છુટા છેડા .....(Divorce)

છુટા છેડા........"
****************** પાર્થિવ નાણાવટી
લગ્ન વ્યવસ્થાનું અંતિમ પગલું છૂટાછેડા, એ પગલું ભરતા પહેલા 100 વખત નહિ 1000 વખત વિચારજો.

જીંદગીમાં જુદા પડવા માટે અનેક કારણો તમને મળી જશે પણ ભેગા થવા માટે ફક્ત એક કારણ અને થોડી સમજશક્તિની જરૂર હોય છે.

#આવકાર
છુટા છેડા

સમય સાથેે થોડું જતું કરવાની ભાવના કેળવશો તો સુખી થશો. દુઃખી થવા માટે પ્રયત્નો કરવા પડતા નથી એ તો આપણા સ્વભાવથી જાતે થવાય છે. પ્રયત્ન તો સુખી થવા માટે જ કરવા પડે.

શહેરના નામાંકિત હાર્ટ સ્પેશ્યાલિસ્ટની વિશાળ હોસ્પિટલમા હું અને મારો મિત્ર દેવાંગ દાખલ થયા.

જીંદગીથી વ્યક્તિ બે રીતે હારી જાય છે. એક તો તેની ગમતી વ્યક્તિની ચીર વિદાય અથવા તેની ગમતી વ્યક્તિથી જુદાઈ.

આવી વ્યક્તિ પોતાની જાતને હજારો લોકોની હાજરી વચ્ચે પણ એકલતાનો અનુભવ કરતો હોય છે.

કોઈ પણ VIP વ્યક્તિની હાજરી પણ તેના માટે પોતાની વ્યક્તિની ગેરહાજરીથી શુષ્ક અને નિરાશ લાગતી હોય છે.

દેવાંગના માતા પિતાની અચાનક વિદાય પછી તેના લગ્ન જીવનનો હું એક માત્ર સાક્ષી છું. અચાનક તેની જીંદગીમા એવું તોફાન સર્જાયું જેથી દેવાંગ અને તેની પત્ની બન્ને છુટા પડવા મજબુર થઈ ગયા.

મેં દેવાંગને સોફા ઉપર બેસવાનુ કહ્યું અને હું ફાઇલ લઈ રિસેપ્શન તરફ આગળ વધ્યો. રિસેપ્શન ઉપર ફાઇલ મૂકી મેં પૂછ્યું મેડમ?

મેડમે મારી સામે જોયું.

બે ઘડી અમે બન્ને કાંઈ બોલી શકીએ તેવી સ્થિતિમાં ન હતા. છતાં પણ મારાથી બોલાઈ ગયુ. શ્વેતા તું અહીં ?

હા સમીરભાઈ, હું અહીં રેસેપ્શનિસ્ટ કમ કોઓર્ડીનેટર તરીકે જોબ કરૂં છું. તેણે ફાઇલ હાથમાં લીધી.

ફાઇલ ઉપર દેવાંગનું નામ જોઇ તે ઉભી થઇ ગઇ.

ઉતાવળે બધા રિપોર્ટ વાંચી શ્વેતા ચિંતા સાથે બોલી દેવાંગ ક્યાં છે ?

મેં કહ્યું, તે વેઇટિંગ રૂમમાં બેઠો છે.

બન્ને કૌટુંમ્બિક કારણથી જુદા પડ્યા હતા પણ તેમના પ્રેમ વિશે શંકા મને જરા પણ ન હતી.

ઘણી વખત બે વ્યક્તિ શાંતિથી જીવતા હોય તે કુટુંબ કે સમાજને આંખના કણાની જેમ ખૂંચતા હોય. આ બંનેના દામ્પત્ય જીવનને બરબાદ કરનાર કુટુંબના જ શકુની અને મંથરાઓને હું સારી રીતે ઓળખતો હતો.

શ્વેતા ઉભી થઇ મારી સાથે દેવાંગને મળવા આવી.

દેવાંગ પણ શ્વેેતાને દૂરથી આવતા જોઇ ઉભો થઇ ગયો.

શ્વેતા ? તું અહીં ? દબાતા સ્વરે દેવાંગ બોલ્યો.

શ્વેતા બોલી, દેવાંગ, આ તેં શું હાલત તારી બનાવી છે? બે વર્ષમાં આંખ પાસે કાળા કુંડાળા, દાઢી વધારી નાખી આ તારૂ પેટ અંદર જતું રહ્યું, જે હંમેશા બહાર લટકતું રહેતું. શ્વેતાએ થોડું વાતવરણને હળવું કર્યું.

હું સમજી શકતો હતો શ્વેતા અંદરથી દુઃખી છે પણ તેનો મજાકિયો અને આનંદી સ્વભાવ જ તેના કુટુંબની અંદર ઈર્ષાને પાત્ર બન્યો હતો.

દેવાંગને ઘણા વખતે મેં હસ્તા જોયો એ પણ બોલ્યો, શ્વેતા, આ તારા સફેદ વાળ અને તારો લિપસ્ટિક વગરનો ફિક્કો ચેહરો?

શ્વેતાએ વાત બદલતા કહ્યુ.

તબિયત સાચવજે કોઈ પણ પ્રકારનું કામ હોય તો હું અહી સાંજના સાત સુધી હાજર છું અને સાંજના સાત પછી પણ તારા માટે કોઈ બંધન નથી.

ડોક્ટરની સાથે ચર્ચા કર્યા પછી ઓપરેશનની તારીખ નક્કી કરી ડોક્ટરે બેલ મારી શ્વેતાને અંદર બોલાવી.

ડોક્ટરે દેવાંગને બહાર બેસવાનું કહ્યું.

ડોક્ટરે દેવાંગના બહાર ગયા પછી મને પૂછ્યું

આપ દેવાંગના શુ થાવ ?

મેં કહ્યું, હું તેનો મિત્ર છું, સમીર.

ડોક્ટરે કહ્યું, તેમની અંગત વ્યક્તિ પત્ની કે પુત્ર હોય તો અંદર બોલાવી લ્યો મારે ગંભીર ચર્ચા કરવી છે.

મેં શ્વેતા સામે જોયું, શ્વેતા નીચે જોઈ ગઈ.

મેં કહ્યું, ડોક્ટર, દેવાંગને કોઈ સંતાન નથી અને તેની પત્નીને અચાનક કામ આવવાથી બહાર જવાનું થયું છે.

ડોક્ટર બોલ્યા.

રિપોર્ટ જોતા એવું લાગે છે. ઓપરેશન કરો તો પણ જોખમ છે અને ના કરો તો પણ જોખમ તો છે. અમારો પ્રયત્ન દર્દીને બચાવાનો પૂરો હશે.

બાકી હું ડોક્ટર હોવા છતાં કહું છુ, દવા કરતા દુઆ કે પ્રાથનામાં વધારે દમ હોય છે. તમારા મિત્ર માટે સાચા દિલથી તેના લાંબા આયુષ્યની પ્રાથના કરજો, બધું સારૂ થઈ જશે.

શ્વેતા રૂમાલથી આંખ લૂછતાં લૂછતાં ડોક્ટર સાહેબની ચેમ્બરની બહાર નીકળી ગઈ.

બે દિવસ પછી અમે ઓપરેશન માટે હોસ્પિટલે આવ્યા ત્યારે શ્વેતા દેખાણી નહીં. મેં ડોક્ટર સાહેબને પૂછ્યું શ્વેતા મેડમ ક્યાં છે ?

તેમણેે કહ્યું તે આજે રજા ઉપર છે. તેના પતિની પણ આજે હાર્ટ સર્જરી છે. ...હું અને દેવાંગ એક બીજાની સામે જોતા રહ્યા.

હજુ તેઓ કોર્ટેમાં છુટા છેડા માટે ગયા નથી ત્યાં શ્વેતાનો નવો પતિ...?

ગડમથલ સાથે દેવાંગને ફાળવેલ રૂમ નંબર 10ની અંદર અમે પ્રવેશ કર્યો. તો આશ્ચર્ય સાથે જોયું. શ્વેતા બુકે સાથે દેવાંગનું સ્વાગત કર્યું અને બોલી દેવાંગ "ગેટ વેલ સુન.."

રૂમના ટેબલ ઉપર ભગવાનનો ફોટો તેની પાસે દીવો પ્રગટેલ હતો. હું સમજી ગયો, આ રજાનો રિપોર્ટ દેવાંગ માટે જ ભર્યો છે.

દેવાંગ અને શ્વેતાની આંખમાંથી પ્રાયશ્ચિતના આંસુ વહેતા હતા. જે કુટુંબ અને સમાજની ખોટી સાચી વાતો સાંભળી તેઓ જુદા પડ્યા હતા તેમાંથી એકેય મુશ્કેલીના સમયે અહીં હાજર ન હતા.

ડોક્ટર રૂમમાં આવ્યા. શ્વેતાને જોઈ બોલ્યા, અરે શ્વેતા તું રજા ઉપર હતી ને ?

હા ડોક્ટર સાહેબ હું રજા ઉપર જ છું.

ડોક્ટર બોલ્યા હું કાંઈ સમજ્યો નહીં. આજે તારા પતિની હાર્ટ સર્જરી હતીને અને તું અહીં ક્યાંથી ?

શ્વેતાએ દેવાંગનો હાથ પકડી કહ્યું, હા સાહેબ, મારા પતિની જ હાર્ટ સર્જરી છે આ મારા પતિ છે. જેની હાર્ટ સર્જરી આપના હાથે આજે થવાની છે.

દેવાંગ તો ફક્ત ટેબલ ઉપર રાખેલ ભગવાન સામે જોઈ એટલું જ બોલ્યો. ભગવાન હવે મારા માટે નહીં પણ શ્વેતા માટે મને નવી જીંદગી આપજે.

શ્વેતા બોલી, તમને કશું થવાનું નથી. ડોક્ટર સાહેબના શબ્દ યાદ કરો. દવા કરતા દુઆમાં વિશ્વાસ રાખો. હું અને આ તારો ખાસ મિત્ર દેવાંગ તારા માટે પ્રાથના તારા લાંબા આયુષ્ય માટે કરીએ છીએ.

દેવાંગને સ્ટ્રેચર ઉપર લઈ ઓપરેશન થિયેટર તરફ લઇ જતા હતા. બન્નેની આંખો ભીની હતી. ઓપરેશન થિયેટરના દરવાજા સુધી તેઓએ એક બીજાના હાથ પકડી રાખ્યા હતા.

મારાથી બોલાઈ ગયુ, પ્રભુ તું પણ ભેગા થવા માટે કેવા સંજોગો ઉભા કરે છે.

મારાથી પુછાઇ ગયું, શ્વેતાભાભી અચાનક આ બદલાવ?

સમીરભાઈ, સમાજની સાક્ષીએ બાંધેલા બે છેડા તો કાયદાકીય રીતે છુટ્ટા કરવા સહેલા છે, પણ આ ધડકતા બે સાચા દિલોને કોઈ કાયદા વડે છૂટા કરવા સહેલા નથી.

વાત શ્વેતાની સાચી હતી.

આપણા જીવનસાથીને સમજવાનો પ્રયત્ન કરો. કુટુંબ કે સમાજ માટે થઈ એક બીજા સાથે અશોભનીય વર્તન ક્યારેય ના કરો. આ સમાજ કે કુટુંબ ખબર અંતર પૂછી જતા રહેશે સુખ દુઃખમાં ફક્ત સાથે હશે તમારો જીવન સાથી.

દેવાંગનું સફળ ઑપરેશન પૂરું થયું. દવા અને દુઆએ તેનું કામ કર્યું. દેવાંગને રજા આપતી સમયે શ્વેતા હાજર ન હતી. દેવાંગે મને પૂછ્યું, દોસ્ત શ્વેતા ક્યાં છે ?

મેં કહ્યું, તેની ફરજ અદા કરી એ જતી રહી. દેવાંગ મારી સામે દુઃખી નજરે જોવા લાગ્યો.

જયારે અમે ઘરે પહોંચ્યા, ત્યારે શ્વેતા તેનું સ્વાગત કરવા ઘરના બારણે ઉભી હતી મને ખબર હતી પણ દેવાંગ માટે આ સરપ્રાઈઝ હતું.

આવ દેવાંગ, ભગવાનને પગે લાગીએ. સ્વેતા બોલી.

એવું સમજી લે આજે આપણા લગ્નનો પ્રથમ દિવસ છે. ભૂતકાળની ભૂલો ભૂલી જઇએ. વર્તમાનને પ્રેમથી શણગારી લઇએ. એક બીજાને વચન આપીએ

એવું વર્તન આપણે કદી નહીં કરીએ જે એકબીજાના સ્વમાનને ઠેસ પહોંચાડે. સંસારરૂપી સીડીના પગથિયાં ફરી એક બીજાનો હાથ પકડી સાથે ચઢિએ.

દેવાંગ મેં પણ જોઈ લીધું અને તેં પણ જોઈ લીધું.

સંસાર સ્વાર્થી છે તેને માત્ર લડાવવામાં મજા આવે છે.

મારી સામે જોઈ દેવાંગ બોલ્યો, મિત્ર, સુખ દુઃખનો તું એક માત્ર સાક્ષી છે, તારો આભાર. કેવા સંજોગો ગોઠવાયા કે અમે ફરી મળ્યા.

એક ખરાબ સ્વપ્ન આવી ગયું, દોસ્ત.

બીજે દિવસે સવારે આંખ ઉઘાડી, ત્યાં એક સુંદર સવાર ગુડ મોર્નિંગ કહી મારી સામે ઉભી હતી. આવ શ્વેતા તને પડેલ તકલિફો બદલ હું તારી માફી માંગુ છું.

યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિ સામે ભૂલ કબુલતા શરમ સંકોચનો અનુભવ ન કરવો જોઈએ. એ હું મારા ખરાબ સમયમાં શીખ્યો છું.

શ્વેતા બોલી, દેવાંગ એક હાથે તાળી ન વાગે. મારાથી પણ ઘણી ભૂલો થઈ હશે એ માટે હું પણ તારી માફી માંગુ છું.

મારી સામે એ જ ઘર એ જ બેઠક રૂમ અને એ જ વ્યક્તિઓ હતી છતાં પણ આજે બગીચામાં જાણે વસંત ખીલી હોય તેવો અનુભવ હું કરતો હતો.

કોઈ પણ વ્યક્તિ જ્યારે નકારાત્મકતા છોડી સકારાત્મક વિચારો તરફ આગળ વધે ત્યારે જીવનનો સાચો અર્થ સમજમાં આવે છે.

આજે ઘણા વખતે દેવાંગના ઘરમાં ધીરે ધીરે રેડિયો વાગતો હતો,

किसी के दिल में बस के दिल को, तड़पाना नहीं अच्छा
निगाहों को छलकते देख के छुप जाना नहीं अच्छा,
उम्मीदों के खिले गुलशन को, झुलसाना नहीं अच्छा

हमें तुम बिन, कोई जंचता नहीं, हम क्या करें,
तुम्ही कह दो, अब ऐ जानेवफ़ा, हम क्या करें...
ये दिल तुम बिन, कहीं लगता नहीं, हम....

મિત્રો
ઘમંડ કે અહંમની ઊંચાઈ માપી શકાતી નથી, એ તો જ્યારે પડીએ ત્યારે જ ખબર પડે. આપણે કેટલી ઊંચાઈ ઉપર હતા તે અહંમ, ઘમંડ અને ગેરસમજના ટકરાવની અસર તાત્કાલિક જોવા નથી મળતી, તેની અસર ઢળતી ઉંમરે દેખાય છે.

સારો કે ખરાબ સમય સાચવતા શીખો ખરાબ સમયની દવા ફક્ત મૌન છે.

તૂટી ને, વિખરાઈ ને પણ મૌન રહે છે એ લોકો... જે લોકો ખુદ થી પણ વધુ પ્રેમ કોઈ બીજા ને કરે છે.

પ્રેમની વેદના કોઈ લખી શું જાણે, પ્રેમની ભાષા કોઈ બોલી શું જાણે, પ્રેમ તો એવી અઘરી કળા છે મિત્રો, સ્વીકારતા અચકાય તે કરી શું જાણે🌹🌹

Think Twice Act wise

✍️ પાર્થિવ
ઇમેઇલ: parthivnanavati081266@gmail.com
_______________
"Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post