કીડી ને કીડિયારું (Kidi Ne kidiyaru)

#કીડીને_કીડીયારું"
ચૈત્ર મહિનો કીડી માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો છે. — કીડિયારું પૂરવું એ જીવદયાનું ઉત્તમ કાર્ય ગણવામાં આવે છે., એમ આપણાં પૂર્વજો કહેતા આવ્યા છે.

આપણાં શાસ્ત્રોમાં કીડિયારું પૂરવાનો અનેરો મહિમા રહેલો છે. ઘરમાં રહેલો સૌથી સૂક્ષ્મ જીવ એટલે કે, કીડી તેનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. — કીડીઓને ચૈત્ર માસમાં ખોરાક આપવાથી ગમે તેવી ગરીબી, કરજ અને દુ:ખ જતું રહે છે...!!...

AVAKARNEWS
Kidi ne kidiyaru

''રોટલો'' અને ''ઓટલો'' આપનાર માટે, ''હરિ'' રહે ''ઢૂકડો'' .........ભગવાન કહે છે કે ''સર્વ જીવો પ્રત્યે કરુણા, દયા, મૈતીભાવ, પ્રેમથી વર્તી, ધર્મમય અમૃતનું પાલન કરે છે. તે મારો ભક્ત મને પ્રિય છે...""

''ઘ ર'' , એટલે હુંફ. લાગણી... શાંતિ.... સલામતિ...સંપ...પ્રેમ...ઐક્ય... પ્રસન્નતાથી મઘમઘતો બગીચો. ઘરમાં ''માનવતા'' ફોર્યા કરતી હોય, ઘરની પરસાડ...ઓરડો...આગળનું આંગણું બધું જ ભાવથી ભર્યું ભર્યું હોય... જ્યાં સંસ્કારનાં ધ્વનિ થતાં હોય.

હા, આવા જ ઘરનો 'રોટલો' અને આંગણાનો ઓટલો,જરૂરિયાતવાળાં અન્યને ભાવથી આવકારતો હોય છે.

આવાં પરમાર્થી ઘરવાળાં, જલારામશાં બની, સૌને માટે દીવાદાંડી બની જાય છે. આજના સમયમાં પણ માનવતા ધર્મથી શોભતાં આવાં નર-નારી જોવા મળે છે, એ સદ્ભાગ્ય છે. જે મૂક્સેવક બની જરા પણ બાહ્ય દેખાવ કર્યા વિના યથાશક્તિ 'સેવાયજ્ઞા' સતત કર્યા જ કરે છે.

તેથી માનવમાત્રનો સંકલ્પ હોવો જોઈએ કે ''આ સમગ્ર વિશ્વ મારું કુટુંબ છે. વિશ્વમાં વસતાં સૌ કોઈ મારાં સ્વજન છે. એ ભાવનાપુર્વક સૌ સાથે સ્નેહ અને ભાઈચારાથી હું વર્તીશ, સંબંઘો સુધારનારો... વધારનારો. ને સ્નેહ-સેતુ'' હું બની રહીશ. જીવન જીવતાં આવડે તો જીવનમાં લહેર છે. જીવતાં ન આવડે તો ઝેર છે. કોશિશ કરીએ કે કોઈનું આપણાંથી અહિત ના થાય એવા નૈતિક મૂલ્યોથી જીવીએ., આનાથી મોટું પુણ્ય એકેય નથી.

પુણ્યશાળી બનવાનાં પાંચ દ્રાર બતાવ્યાં છે. (૧) ગાયને ઘાસ ખવડાવવાથી ગ્રહદશા પીડતી નથી. (૨) પંખીને દાણા નાખવાથી ધંધો રોજગાર સારો ચાલે છે. (૩) કૂતરાને રોટલો નાખવાથી દુશ્મન ભાગે છે. (૪) કીડીને કીડીયારું પૂરવાથી ''દેવુ'' (કરજ/લેણું) થતું નથી. (૫) મા-બાપની સેવાથી સ્વર્ગ-સુખ મળે છે.

તો આપણે "કીડીયારું" પૂરવા બીજે કશે ના જઈ શકીએ પરંતુ આપણી સોસાયટીમાં કે તેની આસપાસમાં રહેલા ઝાડ પાસે પોચી માટીમાં તો કીડીયારું પુરવાનું પુણ્યકાર્ય તો કરી જ શકીએ છીએ.

