ભગવાનનો_ભાગ (Bhagvan No Bhag)

Related

#ભગવાનનો_ભાગ"
સામજી નાનપણ થી ભરાડી હતો...ભાઈ બંધ ઘણા અને સામજી એનો હેડ હતો,


#આવકાર
ભગવાન નો ભાગ

ભાઈબંધો ને ભેગા કરી ને પછી આંબલી પાડે ,કોઈના ખેતર માંથી શિંગ ના પાથરા ઉપાડે,ગાંડા બાવળ માંથી હાંઘરા પાડે અને પછી ગામને પાદરે વડ નું ખુબ જ મોટું ઝાડ એની નીચે બેસીને પછી બધી જ વસ્તુના ઢગલાં કરતાં અને પછી સામજી ભાગ પાડે"

બધા ભાયબંધ ના ભાગ કરીને છેવટે એક વધારાનો ભાગ કરે, .. ભાઈબંધ પુછે એલા સામજી આ કોનો ભાગ તો સામજી કહે આ ભાગ ભગવાનનો !’

અને પછી સૌ પોત પોતાનો ભાગ લઈને રમવા દોડી જતા. અને ભગવાનનો ભાગ ત્યાં મુકી જતા, રાતે ભગવાન ત્યાં આવશે,અને છાનામાના તે પોતાનો ભાગ આવી ને ખાઈ જશે એમ સામજી બધા ને સમજાવે.

બીજે દિવસે સવારે વડલે જઈને જોતા તો ભગવાન એનો ભાગ ખાઈ ગયા હોય બોરના ઠળીયા ત્યાં પડ્યા હોય.

અને પછી તો આ રોજની એમની રમત થઈ ગઈ અને આમ રમતાં રમતાં .....સામજી મોટો થયો ગામડે થી શહેર કમાવવા ગયો.

બે હાથે ઘણું ય ભેગું કર્યું જેમ જેમ કમાણી વધતી ગઈ તેમ તેમ સામજી નો લોભ વધતો ગયો ધન ભેગુ તો ઘણું કર્યું પણ સામજી પેલો ભગવાન નો ભાગ કાઢવાનું ભુલી ગયો..!!

લગ્ન કર્યા છોકરા છૈયા ને પરણાવ્યા એના છોકરા છૈયા સામજી ઘર મા દરેક ની જરૂરિયાત પુરી કરે જેને જે જોતું હોય તે લાવી આપે આ બધી પળોજણ મા ભગવાન નો ભાગ તો હવે સાવ ભુલાઈ જ ગયો.

ધીમે ધીમે સામજી ને થાક લાગવા માંડ્યો એમાંય તેની પત્ની માંદગીમાં ગુજરી ગઈ પછી તો સામજી સાવ ભાંગી ગયો હવે શરીર સાથ નહિ આપે તેમ લાગવા માંડ્યું, ...છોકરા ઓ ધંધે ચડી ગયા છે હવે હું કામ નહિ કરું તો ચાલશે આમ વિચાર સામજી ને આવ્યો અને સામજી એ કમાવવાનું બંધ કર્યું.

છોકરા ઓ એ વ્યવહાર બધો પોતાના હાથમાં લઈ લીધો અને પછીતો મકાન મિલકત ના ભાગ પડ્યા બધાએ બધું વહેંચી લીધું વધ્યો ફક્ત સામજી, પણ...એક પણ છોકરાએ રાજી ખુશીથી એમ ના કહ્યું કે બાપા અમારી ભેગા ચાલો.

અને સામજી પાછો પોતાના ગામ પોતાના એ જૂના મકાન મા એકલો રહેવા લાગ્યો હાથે રાંધી ને ખાય ને દિવસો પસાર કરે..!!

એક દિવસ સામજી ને શરીર મા કળતર જેવું લાગ્યું ભૂખ લાગી હતી પણ પથારીમાંથી ઊઠાતુ ન્હોતું અને આજ સામજી ને ભગવાન યાદ આવ્યા,  ...."હે ઈશ્વર નાનો હતો ત્યારે રમતાં રમતાં ય તારો ભાગ કાઢવાનું ન્હોતો ભુલતો અને પછી જેમ જેમ મોટો થયો એમ આ મારું આ મારું કરવામાં તને સાવ ભુલી ગયો પ્રભુ જેને હું મારાં માનતો હતો તે કોઈ મારાં નથી રહ્યાં અને આજે સાવ એકલો થઈ ગયો ત્યારે ફરી પાછી તારી યાદ આવી છે મને માફ કરજે ભગવાન...હ્રદય નો પસ્તાવો આંખ માંથી આસુ બનીને વહેવા લાગ્યો...😥😥

અને ત્યાં. ....ડેલી ખખડી સામજીએ સહેજ ઊંચા થઈને જોયું તો રઘો કોળી એનો નાનપણ નો સાથી બિચારો પગે સહેજ લંગડો એટલે આ લોકો એને ક્યાંય રમતમાં ભેગો રાખતા નહિ, તે આજ હાથમાં કંઇક વસ્તુ ઢાંકી ને લાવ્યો હતો."

