કોળિયો (Koliyo)

Related

#કોળિયો..."
*******"***********

મે બહુ મેહનત કરી ને કપડા નો શો રૂમ ખોલ્યો હતો અને તેમાં મે ચાર નોકર રાખ્યા હતા એને એમાં બે છોકરીઓ અને બે છોકરા રાખ્યા હતા, ગર્લ્સ ડિપાર્ટમેન્ટ માટે બે છોકરીઓ રાખી હતી અને જેન્ટ્સ ડિપાર્ટમેન્ટ માટે બે છોકરા રાખ્યા હતા ...""

#આવકાર
કોળિયો

પણ કેટલાક મહિના થી મંદી ના કારણે શો રૂમ બરાબર ચાલતો ન હતો એટલે મે એક નોકર ઓછો કરવા નો ઈરાદો કર્યો ...

પણ આ નિર્ણય એ મને આખી રાત ઊંઘવા ના દીધો ,હું સવારે નાસ્તો કરી ને મારા શો રૂમ પર જવા નીકળ્યો, આજે હું પેલી વાર કોઈ નું અહિત કરવા જઈ રહ્યો હતો એવું મને લાગી રહ્યું હતું અને આ વાત મને બહુ ચુભતી હતી ...

હું જિંદગી માં એવું જ વિચારતો હતો કે મારી આજુ બાજુ કોઈ ભૂખ્યું ના રહે, પણ પરિસ્થિતિ જ એવી આવી ગઈ કે મારા પેટ નો સવાલ હતો ....

મારા ચાર નોકર માં બે છોકરા બહુ જ ગરીબ ઘર ના હતા આથી એ છોકરીઓ ને હું કાઢી શકું એમ ન હતો ઉપરાંત એમના લીધે જ થોડી ઘણી લેડીસ ની ગરાકી ચાલતી હતી, અને એક છોકરો જે જૂનો હતો એ એના ઘર માં એકલો જ કમાવવા વાળો હતો એટલે બધું વિચાર્યા બાદ બીજો જે નવો છોકરો રાખેલ તેને નોકરી માં થી કાઢી મૂકવા નો ઈરાદો કર્યો હતો, ....કેમકે એનો ભાઈ પણ બીજી જગ્યા પર નોકરી કરતો હતો અને એ બોલવા માં એક્સપર્ટ હતો અને હસમુખો હતો એટલે એને બીજી કોઈ પણ જગ્યા પર આસાની થી કામ મળી જશે એમ માની મે એને છુટો કરવાનો ફેંસલો કર્યો હતો કેમ કે છેલ્લા કેટલા મહિના થી હું તૂટી ગયો હતો એટલે એક જણ ને છુટો કરવો મારી મજબૂરી હતી આ વિચારમાં ને વિચાર માં હું શો રૂમ પોહચી ગયો ...

ચારે જણા આવી ગયા હતા, મે બહુ ભારી મને એ ચારેયને બોલાવ્યા અને બહુ ઉદાસ મોઢે કીધું, જુઓ દુકાનની પરિસ્થિતિ તો તમે જાણો જ છો એટલે તમને બધા ને હું કામ પર રાખી શકું એવી મારી સ્થિતિ નથી ...

મારી વાત સાંભળી ને ચારેય ના ચહેરા પર દેખાઈ આવેલી ચિંતા મેં જોઈ, ....મે થોડું પાણી પીધું ઊંડો શ્વાસ લીધો એને કીધું કે હું તમારા ચાર માંથી એક જણ નો હિસાબ આજે હું કરી દવ છું એમ કહી ને મે પેલા નવા છોકરા ને કીધું તારે બીજે કોઈ જગ્યા ઉપર કામ શોધવું પડશે ...

મારી વાત સાંભળી એ છોકરા એ કીધું સારું અંકલ, આજે પેલી વાર એનું મોઢું ઉદાસ જોયું ,એવા માં પેલી બે છોકરી માંથી એક છોકરી જે એના ફળિયામાં રહેતી હતી એ બોલી અંકલ જી હમણાં એના ભાઈ નું કામ પણ છૂટી ગયું છે અને એની માં પણ બીમાર રહે છે ...

આ વાત સાંભળી મારી નજર પેલા છોકરા ઉપર ગઈ એની આંખો માં જીમેદારી ના આંસુ હતા જે પોતાના હસમુખા મોઢા પાછળ છૂપાવી રહ્યો હતો, હું કઈ બોલું એના પેહલા બીજી એક છોકરી બોલી પડી ...

અંકલ ખોટુ ના લાગે તો એક વાત કહું ?...

મે કીધું હા બોલ બેટા ...

કોઈ ને કાઢવા કરતા અમારો પગાર ઓછો કરી દો, તમે એમને બાર હજાર આપો છો તો નવ હજાર કરી દો ...

એની વાત સાંભળી મે બીજા બધા સામે જોયું તો બધા કહે હા અંકલ અમે એટલા માં ગુજરાન ચલાવી લેશું ...

છોકરા ઓ મારી તકલીફ ને એકબીજા માં વહેેંચી મારો ભાર ઓછો જરૂર કર્યો ... મે એ ચાર જણા ને કીધું તમને આટલો પગાર ઓછો તો નહિ પડે ને ?...

છોકરા ઓ બોલ્યા ના અંકલ કોઈ જોડીદાર ભૂખ્યો રહે એના થી બેહતર છે અમારો "કોળિયો" થોડો નાનો કરી દઈએ ... અને ત્યાં મારી નજર સામે જ ખરી માનવતાનું ફૂલ ખીલી ઉઠ્યું અને એની ફોરમ મારા આખાયે શો રૂમ માં પથરાઈ ગઈ..""

મારી આંખો માં આંસુ આવી ગયા અને છોકરાઓ મારી નજરમાં મારા થી ક્યાંય મોટા બની ને કામે લાગી ગયા ...""

(નોંધ: વાર્તાનું ટાઈટલ અમારા દ્વારા અપાયું છે. અને વાર્તા માં અમુક શાબ્દિક સુધારા સાથે લખેલ છે_(આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે."")
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post