ખીચડી (Khichdi)

Related

#ખીચડી """"""
ગરીબ કે બિચારી નથી, એ તો મોટો વૈભવ છે...!!!... તો આપણા વડવાઓની જેમ સાંજે કાયમ ખીચડી જમવાનું ચાલુ કરી શકાય. 🫠 ચલો વાંચ્યા પછી નક્કી કરીએ.


#આવકાર
ખીચડી

10 હજાર વર્ષ પહેલાં ખીચડી હતી. આયુર્વેદ, ઋષિ-મુુનિઓ પણ ખીચડીની હિમાયત કરતા. મગ અને ચોખા બંને અત્યંત પવિત્ર અને શક્તિશાળી ધાન્ય છે.

ખીચડી એ શુકનવંતો આહાર છે. ખીચડી માં ના દૂધ જેવી પવિત્ર છે. દેવ અને દેવીઓને પણ ખીચડી વ્હાલી છે. તેના અપાર અને અમાપ ગુણ છે. એ માત્ર ચાર કલાકમાં ડાયજેસ્ટ થઈ જાય છે. ખીચડી ખાવાથી મન પણ નિર્મળ થાય છે. આપણા ત્યાં કહેવત છે કે જેવું અન્ન, તેવું મન.

મગ-ચોખાની બનેલી ખીચડી માં ગાયનું ઘી ઉમેરીને ખાવાથી શરીર અને મનને મોટો ફાયદો થાય છે.

ભારતમાં જો જંકફૂડને બદલે ખીચડીનું પ્રચલન કરવામાં આવે તો ભારતની અનેક સમસ્યાઓ ઉકલી જાય. માંદગી ઘટી જાય. લોકોનાં તન અને મન સ્વસ્થ થાય. આત્મહત્યાઓ ઘટી પણ જાય.

બ્રહ્મ ખીચડીમાં વિવિધ પ્રકારનાં શાકભાજી હોય છે જે ખવૈયાને ભોજનના સંતોષની અનુભૂતિ કરાવે છે. અહીં આપણે ફુદીના ખીચડી, મસાલા ખીચડી પણ ઉપયોગમાં લેવાય છે જે ઘણા રોગો મટાડે છે. પહેલા વડવાઓ મોટાભાગે માખણ અને ખીચડી ખાતા.

આપણી અનેક વાનગીઓ વિશિષ્ટ છે. દેશી હાંડવો 500 વર્ષ જૂનો છે. અનેક ચટણીઓ 100-150 વર્ષ જૂની છે. આ બધાં પોષક તત્વોનો ભંડાર છે.

આ ઉપરાંત ખીચડીમાં 16 પ્રકારનાં પોષક તત્વો હોય છે. તેમાં એનર્જી (280 કેલેરી), પ્રોટીન (7.44 ગ્રામ), કાર્બોહાઈડ્રેટ (32 ગ્રામ), ટોટલ ફેટ (12.64 ગ્રામ), ડાયેટરી ફાઈબર (8 ગ્રામ), વિટામીન એ (994.4 આઈયુ) વિટામીન બી 6 (0.24 મિલી ગ્રામ), વિટામીન સી (46.32 મિલી ગ્રામ), વિટામીન ઈ (0.32 આઈયુ), કેલ્શિયમ (70.32 મિલી ગ્રામ), આર્યન (2.76 મિલિ ગ્રામ), સોડિયમ (1015.4 મિલી ગ્રામ), પોટેશિયમ (753.64 મિલી ગ્રામ), મેગ્નેશિયમ (71.12 મિલી ગ્રામ), ફોસ્ફરસ (138.32 મિલી ગ્રામ) અને જીંક (1.12 મિલી ગ્રામ) હોય છે.

ખીચડી માટીના વાસણમાં બનાવવામાં આવે તો તેની ગુણવત્તા અને સ્વાદ વધી જાય છે તેવું કહેવાય છે. જૂના કાળમાં લોકો માટીના વાસણમાં જ ખીચડી બનાવતા હતા.

તૈતરિય ઉપનિષદ ના એક શ્લોકનો હવાલો કહે છે કે, અન્ન બ્રહ્મ છે.

ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે, મનુષ્યના શરીરમાં હું જઠરાગ્નિ સ્વરુપે વસુ છું. તેમણે એમ પણ કહ્યું છે કે, આયુષ્ય, બળ, આરોગ્ય, સુખ અને પ્રીતિ વધારનાર, સડો ન થાય અને સ્થિર રહે તેવો, હૃદયને વલોપાત ન કરાવે તેવો, રસાવાળો, ચીકાશવાળો હોય તેવા આહારના પદાર્થો સાત્વિક મનુષ્યોને પ્રિય હોય છે. આપણી ખીચડીમાં આ બધા ગુણ સામેલ છે.

એ સમય ખૂબ ઝડપથી આવશે કે લોકો અન્ન એ જ બ્રહ્મ છે એ સનાતન સત્યને સમજીને પાછા ભારતીય ખાણીપીણી તરફ પાછા વળશે. ખીચડી તેમાં સર્વોત્તમ છે એટલે લોકો ચોક્કસ ખીચડીમય બનશે. અને એ વખતે લોકોનું સ્વાસ્થ્ય સુધરશે.

ભલે આપણે અત્યારે ખીચડીને ભૂલી ગયા છીએ પણ દેશ-વિદેશના અનેક વ્યંજનો કરતાં આપણી આ ખીચડી હજારો ગણી ચડિયાતી છે.

એક બાજુ કરોડો યુવાનો રોજ ફાસ્ટફૂડ ખાઈને પોતાનું આરોગ્ય બગાડી રહ્યા છે અને બીજી બાજુ તેઓ ખીચડી જેવા પરમ ખોરાકથી દૂર રહીને મોટું નુકસાન પણ વેઠી રહ્યા છે...!! તો આજ થી જ ચાલુ કરીએ..ખીચડી 👍🏻

........🖊️| આ પોસ્ટ તમારા મિત્રો-સ્નેહીઓ અને ગામ/સોસાયટીના ગ્રુપમાં શેર કરી લોકોની સુખાકારી વધારવામાં મદદ કરી શકો છો.
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post