મારું ઘર (My home)

Related

#મારું ઘર .." My home "
કમળા એ પતિ ને કહ્યું, એકલા રહેવા કરતા ત્યાનું ઘર વેચી...અમારી સાથે આવી જાવ...આમેય તમારી ઉંમર થઈ છે...અમને પણ કંપની રહેશે અને' તમે સચવાઈ જશો.....આ વો ફોન બેગ્લોરથી દેવાંગ અને તેની પત્ની ડિમ્પલ નો હતો.!!


#આવકાર
My home

મારા કાન થી હું સાંભળતો હતો પણ મેં કમળા ને કોઈ પ્રત્યુતર ન આપ્યો...હું છાપું શાંતિ થી વાંચતો રહ્યો.. ...હું તમારી સાથે વાત કરું છું..કમળા અકળાઈ થોડા ઊંચા અવાજે બોલી.. મેં ..ફક્ત કીધું..હુઊંઉઉ... સાંભળ્યું.....તો..!!

તો શું....દીકરો પરણાવી મને થયું ચલો હવે શાંતિ થી તૈયાર માલે જમવા નું મળશે...લાલા ની પૂજા કરીશ...માળા ફેરવીશ... તમારી સાથે ગપ્પા મારીશ..પણ તમારી જીદ ને કારણે જ આપણે બેગ્લોર દેવાંગ ને ત્યાં જતા નથી... અહીં શુ દાટયું છે તમારું ?

મેં છાપું બાજુ ઉપર મૂક્યું...અને કીધું..અરે ગાંડી...શાંત પાણી માં પથરા નાંખીએ તો વમળ ઉભા થાય...દૂર થી ડુંગર રળિયામણા..."

આપણા બન્ને નો ખોરાક કેટલો ? બન્ને વચ્ચે એક ટિફિન મંગાવીયે છીયે..તો પણ વધે છે.... કાયમ માટે ટિફિન બંધાવી લે...કામવાળા નું કેટલી વખત કીધું...રૂપિયા બચાવી ગળે બાંધી જવું છે મારે...આનંદ કર...અને બેંગ્લોર જવાની વાત ભૂલી જા.

કમળા લાગણીશીલ થઈ બોલી... હવે છોકરાઓ સાથે રહેવા નો સમય છે...દેવાંગ નો છોકરો દાદા..દાદા કરે..મને દાદી કરે..કેવું સારુ લાગે.. સવારે ઉભા થઈએ ત્યારે ચા નાસ્તો તૈયાર મળે...જમવા નું પણ તૈયાર મળે.... હું તો થાકી આ ઘર કામ કરી ને...     હું હસી પડ્યો...

એ બોલી તેમાં હસવા નું શુ છે ?

કંઈ નહિ..તું કેટલી ભોળી છે..

તમે કટાક્ષ કરો છો....કમળા બોલી...

ના ડાર્લિંગ...અપેક્ષાઓ જ્યારે પુરી ન થાય... ત્યારે એ વ્યક્તિ માં અવગુણ જોવા ના ચાલુ થાય...અવગુણ દેખાય..એટલે તેની સીધી અસર આપણા વાણી વર્તન વ્યવહાર ઉપર પડે...તારી ઈચ્છા હોય તો હું સાથે આવું ...બાકી મારી ઈચ્છા નથી.

હા.. એક વાત કહી દઉં...કોઈ પણ સંજોગમા..આપણા બન્ને ની હાજરી માં આ ઘર વેચવા નો પ્રયત્ન કરવો નહીં ... આ સ્વમાન નો આપણો ઓટલો છે. ...રોટલો મળી રહેશે પણ ઓટલો પછી નહિ મળે. ...એટલે ઘર વેચવા ની વાત સાથે હું સંમત નથી...

અંતે કમળા ની જીદ સામે હું ઝુક્યો....અમે સામાન પેક કર્યો ,સાથે સુખ દુઃખ ના સાથી એવા લાલા ની પૂજા પણ મેં લીધી..

