# સોડમ .."
*******by મનીષા મહેતા (ધરા)
"મમ્મી, આ તારી જીદ ખોટી નથી? પપ્પાનું પણ તું માનતી નથી. થ્રી બેડરૂમનો ફ્લેટ આ કિંમતે મળી રહ્યો છે, શહેરના અમીર લોકો ત્યાં વસે છે, ક્રીમી કલચર છે, આટલી સિક્યોરિટી, બધી જ એમીનીટી, ઓટોમેટિક લિફ્ટ, પાવર બેકઅપ, સ્વિમિંગપુલ, જીમ, ગાર્ડન અને વળી નવમા માળેથી તને આકાશ અને શહેરનો નજારો કેવો સરસ જોવા મળશે!

બાલ્કનીમાં હિંચકે બેસીને તું માણી શકીશ આ બધું, જેનું તને સપનું હતું. તું સમજતી કેમ નથી?" રોહન રસોડામાં જઈને મમ્મીને સમજાવાના પ્રયત્ન કરી રહ્યો.
"બધું બરાબર બેટા, જિંદગીમાં માણી લેવા જેવું બધું જ ત્યાં છે પણ મેં જે જોયું એ તમને ન દેખાયું...." એક ગેસ ઉપર દાળ ઉકાળતી અને બીજાં ગેસ ઉપર શાક વઘારતી શિવાનીએ રોહનને જવાબ આપવાની કોશિશ કરી પણ શિવાનીની વાતને વચ્ચેથી કાપી નાંખતા પંકજભાઈ ગુસ્સામાં રસોડામાં પ્રવેશી ગયા,
"તારી મમ્મીને બધે જ કંઇક વાંધો દેખાય, એ આ જૂનાં મધ્યમવર્ગી ફ્લેટમાં પડ્યાં રહેવાને જ લાયક છે."
"એમ નહીં પપ્પા, એને બોલવા તો દો. બોલ મમ્મી, તને એવું તે શું દેખાયું એ સોસાયટીમાં કે.." રોહને પ્લેટફોર્મ પર બેસી જતાં કહ્યું.
રસોડામાં ગેસની ગરમી વચ્ચે જ ચર્ચાની ગરમી પણ જામી પડી.
શિવાનીએ પંકજભાઈના ગુસ્સાને ગળી જઈ બન્ને ગેસના બર્નર બંધ કરી પોતાનો જવાબ મક્કમતાથી રજૂ કર્યો:
"બેટા, તારી વાત સાચી. છત્રીસ અમીર પરિવારો ત્યાં વસે છે, મસમોટી પોશ સોસાયટી છે, સિક્યોરિટી ગાર્ડ ત્યાં ચકલુંય ફરકવા દે એમ નથી પણ તું યાદ કર આપણે ત્યાં હતાં ત્યારે બપોરના બે વાગ્યા હતા.
સોડમ

બધાં જ ઘરે જમવાનું પતી ગયું હોય અને એ સમયે રસોઈની વધઘટ પણ નીકળી ગઈ હોય. એવે વખતે સિક્યોરિટી ગાર્ડને હું ફ્લેટની ચાવી પાછી આપવા એની કેબિનમાં ગઈ ત્યારે એ જમવામાં શું ખાતો હતો એ કહું?
વહેલી સવારે બનાવીને સાથે લાવેલો જારનો રોટલો અને અથાણું. શું આટલાં સુખી પરિવારો આખો દિવસ ઊભા ઊભા ફરજ બજાવતાં આ ગરીબ ચોકીદારને પોતાના ભોજનમાંથી ગરમ ભોજન આપી ન શકે? અરે વારા નક્કી કરે તો પણ છત્રીસ દિવસે એક વખત એમનો વારો આવે. પોતાના માટે બેફામ ખર્ચ કરતી એ અમીર પ્રજાના મનમાં આવો વિચાર ન આવે તો ધૂળ છે એમના પૈસા અને એવા ક્રીમી કલ્ચરને.
બીજું, લીફ્ટની બહાર બોર્ડ મારેલું હતું કે સામાન ફેરવતા મજૂરો, ડિલિવરી મેન, ધોબી વગેરે લોકોએ લિફ્ટ વાપરવી નહીં. તેં જોયું હશે કે પેલો ઝોમેટો વાળો છોકરો નવમો માળ ચડતાં જ કેવો હાંફી ગયેલો. તો વિચાર કર કે જ્યાં રીનોવેશન ચાલતું હોય કે વજનદાર સામાનની હેરફેર કરવાની હોય એ કારીગરો, મજૂરોની કઈ દશા થતી હશે. શું એ બધા માણસ નથી?

આ સહુની દયા ખાવામાં લીફ્ટનું કદાચ વધુ મેઇનટેનન્સ આવે તો એટલો ખર્ચ ભોગવી લેવા બધાં સક્ષમ નથી? પોતાના બાળકો આખો દિવસ લીફ્ટનો બિનજરૂરી ઉપયોગ કરી શકે, અરે પાળેલાં કૂતરાં માટે પણ લિફ્ટનો ઉપયોગ માન્ય છે પણ આ મહેનતકશ માણસો કે જેમના વગર કોઈને ચાલી શકવાનું પણ નથી એમનો કસ કાઢવામાં પાછું વળીને નહીઁ જોવે.
બેટા, જ્યાં માનવતાનું નામો નિશાન ન હોય, પોતાના માટે જ નર્યાં ભોગવાદનું પ્રદર્શન હોય, જ્યાં વધેલી રોટલીઓ ડસ્ટબીનમાં જતી હોય એવા લોકો, એવી ભૂમિ પર મને નહીઁ ફાવે. હું જો પેલા સિક્યોરિટી ગાર્ડને થાળી આપવા જઈશ તો પણ મને એની પરમિશન નહીં મળે.
ભલે આ આપણી મધ્યમવર્ગની જૂની સોસાયટી છે પણ અહીં માનવતા છે, નાના માણસો માટે હમદર્દીનો વિચાર છે, કામવાળા, ચોકીદારની થાળી એ એમની ચિંતા નથી પણ અમારી ગૃહિણીઓની જવાબદારી છે.

અહીં કોઈ પણ માણસ લિફ્ટ વાપરીને ઉપર જઈ આવી શકે છે ને ઉપરથી સહુ એને પાણીના પ્યાલાનું પણ પૂછે છે. બેટા, મને પોશ વિસ્તારના સોનાના પિંજરમાં નથી રહેવું, અહીઁ મારા જેવા લોકો વચ્ચે હું જીવનને સંતોષ પૂર્વક માણી શકીશ. નવમા માળેથી ઝગમગતા શહેરનો નજારો જોવા કરતા અહીઁ એકમેકનાં હ્રદયમાં વસીને, સહુના પેટ ઠારીને રહેતા લોકો વચ્ચે જીવવું એ મને વધુ ગમશે...જો તમે સમજો તો!"
રોહન માનપૂર્વક એની માતાને જોઈ રહ્યો અને પછી હળવેથી એનાં પપ્પાને ખભે હાથ રાખી એમને રસોડાની બહાર લઈ ચાલ્યો. શિવાનીનાં રસોડામાં ઉકળતી દાળની સોડમ વધુ હતી કે તેનાં વિચારોની તે નક્કી કરવું બન્નેને અઘરું લાગ્યું.

~ મનીષા મહેતા(ધરા) 2/12/22
Too good.
ReplyDelete