જિંદગી ઔર કુછ ભી નહિ..(Jindgi or Kuchh Bhi Nahi)

Related

જિંદગી_ઔર કુછ ભી નહિ.."
કાલે સાંજે... હું થોડો વહેલો ઘરે આવવા નીકળ્યો. રસ્તામાં શાકભાજીની માર્કેટ ઘર પાસે ભરાઈ છે.. ત્યાં મારી પત્ની ઘરે થી ચાલતી ચાલતી શાક લેવા રોજ આવે.


#આવકાર
જિંદગી_ઔર કુછ ભી નહિ.."

મને થયું એ ઉભી હોય તો તેને બેસાડી ઘરે લઈ જાવ... તેને ચાલવું નહીં.. મેં એકટીવા ઉભું રાખ્યું.. આજુ બાજુ નજર કરી... મારી પત્ની ક્યાંય દેખાણી નહીં..

મેં એકટીવા ચાલુ કર્યું.. ત્યાં મારી નજર પાણી પુરી વાળા ના ખુમચા ઉપર પડી. મારી પત્ની ઉભી ઉભી પાણી પુરી ખાતી હતી.

દોસ્ત એ એટલી સ્વાદ થી લીજ્જત અને આનંદ થી પાણી પુરી એ ખાતી હતી કે.. આવો તેના ચહેરા નો ભાવ કે.. આનંદ તો હું તેને મોંઘી હોટેલ માં જમવા લઈ જાવ ત્યારે પણ જોયો ન હતો ..તેના ચહેરા પરનો નિર્દોષ આનંદ જોઈ મને તેને ડિસ્ટ્રબ કરવી યોગ્ય ન લાગ્યું.. મેં મારું એકટીવા બંધ કરી તેના ભોળા ચહેરા ને નિરખતો રહ્યો. ..તેણે પાણી પુરી નો રાઉન્ડ પુરો કર્યા પછી ની છેલ્લી મસાલા પુરી માંગી ...અને તૃપ્ત થયા નો આનંદ લીધો.

એટલે મેં એકટીવા ચાલુ કર્યું અને તેની બાજુ મા જઈ ઉભો રહ્યો. ..અચાનક મને જોઈ..હસ્તા..હસ્તા મોઢું લૂછતાં બોલી.. આજે વહેલા વહેલા ? ..હા આજે વહેલો છુટ્યો.. ચાલ સ્કૂટરની પાછળ બેસી જા... તારે ચાલવું નહીં.. અમે ઘરે પહોચ્યા.. હું બૂટ કાઢતા હસી પડ્યો..!!

એટલે મારી પત્ની બોલી..
હસવાનું શું એમાં ? હું રોજ થોડી પાણી પુરી ખાઉ છું ? તમારી જાણ માટે દસ રૂપિયાની જ પાણીપુરી મેં ખાધી છે..!!

રોજ શાક ની લારી, લારી એ ફરી તમારા રૂપિયા બચાવું છું તો.. કોઈ વખત આનંદ કરવાનો મારો અધિકાર નથી..!

એ નિર્દોષપણે બોલતી રહી તેમ તેમ મારી આખો માંથી આંસુ પડતા રહ્યા..!!

અરે તેમાં રડો છો શુ ? આજ થી પાણીપુરી ખાવા નું બંધ..મારી પત્ની બોલી,..

અરે ગાંડી.. મને દુઃખ એ વાત નું નથી કે તે પાણી પુરી કેમ ખાધી ? ...દુઃખ એ વાત નું છે કે...
આટલા વર્ષના લગ્ન જીવન પછી પણ હું એ ન જાણી શક્યો કે.. તને પાણીપુરી આટલી બધી ભાવે છે.!! અને .....મારી પત્ની મને ભેટી પડી..! મારા આંસુઓ તેના પ્રેમભર્યા આલિંગનની સરખામણી માં શુન્ય હતા..!!

દોસ્તો ઘણી વાર મોટી મોટી મહત્વાકાંક્ષા રાખવા કરતા નાની નાની વસ્તુ માંથી આનંદ મેળવતા શિખવુ જોઇએ..

દરરોજ જીંદગીની પળે પળ નો આનંદ લૂટતા રહીએ.. રૂપિયાને આપણી આત્મીયતા અને નિખાલસતા સાથે કોઈ સબંધ નથી..

જીવન કા મતલબ તો.. આના ઔર જાના હૈ., દો પલ કે જીવન સે.. એક ઉમ્ર ચુરાની હૈ., તુફાન કો આના હૈ.., આ કર ચલે જાના હૈ.__જીંદગી ઔર કુછ ભી નહી.. 🥰🤝🏻💕 તેરી મેરી કહાની હૈ.....(ગીત - સંતોષ આનંદ) 
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

1 Comments

Thank you so much for your feedback 😊

  1. ખરેખર ખૂબ જ સમજવા જેવી વાત છે...આનંદ સામાન્ય વસ્તુ માંથી પણ મળતો હોય છે. માણસને સમજવા જરૂરી છે

    ReplyDelete
Previous Post Next Post