ઘર ને તાળું માર્યું....મેં કમળા ના હાથ માં ચાવી આપતા કીધું.. કમળા તાળું તારા કહેવા થી ઘર ને મારુ છું..પણ જ્યારે પરત આવીયે ત્યારે તાળું તારે ખોલવા નું રહેશે. ...કમળા પુત્ર પ્રેમ માં ઘેલી હતી..એ મારા કહેવા નો અર્થ સમજી શકી નહિ..."

બેંગ્લોર રેલવે સ્ટેશને અમે પહોચ્યા...સ્ટેશન ઉપર દેવાંગ ને ન જોતા...કમળા એ મોબાઈલ કર્યો તો એડ્રેસ whatsapp થી મોકલી આપ્યું.

આ પહેલો અનુભવ, શરૂઆત હતી. ...હું દેવાંગ નો બાપ હતો તેની માઁ કરતા હું તેને વધારે જાણતો હતો. ...મેં બાપ તરીકે મર્યાદા રાખી હતી. ...હું જેટલો બહાર થી કડક હતો તેટલો અંદર થી માખણ જેવો નબળો હતો. ...આંસુ ની કિંમત હું સમજતો હોવાથી મેં લાગણી અને આંસુ વચ્ચે "બંધ" બાંધ્યો હતો.

અમે ઘરે પહોંચ્યાં ..એટલે ઘર ની બારી માંથી ડાઘીયો કુતરો ભસવા લાગ્યો...મેં બેલ માર્યો. એટલે સ્વીટુ ને સાચવવા વાળી બાઈ એ ઘર ખોલ્યુ.

કમળા એ પૂછ્યું દેવાંગ ક્યાં છે.. ?

એ બન્ને તો રાત્રે આઠ પછી આવે છે. અમે આવવાના છીયે ખબર હોવા છતાં...આવું વર્તન વ્યવહાર મને વિચિત્ર લાગ્યું.!!

કમળા એ મારી સામે જોયું. ...મેં નજર અંદાજ કરી..સ્વીટુ ને તેડી લીધો..બેટા જો તારા દાદા દાદી આવ્યા....સ્વીટુ ને અજાણ્યું લાગ્યું એ રડવા લાગ્યો, મેં સ્વીટુ ને પરત કર્યો.

હોટલ નીં જેમ અમને રૂમ ફાળવવા માં આવ્યો...ડિમ્પલે મોબાઈલ ઉપર આપેલ સૂચના પ્રમાણે અમે ફ્રીજ માંથી રસોઈ બહાર કાઢી જાતે જમી લીધા.

સાંજે...દેવાંગ અને ડિમ્પલ આવ્યા...પગે લાગ્યા. ...લાગણી ના ફુવારા છૂટ્યા...હું તો બધું જાણતો હતો... વ્યક્તિ ને ઓળખવા ની કળા મારા માં ઈશ્વરે આપી હતી..છતાં મોઢું હસતું રાખી ..હું આ રમત જોતો રહ્યો.

ધીરે ધીરે દિવસો.. પસાર થવા લાગ્યા..મને ઘર યાદ આવતું હતું..મેં પણ નિર્ણય લીધો હતો..કમળા ને મન ભરી ધરાઈ જવા દે.. એ થાકવી જોઈએ પછી જ અહીંથી જવું છે.

સવારે ની ચા દેવાંગ અને ડિમ્પલ સાથે પીવા ની અમે આશા રાખી હતી..પણ ડિમ્પલ ટેબલ ઉપર સવાર સાંજ નું શાક સમારવા દરરોજ કમળા સામે મૂકી દે,

વોશિંગ મશીન ની જવાબદારી, દોરી ઉપર થી કપડાં ને કબાટ માં ગોઠવવા ની જવાબદારી,, સવારે બેલ વાગે એટલે દૂધ લેવાની જવાબદારી....આવી નાની મોટી ઘણી જવાબદારીઓ અચાનક કમળા ઉપર ડિમ્પલ અને દેવાંગ નાખવા લાગ્યા.

એ તો પાછળ થી ખબર પડી આટલો પ્રેમ નો ઉભરો અચાનક કેમ અમારા તરફ હતો..સ્વીટુ ને સાચવવા વાળી બાઇ બે મહિના રજા ઉપર જવાની હતી... કમળા નું મોઢું જે સવારે હસતું રહેતું એ અત્યારે ઉઠે ત્યારથી દિવેલ પીધેલ મોઢે ઉભી થતી.

