે. તેમણે પોતાનું માધ્યમિક શિક્ષણ જામકલ્યાણપુરની શ્રી કે. કે. દાવડા હાઈસ્કૂલમાંથી પૂર્ણ કર્યું. આગળ વધીને, તેમણે રાવલ જેવા નાના ગામમાં પોતાનું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું અને વલસાડમાં સીપીઈડી (CPED) નો અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ તેઓ જામકલ્યાણપુર નજીકના એક નાના ગામ હરીપરની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. આજે પણ તેઓ એક નાના બાળક જેવા જ સહજ અને રમુજી સ્વભાવના છે.
સામતભાઈને ચિત્રકળાનો વારસો મળ્યો નહોતો અને તેઓ જે વિસ્તારમાં જન્મ્યા હતા ત્યાંના કોઈ મહાન ચિત્રકારો સાથે તેમનો કોઈ સંપર્ક નહોતો. આમ છતાં, ચિત્રકળા શીખવાની તેમની તીવ્ર ઈચ્છા તેમને એક કુશળ કલાકાર તરફ દોરી ગઈ. આજે તેમના આ સહજ ચિત્રોએ દેશની સરહદો વટાવી દીધી છે.
સામતભાઈ કેનવાસ પર ઓઈલ પેઈન્ટ (તૈલચિત્ર) દ્વારા પોતાના ચિત્રો દોરે છે. પ્રથમ નજરે જ ગમી જાય તેવા આ ચિત્રો જાણે હમણાં જ બોલી ઉઠશે તેવા લાગે છે, જેને જીવંત ચિત્ર શૈલી પણ કહેવામાં આવે છે. હાલમાં તેઓ બે ચિત્ર શ્રેણી (સિરીઝ) પર કામ કરી રહ્યા છે. એક છે "સૌરાષ્ટ્રની રંગધારા" અને બીજી છે "કૃષ્ણમય". તેમની આ બંને શ્રેણી ખૂબ જ લોકપ્રિય છે.
"સૌરાષ્ટ્રની રંગધારા" એ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના ગ્રામીણ જીવન પર આધારિત શ્રેણી છે. તેમણે એક ચિત્ર દ્વારા ગુજરાતના ગ્રામીણ લોકજીવનને સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે. તેમના ચિત્રોમાં જોવા મળતા વૃદ્ધો, બાળકો, મહિલાઓ અને પશુઓના ચિત્રો ભાવોથી સભર હોય છે.
સૌરાષ્ટ્રની રંગધારા શ્રેણી બનાવવા માટે સામતભાઈ સૌરાષ્ટ્રના ઘણા અંતરિયાળ ગામોમાં પ્રવાસ કરે છે. તેમણે ગીરના જંગલો, બરડા ડુંગર, ઓખાના શુષ્ક વિસ્તારો જેવા ઘણા વિવિધ વિસ્તારોમાં વસતા લોકોના ચિત્રો દોરવાનું ઉમદા કાર્ય કર્યું છે. ભૌગોલિક પરિસ્થિતિઓ સામે સંઘર્ષ કરતા ગુજરાતના અનોખા લોકજીવનને વિશ્વની સામે લાવવું એ સામતભાઈ પોતાની કળાની ફરજ માને છે.
"કૃષ્ણમય" શ્રેણીમાં સામતભાઈએ લોકો કૃષ્ણમય થઈને કેવી રીતે જીવે છે તેના ભાવો પ્રગટ કરતા ચિત્રો બનાવ્યા છે. સામતભાઈના ચિત્રો સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ ઊંડા કૃષ્ણ પ્રેમી છે. તેમની કૃષ્ણ ભક્તિ તેમના ચિત્રોમાં સ્પષ્ટ દેખાય છે, અને દરેક ચિત્ર માત્ર સુંદર જ નહીં પણ અભિવ્યક્ત પણ છે. આજે કૃષ્ણમયના ચિત્રો વિદેશમાં વસતા ભારતીયોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે. સામતભાઈ આજે પણ ગામમાં એક શિક્ષક તરીકે સામાન્ય જીવન જીવે છે. પરંતુ તેમની કળાથી પ્રભાવિત થઈને દેશ-વિદેશથી લોકો તેમને મળવા આવે છે. સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે, અમેરિકા જેવા દેશોના વિદેશીઓ તેમને એક નાના ગામમાં મળવા આવ્યા છે.
