# આયુર્વેદથી આરોગ્ય.."
ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ભોજનના શાસ્ત્રોક્ત અને વૈજ્ઞાનિક નિયમ.."' આ ખરેખર અણમોલ છે.
ભારતીય ભોજનશૈલી
શાસ્ત્રોમાં હાથ, પગ ધોઈને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ઉત્તર અથવા પૂર્વ દિશામાં મુખ રાખીને એકાંતમાં ભોજન કરવું જોઈએ. ભોજન કરતી વખતે જમણા હાથે ભોજન કરવું જોઈએ. ભોજન કરતી વખતે ડાબા હાથે પીરસવાનો પણ નિષેધ છે. બે જણ હોય અને જોડે જમવા બેઠા હોય તો કંઈક ભોજન માટે લેવું હોય તો જમણો હાથ ધોઈને પછી એ હાથે પીરસવું જોઈએ.
પીરસતી વખતે થાળીમાં ચમચો કે બીજું જે વસ્તુથી પીરસતા હોય એ અડકવું જોઈએ નહીં. નહીંતર બધી વસ્તુ એંઠી થાય.
ભોજન પીરસાઈ જાય પછી ભગવાનને પ્રાર્થના કરીને ભોજન જમવું જોઈએ. *અનાજનો એક એક કણ એ પ્રભુ પ્રસાદી* છે એટલે એ થાળીમાં રહે નહીં એનું ધ્યાન રાખવું. કારણ એનાથી પ્રભુ નારાજ થાય છે.
અન્ન એવો ઓડકાર એટલે જેના તેના હાથનું, જેનું તેનું અને જ્યાં ત્યાં જમવું જોઈએ નહીં. નહીંતર એ ભોજન જ્યાં સુધી શરીરમાં હશે ત્યાં સુધી એનો પ્રભાવ બતાવશે.
ભોજન કરતી વખતે માથે ટોપી અને પગમાં પગરખાં પહેરી કદાપિ ભોજન કરવું નહીં. કારણ ભોજન કરતી વખતે શરીરમાં ગરમી પેદા થાય છે.
શરીરમાંથી શક્તિ ગ્રહણ કરવાનો અને બહાર નીકળવાના આ બે માર્ગ છે. શિખાથી શક્તિ ગ્રહણ થાય છે અને પગથી શક્તિ બહાર જાય છે..જો આ દ્વાર બંધ થશે તો ઉષ્મા બહાર નીકળવા જોર મારશે અને એનાથી શરીર રોગગ્રસ્ત થશે. પગમાં ચપ્પલના કારણે દુર્ગંધયુક્ત અણુના કારણે પણ નુકશાન થાય છે.
ભોજન પછી તરતજ પાણી પીવુ ખૂબ હાનિકારક છે. એનાથી જઠરાગ્નિ મંદ પડી જાય છે અને ભોજન પચતું નથી. નિરોગી રહેવા માટે ભોજનના એક કલાક પછી પાણી પીવું. પાણી બેસીને શાંતિથી પીવું જોઈએ. એટલે *આયુર્વેદ* કહે છે. ભોજન પીવો અને પાણી ચાવો.. ભોજનને એટલું ચાવવું જોઈએ કે પ્રવાહી બની જાય અને પાણી મોઢામાં ચાવીને ધીમે ધીમે અંદર લેવું જોઈએ.
ભોજન પછી તરતજ લઘુશંકા કરી લેવી એ આરોગ્ય માટે અતિ લાભદાયક છે. *આ બાબત ઘણા યોગીઓએ લખેલી છે.* લઘુશંકા કરીને તરતજ પાણી પીવાથી કિડનીને નુકશાન થાય છે એટલે ભોજન પછી અને લઘુશંકા પછી તરતજ પાણી પીવુ જોઈએ નહીં.."
ભોજન પછી ડાબા પડખે સૂવાનું કહ્યું છે. ઊંઘવાનું નથી. વામકુક્ષી કહેવાય. ડાબા પડખે થોડીવાર સુવાથી સૂર્ય નાડી ચાલુ થઈ જાય છે જેનાથી ભોજન સરળતાથી પચી જાય છે. ચંદ્રનાડી એટલે ડાબુ નસકોરાથી શ્વાસ ચાલતો હોય અને ભોજન જમ્યા હોય તો પચતું નથી.. એનાથી ઊલટું સૂર્ય નાડી એટલે જમણા નસકોરાથી શ્વાસ ચાલુ હોય ત્યારે ઠંડુ પાણી અથવા ઠંડા પદાર્થ પીવા કે ખાવાથી નુકશાન થવા સંભવ છે. બપોરે ઊંઘવાથી આયુષ્ય ક્ષીણ થાય છે..કોઈની નોકરી રાત્રિના હોય એ અપવાદ છે.))
ભોજન બનાવતી વખતે ભોજન બનાવનાર જેવી વૃતિ, વિચારોથી ભોજન બનાવે એની અસર ભોજન પર પડે છે. એટલે ભોજન બનાવતી વખતે શરીર શુદ્ધિ અને વિચાર શુદ્ધિની આવશ્યકતા છે. એટલે સ્નાન કર્યા વગર ભોજન બનાવવું જોઈએ નહીં, મંત્ર કે સંકીર્તન સાંભળતા ભોજન બનાવવું જોઈએ.
ભોજન બનાવ્યા પછી ઓછામાં ઓછા બે કલાકે એ ગ્રહણ કરવું જોઈએ નહીંતર એ વાસી કહેવાય છે અને એ ગ્રહણ કરવાથી તામસવૃત્તિ આવે છે. સાત્વિક સાધકે જે પદાર્થ ઈશ્વરને થાળમાં ધરાવાતો નથી એવા પદાર્થોથી બનાવેલી વસ્તુઓ આરોગવી જોઈએ નહીં. કાંદા,લસણ જેવા પદાર્થથી બનાવેલી વસ્તુઓ તામસી છે. (આ ફક્ત સાધક માટે લાગુ પડે છે.)
માસિક ધર્મ આજે લગભગ કોઈ પાળતું નથી. પણ આ સમયમાં સ્ત્રીનું શરીર નકારાત્મક ઊર્જાથી ઊભરાતું હોય છે. એટલે આવા શરીરથી બનાવેલું ભોજન શરીરને ખૂબ નુકશાન કરે છે...
આ બધી બાબતો આપણા સુધી, મુનિઓએ વૈજ્ઞાનિક રીતે સાબિત કરી છે — (🖊️આ લેખ હેમંત મહેતા દ્વારા પ્રાપ્ત)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Good 👍👍
ReplyDelete