શુ સ્વપ્નાં સાથે આવી હતી અહીં..!! — તૈયાર માલે સવાર નો ચા નાસ્તો મળશે, જમવા નું તૈયાર માલે ટેબલ ઉપર મળશે. સ્વીટુ દાદા દાદી સાથે રમશે..અહીં તો કામવાળી બાઈ જેવી દશા કમળા ની થઈ ગઈ હતી..પણ કમળા ફરિયાદ કરે કોને ? અહીં આવવાનો નિર્ણય જીદ કરીને કમળાએ જ લીધો હતો...!

એક દિવસ દેવાંગ અને ડિમ્પલ બે દિવસ માટે બહાર ગયા..સ્વીટુ ને સાચવવા બાઈ બે મહિના ની રજા ઉપર હતી..પાછા આવ્યા ત્યારે તેના પાળેલ કૂતરા એ ઘર બગાડી નાખ્યું હતું...અમને બાળકો ઉછેરવા નો અનુભવ હતો કૂતરા પાળવા કે ઉછેરવા નો અનુભવ ક્યાંથી હોય ?.. કમળા ઘર સાચવે ? સ્વીટુ ને સાચવે કે પછી તેના કૂતરા ને.!! કળિયુગ છે..માઁ બાપ ને સાચવી શકતા નથી અને કૂતરા સાચવવા નો શોખ જાગ્યો છે.

ડિમ્પલ અચાનક ઘર જોઈ કમળા ઉપર બગડી.. એ કહે તમારે આ બધું સાફ સફાઈ કરી નાખવું જોઈએ...આવું ઘર થોડું રાખી મુકાય..!

કમળા શાંતિ તી ડિમ્પલ ની તોછડાઈ સાંભળતી રહી..દુઃખ એ વાતનું હતું..હાથ માં બંગડી પહેરી ને બેઠો હોય તેમ દેવાંગ ડિમ્પલ ને આવી રીતે મમ્મી સાથે વાત ન કર ..તેવો ઠપકો પણ આપતો નથી.!!

હવે મને થયું બાજી મારે હાથ માં લેવી પડશે..બેઇજ્જતીની પણ કોઈ હદ હોય..મારી પત્ની નુ અપમાન એ મારું અપમાન બરાબર જ કહેવાય.!

એ દિવસે..રાત્રે બેડરૂમ માં કમળા મારા ખભે માથું મૂકી ખૂબ રડી.. મેં પૂછ્યું ઘરે જવું છે..?
તે નાના બાળક ની જેમ રડતા રડતા માથું હલાવી હા પાડી..

મેં એક મિનિટ નો પણ વિચાર કર્યા વગર ઓન લાઇન પ્લેનની ટિકિટ બુક કરાવી કમળા ને કીધું. કાલ સાંજની પ્લેનની ટિકિટ છે ..ઉભી થા અને સામાન પેક કર...કમળા નો મોહ ભંગ થયો હતો..મિનિટ નો પણ વિચાર કર્યા વગર સામાન પેક કરવા લાગી.!!

બીજે દિવસે સવારે ચા પીતા પીતા ..મેં દેવાંગ ને કીધું.. આજ સાંજની અમારી પ્લેન ની ટિકિટ છે.

આમ અચાનક ? તમારે અમને પહેલેથી જાણ તો કરવી જોઈએ ? ઝીણી આંખ કરી દેવાંગ બોલ્યો. ત્યાં ડિમ્પલ બોલી..સ્વીટુ ને કોણ સંભાળશે ?

મેં કીધું ..એ તમારો વિષય છે..અમારો નહિ.

દેવાંગ સામે જોઈ મેં કીધું — બેટા અમે અહીં આવવાના હતા એ તને જાણ કરી હતી. શુ ફાયદો થયો અમને..જાતે જ અમારે તારા ઘરે આવવું પડ્યું. આજે સાંજે પણ જેવી રીતે અમે આવ્યા તેવી રીતે ટેક્ષી કરી પરત જતા રહેશું..તારે ચિંતા કરવા ની જરૂર નથી.

બાકી એક વાત તમે બન્ને કાન ખોલી સાંભળી લ્યો.. તારો બાપ કદી લાચાર હતો નહિ,લાચાર છે નહીં, અને ભવિષ્ય માં પણ લાચાર બનશે નહિ...મારી જિંદગી મારી રીતે જીવતા પણ આવડે છે..અને તેને સમાપ્ત કરતા પણ આવડે છે.

અહીં તમારા કૂતરા બિલાડા સાચવવા અમે આવ્યા છીયે ? તારા માઁ બાપ છીયે ગુલામ નહિ...બોલવા માં સભ્યતા રાખો..મૌન નો મતલબ મજબૂરી નથી. ...અમને અમારું જીવન સ્વમાનથી કેમ જીવાય એ આવડે છે..આતો તારી માઁ નો આગ્રહ હતો...એટલે હું આવ્યો સમજ્યો...!!

ઘરડા માઁ બાપ ને સાચવવા ને બદલે સવાર થી સાંજ ઘર ની જવાબદારીઓ માથે નાખી જતા રહેતા શરમ નથી આવતી...તમને..!?

કમળાએ અશ્રુભિની આંખે મને શાંત પાડ્યો.. સાંજે દુઃખી હૈયે અમે બન્ને બેંગ્લોર થી પ્લેન માં બેઠા.. કમળા આંખ બંધ કરી સીટ માં બેઠી હતી..આંખ માંથી આંસુ ટપકતા હતા....બાપડી કેટલા અરમાનો સાથે બેંગ્લોર આવી હતી..મારી આંખ પણ કમળાની હાલત જોઈ ભીની થઇ ગઇ.."

અમે ઘરે પરત ફર્યા... મેં ઘર ના તાળા ની ચાવી કમળા ના હાથ માં આપતા કીધું લે.. કમળા ઘરને તાળું તારા કહેવાથી મેં માર્યું હતું..હવે ઘર નું તાળું તારી ઈચ્છા થી ખોલ....."

કમળા એ પ્રથમ ઘર ની ચાવી ને પપ્પી કરી પછી અચાનક મને ભેટી રડી પડી અને બોલી. "Home Sweet Home"

મેં કીધું "દુનિયા નો છેડો ઘર" છે..કમળા ...ગુલામી ના મિષ્ટાન કરતા આઝાદી નો સૂકો રોટલો વધારે મીઠો લાગે.. એવા સોનાના પાંજરા શુ કામના જ્યાં તમે પાંખ પણ ફફડાવી ઉડી ન શકો..."

હવે થી ઘર માં બે સમય ટિફિન આવશે... અને ઘર નું કામ પણ રૂપિયા આપી કરાવી લેવાનું છે...રૂપિયા આપણી જાત માટે અને આનંદ માટે હવે થી વાપરવા ના છે..""

હું અચાનક નીચે વળ્યો, ...કમળા કહે શુ શોધો છો ? મેં હસી ને કીધું...તને યાદ છે તે મને કીધું હતું ને અહીં તમારું શુ દાટયું છે...? કમળા અહીં મેં દાટયું છે શાંતિ,સ્વમાન, સલામતી અને આધ્યાત્મિક આનંદ જે તને ક્યાંય નહીં મળે.."

એક વાત યાદ રાખજે... આવ નહિ આવકાર નહિ...નહિ નયન ના નેહ, તે ઘર કદી ના જઈએ..ભલે કંચન વરસે મેહ.""

કમળા ફરી મને વળગી પડી..અને બોલી મારુ વૃદાવન છે રૂડું વૈકુંઠ મારે નથી જવું.."

ઢોર સાથે રહીયે તો ઢોર ને પણ આપણી માયા થઈ જાય છે. ...એક મનુષ્ય જ બે પગ વાળું જાનવર છે જે સ્વાર્થ પૂરો થતાં જ, જાનવર ને પણ શરમાવું પડે એવી હરકતો કરે છે !

સ્વનિર્ભર, સ્વાવલંબી, સ્વમાનભેર આનંદથી જીવન જીવો.– અજ્ઞાત" (આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post