કીડીયારું બનાવવાની રીત""
બાજરાનો લોટ, રવો, દળેલી સાકર, સફેદ તલ અને થોડું ઘી. આટલું મિક્સ કરીશું એટલે કીડીયારું તૈયાર

કીડિયારું પુરાવાની એક બીજી રીત પણ છે, જેને અખંડ કીડિયારું કહેવાય છે. — નારિયેળ લઈને નાળિયેરના છોતરા(છાલા) ઉતારી લીધા બાદ નારિયેળમાં ડ્રિલથી હોલ પાડી પાણી કાઢવામાં આવે છે.(પાણી વગરના નાળિયેર મળે તો અતિ ઉત્તમ) ત્યાર બાદ તેમાં નાના-નાના કાણા પાડવામાં આવે છે. ત્યારબાદ તેની અંદર બાજરીનું ભડથું એટલે કે, તેનો ભૂકો તલનો પાવડર, ખાંડ, ઘી જેવી વસ્તુને મિક્સ કરીને શ્રીફળમાં પાડેલા હોલની માફક અંદર ભરવામાં આવે છે. અથવા લોટ તથા ગોળનું મિશ્રણ બનાવી કીડીયારૂં ભરવામાં આવે છે. શ્રીફળ પૂરેપૂરું ભરાઈ જાય એવી રીતે કીડીયારુ પુરવામાં આવે છે. આવું કરવાથી કીડીઓ સરળતાથી ખોરાક ખાઈ શકે છે.

આવી રીતે તૈયાર કરેલ કીડિયારું વૃક્ષોના થડ, કાંટાળી વાડ અથવા જ્યા કીડીઓ હોય ત્યાં કીડીયારું ભરેલા નારિયેળ મુકી કીડીઓ માટે કણની સેવા કરી શકાય છે.

પણ શક્ય એટલું આ શુભ કાર્ય રોજેરોજ કરજો. અંદરથી આનંદ આવશે. પણ વિવેકબુદ્ધિથી કરશો કારણ કે.. ધર લાડુ ધરે, આખો લઈને ઉપરેમોત વિના મરે કીડી અનેકું "કાગડા
અર્થાત્  હે કાગ ! વિવેક વગરની વપરાશ નુકસાનકર્તા નીવડે છે. જ્યાં મોટું કીડિયારું હોય, ત્યાં જઈ અઢી શેરનો લાડુ કીડીઓ પર મૂકીએ, તો વિના મોતે અનેક કીડી તેની નીચે દબાઈને મરી જાય છે. – કવિ કાગ -

જીવદયાથી અનેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે તો કીડીયારું પૂરવાનો લાભ અચૂક લેશો. — એક મૂક જીવને સંતોષ આપવા પ્રયત્ન કરજો. .......એક મુઠ્ઠી કીડીયારું સેંકડો કીડીઓનો ખોરાક બની શકે છે. 

...કીડીયારૂ એ રીતે પુરીએ કે વૃક્ષો ને નુકસાન પણ ન થાય પર્યાવરણનુ જતન પણ થાય, આપણી સંસ્કૃતિ ના મુલ્યો જાળવિએ, ....ભારતદેશ સંસ્કૃતિ નો દેશ છે  એક શરૂઆત કરીએ, ચાલો પાછું સેવાનું કામ કરીએ કિડીયારૂ પૂરીને અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવા, વૃક્ષો વાવી આને ઉછેરી અને પર્યાવરણ પણ બચાવીએ, એક બદલાવ આપણા માટે એક બદલાવ આપણા બધા માટે 🌳🌍

આ પોસ્ટ આપના દરેક ગ્રુપમાં શેર કરી પુણ્યના ભાગીદાર બનશો. અને 
આપના પ્રતિભાવ નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અથવા અમને વોટ્સએપ No - 7878222218 પર પણ મોકલી શકો છો..!!🌺🌹___🖊️©આવકાર™

Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આરોગ્ય અને પ્રકૃતિ વિશેની માહિતી, સરકારી યોજના, હળવી મનોરંજન પોસ્ટ જેવી લોકોપયોગી પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Post a Comment

Previous Post Next Post