માં નો પાલવ (Maa No Palav)

#માં નો પાલવ." (Maa No Palav)
શાળામાં ગુરુજીએ કહ્યું કે માં ના પાલવ પર નિબંધ લખો... તો લખવાવાળા વિદ્યાર્થીએ માં ના પાલવ પર શું સરસ લખ્યું. ..પૂરું વાંચશો તો હૃદય ભરાઈ જશે."

AVAKARNEWS
માં નો પાલવ (Maa No Palav)

આદરણીય ગુરુજી...

માં ના પાલવ નો સિદ્ધાંત માં ને ગરિમામય છબી પ્રદાન કરવા માટે હતો. એની સાથેજ... "માં નો પાલવ" ચૂલા ઉપરથી ઉતારવા એ ગરમ વાસણો ને પકડવાના કામ માં આવતો હતો.

માં ના પાલવ ની તો વાતજ ન્યારી હતી. માં ના પાલવ પર તો ઘણું ઘણું લખી શકાય એમ છે. જેમ કે.....

માં નો પાલવ બાળકોના પરસેવા અને આંસુ લૂછવા, ગંદા કાન, કે મોઢું સાફ કરવા માટે પણ પ્રયોગ માં લેવાતો. "માં ના પાલવ" ને માં પોતાના હાથ લુછવા નેપકીન ના રૂપમાં પણ ઉપયોગ કરી લેતી હતી. ... બાળકોને જમ્યા પછી માં ના પાલવ થી મોઢું લૂછવાનો બાળકોને પોતાનો અનેરો આનંદ આવતો હતો.

ક્યારેક આંખમાં કંઈ ખૂંચતું તો માં નો પાલવ ગોળ ગૂંચણું બનાવી ફૂંક મારી ગરમ કરી આંખ પર લગાવતી ત્યારે દુ:ખાવો એની મેળે બંધ થઈ જતો. ..માં ના ખોળા માં સુવા વાળા બાળકો માટે માં નો ખોળો ગાદી અને માં નો પાલવ ચાદર નું કામ કરી જતાં.

જ્યારે પણ કોઈ અજાણ્યું આંગતુક ઘરે આવતું ત્યારે તો બાળક માં ના પાલવ ની પાછળ સંતાવા ઉપયોગ કરતો. ...તેવીજ રીતે બાળક જ્યારે જ્યારે શરમાઈ જાય ત્યારે પોતાનું મોઢું માં ના પાલવ થી ઢાંકી દેતો. અને જયારે બાળકને બહાર જવું હોય ત્યારે માં નો પાલવ પકડી લેતો અને તે એક માર્ગદર્શક બની જતો.

જ્યાં સુધી બાળકના હાથમાં માં નો પાલવ પકડ્યો હોય, ત્યાં સુધી આખું બ્રહ્માંડ તેની મુઠ્ઠી માં હોય તેવો આભાસ થતો. જયારે શિયાળા ની ઋતુ હોય તો માં નો પાલવ માતા પોતાના બાળકને ચારો કોરથી વીંટાળી ઠંડીથી બચાવવા ના પ્રયત્ન કરતી. અને... જયારે ખૂબ વરસાદ પડે તો *માં નો પાલવ* છત્ર બની મોઢું ઢાંકવા પ્રયત્ન કરતી.

માં નો પાલવ એપ્રન તરીકે પણ કામ કરતો. અને હાથ લૂંછણીયા તરીકે પણ ઉપયોગ કરી લેતી. માં નો પાલવ ઝાડ પર થી પડેલા જાબું અને સુગંધિત ફૂલો ને ભેગા કરવા અને લાવવા ઉપયોગમાં લેવાતો. કયારેક... અનાજ, દાન, પ્રસાદ ના સંકલન માટે માં ના પાલવ વપરાતો.

માં નો પાલવ ઘરમાં રાખેલ સામાન ઉપરથી ધૂળ સાફ કરવામાં પણ સહાયક થતો. કયારેક કોઈ વસ્તુ ખોવાય જાય તો માં ના પાલવ ને ગાંઠ બાંધી નિશ્ચિન્ત થઈ જતા કે જલ્દી મળી જશે અને મળી પણ જતી.

માં ના પાલવ ની ગાંઠ લગાવી એક હાલતી-ચાલતી બેન્ક કે તિજોરી બની જતી અને જો બાળક નું નસીબ જોર કરે તો ક્યારેક બેંકમાંથી થોડા પૈસા પણ મળી જતાં.

મને નથી લાગતું કે વિજ્ઞાન કે ઔધોગિક ક્રાંતિ માં ના પાલવ નો વિકલ્પ શોધી શક્યું હોય.

માં નો પાલવ બીજું કાંઈ નહીં, પણ એક જાદુઈ અનુભવ છે.

સ્નેહ અને સંબંધ રાખવાવાળા પોતાની માં ના આ પ્રેમ અને સ્નેહ નો હંમેશા અનુભવતા હોય છે. જે આજની પેઢીના સમજી શકશે જ નહીં.

પણ... હવે જીન્સ પહેરવા વાળી માતાઓ પાલવ લાવશે ક્યાંથી ? ખબર નહીં.....!!!!

આ વાત સાડલા પહેરેલ માં ના પાલવ નો આસ્વાદ આપવા વાળી દરરેક માતાઓ ને સમર્પિત. — અજ્ઞાત" 🖊️___આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.""

વાંચ્યા પછી... 
આપના પ્રતિભાવ નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અથવા અમને વોટ્સએપ No - 7878222218 પર પણ મોકલી શકો છો..!!🌺 __🖊️©આવકાર™

Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આરોગ્ય અને પ્રકૃતિ વિશેની માહિતી, સરકારી યોજના, હળવી મનોરંજન પોસ્ટ જેવી લોકોપયોગી પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Post a Comment

Previous Post Next Post