કળાનો ઉપયોગ સમાજના ઉત્થાન માટે થાય છે, રડવા માટે નહીં. જે કળાનો ઉપયોગ માત્ર આજીવિકા મેળવવા માટે કરે છે તે "કલાકાર" છે અને જે સમાજના હિતમાં કરે છે તે "કારીગર/કસબી" છે. સામતભાઈએ પોતાની કળાની મદદથી ઘણા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં આર્થિક મદદ કરી છે. આર્થિક સમસ્યાઓથી ભાંગી પડેલા લોકોને નિઃસ્વાર્થભાવે મદદ કરીને તેમણે ચિત્રકળાને સાચા અર્થમાં સાર્થક કરી છે. તેઓ સમાજના હિતમાં એક શિક્ષક તરીકે પણ સારું કામ કરી રહ્યા છે.
અત્યાર સુધીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના કુલ ૩૦ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેમના ચિત્રો ભારતના મોટાભાગના શહેરોમાં પ્રદર્શિત થયા છે. જેમાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ, સુરત, ઈન્દોર (મધ્યપ્રદેશ), કલકત્તા, વડોદરા, જોધપુર (રાજસ્થાન), રાજકોટ, જામનગર જેવા ભારતીય શહેરોનો સમાવેશ થાય છે. આ સાથે જ સિંગાપોર અને ન્યૂયોર્ક જેવા આંતરરાષ્ટ્રીય શહેરોમાં પણ પ્રદર્શનો યોજાયા છે. સામતભાઈના ચિત્રોનો સંગ્રહ અમેરિકા અને લંડન જેવા શહેરોમાં પણ ઉપલબ્ધ છે.
એક સાચા કસબી એવા સામતભાઈને ઘણી સંસ્થાઓ દ્વારા પ્રશંસાપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના ચિત્રોને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી સામતભાઈને ચિત્રકળાના ક્ષેત્રમાં કેટલાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. ૨૦૧૭માં જોધપુર (રાજસ્થાન) અને ઈન્દોર (મધ્યપ્રદેશ) ખાતે તેમને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને ૨૦૧૯માં વડોદરા ખાતે આંતરરાષ્ટ્રીય આર્ટ ફેરમાં તેમને 'બેસ્ટ આર્ટિસ્ટ' તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ આહીર સમાજ દ્વારા "આહીર રત્ન" જેવા વિશેષ સન્માનના પણ હકદાર બન્યા છે. ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા તેમને દેવભૂમિ દ્વારકાના "આઈકોન" તરીકે પણ જાહેર કરવામાં આવ્યા હતા.
માનવજાતની ભીડભાડથી દૂર રહેનારા અને એકાંતને પ્રેમ કરનારા સામતભાઈ નવરાશના સમયમાં ગ્રામીણ લોકજીવનનો આનંદ માણે છે અને પોતાની ચિત્રકળા દ્વારા આ લોકજીવનને સમાજ સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરે છે. સામતભાઈએ પોતાના ચિત્રો દ્વારા ગ્રામીણ સંસ્કૃતિના જતનનું ઉમદા કાર્ય કર્યું છે. તેમનો ઉદ્દેશ્ય દેશ અને વિદેશમાં રહેતા દરેક વ્યક્તિ ભારતીય ગ્રામીણ જીવનના વારસાને માન આપે તેવો છે, કારણ કે તેઓ માને છે કે એક દિવસ પરંપરાગત પોશાક પહેરેલું ગામ માત્ર તેમના ચિત્રોમાં જ જીવંત રહેશે.
Conclusion:
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.








