અનોખો વૃદ્ધાશ્રમ (Anokho Vrudhashram)

Related

# અનોખો "વૃદ્ધાશ્રમ"  
*******************🌺🌺 (સત્ય ઘટના)
ગામના પાદરે તળાવની બાજુમાં જ ભવ્ય આલીશાન બંગલો પટેલ પરિવારનો હતો. એક દંપતિ, તેમનો પુત્ર અને પિતાજી રહેતા હતા.. વૈભવી પરિવાર આનંદ મગ્ન દિવસો પસાર કરતા હતા.."

#આવકાર
અનોખો વૃદ્ધાશ્રમ

પિતાજી સુખ, સાહેબી હોવા છતાં પણ 😌 મુડલેસ રહેતા હતા.. તેમના પુત્રે પૂછ્યું, કેમ બાપુજી કોઈ તકલીફ છે ? ના બેટા મને ઘરડા ઘરમાં મૂકી આવો ને..!!

વહુએ કહ્યું ; કેમ પપ્પા અમો તમને સારી રીતે નથી સાચવી શકતા કે અમારી ભૂલ થઈ છે, તો અમને માફ કરો.."

ના બેટા તમારી હુંફ થી હું જીવું છું પણ મારા નાનપણના મિત્રો ચાર થી છ વૃદ્ધાશ્રમમાં રહે છે, તમો બંને જોબ કરો છો અને પુત્ર ભણવા જાય. હું એકલો ભવ્ય બંગલામાં કંટાળી જાવ છું.. મારે મારા મિત્રોની સાથે નાનપણની મોજ, મસ્તી ,યાદો.. મનાવીને માણવી છે.

થોડા મહિના ખમી જાઓ પપ્પા હું વ્યવસ્થા કરી આપું છું.

અને પછી એક વખત પિતાજી એ પૂછ્યું કે આ બાજુમાં મોટું ફાર્મ હાઉસ 1000 વાર ના પ્લોટ માં નાનો બંગલો.. બેટા કોના માટે બનાવ્યો છે ?

પપ્પા મહેમાનોની રહેવા માટે તમારે એનું ઓપનિંગ કરવાનું છે.

અને ગામના ઉદ્યોગપતિઓને ,નાના મોટા સૌને આમંત્રણ આપ્યું. રીબીન કાપી અને સિક્યુરિટી એ ગેટ ખોલ્યો તો સામે વૃદ્ધાશ્રમમાંથી લઈ આવેલા મિત્રો સોફા પર બિરાજમાન હતા ..બસ પપ્પા તમારે રહેવાનું સાથે જમવાનું.. અંદર ગાર્ડન પણ છે. બધું રાસ રચીલું આલીશાન છે. અને અમે બાજુમાં બંગલામાં છીએ...!! 

સાચે જ તે પરિવાર પુત્ર અને પુત્રવધુ ને કોટી કોટી 🙏વંદન.. તેમને કર્મના ઋણાનુબંધનથી જ પ્રાપ્ત થયા હશે..

તેમની પિતાજીની મનોકામના પૂર્ણ કરી અને આનંદથી જીવન જીવે છે.. જે સમાજમાં આજની યુવાન પેઢી ને ઘણું બધું શીખવી જશે. #આવકાર™

લેખક: વસંત આઈ. સોની. (ચાણસ્મા) અમદાવાદ. (અમારા ચાણસ્મા ગામની સત્ય ઘટના પર આધારિત) 🍃🍂
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post