સમર્પણ
આરતી અને ધરતી બંને જુડવા બહેનો હતી, ફક્ત પાંચ મિનિટ આરતી, ધરતીથી મોટી હતી. આરતી શાંત, ઠરેલ હતી, જ્યારે ધરતી હસમુખી અને અલ્લડ હતી. ધરતી અભ્યાસ માટે શહેરમાં હોસ્ટેલમાં રહેતી હતી, અને અંબર તેનાં પિતા સાથે આરતીને પહેલી વખત જોવાં માટે આવ્યાં હતાં. અંબરને તો આરતી સાદી લાગી પણ પિતાની ઈચ્છા હોવાથી અંબરે હા પાડી, ત્યાં જ બંને કુટુંબ વચ્ચે મીઠાં મોં કરી લીધાં.
અંબર એ પછી આરતીને મળવાં આવ્યો તો આરતીએ ધરતી સાથે ઓળખાણ કરાવી. હસમુખી, અલ્લડ ધરતીને જોઈ અંબરને થયું, " કાશ... ધરતી પહેલાં મળી હોત.."
થોડાં જ સમયમાં અંબર અને આરતીનાં લગ્ન પણ થઈ ગયાં. ધરતી તેનાં જીજાજી સાથે મજાક, મસ્તી કરતી, તેં અંબરને પણ ગમતું હતું. લગ્ન પછી આરતીએ અંબર અને તેનાં ઘરને સરસ રીતે સંભાળી લીધું. અંબરના પિતા અમનભાઈ પણ ખુશ હતાં, સ્ત્રી વગરનાં ઘરમાં આરતીએ પ્રાણ પૂરી દીધાં હતાં.
લગ્નને એક વર્ષ થયું. ધરતી પણ કયારેક અહીં રહેવા માટે આવતી હતી. સમય જતાં આરતી ગર્ભવતી બની અને ડોક્ટર પાસે ચેકઅપ કરાવતાં ખબર પડી કે આરતીને પણ પેટમાં બે બાળકો છે. સૌની ખુશીનો પાર ન હતો. ધરતી અવાર નવાર અહીં આવતી, તો તેં અંબર સાથે ખરીદી કરવા પણ જતી, અંબરને ધરતીનો સાથ ગમતો હતો.
નવ મહિનાને અંતે આરતીએ બે જોડિયાં બાળકીને જન્મ આપ્યો. ઘરમાં બે બે લક્ષ્મીઓ આવતાં સૌ ખુશ હતાં. બંને દીકરીઓનાં નામ રિયા અને જિયા પાડ્યાં. ધરતી પણ કામકાજ માટે અહીં જ રહેતી હતી. અચાનક એક દિવસ આરતી કંઈક અજીબ વ્યવહાર કરવાં લાગી. બાળકીઓને તરછોડી દેતી, કોઈને ઓળખી શકતી ન હતી. અંબર આરતીમાં આવેલાં પરિવર્તનથી હેબતાઈ ગયો, તેં આરતીને ડોક્ટર પાસે લઈ ગયો, તો આરતી તેનું માનસિક સંતુલન ગુમાવી બેઠી હતી.
અંબર તો પરેશાન હતો, એક તો આરતીની બિમારી વળી નાની બે બાળકીઓ પણ... ધરતીએ જોકે ઘર અને બંને બાળકીઓને સંભાળી લીધી હતી. એકવાર તો હદ થઈ ગઈ, આરતીએ એક બાળકીને ઘોડિયામાંથી લઈ નીચે ફેંકી દીધી. હવે અંબર પરેશાન રહેવા લાગ્યો. ડોક્ટરના કહેવાથી અંબરે આરતીને મેન્ટલ એસાયમેન્ટમા મૂકી દીધી.
આરતીનાં ગયાં પછી ધરતીએ ઘર અને રિયા અને જિયા બંનેની જવાબદારી સંભાળી લીધી. વડીલોનાં કહેવાથી ધરતીએ અંબર સાથે લગ્ન કરી લીધાં, આમ પણ ધરતી અંબરને પહેલેથી જ પસંદ હતી. આરતીની સારવાર ચાલું હતી, પણ કોઈ ફરક જણાતો ન હતો.
