#ૠણાનુબંધ."
*********************""""""
સાંજ ઢળતી હતી. મંદ મંદ પવન વાતો હતો. પક્ષીઓ માળામાં પાછાં ફરી રહ્યાં હતાં. કુસુમ હિંચકે ઝુલા ઝુલતી હતી. પક્ષીઓનો કલરવ સાંભળીને કુસુમ વિચારોમાં ગરકાવ થઈ ગઈ. આને શું કહેવું ! આવો તે ઋણાનુબંધ હોય…!
કુસુમનો ભર્યો પૂરો પરિવાર હતો. મા બાપ સમાન સાસુ-સસરા, પતિ મહેશ એક ફમૅમાં મોટા હોદ્દા પર બિરાજમાન હતા. તેમની લક્ષ્મી સમાન બે દીકરીઓ હતી. મોટી દીકરી હેમા ૯ વષૅની તેમજ નાની દીકરી સીમા ૬ વર્ષની હતી. બંનેને ભણાવવાનું કામ પણ કુસુમ જ કરતી કેમકે પિયર માં પોતે એક શિક્ષક તરીકેની ફરજ બજાવી ચૂકી હતી. આ બંને દીકરીઓ હસતી, ખેલતી, કૂદતી, ભણતી મોટી થઈ રહી હતી.
કુસુમના કામનું શિડયુલ બરોબર ગોઠવાયેલું હતું. પતિ માટે ટિફિન કરવું, બંને બાળકીઓને તૈયાર કરી સ્કુલ મોકલવી, સાસુ-સસરાને ચા નાસ્તો આપી ઘરકામ કરીને પોતાની પ્રવૃતિમાં લાગી જતી. કુસુમ ધણી જ પ્રવૃતિશીલ યુવતી હતી. પોતાની દરેક પ્રવૃત્તિ હોંશે હોંશે કરતી. પોતાની દરેક પ્રત્યેની ફરજ બજાવતી છતાં સમય કાઢીને અલગ અલગ પ્રવૃત્તિઓ કરતી રહેતી. પતિની નોકરી બહારગામ હોવાથી સવારે જાય અને સાંજે આવે. જેથી બહારનું દરેક જાતનું કામ કુસુમના માથે જ હતું. તેમ છતાં આનંદ ઉલ્લાસથી તેનું જીવન સરળતાથી ચાલી જતું હતું.
ૠણાનુબંધ

પરંતુ જેમ દિવસ પછી રાત આવે છે એમ કુસુમના જીવનમાં પણ જબરદસ્ત વળાંક આવ્યો. એ દિવસે ધીમા ધીમા ઝરમર છાંટા ચાલુ હતા. સવારમાં કપડાં ધોવાઈ ગયાં. એ આકાશ તરફ મીટ માંડીને જોવા લાગી. 'ના… ના… જોરદાર વરસાદ આવે એવું લાગતું નથી...' એમ મનોમન વિચારીને અગાસીમાં કપડાં સુકાવા પગથિયાં ચડવા લાગી. જેવાં તાર પર કપડાં નાખ્યાં કે કુસુમને જોરદાર વીજળીનો ઝાટકો લાગ્યો અને એકાએક દસ ફૂટ દુર ફેંકાઈ ગઈ. ભયંકર ચીસ નીકળી ગઈ. કપડાં સુકવવાના તાર પર વીજળીનો જીવતો વાયર લટકી ગયેલો જેનાથી કુસુમ અજાણ હતી. ચીસ સાંભળીને પડોશીઓ દોડતા આવી ગયાં અને કુસુમને હોસ્પિટલ લઈ ગયા. તેના પતિને જાણ કરી બોલાવી લીધા. સારવાર શરૂ થઈ. નિદાન થયું કે મુઢમાર વાગ્યો છે. માથું બચી ગયું અને કરોડરજ્જુમાં છેલ્લા મણકામાં ઈજા થઈ છે. #આવકાર
બંને બાળકીઓ રડવા માંડી. ધીરે ધીરે કુસુમની તકલીફો વધવા માંડી. વાચા ચાલી ગઈ. હાથ પગ બહુ કામ કરતા ન હતા.

