લાગણીની વાવણી (Lagani Ni Vavni)

Related

#લાગણીની વાવણી.."
************************
રસિકભાઇએ પોતાની પત્નીને બૂમ પાડી, ઓ મારા રુદિયાની રાણી, રસોડાની રાણી.. અરે સુમી...આજે થેપલા અને દૂધ બનાવજો.

#આવકાર
લાગણીની વાવણી"

જ્યારે પણ રસિકભાઇને થેપલા ખાવા હોય ત્યારે તેઓ પત્નીને વહાલથી આ રીતે બોલાવતા.

રસોડામાં કામ કરતા સુમિત્રાબેનને એમની વહુ સીમાએ કહ્યું,"બા.. આજે હું થેપલા બનાવીશ". ત્યાં તો રસિકભાઈ બોલ્યા,"ના.. વહુબેટા..તમારા સાસુ જેવા થેપલા કોઈને નહિ આવડે." સીમાએ કહ્યું,"બાપુજી..મને શીખવા તો દો.."રસિકભાઈ બોલ્યા, વહુબેટા..સુમી જ્યારે થેપલા બનાવે ત્યારે એની બંગડીનો રણકાર અને ઠપ ઠપ એવો અવાજ ..થેપલાની મીઠાશમાં લાગણીની વાવણી કરે છે.

એટલે થેપલા તો તમારા સાસુ જ બનાવશે...ને સુમિત્રા બેન મરક મરક હસી રહ્યા.

લગ્ન કરીને સાસરીમાં પહેલીવાર સુમિત્રાબેનના હાથના થેપલા ખાઈને રસિકભાઈ બોલ્યા હતા "સુમી,અમે કરી થેપલાની માંગણી..તમે તો મારા હ્રુદયમાં લાગણીની છાવણી ની કરી વાવણી. તમે છો અમારા રસોડાના રાણી...ને નવોઢા સુમિત્રાબેન શરમાઈ ગયા હતા.

આજે પણ ધરાઈને થેપલા અને દૂધ ખાઈને રસિકભાઈ આરામથી સુઈ ગયા.

એ જ રાત્રે સુમિત્રાબેનને છાતીમાં દુઃખાવો થયો ને થોડીવારમાં તો નિશ્ચેતન બની ગયા.રસિકભાઈ તો જાણે જડ જેવા બની ગયા. એમની આંખમાંથી એક આસું પણ નીકળતું ન્હોતું. કોઈ બોલાવે તો બોલે..આપે તે ખાઈ લે..ને આરામખુરશીમાં બેસી રહેતા. એમની આંખો રસોડામાં કામ કરતા સુમિત્રાબેનને શોધતી. વહુ દીકરો ખૂબ જ સમજુ હતા.સીમા તો સસરાજીનું ખૂબ ધ્યાન રાખતી..દીકરાએ ડોકટરને પૂછ્યું, ડોકટરે કહ્યું એમને રડાવો.જો અંદર અંદર ઘુંટાશે તો વધુ તકલીફ થશે.

આધુનિક જમાનાની સીમા... જેણે ક્યારેય શોખથી પણ બંગડી નહોતી પહેરી..એક હાથે ફકત ઘડિયાળ જ પહેરતી..સીમાએ બન્ને હાથોમાં બંગડી પહેરી...સાસુની જેમ થેપલાનો લોટ બાંધી... ઠપ ઠપ અવાજ કરી થેપલા કરવા માંડી.. સાથે બંગડીઓમાં એક દીકરીની લાગણીની વાવણી રણકતી હતી.

આરામ ખુરશીમાં બેઠેલા રસિકભાઈની આંખો ચકળવકળ થઈ રસોડા તરફ ફરી. ધીમેથી ઉભા થયાને રસોડામાં જઈ વહુને માથે હાથ મૂકી ને દડદડ આસુંએ રડી પડ્યા. એક ડૂમો બાઝેલોએ છૂટી ગયો...ને સીમા પણ બાપુજી... કહીને સસરાને ભેટી પડી.

રસિકભાઈ પત્નીના ફોટા સામે જોઈ બોલ્યા, સુમી...તું તો નિર્મોહી હતી..મને છોડીને જતી રહી..પણ..તારી પરછાઇ મૂકતી ગયી...સીમાબેટા...થેપલા સાથે સાકારવાળુ દૂધ પણ બનાવજો...ને સીમા... હા..બાપુજી..કહેતી..હરખના આસું લૂછતી રસોડા તરફ દોડી....

                      – રીટા મેકવાન "પલ" (સુરત)

______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

1 Comments

Thank you so much for your feedback 😊

Previous Post Next Post