સમય રેતીની જેમ સરતો રહ્યો.... આજે રિયા અને જિયા યુવાન થઇ ગઈ છે. તેઓ ધરતીને જ મા કહી બોલાવે છે. અંબર પણ ધરતી સાથે ખુશ હતો. અંબર અને ધરતી બંને મહિનામાં એક વખત આરતીને મળવાં જતાં હતાં. ધરતી પણ ખરાં અર્થમાં માસી એટલે કે મા જેવી બની બંને દીકરીઓને સાચવતી હતી.
આજે સવારથી " સમર્પણ" બંગલામાં સૌ ખુશ હતાં. આજે રિયા અને જિયાનો જન્મ દિવસ હતો. ધરતી રસોડામાં નાસ્તો બનાવતી હતી, અંબર નાસ્તાના ટેબલ પર હતો અને તેનાં મોબાઈલ રીંગ વાગી.
અંબર:" હેલ્લો"
ડોક્ટર સાહેબ:" મિસ્ટર અંબર, એક ખુશ ખબર છે. આપની પત્ની આરતી હવે બિલકુલ સ્વસ્થ થઈ ગઈ છે. આપ સૌનાં નામ પણ લે છે, તો પ્લીઝ આપ તેને ઘરે લઈ જઈ શકો છો."
અંબર તો આ સાંભળી ચોંકી ઊઠ્યો! શું બોલવું સમજી શક્યો નહીં.
ધરતી:" અંબર, શું થયું? કોનો ફોન હતો?"
અંબર :" હોસ્પિટલમાંથી..."
ધરતી:" અંબર, દીદી ઠીક તો છે ને!"
અંબર:" હા, એજ પ્રોબ્લેમ છે."
ધરતી:" શું?"
અંબર:" ડોક્ટર સાહેબ કહેતાં હતાં કે, આરતી હવે બિલકુલ ઠીક છે."
ધરતી:" એમ! સરસ.."
ધરતી તો આ જાણી ખુશ થઈ, પણ અચાનક ઉદાસ પણ થઈ ગઈ.
ધરતી:" અંબર, આપણાં લગ્ન થયાં, એ વાત દીદી જાણશે તો?"
અંબર:" હા, હું પણ એજ વિચારું છું. ડોક્ટરે કહ્યું કે આરતીને પહેલાંનું કશું યાદ નથી. ધરતી પહેલાં તો તું ઘરમાં આપણાં બંનેના જેટલાં પણ સાથે ફોટાઓ છે, તેં હટાવી લે, અને રિયા, જિયા અને ડેડને પણ સમજાવી દે."
અંબર ઓફિસ જવા નીકળી ગયો. ધરતી તેનાં બેડરૂમમાં ગઈ અને પહેલાં તો તેં અરીસા સામે બેઠી તેની માંગમાં રહેલાં સિંદુરને દૂર કર્યું, પછી તેનાં અને અંબરના જેટલાં પણ સાથે ફોટાઓ હતાં, તેં બધાં એક કબાટમાં મૂકી દીધાં.
સાંજ થતાં જ અંબર અને ધરતી આરતીને લેવાં માટે મેન્ટલ હોસ્પિટલમાં ગયાં. અંબરને જોઈ આરતી તો દોડીને તેને ભેટી પડી. પોતાની જ બહેનને આમ અંબર સાથે જોતાં ધરતીનાં આંખોમાં આંસુ આવી ગયાં, પણ તેં કંઈ બોલી નહીં. આરતી ધરતીને પણ ભેટી પડી. આરતી બંને બાળકી વિશે પણ પૂછવા લાગી. સૌ ઘરે આવ્યાં.
આરતી તો ઘર અને બંને દીકરીઓને જોઈ ખુશ થઈ ગઈ, પણ આટલાં વર્ષો પછી અંબર અને ધરતી માટે આરતીનું સારા થવું મુશ્કેલ હતું. રિયા અને જિયા પણ હવે ધરતીને જ મા માનતી હતી. રાત્રે આરતી અંબર સાથે રૂમમાં આવી, તેની નજીક આવી તો અંબર આરતીથી દૂર જતો રહ્યો. આરતીને અંબરનુ આ વર્તન સમજાયું નહીં. બીજીબાજુ ધરતી પણ અલગ રૂમમાં સૂતી હતી.