દોઢ વરસ પથારીમાં રહી. એની આંખોમાં એ જ કરૂણા દેખાતી હતી કે આ મારી માસુમ બાળકીઓ કેમ મોટી થશે. એ બાળકીઓ સામું જોઈને એ આત્મબળથી ઊભી થવા લાગી. પરંતુ એ નાનકડા મગજમાં બધું ગોઠવાઈ ગયું હતું. હેમા ભણવાની સાથે એના નાનકડા હાથોમાં ઘરની જવાબદારી લેતી ગઈ... શીખતી ગઈ. સીમા પણ એની કાલીઘેલી ભાષામાં અને નાનકડા હાથોથી કુસુમને માથે જાણે હાથ ફેરવતાં કહી રહી છે, "મમ્મી, ચિંતા ન કર. તને જલ્દી સારું થઈ જાશે." #આવકાર
કુસુમને માથે તો જાણે આભ તુટી પડયું હતું. તે વિચારતી હતી કે મારી દીકરીઓનો શું વાંક ગુનો કે, ઈશ્વરે મને લાચાર બનાવીને એને નાની ઉંમરમાં આટલી સમજણ આપી દીધી. ખૂબ દવા-દારૂ, કસરતો વગેરે કરવાથી કુસુમની તબિયતમાં સુધારો થતો ગયો. થોડું-ઘણું ચાલવા લાગી.. સાથે આત્મબળ તો ખરૂં જ. દરમિયાનમાં હેમા-સીમા તો જાણે અપરિપકવ ઉંમરમાં ધણું કામ કરતાં શીખી ગઈ.
સમય જતાં દાદાજી ટુંકી બીમારીમાં સ્વધામ પહોંચ્યા. દાદીની સેવા - સંભાળ સાથે હેમા મોટી થવા લાગી. ઘરની નાની - મોટી જવાબદારીઓ સાથે ભણવામાં પણ અવલ્લ રહી... સાથે મમ્મીની સાર - સંભાળ પણ કાળજીપૂર્વક લેતી. બંને બહેનો મમ્મીને હાથ પકડીને ચલાવવા માંડી. કુસુમ મનોમન ઈશ્વરને કહેવા લાગી કે આ તે કેવો ઋણાનુબંધ કે જે દીકરીઓને મેં આંગળી પકડીને ચાલતાં શીખવાડયું એ આજે મારો હાથ પકડીને મને ચલાવે છે…! હે ઈશ્વર તારી પાસે મારા માટે આવો ન્યાય...?

સમય સરકતો ગયો. કાળક્રમે સાસુની તબિયત પણ ઉંમરના હિસાબે અસ્વસ્થ રહેવા લાગી. હેમા ઉપર ડબલ ભાર આવ્યો. સીમા પણ મદદ કરવા લાગી. પરંતુ સમયને કોણ રોકી શકે છે ! દાદીજી પણ સ્વધામ પહોંચી ગયાં. ઘર ખાલી લાગવા માંડયું.
દિવસો જતાં કળ વળી. સમય સમયનું કાર્ય કરે જાય છે. સમય પણ એક ઔષધનું કામ કરે છે. તેમ કુસુમ પણ પોતાના આત્મબળથી ઘણી જ સ્વસ્થ થઈ ગઈ. ગઈ કાલને ભૂલી જવામાં અને અત્યારની ક્ષણને જીવી લેવામાં માનતી કુસુમ ઓચિંતી ઝબકી ગઈ... તો સામે સીમા ઊભી હતી. મમ્મીને ઢંઢોળતી હતી, "ચાલ મમ્મી, કયાં ખોવાઈ ગઈ, જમવા ચાલ, જમવાનું તૈયાર છે." અને સીમા તેના પપ્પાને બોલાવવા દોડી ગઈ.
કુસુમ ધીરે ધીરે ઊઠીને રસોડા તરફ ચાલવા લાગી અને મનોમન વિચારવા લાગી કે આજે મારી દીકરીઓ ખરા અર્થમાં "મારી મા" બની ગઈ છે. – અજ્ઞાત" (આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)

______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories