સાઠે બુદ્ધિ નાઠી ..."
***********************
સવારનો સૂરજ ઉગે એ પહેલા એક વયોવૃદ્ધ ડૉક્ટરને ત્યાં આવ્યા, ને doorbell વગાડી.
" વહેલી સવારે કોણ આવ્યું હશે? " ડૉક્ટરની વાઇફે દરવાજો ખોલ્યો. વયોવૃદ્ધ વ્યક્તિને જોતાં ડૉક્ટરના વાઇફે કહ્યું, " દાદા ! અત્યારે વહેલી સવારે? " વયોવૃદ્ધ બોલ્યા, " ડૉક્ટર સાહેબ પાસે મારા અંગૂઠાના ટાંકા ખોલાવવા આવ્યો છું. મારે 8:30 વાગે તો બીજે પહોંચવાનું છે. એટલે જરા જલ્દી આવી ગયો છું. Sorry! ડૉક્ટર, પણ બીજે right time પહોંચવું જ પડે એવું છે."
સાઠે બુદ્ધિ નાઠી
ડૉક્ટરે ઉંમરલાયક વયોવૃદ્ધને કહ્યું, " દાદા! કઈ વાંધો નહીં, બેસો." ડૉક્ટર તો હજુ ઉઠ્યાં જ હતાં, ને patient આવી ગયા. ડૉક્ટરે હાથ-મોં ધોયા. ને કહ્યું, " દાદા! બેસો. લાવો તમારો અંગુઠો." ને ડૉક્ટરે ધીમે-ધીમે પૂરી માવજત સાથે ટાંકા ખોલી નાખ્યા. ને કહ્યું, " દાદા! મસ્ત. તમારો ઘા ઘણો બધો રુઝાઈ ગયો છે. છતાં પટ્ટી લગાવી દઉં, જેથી ક્યાંય ઘસરકો ન વાગે." _Treatment તો બધા જ ડૉક્ટરો કરે છે, પણ.. Treat કરીને કરે ને, તેને સારવાર કહેવાય!_
ડૉક્ટરે પટ્ટી લગાવીને કહ્યું, " દાદા! તમારે ક્યાં પહોંચવાનું છે? મોડું થઇ ગયું હોય તો મૂકી જાઉં? " "ના.. ના.. ડૉક્ટર, હજુ તો ઘરે જઈશ. નાસ્તો તૈયાર કરીશ, પછી નીકળીશ. બરાબર 9:00 વાગે પહોંચી જઈશ." ને વયોવૃદ્ધ દાદા ડૉક્ટરનો આભાર માની જવા માટે ઉભા થયા.
_1 મિનિટ_ ........
બિલ લઈને ઉપચાર કરનારા તો ઘણાં ડૉક્ટરો છે, પણ.. દિલ દઈને સારવાર કરનારા ઓછા છે. છતાં.. છે, છે, ને છે. .
ત્યાં જ ડૉક્ટરની વાઇફે કહ્યું, " દાદા! અહીં જ નાસ્તો કરી લો ને." વયોવૃદ્ધ દાદા બોલ્યા, " ના, બેન! ના. હું જો નાસ્તો અહીં કરી લઈશ, તો એને નાસ્તો કોણ કરાવશે? " ડૉક્ટર કહે, " કોને કરાવવાનો છે? " તે વખતે આ વયોવૃદ્ધ દાદા બોલ્યા, " ડૉક્ટર! મારી પત્નીને." "તો એ ક્યાં રહે છે કે, 9:00 વાગે તમે ત્યાં પહોંચવાના?" તે વખતે આ વયોવૃદ્ધ બોલ્યા, " ડોક્ટર સાહેબ! એ મારાં વગર ક્યાં રહે? પણ.. એની તબિયત બરાબર નથી. એ Nursing Homeમાં છે."
ડૉક્ટર બોલ્યા, " એમને શું તકલીફ છે? " તે વખતે વયોવૃદ્ધ દાદા બોલ્યા, "ડૉક્ટર સાહેબ! એને Alzheimer થયો છે. એટલે એની યાદદાસ્ત ખલાશ થઇ ગઈ છે. છેલ્લા 5 વર્ષથી એ મને'ય નથી ઓળખતી. હું જાઉં, એને મળું, એન હલાવું, એ શૂન્ય નજરે મને જુએ છે. હું એને માટે અજાણ્યો થઇ ગયો છું." આટલું બોલતા દાદાની આંખો દદડવા માંડી. ડૉક્ટર અને એના પત્ની પણ રડી પડ્યા.
_યાદ રહે,_ પ્રેમ નિ:સ્વાર્થ હોય છે. પ્રેમ હૃદયી નીપજ છે. એ એક પખો, એટલે.. એક પક્ષીય પણ નભે. પણ.. પ્રેમ દુર્લભ છે. પણ.. છે જરૂર.
એક કાવ્ય પંક્તિ છે ને, _" પ્રેમ ન હાટ બીકાય "_
_પ્રેમ હાટડીઓમાં વેચાતો નથી મળતો. માર્કેટમાં વેચાય, એ તો મતલબ છે._
ડૉક્ટર ને એની પત્ની બોલ્યા, " દાદા! 5 - 5 વર્ષથી તમે રોજ Nursing Homeમાં નાસ્તો કરાવવાં જાઓ છો? તમારી આ ઉંમર..., તમને થાક નથી લાગતો? કંટાળો નથી આવતો?" એ વખતે આ વયોવૃદ્ધ દાદા બોલ્યા, " ડૉક્ટર સાહેબ! એના સહારે તો જિંદગી જીવું છું. એને જોઉં છું, ને મારું મન ભરાઈ જાય છે. મને એની પાસે બેસું, ને energy આવી જાય છે. ડૉક્ટર સાહેબ! એ ન હોત, તો હું' ય બીમાર પડી ખાટલે સૂતો હોત. આ તો એ છે, તો હું આટલો સ્ફૂર્તિમાં છું. એના હિસાબે તો સવારે વહેલો ઉઠું, તૈયાર થઇ જાઉં, કામે લાગી જાઉં. માત્ર એને મળવા જવાનો ને એની સાથે નાસ્તો કરવાનો આનંદ ડૉક્ટર જુદો જ છે. હું મારા હાથે એને ખવડાવું છું."
ડૉક્ટર બોલ્યા, " દાદા! એક વાત પૂછું? " "તે પૂછોને, ડૉક્ટર સાહેબ." " દાદા! તમે એને ઓળખો છો, પણ.. એ તમને ઓળખતી નથી. નથી તમારી સામે બોલતી કે હસતી. તો'ય તમે એને મળવા જાઓ? "
તે વખતે વયોવૃદ્ધ જે બોલ્યા, તે શબ્દો, કદાચ.. દુનિયાના સૌથી વધુ ભીના ને ભરેલા શબ્દો હશે. વયોવૃદ્ધ બોલ્યા, "ડૉક્ટર! એ નથી જાણતી કે, હું કોણ છું. પણ.. હું તો જાણું છું ને કે, એ કોણ છે!" ને ગંગા-જમના ને સરસ્વતીના નીર ત્રણેની આંખોના કિનારા તોડી ઉભરાણાં.
_કથા તો પૂરી કરીએ, પણ.. પારિવારિક જીવનમાં સ્વાર્થ એ અભિશ્રાપ છે. ને પ્રેમ એ આશીર્વાદ છે. પ્રેમ ખૂટે, પછી જ પરિવાર તૂટે. ઘરમાં ઘરડા માં-બાપને પ્રેમ કરજો. ' સાઠે બુદ્ધિ નાઠી ' - એ કહેનારને આ કથા દસ વાર વંચાવજો. ' એ નથી જાણતી હું કોણ છું, પણ.. હું તો જાણું છું એ કોણ છે. ' આ કથા, કદાચ.. પરિવારને પ્રેમનો પારાવાર બનાવી જશે._ જય શ્રી દ્વારકાધીશ 🙏🏻
“अपने वो नहीं, जो तस्वीर में साथ दिखे, अपने तो वो है, जो तकलीफ में साथ दिखे!” — 'LOVE YOUR PARTNER' - અજ્ઞાત" (આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)

______________
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

આંખમાં આશુ આવી ગયા. સરસ લાગણી સભર વાર્તા
ReplyDeleteReally very sensitive story touch my hart
ReplyDeleteખૂબ જ સુંદર,લાગણીસભર અને પ્રેરક વાત ની એકદમ સરળ ભાષામાં રજુઆત કરી છે.
ReplyDeleteઆ વાર્તા ના નાયક એવા વયોવૃદ્ધ ની જેમ જ હું પણ આવીજ પરિસ્થિતિ નો સાક્ષી છું અને મારી નજર સામે એ દ્રષ્ય આબેહૂબ થયું, ફરક એટલો કે પાત્રો ની અદલાબદલી થઈ છે. એટલે કે મારી વાત માં વયોવૃદ્ધ ની જગ્યા એ એક સ્ત્રી છે અને સ્ત્રી ની જગ્યા એ માંદગીના બિછાને પુરુષ હતો.
પણ બંને ની સમજદારી થી આજે પણ બંને ખૂબ જ ખુશ છે.