વહેલી સવારે આરતી ઊઠી નાહી ધોઈ પૂજા કરી, સૂર્ય નારાયણને જળ ચઢાવ્યું. ધરતી રસોડામાં હતી, તો આરતી અંબર માટે તેનો ભાવતો નાસ્તો બનાવવાં લાગી. સૌને આમ ચૂપ જોઈ આરતીને કંઈક અજુગતું લાગ્યું પણ કંઈ બોલી નહીં.
અંબર ઓફિસ જતો રહ્યો. રિયા અને જિયા કોલેજ જતી રહી. આમ તો ધરતીએ બધી જ વસ્તુઓ હટાવી દીધી હતી. આરતી તેનાં બેડરૂમમાં હતી અને કબાટમાં તેની નજર એક આલ્બમ પર પડી. આરતીએ એ આલ્બમ લીધું અને ખોલીને જોયું તો દંગ રહી ગઈ! તેમાં અંબર અને ધરતી મનાલી ફરવા ગયાં હતાં તેં ફોટાઓ હતાં, અને ધરતીનાં સેંથામાં સિંદૂર પણ હતું. બંનેનાં ફોટાઓ જોઈ આરતી બધું સમજી ગઈ. તેણે આલ્બમને ફરીથી તેની જગ્યાએ મૂકી દીધું.
સાંજે અંબર ઘરે આવ્યો તો આરતીને તેની સાથે વાત કરવાનું મન થયું, પણ તેં કંઈ બોલી નહીં. બીજા દિવસે સવારે ધરતી ઊઠી તો આરતી દેખાણી નહીં, તો તેં તેનાં રૂમમાં ગઈ તો આરતીએ પોતાની પાસે પડેલ ફૂલદાનીને જોરથી ધરતી સામે ફેંકી અને ફરીથી પહેલાં જેવું વર્તન કરવાં લાગી. ધરતી તો આ જોઈ ડરી ગઈ. તેં તરત જ અંબરને બોલાવી લાવી.
આરતીએ પૂરાં ઘરને અસ્ત વ્યસ્ત કરી નાખ્યું, ત્યાં સુધી કે તેં રિયાને પણ મારવાં લાગી. અંબરે તરત જ ડોક્ટરને ફોન કર્યો. હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ આવી અને આરતીને ફરીથી મેન્ટલ હોસ્પિટલમાં લઈ ગયાં.
અંબર અને ધરતીને કશું સમજાયું નહીં. બંને ઘરે આવ્યાં, ધરતી તો રડતાં રડતાં અંબરને ભેટી પડી. રિયા અને જિયા પણ કંઈ સમજી શકી નહીં.
આરતી મેન્ટલ હોસ્પિટલના એક રૂમમાં હતી. ડોક્ટર તેની પાસે આવ્યાં, આરતીની આંખોમાંથી એક આંસુ પડ્યું. આરતી બિલકુલ ઠીક હતી, પણ ધરતી અને અંબરના પ્રેમને જીવિત રાખવાં આરતીએ ફરીથી પાગલ બનવાનું નાટક કર્યું. પોતાનું ઘર, પરિવાર, બાળકોને છોડી સમર્પણ આપવું એ કંઈ સહેલી વાત ન હતી, એ એક સ્ત્રી જ કરી શકે. આરતી હવે હોસ્પિટલમાં જ બીજા દર્દીઓની સાર સંભાળ રાખે છે. અંબર ધરતી અને બંને દીકરીઓ સાથે ખુશીથી રહે છે. પોતાનાંને અળગાં કરવાં સહેલી વાત નથી.
🖊️- વર્ષા ભટ્ટ ( વૃંદા) અંજાર
+++++++++++++++ વર્ષા ભટ્ટ (વૃંદા)
" સમર્પણ" બંગલામાં આજે નિરવ શાંતિ હતી. આધુનિક સગવડોથી સજ્જ હોલમાં બધી વસ્તુઓ અસ્ત વ્યસ્ત પડી હતી. આરતીને મેન્ટલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયાં હતાં.

"આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અથવા અમને વોટ્સએપ No - 7878222218 પર પણ મોકલી શકો છો..!!🌺 __🖊️©આવકાર™
Heart touching
ReplyDeleteGood
ReplyDelete