#માં ના ચપ્પલ (Maa Na Chappal)
નાનકડી પણ મોટી વાત — સાંજના સમયે ૨૨-૨૩ વરસનો એક છોકરો ચપ્પલની દુકાનમાં જાય છે,
માં ના ચપ્પલ (Maa Na Chappal)
એના પગમાં લેધરના બુટ હતા, એ પણ એકદમ ચકાચક પોલિશ કરેલા... દુકાનદારે પૂછ્યું "શું મદદ કરું આપને ?"
છોકરો કહે "મારી મા માટે ચપ્પલ જોઈએ છે, સારા અને ટકાઉ આપજો..." દુકાનદાર કહે "એમના પગનું માપ ?"
છોકરાએ વોલેટ બહાર કાઢી, એમાંથી ચાર ગડી કરેલ એક કાગળ કાઢ્યો. એ કાગળ પર પેનથી બે પગલાં દોર્યા હતા. આ જોઈ દુકાનદારે કહ્યું "અરે મને પગના માપનો નંબર આપત તોય ચાલત...!"
એ છોકરો એકદમ નરમ અવાજે બોલ્યો :- "'શેનું માપ આપું સાહેબ ? મારી મા એ આખી જિંદગીમાં ક્યારેય ચપ્પલ પહેર્યા નથી. નાનપણ માં મારા પપ્પા ગુજરી ગયા હતા, મારી માં શેરડી કાપવાની મજૂરી એ જતી.
કાંટામાં કયાંય પણ જાતી. વગર ચપ્પલે ઢોર હમાલી અને મહેનત કરી મને ભણાવ્યો. હું ભણ્યો અને નોકરીએ લાગ્યો. આજે પહેલો પગાર મળ્યો.
દિવાળીમાં ગામડે જાઉં છું. 'મા' માટે શું લઈ જાઉં એ પ્રશ્ન જ મને સતાવતો હતો... મારા કેટલા વર્ષોનું સપનું હતું કે મારા પહેલા પગારમાંથી માં માટે હું ચપ્પલ લઈશ. દુકાનદારે સારાં અને ટકાઉ ચપ્પલ દેખાડ્યા અને કીધું આઠસો રૂપિયાના છે, છોકરાએ કીધું ચાલશે...

દુકાનદારે કહ્યું "ખાલી પૂછું છું કે કેટલો પગાર છે તારો ? ચપ્પલ મોંઘા નહિ પડે ?" છોકરો કહે "હમણાં તો બાર હજાર છે, રહેવાનું, ...ખાવાનું થઈને સાત-આઠ હજાર ખર્ચો થાય. બે-ત્રણ હજાર માં ને મોકલાવું છુ..."
દુકાનદારે બોક્સ પેક કર્યું છોકરાએ પૈસા આપ્યા અને બહુજ ખુશ થઈને બહાર નીકળ્યો. મોંઘું તો શું ? પણ... એ ચપ્પલની કોઈ કિંમત થાય એમજ નહોતી. ...પણ દુકાનદારના મનમાં કંઈક વિચાર આવ્યો છોકરાને અવાજ આપ્યો અને ઉભુ રહેવાનુ કહ્યુ. ...દુકાનદારે બીજું એક બોક્સ છોકરાના હાથમાં આપ્યું અને દુકાનદાર બોલ્યો 'આ ચપ્પલ માં ને કહેજે કે આ તમારા બીજા દીકરા તરફથી ભેટ છે'.."

પહેલા ચપ્પલ ખરાબ થઈ જાય, તો બીજા વાપરવાના. તારી મા ને કહેજે કે હવે વગર ચપ્પલ નહીં ફરવાનું અને આ ભેટ માટે ના પણ નથી કહેવાની..."
દુકાનદાર અને એ છોકરાના એમ બન્નેની આંખોમાં પાણી ભરાય ગયા. દુકાનદારે પૂછ્યું "શું નામ છે તારી મા નું ?" છોકરો લક્ષ્મી એટલું જ બોલ્યો. દુકાનદાર તરત જ બોલ્યો, "મારા જય શ્રી કૃષ્ણ કહેજે એમને." અને એક વસ્તુ આપીશ મને ? પગલાં દોરેલો પેલો કાગળ જોઇયે છે મને."
એ છોકરો પેલો કાગળ દુકાનદારના હાથમાં દઈને ખુશ થઈ નીકળી ગયો. ગડીદાર કાગળ દુકાનદારે તેને ફ્રેમમાં ગોઠવી દુકાનની દીવાલ પર સરસ સેટ કરી દીધો..
થોડો સમય જતાં દુકાનદારની દીકરીએ ફ્રેમ જોઈને પૂછ્યું :- "બાપુજી આ શું છે...?" દુકાનદારે એક લાંબો શ્વાસ લીધો અને દીકરીને બોલ્યો :- "લક્ષ્મીજીનાં પગલાં છે બેટા... એક સાચા ભક્તે દોરેલા છે... આનાથી બરકત મળે ધંધામાં... દીકરીએ અને દુકાનદારે એ પગલાને ભાવભક્તિ સાથે નમન કર્યું...!
પ્રત્યેક સંતાનો માટે માતા પિતા એ આવો જ અને આટલો જ ભોગ દીધો હોય છે.. માટે માતા પિતાની સેવામાં હંમેશા તત્પર રહો..""– અજ્ઞાત" (મૂળ તો આ હિન્દી વાર્તાનો અનુવાદ કરેલ છે તો પણ આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories
Vandan chhe aatlu saru lakhnar ne
ReplyDelete