સામજી એ સુતાં સુતાં જ આવકાર આપ્યો, આવ રઘા આવ ...

રધાએ લાવેલ વસ્તુ નીચે મૂકી અને સામજી ને ટેકો કર્યો ને બેઠો કર્યો પાણી નો લોટો આપ્યો અને કહ્યું લ્યો કોગળો કરીલ્યો તમારી હાટુ ખાવાનું લાવ્યો છું.

સામજી કોગળો કરી મોઢું લૂછીને જ્યાં કપડું આઘુ કર્યું ત્યાં ભાખરી ભરેલ ભીંડાનું શાક અને અડદની દાળ ભાંળીને સામજીની આંખમાં આંહુડા આવી ગયા.

આજ કેટલા દીએ આવું ખાવાનું મળ્યું તેણે રઘા હામુ જોય ને કીધું ...રધા' આપડે નાના હતાં ત્યારે તું અમારી હારે રમવા આવતો પણ તું પગે લંગડો એટલે અમે તને અમારી ભેગો નો રમાડતાં અને આજ તું આ ખાવાનું લાવ્યો મારા ભાઈ આ હું કયે ભવે ચૂકવિશ.

પાણી નો લોટો એની બાજુમાં મૂકતા રધો બોલ્યો તમે તો પેલા ચૂકવી દીધું છે હવે મારો વારો છે.

ચૂકવી દીધું છે ? ક્યારે ? સામજી ની આંખમાં પ્રશ્નાર્થ આવ્યો.

રધાએ માંડીને વાત કરી તમે બધા બોર વીણી ને આંબલી પાડી ને ઓલા વડલા હેઠે ભાગ પાડવા બેહતા ત્યારે ખબર છે ભગવાનનો ભાગ" કાઢતા અને કહેતા કે ભગવાન આવશે અને એનો ભાગ ખાઈ જશે.

તમારા ગયા પછી હું ત્યાં આવતો અને એ ભાગ હું ખાઈ જતો તમે બધા બીજે દિવસે આવો ને ત્યાં બોરના ઠળિયા પડ્યાં હોય એટલે તમને બધાને એમ લાગતું કે ભગવાન એનો ભાગ ખાઈ ગયા પણ એ હું ખાઈ જતો અને વિચારતો કે આ હું કયે ભવ ચૂકવિશ.

પણ ગઇકાલે રાતે બધા પાદરે બેઠાં હતાં ત્યારે તમારી વાત થાતી હતી કે બિચારો સામજી દુઃખી દુઃખી થઈ ગયો બિચારા નું કોઈ નથી..!!
અને ઘરે જઈને રાતે સુતાં સુતાં વિચાર આવ્યો કે રઘા ઓલ્યું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે એટલે પછી આ ખાવાનું લઈને આવ્યો.

હવે તમારે હાથે નથી રાંધવાનું તમારું બેય ટાઈમનું ખાવાનું મારા ઘરેથી આવશે અને બીજું કાય નાં નથી પાડવાની અને કાંઈ બોલો તો મારા સમ છે.

સામજી ની આંખમાંથી આહૂડાં પડી ગયા અને રઘા હામુ જોઈને કીધું ..
રઘા કમાવા શીખ્યો ત્યારથી આ મારાં છોકરાં આ મારો પરિવાર એ દરેક ની જરૂરિયાત પૂરી કરવામાં આખી જુવાની ખર્ચી નાંખી પણ છેલ્લે બધાએ મને તરછોડી દીધો.

અને નાનપણ માં ખાલી રમતાં રમતાં અણસમજ માં "ભગવાનનો ભાગ" કાઢ્યો હતો તોય આજ એણે પાછો મને સંભાળી લીધો — આવકાર™

રઘો સામજી સામું અને સામજી રઘા સામું જોય રહ્યાં અને બેય ની આંખ માંથી એક બીજાના આભાર વ્યક્ત કરતા આંસુ વહી રહ્યાં હતા.

"ઈશ્વર માટે જાણે-અજાણે પણ કરેલું , કશુંય એળે નથી જતું. એ એક નું અનેક કરીને પાછું આપી દે છે. 
                       — લેખક🖊️ રમેશ પારેખ"
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post